Monday, 26 October 2015

[amdavadis4ever] જેને તમે ચા હો છો એ જ દ ુનિયામાં સૌ થી સુંદર છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ન્યૂ યૉર્કના બ્રૉડવે પર કે લંડનમાં વેસ્ટ એન્ડ પર થતાં ભવ્ય નાટકોની રજૂઆત વિશે સાંભળીને કે વાંચીને થતું કે આપણે ત્યાં આવાં મ્યુઝિકલ્સ ક્યારે આવશે? તોતિંગ સેટ્સ હોય, પચાસ-સો કળાકાર હોય, હેરતઅંગેઝ લાઈટ ઈફેક્ટ્સ અને સ્પેશ્યલ ઈફેક્ટ્સ હોય, સેંકડો વાદ્યોની ઑરકેસ્ટ્રા અને લાઈવ ગાયકીથી પ્રેક્ષકોને તરબતર કરી દેતી રજૂઆત ભારતમાં ક્યારે જોવા મળશે? બે દિવસ પહેલાંના શુક્રવારે એક જાદુઈ છડી ફરી અને ન્યૂ યૉર્કનું બ્રૉડવે મુંબઈના વરલીમાં આવી ગયું.

ડિઝનીની સૌથી જાણીતી એનિમેશન ફિલ્મોમાંની એક 'બ્યૂટિ ઍન્ડ ધ બીસ્ટ' પરથી ડિઝનીએ આ જ નામનું સંગીત-નાટક બ્રૉડવે પર રજૂ કર્યે સવા બે દાયકા કરતાં વધુ સમય થઈ ગયો. જગમશહૂર સંગીતકાર-ગીતકાર-પટકથાકારના સહયોગથી બનેલું આ મ્યુઝિકલ જગત આખામાં લોકપ્રિય થયું. ગયા અઠવાડિયે ડિઝનીએ વરલીના એનએસસીઆઈના ડૉમમાં રજૂ કર્યું. આવી દમામદાર રજૂઆત મુંબઈમાં જ નહીં, ભારતમાં પહેલવહેલીવાર થઈ. ગયા અઠવાડિયાના ત્રણ શોઝ પછી આ વીક-એન્ડમાં બીજા ત્રણ શોઝ કરીને ડિઝની આને દિલ્હી લઈ જશે. આને ભારતમાં કેવો રિસ્પોન્સ મળે છે એના આધારે ભવિષ્યમાં બીજાં નાટકો લાવશે. ઈન્શાલ્લાહ, ડિઝનીને પગલે ન્યૂ યૉર્ક-લંડનની બીજી પ્રોડક્શન કંપનીઓ પણ ભારતમાં આવતી થઈ જશે.

'બ્યૂટિ ઍન્ડ ધ બીસ્ટ' એક પરીકથા છે. ઓરિજિનલી છેક ૧૭૫૬માં પબ્લિશ થયેલી આ વાર્તાનાં ઘણાં વર્ઝન પ્રચલિત છે. ફ્રેન્ચ લેખક જીન મેરીએ આ મૂળ કથાની બીજી આડકથાઓ બાદ કરીને ઈન્ટરેસ્ટિંગ વર્ઝન બનાવ્યું છે. મૂળ કથા આટલી છે:

વન્સ અપોન અ ટાઈમ એક નગરમાં એક ખૂબ શ્રીમંત વેપારી રહેતો હતો. વેપારી કાબેલ હતો, પ્રામાણિક હતો, વિધુર હતો. એની પત્ની છ દીકરા અને છ દીકરીઓને જન્મ આપીને થોડાં વર્ષ પહેલાં સ્વર્ગે સિધાવી ગઈ હતી. બારેય સંતાનો પિતાના વૈભવમાં ઉછર્યા હતા. ગરીબી તો શું, ધનની જરા સરખી તંગી પણ કોઈએ જોઈ નથી.

એક દિવસ અચાનક આ શ્રીમંત વેપારીના ઘરમાં આગ લાગી. ઘરનું રાચરચીલું, વાસણ-કપડાં, પુસ્તક-ઝવેરાત બધું જ ભસ્મ થઈ ગયું. તકલીફોની આ તો હજુ શરૂઆત હતી. સમાચાર આવ્યા કે મધદરિયે એનાં વહાણોને ચાંચિયાઓએ લૂંટી લીધા છે અને બાકીનાં જહાજો દરિયાઈ તોફાનમાં ખલાસ થઈ ગયાં છે. વેપારીનાં તો બારેય વહાણ ડૂબી ગયા. આટલું ઓછું હોય એમ ખબર મળ્યા કે દૂર-દૂરના શહેરોમાં એનો ધંધો સંભાળતા એના વિશ્ર્વાસુ સગાંવહાલાં મિત્રોએ એને ધોખો આપીને બધા ધંધા પચાવી પાડ્યા છે.

વેપારી રાતોરાત કંગાળ થઈ ગયો. એ ને એનાં બાર સંતાન શહેર છોડીને કોઈ દૂરના ગામમાં આવેલા પોતાના એકમાત્ર બચી ગયેલા ઝૂંપડા જેવા ઘરમાં રહેવા જતા રહ્યા. દીકરીઓને હતું કે જે બહેનપણીઓ સારા વખતમાં પ્રેમથી પોતાને ત્યાં રહેવા બોલાવતી એમને ત્યાં જઈને રહીશું. પણ એ બધી જ બહેનપણીઓએ મોઢું ફેરવી લીધું. દીકરાઓને તો એમના જૂના મિત્રોએ તાના માર્યા કે તમે લોકો બહુ પૈસા ઉડાવતા હતા એટલે જ તમારી આ હાલત આવીને ઊભી છે. દીકરીઓએ ગરીબ સ્ત્રીઓની જેમ મજૂરી કરવાનું શરૂ કર્યું અને દીકરાઓ ખેતર ખેડીને દહાડિયું કમાવા લાગ્યા. બધા જ સંતાનો આખો દિવસ પોતાની કમનસીબીનાં રોદણાં રડ્યા કરતા, સિવાય કે એક. સૌથી નાની દીકરી આવા કપરા દિવસોમાં પણ હિંમત રાખીને પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરતી. આ સૌથી નાની દીકરી ખૂબ રૂપાળી હતી. લોકો પણ એને બ્યૂટિના નામે જ બોલાવતા. રૂપ રૂપનો અંબાર. પાણી પીએ તો ગળામાંથી નીચે ઉતરતું દેખાય અને અવાજ એનો રૂપાની ઘંટડી રણકતી હોય એવો. ટણિંગ ટણિંગ. પરીકથાઓમાં તો એવું જ હોય ને. આ ડાહી દીકરી બીજાં સંતાનોની જેમ પિતાને ક્યારેય કોસતી નહીં કે તમે કેમ ગરીબ થઈ ગયા, અમારા મોજશોખ હવે કોણ પૂરા કરશે. પિતાની પણ એ સૌથી વહાલી દીકરી.

આવી કારમી ગરીબીમાં બબ્બે વરસ ગાળ્યા પછી એક દિવસ આનંદના સમાચાર આવ્યા. જે વહાણો લૂંટાઈ ગયા હતા અને ડૂબી ગયા હતા એમાંનું એક વહાણ બચી ગયું હતું અને ભરપૂર કીમતી માલસામાન સાથે બંદર પર પહોંચી પણ ગયું હતું. વેપારીએ પોતાના એ વહાણ અને વહાણમાંની કિંમતી માલમત્તા લેવા માટે જેમતેમ પ્રવાસની રકમ ભેગી કરીને નીકળ્યો. નીકળતાં પહેલાં તમામ સંતાનોએ પિતાની આગળ ફરમાઈશો મૂકી: મારા માટે પેલો રેશમનો કીમતી વેશ ખરીદી લાવજો, મારા માટે ઝવેરાત, મારા માટે ફલાણું તો મારા માટે ઢીકણું. નાની દીકરીએ કશું ના માગ્યું. પિતાએ બહુ આગ્રહ કર્યો તો દીકરીએ કહ્યું: એક ગુલાબનું ફૂલ લેતા આવજો. બસ!

બંદર પર જઈને વેપારીને ખબર પડી કે એના સાથીઓએ બે વર્ષથી એના કોઈ સમાચાર નહોતા એટલે એને મરી ગયેલો માનીને બધો જ કીમતી માલસામાન આપસમાં વહેંચી લીધો હતો. વેપારી બિચારો માંડમાંડ પૈસા ભેગા કરીને લાંબા પ્રવાસ પછી બંદર સુધી આવ્યો અને હવે ખાલી હાથે પાછા જવાનું થયું. અધૂરામાં પૂરું હવે શિયાળો બેસી ગયો હતો. પગપાળા ચાલતાં ચાલતાં રસ્તામાં હિમવર્ષા થતી. એ ઠંડીથી ઠૂંઠવાતો અને કોઈ ઝાડ નીચે ફસડાઈને બેસી પડતો. ભૂખના માર્યા એ આગળ ચાલી શકતો પણ નહીં. રાત પડી. અંધારું ઘોર થઈ ગયું. એને બીક લાગવા માંડી. અધૂરામાં પૂરું વરુઓના અવાજ સંભળાવા લાગ્યા. પરોઢના પહેલા કિરણે એણે ફરી ચાલવાનું શરૂ કર્યું પણ જંગલમાં ચારેકોર બરફ છવાઈ ગયો હતો અને રસ્તા દેખાતા બંધ થઈ ગયા હતા. એ દિશા ભૂલી ગયો. માંડ કોઈ કેડી હાથ લાગી 

અને એ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં સંતરાનાં ઝાડ દેખાયાં. આગળ જતાં એક મોટો કિલ્લો દેખાયો. કિલ્લાના દરવાજા ખુલ્લા જ હતા. અંદર જઈને જોયું તો ભવ્ય રાચરચીલું પણ કોઈ ચોકીદાર નહીં. એને થયું કે કિલ્લાના માલિકને મળીને એની પાસેથી થોડું ખાવાનું માગી લઉં જેથી આગળનો પ્રવાસ કરવા માટે પગમાં તાકાત આવે. પણ કિલ્લાનો માલિક કયાંય દેખાય નહીં. કિલ્લામાં રખડતાં રખડતાં એણે એક ભવ્ય ખંડના ફાયર પ્લેસમાં લાકડાનું તાપણું જોયું ને બાજુમાં જ લાંબો-પહોળો પોચો પોચો સોફો જોયો. લાવ ઘડીક આરામ કરી લઉં, ત્યાં સુધીમાં માલિક આવી જશે. પડતાંવેંત ઘસઘસાટ ઊંઘી ગયો.

કલાકો પછી જાગ્યો ત્યારે ભૂખથી તરફડતો હતો. એણે જોયું કે બાજુના નાનકડા ટેબલ પર એના માટે ગરમાગરમ ડિનરનાં પાત્રો ગોઠવાયેલાં હતાં. ચોવીસ કલાકનો ભૂખ્યો વેપારી બે હાથે ભોજન જમીને ફરી કિલ્લાના માલિકની રાહ જોવા લાગ્યો. પેટ ભરાયું એટલે પાછું ઘેન ચડ્યું. સૂઈ ગયો. ઉઠયો ત્યારે બાજુના બીજા ટેબલ પર ફ્રુટ્સ, કેક અને ડિઝર્ટ પડ્યાં હતાં. એને નવાઈ લાગી. કોણ મારી આટલી ખાતરબરદાસ્ત કરે છે. એ આખા કિલ્લામાં ફરી વળ્યો. કોઈ દેખાયું નહીં. એણે વિચાર્યું કે ચાલો, કોઈએ તરછોડી દીધેલી જગ્યા છે. ખાલી હાથે ભલે ઘરે જાઉં છું પણ ઘરે પહોંચીને મારાં છોકરાઓને અહીં રહેવા લઈ આવીશ.

વેપારી કિલ્લામાંથી નીકળીને બગીચો વટાવીને બહાર નીકળવા જાય છે ત્યાં જ એની નજર એક સુંદર ખીલેલા લાલ ગુલાબ પર પડી. થયું કે વ્હાલી દીકરી બ્યૂટિ માટે કંઈ નહીં તો આટલું તો લેતો જાઉં. એ હજુ ગુલાબ તોડવા જાય છે ત્યાં જ ભયંકર મોટી ત્રાડ પડી: કોને પૂછીને તું મારું ગુલાબ ચોરી કરે છે? વેપારીએ પાછળ વળીને જોયું તો રાક્ષસ જેવો કદરૂપો, હેવાન જેવો બદસૂરત અને જાનવર જેવો ગંધાતો બીસ્ટ દેખાયો. વેપારી ધ્રુજી ગયો. બીસ્ટે એને ઔર ફફડાવ્યો: 'મેં તારી આટલી આગતા સ્વાગતા કરી અને તું જ મારા બગીચામાંથી ચોરી કરે છે.'

વેપારીએ બીસ્ટને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે એ પોતે સ્વભાવનો ચોર નથી. દીકરી માટે ગુલાબ લઈ જતો હતો. પણ બીસ્ટનો ગુસ્સો શમ્યો નહીં. 'તને બહાનાં બનાવતાં ખૂબ સારું આવડે છે. પણ હવે તારું મોત નિશ્ર્ચિત છે.'

વેપારીએ કહ્યું, 'ભઈલા, તું સમજતો કેમ નથી? કાશ, મારી દીકરી અહીં હોત તો એને ખબર પડત કે એના એક ગુલાબે મને કેવી મુસીબતમાં મૂકી દીધો છે.'

આમ કહીને વેપારીએ માંડીને પોતાની શ્રીમંતાઈની અને પાછળથી આવેલી હાલાકિની વાત કહી. બીસ્ટ જરા મોળો પડ્યો, 'એક શરતે તને જવા દઉં. તારી છમાંની કોઈ એક દીકરી મને આપ તો હું તને માફી બક્ષું...'

આ તો હજુ ફર્સ્ટ હાફ છે. બદસૂરત બીસ્ટ અને રૂપાળી બ્યૂટિનું શું થાય છે, કેવી રીતે થાય છે, શા માટે અને ક્યારે થાય છે એ વાત સેક્ધડ હાફમાં આવે છે, જેનો સાર એક વાક્યમાં લખવો હોય તો લખી શકો કે: તમે જેને ચાહવા લાગો છો એ જ વ્યક્તિ તમારે મન સૌથી રૂપાળી છે. હિન્દી-ઉર્દૂવાળા કહેતા હોય છે તે કે પ્રેમમાં સૂરતનું નહીં સીરતનું જ મહત્ત્વ હોય છે. સીરત એટલે કૅરેક્ટર. કૅરેક્ટર એટલે ચારિત્ર્ય પણ અને વ્યક્તિત્વ પણ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment