Monday, 2 November 2015

[amdavadis4ever] ગોપાલિકા રીનીનું અભયારણ્ય Madhu Rai

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગોપાલિકા રીનીનું અભયારણ્ય

રીની નામની અમેરિકન કન્યાનાં લગ્ન થયાં અને તે પોતાના શહેરી પરામાંથી પતિના પેઢી દર પેઢીથી ચાલતા ગામડાના 'રાન્ચ'—પશુઉછેરના ફાર્મ—ઉપર રહેવા આવી. આવતાંવેંત ત્યાં પશુઓને હરતાં ફરતાં જોઈ તે હરખથી ઘેલી થઈ ગઈ, દરેક પ્રાણીને તેણે નામ આપ્યું, તેની સાથે તે રમતી, નાચતી, વાતો કરતી ને મોજ કરતી. તેને પશુઓનાં બચ્ચાંઓ સાથે માયા બંધાતી પણ તે મોટાં થાય ત્યારે અચાનક તેમને લાલ વેગનોમાં વાછરડાંને વેગનમાં ધકેલી વેચાવા મોકલાતાં જોઈને ગાયો દિવસો સુધી ભાંભરતી રહેતી તે વાતે તેને તેને જબ્બર ફટકો લાગ્યો. અમેરિકામાં વિશાળ ખેતરો જેવડાં 'રાન્ચ'માં ગાય, સુવર, મરઘી, ઘેટાં વગેરે પશુઓનો ઉછેર થાય છે. ટેક્સાસ રાજ્યમાં આવાં રાન્ચ માઇલોનાં માઇલો સુધી પથરાયેલાં છે, અને બીફનો કારોબાર અહીં ધાર્મિક ધગશથી થાય છે. તે ટેક્સાસના હ્યુસ્ટન ગામથી પચાસેક માઇલ દૂર પેઢી દરપેઢીથી આ પ્રકારનું 96 એકરનું રાન્ચ ચલાવતા પછી એકવાર તે સાસરેથી જમવા ગઈ તો ટેબલ ઉપર પીરસેલું માંસ જમી ન શકી. અચાનક તેને વેજિટરિયન એટલે શું તે સમજાયું, રીની કહે છે કે તેને જાણે તેનો પોતાનો આત્મા તે પ્રાણીઓના આત્મા સાથે જોડાયેલો લાગ્યો. 
તેથી દુ:ખી થતાં થતાં તે કસાઈખાનાંમાં શું શું થાય છે તેની ડોક્યુમેન્ટરી વીડિયો જોવા લાગી, પશુઓની અવદશાથી ખિન્ન થઈને તેણે માંસ ખાવાનું ત્યજી દીધું એટલું જ નહીં પણ પશુજન્ય કોઈ પદાર્થનો ઉપયોગ ન કરવાના શપથ લીધા જેને 'વીગન' કહેવાય છે. યાને દૂધની કોઈ વાનગી નહીં, ચામડાની કશી વસ્તુ નહીં, ઊન નહીં, મધ નહીં, મોતી નહીં, ફક્ત વનસ્પતિનો ખોરાક અને પશુશૂન્ય જણસોનો વપરાશ. પછી તેણે પતિને પણ સામે સોફામાં બેસાડીને તે વીડિયો બતાવ્યા Earthlings, Cowspiracy, Forks Over Knives, Peaceable Kingdom, Planteats, Dying to Have Known, Foodmatters, The Beautiful Truth, Live and Let Live The Witness. અને અંતે પતિએ પણ 'વીગન' થવાની કંઠી પહેરી તે પછી જ તેને શાંતિ થઈ. તેના પતિએ કહ્યું કે તો પછી આ ધંધો વેચી દઈને બીજે ક્યાંક રહેવા જઈએ. પણ તેથી પ્રાણીઓ કાંઈ બચવાનાં નથી તે વિચારે રીનીએ ઇન્ટરનેટ ઉપર બીજા 'વીગન' લોકોને અપીલ કરી, પૈસા એકત્ર કર્યા અને મે 2015થી તે રાન્ચ હવે અભયારણ્ય બન્યું છે. એમાં 35 ગાયો છે, 4 સુવર, 6 ચિકન અને 4 ઘોડા છે.ટીવી ઉપર તેના સમાચાર આવ્યા અને વાત વંટોળે ચડી. નેટ ઉપરની જીવદયાની વેબસાઇટો ઉપર તેની વાત વહેતી થઈ, તપાસી જુઓ Care-2, One Green Planet, The Dodo, Main Street Vegan with Victoria Moran, Bob Linden અને Free from Harm જેમાં રીની જેવા જ બીજા સહૃદય રાન્ચરોએ પોતાનાં રાન્ચને અભયારણ્યમાં બદલી દીધાના સમાચાર મુકાતા રહે છે. વિગતો માટે રીનીની વેબસાઇટ (http://rowdygirlsanctuary.com/). 

હવે રીનીની જિંદગીએ એક આહલાદક પલટો લીધો છે. 'મારું જાણે આધ્યાત્મિક ઉત્તોલન થયું છે, મને મારું અવતારકૃત્ય મળી ગયું છે. મારી સંસ્થાને સરકારી માન્યતા મળી છે. અને પ્રાણીઓના અધિકારની લડત હવે મેં હાથમાં લીધી છે.'હવે તે રાન્ચ જોવા પ્રવાસીઓ ટોળે ટોળે આવે છે, અને ગાય તે ખાવાની નહીં પણ આદર આપવાની વસ્તુ છે તેમ જ તમામ પ્રાણીઓને માણસોની જેમ જ નિરાપદ જીવવા, શાંતિથી ઘરડા થવા અને કુદરતી મોતે મરવાનો હક છે તે સમજે છે.અલબત્ત આખું વિશ્વ રાતોરાત વીગન કે વેજિટેરિયન બની જાય તેવો આ લેખનો ઉદ્દેશ્ય નથી. એવું થાય તો કેવો કુહર મચી જાય વગેરે વાતો ને તર્કોથી હમો વાકેફ છીએ ને તે બાબે કોઈ બહસ કરવા માગતા નથી. ચારેક વર્ષથી વીગન ગગનવાલા કોઈવાર દૂધવાળી ચા પી કાઢે છે, એટલે 'ચીગન' ('ચીટિંગ વીગન') છે. અસ્તુ, જ્યારે જ્યારે પ્રાણીઓ પ્રત્યે અનુકંપાની વાત આવે ત્યારે ત્યારે 'ચીગન'વાલા–ગગનવાલાના હેડ ઉપર ગોડ હિમસેલ્ફનો હેન્ડ ફરતો હોય તેવો સાત્ત્વિક આનંદ થાય છે. અને લાગલા કુંજીપટલ ઉપર બિરાજી વાચકો પાસે તેનો મહિમા ગાવા માંડે છે. જય ગોપાલમ! ભજ ગોપાલમ! ભજ ગોપાલમ મૂઢમતે! 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment