Monday, 2 November 2015

[amdavadis4ever] વસુંધરાને બચાવવી હ ોય તો શાક ાહારી બનો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આદિ કાળમાં માનવી ગુફામાં રહેતો હતો. વલ્કન પહેરતો હતો. જંગલમાં ભટકતાં ભૂખ લાગે તો વનસ્પતિ આરોગતો હતો. પ્રાણીનો શિકાર કરીને તેનું માંસ ખાતો હતો. આગની શોધ થયા પછી તે રાંધેલું માંસ ખાવા લાગ્યો. માનવ જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ ખેતી કરવા લાગ્યો અને અનાજ ઉગાડીને શાકાહાર પણ કરતો થયો. દુનિયાના ઘણાંખરાં દેશોમાં રહેતા લોકો શાકાહાર કરતાં માંસાહારને વધુ પ્રાધાન્ય આપે છે. તેમને શાકાહાર જાણે ઘાસપૂસ જેવો લાગે છે. માંસાહાર કરનારા લોકોનું આરોગ્ય કાળક્રમે બગડવાનું જોખમ રહે છે. તેમ છતાં તેઓ ખૂબ મુશ્કેલીથી શાકાહાર અપનાવતા હોય છે. હવે એકવીસમી સદીમાં દુનિયાના દરેક દેશમાં આબોહવામાં ધાર્યું નહીં હોય એવું પરિવર્તન આવતું જાય છે. બીજા દેશની વાત છોડો આપણા દેશની વાત કરીએ તો આ વર્ષે વરસાદ ઓછો પડ્યો. અસહ્ય ગરમી પડી રહી છે. પશ્ર્ચિમના દેશોમાં પણ આ વર્ષે હાડ ગાળી નાખે તેવી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આબોહવામાં અચાનક આવતા પરિવર્તન પાછળનું કારણ શોધવાનો પ્રયાસ વિજ્ઞાનીઓ સિવાય કોણ કરી શકે ભલા ? ૧૯૯૫થી આશરે ૧૧૦૦ એક્ટિવિસ્ટ્સની પશુપાલનની બાબતે વાત કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. એમાં બ્રાઝિલના રેન ફોરેસ્ટનું રક્ષણ કરવામાં પોતાનું જીવન ખર્ચી નાખનાર ડૉરોથી સ્ટેન્ગ હતી. ૨૦૦૫માં તે પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પરિવહન ક્ષેત્રની સરખામણીમાં પશુઓના ઉછેરને કારણે ગ્લોબલ વૉર્મિંગની પરિસ્થિતિ ઊભી થઈ છે.

પશુઓને લીધે પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આનો ઉકેલ લાવવાની જરૂર હોવાનું એફએઓના અધિકારી હૅનીન સ્ટેઈનફીલ્ડે જણાવ્યું હતું. માંસાહાર માટે કરવામાં આવતા પશુ ઉછેરને કારણે આખી દુનિયાના કુલ પાણી પુરવઠાના ૩૦ ટકા પાણી અને જમીન ૪૫ ટકા વપરાઈ જતી હોવાથી વરસાદ માટે આવશ્યક ૯૧ ટકા જંગલોનો નાશ થાય છે. આ આંકડા ચોંકાવી દે તેવા છે. 

મહાસાગરના કાલગ્રસ્ત ઝોનનું એક કારણ પશુઓનો ઉછેર છે. 

દર વર્ષે ૧૦૦ અબજ ગૅલન પાણીનો ઉપયોગ થતો હોવાથી લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે એ પાછળ હાઈડ્રોલિક ફ્રેકશન ફોર નેચરલ ગૅસ કદાચ જવાબદાર હોઈ શકે. જો કે હજુસુધી આ બાબતે પશુપાલન સાથે કોઈ સરખામણી કરી શકાય એમ નથી. એકલા અમેરિકામાં વર્ષે પાણીનો વપરાશ ૩૪ ટ્રિલિયન ગૅલન જેટલો છે. એનો અર્થ એવો ઘટાવી શકાય કે માત્ર એક પાઉન્ડ માંસના ઉત્પાદન માટે ૨૫૦૦ ગૅલન પાણીની જરૂર પડે છે. એ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હેમ્બર્ગર બનાવવા બે મહિના ચાલે તેટલા પાણીનો વપરાશ કરવો પડે છે. પશુપાલન ઉદ્યોગ દ્વારા આખી દુનિયામાં ૬૫ ટકા નાઈટ્રસ ઑક્સાઈડ ઉત્પન્ન થાય છે.ગ્લોબલ વૉર્મિંગનું પ્રમાણ ૨૯૬ના ગુણોત્તરમાં વધી ગયું છે. જો માંસની માગણી સતત વધતી રહેશે તો ૨૦૫૦ સુધીમાં આ પ્રમાણ ૮૦ ટકા વધી જવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. આ દર વધતો રહ્યો તો આગામી દસ વર્ષમાં જંગલો સંપૂર્ણપણે નષ્ટપ્રાય થવાને આરે હશે અથવા તેનું નિકંદન નીકળી ગયું હશે. 

એવું લાગે છે કે પર્યાવરણ પર નજર રાખતી સંસ્થાઓ ઈકોસિસ્ટમને સમજવામાં નિષ્ફળ જઈ રહી છે. પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના કારગત ઉપાયો શોધવાને બદલે તેઓ માત્ર દૂરથી જોયા કરતી હોવાનું લાગી રહ્યું છે. 

લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં પ્રાણીઓ મુક્ત વિહાર કરતા હતા. બાયોડાઈવર્સિટીમાં તેમનો ફાળો ૯૯ ટકા હતો. આજની પરિસ્થિતિમાં માત્ર ૨ ટકા પ્રાણી મુક્ત વિહાર કરે છે. બાયોડાઈવર્સિટીમાં માનવીનો ફાળો ૯૮ ટકા છે. 

ગ્લોબલ વૉર્મિંગની પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં ચેતી જઈને માંસાહાર સદંતર બંધ કરી દેવાની તાતી જરૂર છે. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ માંસ નહીં આરોગવાનો નિયમ પાળવાને બદલે તેને સદંતર ત્યજી દેવાનો અને શાકાહારી બની રહેવાનો સમય પાકી ગયો છે. 

પર્યાવરણવાદીઓ આબોહવામાં પરિવર્તનની બાબતે કાગારોળ મચાવી રહ્યા છે. પણ જો તેઓ માંસાહાર કરતા હોય તો ? તેમણે પહેલાં શાકાહાર અપનાવવો જોઈએ. શું તમને ખબર છે કે પ્રાણીજ પ્રોટીનયુક્ત આહાર ત્યજવામાં આવે તો ઓછામાં ઓછા દસ શાકાહારીઓનું પોષણ થઈ શકે છે. જો કે માંસાહાર અને શાકાહારની તરફેણ અને વિરોધમાં ઘણીબધી દલીલો કરી શકાય એવું કરવાને બદલે વિચારવું જોઈએ કે વધુને વધુ લોકો શાકાહાર અપનાવે આગામી ૪૦ વર્ષના સમયગાળામાં લગભગ ૯.૨ અબજ લોકોને ખોરાક મળી શકે. 

વર્લ્ડ બૅન્કના ભૂતપૂર્વ અર્થશાસ્ત્રી લોર્ડ સ્ટર્ને બ્રિટનની ક્લાઈમેટમાં આવી રહેલા પરિવર્તનની બાબતે જણાવ્યું હતું કે માંસની સાફસફાઈ કરવામાં પાણીનો વેડફાટ થાય છે. ઉપરાંત વાતાવરણમાં હાનિકારક વાયુ ભળે છે. એટલું જ નહીં એનાથી વિશ્ર્વના સાધનસ્રોત પર ખૂબ દબાણ આવે છે. એટલે શાકાહારી ડાયેટ બહેતર છે. શાકાહારી ડાયેટમાં સોયા, ચણા, કઠોળ અને જુદા જુદા ધાન્યનો સમાવેશ

થાય છે. ઘણાંને માંસાહાર અને શાકાહાર બંને ગમે છે. માંસાહારમાંથી જે શક્તિ મળે છે, તેવી જ શક્તિ સોયામાંથી બનેલા ટોફુમાંથી મળે છે. વિકસિત દેશોમાં જંગલોના નાશને કારણે પ્રાણીઓના ખોરાક માટે સોયાબીનની ખેતી કરવામાં આવે છે. સોયા માનવ અને પ્રાણી બંને માટે ઉપયોગી છે. ઘણાં ખાસ કરીને સોલોમન માછલી ખાતા હોય છે. ઍક્વાકલ્ચરમાં માછલી ઉછેરવામાં આવતી હોય છે. લાંબા ગાળે ઈકોલોજી માટે હાનિકર્તા છે. 

માંસાહારીઓએ ભાવિ પેઢીને તંદુરસ્ત રાખવી હોય તો અત્યારથી જ શાકાહાર અપનાવવો જોઈએ. માંસહાર કરવાની ટેવ છોડવી હોય તો અઠવાડિયામાં એકવાર માંસાહાર કરવાની માન્યતાનો સદંતર ત્યાગ કરવો રહ્યો. 

માંસાહાર અને શાકાહારના ફાયદા-ગેરફાયદા 

આજકાલ આખી દુનિયાના દેશોમાં લોકો આરોગ્યના જોખમ અને પર્યાવરણના રક્ષણ માટે શાકાહાર ભણી વળી રહ્યા છે. 

(૧) પૃથ્વીની અંદરની માટી જામ થઈ જવી : એવી માન્યતા છે કે ગાયના છાણ-મૂત્રનું વજન લગભગ એક પાઉન્ડ હોય છે. આ બધો કચરો ઘણીવાર કટાયેલી ટાંકીમાં પગ કરી જતો હોય છે. એનાથી નદી-નાળાંનું પાણી પ્રદૂષિત થાય છે. 

(૨) મહાસાગરના ડેડ ઝોન : પ્રાણીઓનાં શરીરનાં નકામા ભાગને જમીનમાં દાટી દેવામાં આવે અથવા દરિયામાં વહાવી દેવામાં આવતા હોય છે. એનાથી ફેલાતા ટૉક્સિનને કારણે મૃત જળચરો દરિયાના છેડા પર જમા થાય છે. આખી દુનિયામાં આવા ૪૦૦ ડેડ ઝોન શોધી કાઢવામાં આવ્યા હતા. આ સંખ્યા વધવાની શકયતા છે. 

(૩) પાણીનો વેડફાટ : પ્રાણીના શરીરમાંથી માંસ કાઢી લઈને તેને ધોવા માટે મોટા પ્રમાણમાં પાણી વેડફાય છે. જ્હૉન રૉબિન્સ નામના લેખકના જણાવ્યા પ્રમાણે માત્ર ૨૨૯ પાઉન્ડ માંસ ધોવા લગભગ ૨૦,૦૦૦ પાઉન્ડ પાણી જોઈએ એની સરખામણીમાં માત્ર ૨૨૯ પાઉન્ડ પાણીનો વપરાશ ચોખા ઉગાડવા માટે કરી શકાય. આમ કરીને પાણીનો વેડફાટ રોકી શકાય.

(૪) જમીનનો વેડફાટ: ચાર સભ્યનો પરિવાર માત્ર એક ઍકર જમીનમાં અનાજ ઉગાડીને નભી શકે. એની સરખામણીમાં માંસાહાર કરતા પરિવારને વીસ ગણી જગ્યા જોઈએ. 

(૫) વધુ મોંઘું : ફૂડ ચેનમાંથી શાકાહારી ચીજવસ્તુઓ ખરીદીને ખાઈ શકાય આરોગ્ય જળવાઈ રહે. જ્યારે માંસ ખરીદવાનું મોંઘું પડે છે. તબિયત બગડે તો ડૉક્ટરોનાં બીલ ભરતાં નાકે દમ આવી જાય.

(૬) બિમારીની શક્યતા : શાકાહારીઓ માંદાં ન જ પડે એવું નથી. શાકાહારીઓએ તબિયતની કાળજી રાખવી હોય તો ઑર્ગેનિક અનાજ ખાવું જોઈએ. મરઘાં-બતકાંના માંસ પૅક કરીને તેને વાહનમાં મોકલવામાં આવતા હોવાથી રસ્તામાં અનેક પ્રકારનાં હાનિકારક બૅકટેરિયાનો ચેપ લાગવાની શક્યતા રહેલી હોવાથી એવું માંસ આરોગનારને આંતરડામાં ઈ-કૉલી નામના બૅક્ટેરિયાનો ચેપ લાગવાની શક્યતા છે. 

(૭)ઓઈલ અને કોલના પુરવઠામાં ઘટાડો: ઘણાં કેન્દ્રોમાં પશુપાલન માટે પાણી, વીજળી અને કોલનો મોટા પ્રમાણમાં વપરાશ કરવામાં આવે છે. ફર્ટિલાઈઝર, પાણીના છંટકાવથી માંડીને પ્રોસેસ્ડ માંસના જથ્થાને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં ઓઈલ અને કોલનો ઉપયોગ થાય છે. કાળક્રમે એ પુરવઠામાં ઘટાડો થાય છે. 

(૮)હવાની ગુણવત્તા : ફેક્ટરી ફાર્મિંગના વિસ્તારમાં ઍમોનિયાનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત ઑઝોનથી હવામાં પ્રદૂષણ ફેલાય છે. આ કારણે પાણીમાં નાઈટ્રોજન અને ફોસ્ફોરસ જેવાં તત્ત્વની ભેળસેળ થાય છે. ઉપરાંત ઍન્ટિબાયોટિક્સનાં અવશેષ પણ જોવા મળે છે. 

(૯) જંગલોનું નિકંદન: પ્રાણીઓને ચારો પૂરો પાડવા લાખો એકરમાં આવેલાં જંગલોનું નિકંદન કરવામાં આવે છે. એને કારણે ટ્રોપિકલ પરિવર્તન આવે છે. 

જંગલોનું નિકંદન કાઢવામાં આવતાં પૃથ્વી પર વરસાદનું પ્રમાણ ઓછું અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ગ્લોબલ વૉર્મિંગનું પ્રમાણ ઘટાડવું હોય તો અત્યારથી ચેતી જઈને વાતાવરણને સ્વચ્છ કરવા પગલાં લેવાનો સમય પાકી ગયો છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment