Friday, 23 October 2015

[amdavadis4ever] ન્યાયતંત્રની મહત્ત્વની નિમણ ૂકો ન્યાયતંત્ર ે જાતે જ કરી લ ેવી જોઈએ કે એમ ાં કેન્દ્ર સરક ારની પણ સામેલગ ીરી હોવી જોઈએ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



Dipak Soliya
આ વિશે ન્યાયતંત્રે હાલમાં એવો ફેંસલો આપ્યો કે આ કામ અમારા પર જ છોડો. આ વાતે વિરોધ વ્યક્ત કરતાં આપણા વકીલ નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે જનતાના પ્રતિનિધિત્વને ન્યાયતંત્રથી દૂર રાખવામાં આવે એ લોકશાહીની નિશાની નથી. અલબત્ત, જેટલી પોતે જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નથી, ગઈ લોકસભાની ચૂંટણીમાં એ હારી ગયેલા, પરંતુ એમનો મુદ્દો એ છે કે લોકશાહીમાં બિનચૂંટાયેલાઓની (એટલે કે ન્યાયતંત્રના જજસાહેબોની) એકહથ્થુ સત્તાને સ્થાન ન હોઈ શકે. બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા અને મોટા વકીલ અભિષેક સિંઘવીએ પણ ન્યાયતંત્રના આ અભિગમની ટીકા કરતાં લખ્યું કે જજોની નિમણૂક એકલા જજસાહેબો જ કરે એ ઠીક નથી.
આવું કથિત 'બંધિયારપણું' ટાળવા માટે નેશનલ જ્યુડિશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન (એનજેએસી)ની દરખાસ્ત અગાઉની યુપીએ સરકાર લાવેલી અને હાલની એનડીએ એને મંજુરી આપી. એનજેએસીની સૂચિત ગોઠવણ એવી છે એમાં જજસાહેબોની નિયુક્તિ નક્કી કરવા માટે કુલ છ સભ્યો હોય, જેમાંથી ત્રણ ન્યાયતંત્રના જ સૌથી ટોચના જજસાહેબો હોય. આ ઉપરાંત ચોથા સભ્ય તરીકે દેશના કાયદા પ્રધાન હોય. અને આ સિવાયના બે સભ્યોનું નોમિનેશન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, દેશના વડા પ્રધાન અને વિપક્ષના નેતા મળીને નક્કી કરે. એ નોમિનેટેડ સભ્યો દેશના અતિ વિચક્ષણ એવા વિદ્વાનો, કર્મશીલો, સમાજસેવકો, વિજ્ઞાનીઓ વગેરેમાંથી કોઇ પણ હોઈ શકે. અભિષેક સિંઘવીનું કહેવું છે કે ન્યાયતંત્રમાં આવા બહારના મુક્ત, વિચક્ષણ, પ્રતિભાશાળી અવાજોને પણ આવકારવા જોઈએ.
આવું સંતુલિત કમિશન પહેલી નજરે રુડું લાગે અને એનો વિરોધ કરવાનું કારણ પણ ઝટ ન જડે. તો પછી ન્યાયતંત્ર આ કમિશનનો વિરોધ શા માટે કરે છે? અને બીજો સવાલઃ જેટલી-સિંઘવી જેવા સામસામેના પક્ષોના વકીલો આ કમિશનનો એકસૂરે (અને તીવ્ર સૂરે) બચાવ શા માટે કરે છે? બીજો સવાલ પહેલાં જોઈએ. અરુણ જેટલીની મુખ્ય ચિંતા છે ન્યાયતંત્રની એકહથ્થુ સત્તાની. બરાબર છે. એકહથ્થુ સત્તા લોકશાહીના હાર્દની વિરુદ્ધ છે, પરંતુ સમજવા જેવું એ પણ છે કે નેતાઓ નિયમભંગ કરે ત્યારે એમને ટપારવાની અને સજા કરવાની જવાબદારી ન્યાયતંત્રની છે. આવામાં, ન્યાયતંત્રમાં પણ કેન્દ્રની હાજરી હોય એ તો કેન્દ્રની એકહથ્થુતા વધારનારી વાત થઈ. ન્યાયતંત્રની એકહથ્થુતા સામે જેટલીને વાંધો છે, તો પછી કેન્દ્રની એકહથ્થુતા સામે પણ એમને વાંધો હોવો જોઈએ. અલબત્ત, અહીં એવી દલીલ થઈ શકે કે કેન્દ્ર સરકાર એકલા હાથે જજોની નિયુક્તિ-બદલીઓ નક્કી કરવાનું નથી કહેતી. એ તો ફક્ત એટલું જ કહે છે કે આ કાર્યમાં અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ થોડા સહભાગી હોવા જોઈએ.
વાસ્તવમાં આવી 'થોડી સહભાગિતા'નું પરિણામ રુડું નથી આવતું એવો દેશને અગાઉ અનુભવ થઈ ચૂક્યો છે. અગાઉ ઇન્દિરા ગાંધીએ ન્યાયતંત્રમાં કેન્દ્રની સક્રિય સામેલગીરીની ગોઠવણ કરેલી. ઇન્દિરા ગાંધી પોતાના રાજમાં સમાજવાદી નિર્ણયો લેતાં અને એ નિર્ણયોને અદાલતમાં પડકારવામાં આવતા ત્યારે એ નિર્ણયોને અદાલત ક્યારેક ફગાવી પણ દેતી. આવામાં, લોકોએ અમને ચૂંટયા છે અને પ્રજાની લાગણીનો અમલ કરવાની અમારી ફરજ છે, એમાં તમે વચ્ચે ન આવો એવી દલીલ સાથે ઇન્દિરા ગાંધીએ ન્યાયતંત્રમાં કેન્દ્રની દખલગીરીની સિફતપૂર્વક ગોઠવણ કરેલી. અસલમાં કમિટેડ જ્યુડિશ્યરીના (નિષ્ઠાવાન ન્યાયતંત્ર) નામે ઇન્દિરા ગાંધીએ કમિટેડ (વફાદાર) જજોને મહત્ત્વના સ્થાને ગોઠવવામાં અને અણગમતા જજોને દૂર રાખવામાં કેન્દ્રની સત્તાનો દુરઉપયોગ કરેલો. કેન્દ્રની આ દખલગીરી દૂર કરવા ૧૯૯૩માં જજોની નિમણૂક માટે કોલેજિયમ પદ્ધત્તિ અપનાવાઈ, જેમાં જજોની નિમણૂક જજો દ્વારા જ કરવાની જોગવાઈ હતી. એ વાત સાચી છે કે ત્યાર પછીના બે દાયકા દરમિયાન ન્યાયતંત્રની નિમણૂકો ન્યાયતંત્રે જાતે જ કરી એમાં પણ જજોની અયોગ્ય નિમણૂકોના કેટલાક કિસ્સા જોવા મળ્યા, પરંતુ એ સમસ્યાના ઇલાજ માટે ન્યાયતંત્રમાં ફરી કેન્દ્રનો પગપેસારો થવા દેવો? એનજેએએસીને આવકારવું જોઈએ? આ મુદ્દે ગઈ ૧૪ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ૪ વિરુદ્ધ ૧ મતથી એવો ચુકાદો આપ્યો કે કોલેજીયમ પદ્ધત્તિ જ યોગ્ય છે, એનજીએસી ન જોઈએ. આ ચુકાદાને પ્રશાંત ભુષણ અને રામ જેઠમલાણી જેવા વકીલોએ વધાવ્યો, પરંતુ જેટલી-સિંઘવી જેવા વકીલોએ વખોડયો.
જજની નિમણૂકો અને બદલીઓમાં નેતાનો ચંચુપાત એ કંઈક અંશે (કંઈક જ અંશે, આઈ રિપીટ) જજ વિશેની જ્યુરીમાં આરોપીને બેસાડવા જેવો મામલો છે. વાત સાવ સાદી છે. પ્રજા પોતાના પ્રતિનિધિઓને દિલ્હીમાં રાજ કરવા માટે મોકલે છે, પરંતુ સાથોસાથ પ્રજા એવું પણ ઇચ્છે છે કે પ્રતિનિધિઓ બેફામ ન બને અને સારું કામ કરે. એક વાર લોકસભાની ચૂંટણીમાં મત આપ્યા પછી પાંચ વર્ષ સુધી પ્રજાએ પ્રેક્ટિકલી હાથ જોડીને બેસી જ રહેવું પડે છે. આવામાં, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારો પાંચ વર્ષ દરમિયાન સાવ મનમાની ન કરવા લાગે એ માટે મજબૂત ન્યાયતંત્ર ખૂબ જરૂરી છે. ન્યાયતંત્રની સ્વાયત્તતાની કેટલીક મર્યાદા હોય તો પણ, ન્યાયતંત્ર પર કેન્દ્રની થોડીક પણ પકડ ચલાવી લેવા જેવી નથી. કેન્દ્રમાં સરકાર ચાહે ભાજપની હોય કે કોંગ્રેસની, એ ન્યાયતંત્રમાં પણ મહત્ત્વના સ્થાને 'અનુકૂળ' માણસો જ ગોઠવવાનો આગ્રહ સેવશે. અને આવા 'અનુકૂળ' લોકો લોકહિત માટે, દેશ માટે અનુકૂળ નથી હોતા. સાચા લોકોને કનડવા માટે અને ખોટા લોકોને ઘુસાડવા માટે નેતાઓ કઈ હદે જઈ શકે છે એનો આખા દેશને પોણી સદીનો ખાસ્સો અનુભવ છે. આવામાં, જજ ભલે નેતાઓને જજ કરે, પરંતુ જજની કામગીરીને નેતાઓ જજ કરે એ ઇચ્છનીય નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment