Monday, 26 October 2015

[amdavadis4ever] આ કળિયુગ નથી ક થાયુગ છે, આ પાં ચમો યુગ છે સાહ ેબ, પ્રેમયુગ છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક બહેનનો પ્રશ્ન છે કે બાપુ! મેં છપ્પન કથા સાંભળી છે. તેમ છતાં પરિવર્તન નથી થતું! તેથી તમે નિરાશ થશો, પણ હું નહિ થાઉં. નિરાશ ન થશો. ઠાકુર રામકૃષ્ણદેવ કહેતાં રહેતા કે એક લાકડીને તમે પાણીમાં નાખશો તો તરવા લાગશે, પરંતુ એ લાકડી પર માટીનો લેપ કરો અને એના પર એક સફેદ કપડું વીટી દો, પાછા કપડાં પર માટીનો લેપ કરો પછી એક બીજું કપડું વીટી દો, પાછા એ કપડા પર માટીનો લેપ કરો અને ત્રીજું કપડું વીંટી દો, ચોથો લેપ કરો, પાછું કપડું વીંટી દો, પાંચમો લેપ કરો, કપડું વીંટો, છઠ્ઠો લેપ કરો, કપડું વીંટો, સાતમો લેપ કરો, કપડું વીંટો, પછી એ લાકડીને પાણીમાં નાખશો તો ડૂબી જશે!

પરંતુ એ ડૂબી રહેશે? ધીરે ધીરે પાણીને કારણે માટી ઓગળશે ત્યારે એ જ લાકડી ફરી પાછી ઉપર આવી જશે. આપણી તરવાની સ્વાભાવિક ક્ષમતા તો છે, પરંતુ ખબર નહીં ષડ્વિકારોએ કેટકેટલા લેપ કરી દીધા છે. અને એના પર આવરણની પટ્ટીઓ બાંધી છે, ભેદોની પટ્ટીઓ બાંધી છે,દ્વૈતોની પટ્ટીઓ બાંધી છે! છતાં પણ ચિંતા ન કરો. રામકથાના ધરામાં પડ્યા રહો. પાણી કામ કરશે, તમારે કાંઈ નહીં કરવું પડે! અંદર આનંદ માણો. ધીરે ધીરે આત્મતત્વ ઉપર આવીને તરશે, એટલું જ નહીં પણ એના પર કોઈ સવારી કરશે તો એને પણ તારી દેશે! નિરાશ ન થાઓ. છપ્પન કથા સાંભળ્યા પછી નિરાશ થવાની જરૂર નથી.

રામકથા ત્રણ વસ્તુ કરે છે. એક, રામકથા આખા સમાજને, આખા વિશ્ર્વને સંદેશ આપે છે, કોઈ ને કોઈ મેસેજ જાય છે. આ એની એ જ કથા, પણ છતાં એ જ કથા મને ને તમને ગમે છે; મને તો રોજ નવી લાગે છે, કારણ કે રામકથા રોજ નવો સંદેશ લઈને આવે છે. રામકથાનો એક શુદ્ધ સંકલ્પ છે કે ત્રણ વસ્તુ જગત સુધી પહોંચે. કેવળ ભાવનગર કે ગુજરાત-ભારતમાં જ નહીં,પૃથ્વી પર જ નહીં પણ सकल लोक जगपावनी गंगा। આ કથા છે, એટલે સમસ્ત બ્રહ્માંડોમાં જ્યાં સુધી પહોંચે ત્યાં રામકથા કોઈ ને કોઈ એક નવો સંદેશ લઈને તમારી પાસે આવે છે. આવું નિવેદન બહુ જ જવાબદારીપૂર્વક કરી રહ્યો છું. બીજું, રામકથા એક નવો ઉપદેશ લઈને આવે છે; યદ્યપિ ઉપદેશ મારું ક્ષેત્ર નથી, હું ઉપદેશ આપવાને મારી જાતને યોગ્ય માનતો નથી. હું સંદેશ સુધી છું, પણ રામકથા તો ઉપદેશ પણ આપે છે. અને રામકથાને જ્યારે લાગે છે ત્યારે મને ને તમને એ આદેશ પણ આપે છે.

રામચરિતમાનસથના આધારે કહું તો જીવ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. કોઈ ચાર પ્રકાર પણ ગણે, પાંચ ગણે, પણ આપણે અત્યારે ત્રણની વાત કરીએ. આપણે બધા જ જીવો છીએ. એમાં મોટા ભાગના જીવો વિષયી હોય છે, પણ એમાંથી થોડાક ઉપર ઊઠેલા જીવો જેને રામચરિતમાનસથ સાધકથ કહે છે. એ સાધક જીવો છે. અને એમાંથી પાછા થોડાક વધારે ઊર્ધ્વગમન કર્યું હોય એવા જીવોને રામકથા સિદ્ધ કહે છે. મારી વ્યક્તિગત ધારણા શું છે એ આખું જગત જાણે છે કે, હું સિદ્ધ થવામાં માનતો નથી; અને ત્યાં પહોંચવામાં મારી રુચિ પણ નહીં. આપણે શુદ્ધ રહીએ એ મને વધારે અનુકૂળ પડે.

તો, ભગવાન રામની આ મંગલમય કથા મારા ને તમારા જેવા વિષયી જીવોને રોજ નવો સંદેશ આપે છે. જરા પણ અતિશયોક્તિ વગર બોલી રહ્યો છું કે, રોજ નવો સંદેશ આપે છે. વિષયી જીવને સંદેશ આપે છે અને સાધક જીવને ઉપદેશ આપે છે. શ્રોતામાં પણ, આપણામાં ઘણા સાધક હોય એને આ કથા ઉપદેશ આપે. અને એવા શ્રોતાઓ વીજળીને ચમકારે મોતી પરોવી લે, સાહેબ! અને કોઈ કોઈ સિદ્ધપુરુષ હોય એને આ કથા આદેશ આપે છે; જાગ્રત માણસોને આદેશ આપે છે. તો, રામકથા, જો મારો ને તમારો શુદ્ધ સંકલ્પ હોય તો શું ન કરે? પણ આપણે જાણીએ છીએ, આપણે વિષયી છીએ. આપણા સંકલ્પો એટલા બધા પવિત્ર નથી હોતા. અને નાનકડો એવો પણ સંકલ્પ સહેજ બદલે તો બરકતમાં ફેર પડવા માંડે, તુરંત એની અસર શરુ થાય.

ત્રીસ વરસ પહેલાંની એક ઘટના કહું. તળાજાની ઘટના છે. ગોરખી ગામનો એક ભાભો. ઈ ભાભો બહુ પ્રેમાળ. તળાજાની એ કથા પૂરી થઈ એટલે મને કહે, હદ કરો છો તમે, કથા એટલે કથા! તેથી મને કહે, બેસવાની જગ્યા બહુ સરસ! તેથ એણે સીધું ન કીધું કે માણસો ઓછા હતાં! આવું હોય એની વાત જુદી છે, બાકી જેને ઊગવું હોય એ તો પ્લાસ્ટર તોડીને બહાર નીકળે છે. કળિયુગ સારો સમય છે. હા, જ્યારે લય તૂટે છે ત્યારે થોડી ગરબડ થાય છે અસ્તિત્વમાં. સુનામી કોઈ દિવસ આવે જ નહીં, પણ અસ્તિત્વ લય ચૂકે ત્યારે સુનામી આવીને ઊભું રહે.

શ્રવણનો બહુ મહિમા છે, બાપ! કારણ કે કથનમાં આપણે બોલવા જઈએ તો થોડીક ભૂલ પડે ક્યાંક, પણ સાંભળે એની ભૂલ નીકળે જ નહીં. અમારો દિલ્હીનો શાયર કહે-

हजार आफतों से बचे रहते हैं वो,

जो सुनते जियादा हैं, कम बोलते हैं ।

અને બાપ, જે નિરંતર કથા સાંભળે છે એને ન બદલવું હોય તોય કથા બદલે છે! કપડાં ઉપર સાબુ-પાણી ને બે ધોકા તમે મારો તો કપડાંને ચોખ્ખાં ન થવું હોય તોય થવું પડે.

સાહેબ, એક પાણાને સારો માણસ અડી જાય તો દેવ બની જાય! સંસ્કૃતમાં એક બહુ સુંદર વાત છે-

महदभिः सुप्रतिष्ठित अस्माडपि याति देवत्वम।

અસ્મથ એટલે પથ્થર. સારા શિલ્પીનો હાથ પડી જાય. સારું ટાંકણું વાગી જાય તો અસ્મથ એટલે પથ્થર પણ દેવ બની જાય, તો પછી માણસ શું? એવા કોઈ સાધુનો હાથ પડી જાય તો માણસ ક્યાં નો ક્યાં નીકળી જાય, સાહેબ!

તો, આપણે સાંભળીએ છીએ એની અસર થવાની. મારા બાપ, એટલે જ હું કહું છું કે આ કળિયુગ નથી કથાયુગ છે. આ પાંચમો યુગ છે સાહેબ, પ્રેમયુગ છે.


સંકલન : જયદેવ માંકડ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment