Wednesday, 28 October 2015

[amdavadis4ever] જાતને શો ધવાની કલા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કુદરતની કેવી રચના છે! માણસનું મન એટલું લાલચું હોય છે, પોતાની પાસે ગમે તેટલું સારું હશે, છતાં તે હંમેશાં બીજાની વસ્તુ જોઈને લલચાતું હોય છે અને તેને મેળવવા માટે ભાગતું હોય છે. આપણા જીવનમાં અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણને સમજાતી નથી, પરંતુ દુનિયામાં બનતી દરેક વાતો કે ઘટના સમજાય એવું જરૂરી નથી અને આવું થવું શક્ય પણ નથી. તેથી જે થાય છે તેને સ્વીકારતા શીખો. નવી વસ્તુઓ શીખવાની પાછળ દોડવા કરતા તમને જે આવડે છે તેનો વધુમાં વધુ ઉપયોગ કઈ રીતે કરી શકાય અને તેમાં તમારી કઈ રીતે પ્રગતિ થાય એનો વિચાર કરવો. એટલે કે તમારામાં જે આવડત છે તેની અવગણના કરવા કરતા નવાને અપનાવવામાં કોઈ અર્થ નથી.

તમે જેવા છો તેવા જ રહીને આનંદ શોધતા શીખો. હકીકત સ્વીકારો. તમે હાલમાં જ્યાં છો એ સ્થિતિને જો તમે સમજી જશો તો તમને તમારા જીવનમાં આનંદ શોધવા માટે અનેક સ્થળે ભટકવાની જરૂર પડશે નહીં. 

જરૂરી આદતોમાં જ બદલાવ કરો:

તમારા જીવનમાં દુ:ખની વાત એ ગણાય કે તમારી કોઈ બાબત લોકોને ન ગમે અને તેમાં વર્ષોથી કોઈ બદલાવ ન આવ્યો હોય. બદલાવ એ કુદરતનો નિયમ છે. જો લોકોને તમારી કોઈ આદત નથી ગમતી તો તમારે તમારામાં બદલાવ કરવો જરૂરી છે, જેની તમારામાં આવડત હોવી જોઈએ.

ભૂલમાંથી શું શીખ્યા?

ભૂલ થયા બાદ ફકત અફસોસ વ્યક્ત કર્યા કરતા તેમાંથી તમે શું શીખ્યા એ વિચાર કરવો જરૂરી છે. જેથી તમારાથી તે ભૂલ ફરીથી ન થાય. આ તમારી પ્રગતિ માટે ફાયદાકારક રહેશે. તેમ જ જો તમે આ રીતે વિચાર કરશો તો તમને તમારી ભૂલ માટે નકામા વિચારો કરવાની જરૂર નહીં લાગે. ભૂતકાળમાં બનેલી ઘટનામાં તમે શું ગુમાવ્યું એના કરતાં તમે શું શીખ્યા એ વધુ મહત્ત્વનું છે. 

દરેક કાર્યો પર નિયંત્રણ કરવાનો પ્રયત્ન ન કરવો: જે કાર્યો કે ઘટનાઓ તમારા નિયંત્રણમાં નથી તેમાં બદલાવ લાવવા માટે હાથ પગ પછાડવાનોે કોઈ અર્થ નથી. જો મન થાય તો એક વખત કોશિશ કરવાની. જેમાં સફળતા મળશે અથવા નિષ્ફળતા, પરંતુ તેના પર વિચાર કરતા ન બેસવું.

પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારો

બીજા લોકો સાથે પોતાની તુલના ક્યારે પણ ન કરવી. જો તમે લોકો સાથે પોતાની તુલના કરવા બેઠા તો તમને વળતરમાં કાંઈ નહીં મળે, ઊલટાનું તમે તમારા જીવનનો અમૂલ્ય સમય વેડફશો. તમે જેવા છો એવા પોતાને સ્વીકારો અને તેમાંથી પોતાની ક્ષમતાનુસાર વ્યક્તિત્વમાં સુધારો કરવાની તૈયારી રાખો. દરેકમાં સારા અને ખરાબ ગુણો હોય છે. આપણે જો આપણી સારી અને નરસી આદતો જાણી લઈએ અને એ રીતે સ૩ર૩નો વધુઉપયોગ તથા નરસામાં સુધારો કરતા રહીએ. તો આનંદથી જીવી શકીએ અને તો સફળતા પણ મળી શકે.

પોતાનાં કામમાં ધ્યાન આપો

બીજાના કામમાં તમે ધ્યાન આપો તે કોઈને ન ગમે. ઊલટાનું તમે તમારું કામ ધ્યાનથી કરો એવી બીજાની અપેક્ષા હોય છે. કોઈને પોતાની તુલના બીજા સાથે કરવા માટે સમય હોતો નથી. ઊલટાનું જો તમે પોતાની તુલના બીજા સાથે કરશો તો તમારા આવાં કાર્યોથી તમને હંમેશાં ઘમંડી લોકો જ મળશે. તેથી જો તમારે ખુશ રહેવું હોય તો ફક્ત કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

પોતાનું મંતવ્ય મહત્ત્વનું

કોઈ પણ બાબતે બીજાનો મત શું છે, એનો વિચાર કર્યા વગર એ બાબતે પોતાનો મત શું છે એ નક્કી કરવું અને પોતાના મંતવ્ય પર કાયમ રહેવું.

મનમાં દાબી ન રાખવું

તમારે જે કાંઈ કેવું હોય તે તરત જ કહી દેવું. મન હલકું કરવાથી તણાવ ઓછો થશે અને તમે આનંદથી રહી શકશો. જો તમે કોઈ વાત સમયસર નહીં કહો તો તમારા મગજમાં એ વાતને લઈને અનેક વિચારો આવશે. જેથી તમને માનસિક તણાવ વધશે. એના કરતાં જે મનમાં હોય તે તરત જ કહી દેવું.

નાની નાની બાબતોમાં આનંદ મેળવો

તમે રોજ શું કરો છો એ મહત્ત્વનું છે. તમે જે કામ કરો છો તેમાં જો કોઈ તકલીફ પડે તો પણ તેનો સામનો કરી તે કાર્ય પૂર્ણ કરવું. કારણ મનગમતી વસ્તુ કરવાથી મન પ્રસન્ન રહે છે. રોજ ફરવા જવું, સંગીત સાંભળવું, કોઈ વાજિંત્રો વગાડવા, ચિત્રો દોરવાં, વાંચવું કે સાઈકલ ચાલવવી, જેથી મન પ્રફુલ્લિત રહે.

અવલોકનમાંથી આનંદ

તમને શેની સૌથી વધુ તકલીફ થાય છે તે જાણી તેનું અવલોકન કરો, પોતાની ભૂલ પર હસો અને તેમાંથી શીખો. ભૂતકાળમાં તમને મળેવી નિષ્ફળતા ભૂલી જાવ. નવી મળેલી તક તમારા વિકાસ માટેનો રસ્તો છે, એ ક્યારેય ભૂલવું નહીં. તમારા વર્તમાનમાં જરૂરી હોય તે પ્રમાણે બદલાવ કરવો અને ભવિષ્ય માટેનો વિચાર કરવાનો આ સમય છે, એ ધ્યાનમાં રાખવું

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment