Sunday, 1 November 2015

[amdavadis4ever] એવું નથી ક ે ઘાણવો આખ ો ખરાબ છે, બે-ચાર માણ સ, ક્યાંક સારા પણ જણ ાય છે Dr Sharad Thaka

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એવું નથી કે ઘાણવો આખો ખરાબ છે, બે-ચાર માણસ, ક્યાંક સારા પણ જણાય છે

પાવનના પપ્પા મધ્યમવર્ગના માણસ. નોકરીમાંથી નિવૃત્ત થઇ ચૂકેલા. પાસે જે કંઇ બચત હતી તે બધી દીકરાને ભણાવવામાં ખાલી થઇ ગઇ હતી. હવે એક જ આશા હતી; ક્યારે દીકરો નોકરીએ લાગે અને ક્યારે ઘરમાં પગાર આવતો થાય! પાવન માટે એટલું કહેવું ખાસ જરૂરી ગણાય કે પહેલા ધોરણથી લઇને છેક એમ.બી.એ. પાસ થતાં સુધીમાં પાવને જેટલી પરીક્ષાઓ આપી તે તમામમાં એનો નંબર પ્રથમ આવ્યો હતો. જો ધાર્યુ હોત તો એ આઇ.એ.એસ. અથવા ડોક્ટર અવશ્ય બની શક્યો હોત. પણ ગરીબ મા-બાપમાં ઘણી વાર સમૃદ્ધિભર્યાં સપનાં જોવાની હિંમત પણ બચતી નથી હોતી. ઓછામાં ઓછા ખર્ચ પાવન સારામાં સારો એમ.બી.એ. થઇ ગયો. પિતાની આશા સુપેરે ફળી. પાવનને એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી ગઇ. કંપનીના સી.ઇ.ઓ.એ પાવનનો ઇન્ટરવ્યૂ લીધો તેમાં આ એક જ સવાલ પૂછ્યો, 'પગારની અપેક્ષા કેટલી છે?'

ગજબ માણસ છે! પાવન બબડ્યો હતો. મારા સર્ટિફિકેટ્સ જોતો નથી. મારો ગોલ્ડ મેડલ જોતો નથી. મારી તેજસ્વિતા પણ ધ્યાનમાં લેતો નથી. માત્ર પગાર કેટલો લઇશ એટલું જ પૂછી રહ્યો છે! પણ આ બધું તો મનોગત; મુખરપણે તો પાવન આટલું જ બોલી શક્યો, 'સર, પગાર વિશે તમે નિર્ણય લેજો. અત્યારે મારે 'જોબ'ની સખત જરૂર છે. મારી આવડત જોયા પછી તમને થાશે કે...'
'ઠીક છે! ઠીક છે!' સાહેબે વાત કાપી નાખી હતી, 'આવડત જેવું દેખાય છે એટલે તો નોકરી આપીએ છીએ. બાકી પગાર તો એમ જ નક્કી કરવાનો હોય છે. પંદર હજારમાં ફાવશે?'
પાવનને ચક્કર આવી ગયા. માત્ર પંદર જ હજાર?! આ તો નર્યુ શોષણ જ ગણાય. પણ કહેવત છે ને; ભિખારીઓને પસંદગીનો અધિકાર નથી હોતો! પાવને 'હા' પાડી દીધી.
છએક મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું; પંદર હજાર રૂપરડી જેવી સાંકડી આવકમાંથી પણ પાવને સારી એવી બચત કરી લીધી. ચાર-પાંચ ઓળખાણો બાંધી લીધી. ઉછીના-ઉધાર કરીને જે પૈસા એકઠા થયા તેમાંથી સુકન્યા શોધીને લગ્ન કરી લીધાં. 

ખરી રામકહાણીની હવે જ શરૂઆત થઇ. નવાં નવાં લગ્ન હતાં. સુંદર, સંસ્કારી અને સ્નેહાળ પત્ની હતી. સાંજે પાંચ વાગ્યે નોકરી પૂરી કરીને પાવન ઘરે આવે ત્યારે પત્ની પુનિતા એની રાહ જોઇને બેઠી હોય. બંને જણા ભાડાના મકાનમાં બાલકનીમાં બેસીને આદુંવાળી ચા પીએ. મીઠી વાતો કરે. ક્યારેક શાકભાજી ખરીદવા પણ સાથે જાય અને ભવિષ્યની સોનેરી જિંદગીના સપનાં જુએ. 
વિધાતાને આટલું નાનું સુખ પણ નહીં ગમ્યું હોય. એક સાંજે મિસિસ નાકરાણીએ પાવનને એમની ઓફિસમાં બોલાવ્યો. મિસિસ નાકરાણી એટલે પાવનના ઇમિડિયેટ બોસ. ખોળિયું માનવનું, પણ વર્તન દાનવનું. મૂળે એ પતિ નામના પ્રાણીથી દાઝેલી સ્ત્રી. એટલે બીજા કોઇનો સુખી સંસાર એનાથી જોવાય નહીં. એના કાને વાત આવી હશે કે પાવનનો સંસાર નવો-સવો છે, પણ મોજથી વહી રહ્યો છે. 
મિસિસ નાકરાણીએ પાવનને આડે હાથે લેવા માંડ્યો, 'મિ. પાવન, મેં સાંભળ્યું છે કે રોજ સાંજે પાંચ વાગ્યા પછી તમે તમારી ખુરશી પર હાજર નથી હોતા...'
'હા, મેડમ! પણ હું બરાબર પાંચના ટકોરા પછી જ ઘરે જાઉં છું. મારી ડ્યુટી સવારના અગિયાર વાગ્યાથી સાંજના પાંચ સુધીની હોય છે.'

'આ સરકારી નોકરી છે કે પ્રાઇવેટ? અહીં ઓફિસમાં આવવાનો સમય નિશ્ચિત હોય છે, પણ ઓફિસમાંથી છૂટવાનો સમય નક્કી નથી હોતો.'
'યસ મેડમ.' પાવનને બીજું શું બોલવું તે ન સૂઝ્યું. 
'આજે તો જવા દઉં છું, પણ આવતીકાલથી મને પૂછ્યા સિવાય ઓફિસ છોડીને ઘરે જવાનું નથી. ઇઝ ઇટ ક્લિઅર?'
'મેડમ, એક વાત પૂછવાની રહી જાય છે. ધારો કે સાંજના છ, સાત કે આઠ...'
'બાર કે બે વાગ્યા હોય તો પણ નહીં જવાનું. હું કદાચ મારી ઓફિસમાં ન હોઉં તો પણ મને ફોન કરીને પૂછ્યાં પછી જ તમારે ખુરશી છોડવાની, સમજ્યા હવે?'
પાવન સમજી ગયો. પછી તો એના ઉપર અત્યાચારનો અનરાધાર વરસાદ વરસવો શરૂ થઇ ગયો. કંઇ જ કામ ન હોય તો પણ પાવનને રાત્રિના દોઢ-બે વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવતો. છેવટે આ ત્રાસથી કંટાળીને એણે રાજીનામું મૂકી દીધું. 

થોડા જ દિવસો બાદ એને બીજી એક કોર્પોરેટ કંપનીમાં જોબ મળી ગઇ. પગાર પણ થોડોક વધ્યો. વીસ હજાર રૂપિયા નક્કી થયા. કામના કલાકો પણ નિશ્ચિત. પણ અહીં જે બોસ હતો તે દુર્વાસાનો અવતાર નીકળ્યો. પંદરમા દિવસે જ એના દિમાગનું બોઇલર ફાટ્યું. એ ચા પી રહ્યો હતો. પાવન કશાંક કારણથી એની ઓફિસમાં જઇ ચડ્યો. બોસને શું થયું તે ભગવાન જાણે. પણ એણે ત્રાડ પાડીને ગરમ-ગરમ ચાનો કપ છુટ્ટો ફેંક્યો. પાવન જરાકમાં બચી ગયો, નહીંતર દાઝી ગયો હોત. એ જ ક્ષણે તે ઓફિસનાં પગથિયાં ઊતરી ગયો. 
આ વખતે ઓફિસનાં પગથિયાં ઊતરી જવાનું કાર્ય વધારે અઘરું હતું કારણ કે પાવનની પત્ની ગર્ભવતી હતી. પુનિતાને 'મોર્નિંગ સિકનેસ' થવી શરૂ થઇ ગઇ હતી. ડોક્ટરને બતાવ્યું તો એમણે એને દાખલ કરીને ગ્લુકોઝના બાટલા ચડાવ્યા હતા. ખર્ચનું મીટર ઘૂમવું શરૂ થઇ ગયું હતું. હજુ તો ડિલિવરી માટેના રૂપિયા એકઠા કરવાના બાકી હતા. આવા સમયે એક ઘનચક્કર બોસની તુમાખીભરી હરકતને કારણે પાવને આ નોકરી પણ છોડી દેવી પડી હતી. પછી એના મનની અંદર ઘૂમરાતો ધૂંધવાટ બહાર ન આવે તો બીજું થાય શું?
'બધા જ બદમાશો છે સાલ્લાઓ! આ દુનિયામાં તેજસ્વિતાની કશી જ કદર નથી. ગરીબોનું માન-સન્માન નથી. યુવાનોની કોઇને પડી નથી...'  આવું બબડતો એ પોતાની મોટર-બાઇક પર બેસીને ઊડવા માંડ્યો. મગજમાં ધૂંધવાટ હતો. ઘરે જવાનું કારણ ન હતું. એણે વિચાર્યું કે બે-ચાર ઠેકાણે નોકરી માટે તપાસ કરતો જાઉં. આવી દશામાં એને ભાન ન રહ્યું. કે એની બાઇકની ઝડપ વધી 
રહી છે. 

ટ્રાફિક સર્કલ પાસે લાલ લાઇટ હતી. વાહનો ઊભેલાં હતાં. પાવનને સહેજ મોડેથી ભાન થયું. એણે 'બ્રેક' તો મારી, પણ એનું નસીબ એ દિવસે ખરાબ હતું. આગળ એક કિંમતી કાર ઊભી હતી એની પાછળના ભાગે પાવનની બાઇક ટકરાઇ ગઇ. પાવન પડી ગયો. ગભરાયેલા તો એ હતો જ, એમાં કારનું નામ વાંચીને તો એને પરસેવો છૂટી ગયો.  બી.એમ.ડબલ્યુ. કંપનીની પેટીપેક કાર હતી. હજુ નંબર પ્લેટ પણ કાચી મારવામાં આવી હતી. એવી સ્થિતિમાં બાઇક ટકરાવાના કારણે કારની બેકલાઇટ અને એનો કાચ તૂટી ગયાં હતાં. ગાડીની બોડીમાં પણ સારું એવું નુકસાન થયું હતું. 
પાવન શબ્દશ: રડી પડ્યો. બાપ રે! હવે શું થશે? મારા આખા વર્ષની બચત આ નુકસાન ભરપાઇ કરવા માટે..!
ત્યાં જ કારનું બારણું ઊઘડ્યું. એક પીઢ વયનો આદમી બહાર નીકળ્યો. માથા પર ટાલ હતી. એણે ઝભ્ભો-લેંઘો પહેર્યા હતા. જાણે કશું જ ન બન્યું હોય તેવા ભાવથી એ પુરુષ પાવનની નજીક આવ્યો. પૂછવા લાગ્યો, 'ભાઇ, તું આટલો બધો ગભરાઇ શા માટે ગયો છે?'
'સાહેબ, હું ગરીબ છું, બેકાર છું, નોકરીની તલાશમાં જતો હતો, મને સ્પીડનો ખ્યાલ ન રહ્યો. ભૂલ મારી જ છે પણ મારી પાસે રૂપિયા નથી...'
'દોસ્ત, રડવાનું બંધ કર. કારના નુકસાનની વાત ભૂલી જા. મને બી.એમ.ડબલ્યુ. ખરીદવી પોસાય છે તો એનું રિપેરિંગ પણ પોસાય છે. મને એ જણાવ કે તું શું ભણેલો છે?'
પાવનના જીવમાં જીવ આવ્યો. હિંમત આવી એટલે જીભ ઉપર જવાબ પણ આવી ગયો, 'એમ.બી.એ. મારી ડિગ્રી છે. ગોલ્ડ મેડલ મારી સિદ્ધિ છે. પ્રામાણિકતા મારા સંસ્કારમાં છે અને પરિશ્રમ મારા સ્વભાવમાં છે. મારી જિંદગીમાં એક જ વાતનો અભાવ છે...'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment