Sunday, 4 October 2015

[amdavadis4ever] પાકિસ્તાન પાસે ૩૫૦ અણુબોમ્બ? (રેડ રોઝ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એ વાત સુવિદિત છે કે ભારતની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાન પહેલેથી જ અલગતાવાદીઓને અને આતંકવાદીઓને મહત્ત્વ આપતું આવ્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ કે, પાકિસ્તાનના સરતાજ અઝીઝે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી. તેમની આ ધમકીથી એ વાતની પ્રતીતિ થાય છે કે, પાકિસ્તાનના સરતાજ અઝીઝ જેવા નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સરતાજ અઝીઝ માટે તો સાઠે બુદ્ધિ નાઠી જેવી પરિસ્થિતિ છે. પાકિસ્તાનનો કોઈ બેવકૂફ નેતા ભારત પર એક અણુ હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો તેની સામે પાકિસ્તાનનું તો અસ્તિત્વ જ નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ભારત પાસે છે તે વાત પાકિસ્તાનના મૂર્ખ નેતાઓ સમજતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો પાકિસ્તાન વિશ્વના નકશામાંથી અદૃશ્ય થઈ શકે છે. પાકિસ્તાનનું આ ઘમંડ પાકિસ્તાનને ભારે પડી શકે છે.
પાકિસ્તાનને ભારત પ્રત્યે કેટલું ઝેર છે તેનું બીજું ઉદાહરણ પાકિસ્તાનના પૂર્વ આઈએસઆઈ ડાયરેક્ટર અને સેનાના વડા અશફાક કયાનીનું બયાન છે. અશફાક કયાનીએ તાજેતરમાં જ એમ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતને ચેનથી રહેવા નહીં દે, કારણ કે એણે અમારી પાસેથી પૂર્વીય પાકિસ્તાન છીનવી લીધું છે! અશફાક કયાનીનું આ બયાન ભારતે વર્ષો પહેલાં પૂર્વ પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી બાંગ્લાદેશને આઝાદ કરાવ્યો તે સંદર્ભમાં હતું. પૂર્વ પાકિસ્તાનને ખતમ કરી દેવાની તાકાત એ વખતના ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દર્શાવી હતી. પાકિસ્તાનની એ હાર નાલેશીભરી હતી અને પાકિસ્તાનના લશ્કરે ભારતીય સૈન્યના શરણે આવવું પડયું હતું. પાકિસ્તાન આજે પણ આઘાત અને શરમમાંથી બહાર આવ્યું નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment