Monday, 2 November 2015

[amdavadis4ever] ચાલશે, ફા વશે અને ગ મશેની ભ્ર ામક દુનિયા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાલશે, ફાવશે અને ગમશેની ભ્રામક દુનિયા

થોટ બર્સ્ટ: પ્રકૃતિ ઠાકર

મોટેભાગે દર ચોથી કે પાંચમી વ્યક્તિને મોઢે તમે આ શબ્દ સાંભળ્યા હશે કે, આપણે તો બધે જ એડજસ્ટ થઈ જઈએ. આપણને તો બધું જ ચાલશે, ફાવશે, અને ગમશે. બસ, આ બાબતે મને કંઈ ના ચાલે, જે લોકો બીજા પાસે એડજસ્ટની અપેક્ષા રાખતાં હોય તે જ વધારે સવલતો ભોગવતાં હોય છે. આપણી આસપાસ આપણે ઘણાં એવાં લોકોને જોતાં હોઈએ છીએ જે બસમાં કે ટેક્સીમાં મુસાફરી કરતાં હોય અને તે સમયે બની શકે તેટલી મેક્સિમમ જગ્યામાં પથરાઈને બેસે. ત્રણની સીટમાં દોઢ સીટ તો પોતે જ રોકીને બેસી જાય, તો પણ કહે કે આપણને તો બધું ફાવશે...,એ લોકોને કોણ સમજાવે કે તમને તો ફાવશે પણ બીજાને...! લાંબી લાઈનમાં ઊભું ન રહેવું પડે એટલે લાઈનની વચ્ચે ઊભેલા કોઈ નાનાં ટાબરિયાને પટાવી વચ્ચે ઘૂસ મારશે અને કહેશે કે પ્લીઝ જરા એડજસ્ટ થાવને...સફાઈ અભિયાનનાં વખાણ કરતાં કરતાં ચાલુ ગાડીએ કચરો ફેંકશે અને કહેશે કે કચરો આમ ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. કોઈ જમણવારમાં ગયા હોય અને ૩૦૦થી ૪૦૦ રૂપિયાની થાળી ખાધા પછી જો ઉપર છાશ ન હોય તો બૂમો પાડી પાડીને ગજવશે કે અહીં છાશ નથી ? આપણને તો બધું ફાવે પણ છાશ તો જોઈએ જ.
દરેક વ્યક્તિની આગવી જરૂરિયાતો હોય છે. ઘણાં લોકોની આગવી ટેવો હોય છે. એ સહજ ભાવે સ્વીકારવુ જ રહ્યું, તો શા માટે ચાલશે, ફાવશે, ગમશેના નારા લગાવવા ? એડજસ્ટ કરવાની વાત આવે તો દરેક વ્યક્તિ કોઈની કોઈ રીતે લાઇફમાં ક્યાંકને ક્યાંક એડજસ્ટ કરતાં જ હોય છે. એક સહજ માનસિકતા છે કે દરેકને એવું જ લાગે કે બીજા કરતાં હું વધારે એડજસ્ટ થાઉંં છું. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી, જે વસ્તુ આપણે કમ્પ્લીટ નથી કરી શકતા તે માટે બીજાની અપેક્ષા શા માટે રાખવી કે તે સંપૂર્ણ કામ પરફેક્ટ રીતે જ કરે ? તમારી થાળીમાં એકાદ વસ્તુ ઓછી હોય કે ન ભાવે તેવી હોય તો તે અંગે ચિંતા કરતાં પહેલાં એ જોઈલો કે અન્ય ઘણી આઇટમ એવી છે જે તમને ભાવે છે, તે ખાઈને કામ ચલાવોને ! શા માટે બૂમો પાડવી ?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment