Sunday, 4 October 2015

[amdavadis4ever] ઔરંગઝેબનું કલા મ: સરકારે સરકાર ે બદલાતો શિરસ્ તો -Raj Goswami

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઔરંગઝેબનું કલામ: સરકારે સરકારે બદલાતો શિરસ્તો
અબ્દુલ કલામ લાખ દરજ્જે આતતાઇ ઔરંગઝેબ કરતાં ઉમદા ઇન્સાન હતા એટલે દિલ્હીની એક સડક પરથી ઔરંગઝેબનું નામ ભૂંસાઇ જવાનો વસવસો કરવા જેવું નથી. આમ પણ ભારતીય જન માનસમાં એક અકબરને બાદ કરતાં તમામ મુગલ બાદશાહો ક્રૂર અને ધર્માન્ધ હતા એટલે ઔરંગઝેબ કરતાં કલામ બેશક એક બહેતર નામ છે. (આડ વાત: કલામ સાહેબ ખુદ એમના નામાભિષેકને મંજૂર રાખત કે નહીં તે એક પ્રશ્ન છે. આડવાત બે: એમ તો સમ્રાટ અશોક પણ ક્રૂરતામાં ઊણો ઊતરે તેમ ન હતો.) આમાં જોકે મૂળવાત એ છે કે સડકો અને શેરીઓના નામકરણની આખી પરંપરા જ ક્યારેક હાસ્યાસ્પદ અને ક્યારેક મનસ્વી રહી છે. બ્રિટિશ સ્થપતિ એડવર્ડ લુટીયન્સના નામથી જાણીતા લુટીયન્સ બંગલો ઝોનના છ પૈકીનો ઔરંગઝેબ રોડ, એના નામને લઇને ઘણા લોકોની 'આંખનો કણો' હતો.
અગાઉ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ આ રોડનું નામ બદલીને ગુરુ તેગ બહાદુર રાખવાની ભલામણ કરી હતી. કેનેડિયન લેખક અને તરક્કી પસંદ મુસ્લિમ વિચારક તારક ફતેહે ભારતના મુસ્લિમોને સંબોધીને કહ્યું હતું કે, પૂરા વિશ્વમાં આઇએસઆઇએસ (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવાન્ટ) ને શિકસ્ત આપવાની સાખ જો કોઇની પાસે હોય તો તે ભારતના મુસ્લિમો પાસે છે. પણ તે પહેલાં એમણે ઔરંગઝેબ રોડનું નામ બદલીને દારા શિકોહ રાખવાની તૈયારી બતાવવી પડશે. દારા શિકોહ ઔરંગઝેબનો મોટોભાઇ હતો અને મુગલ સામ્રાજ્યનું સુકાન એના હાથમાં આવવાનું હતું. પરંતુ ઔરંગઝેબે એને શિકસ્ત આપીને મરાવી નાખ્યો હતો. પૂરા દક્ષિણ એશિયા (ભારતીય ઉપમહાદ્વીપ)માં 49 વર્ષ સુધી શાસન કરનાર ઔરંગઝેબ જુલ્મી બાદશાહ હતો છતાંય એના નામની સડકો અને નગરો બન્યાં છે એ આશ્ચર્ય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનાં 177 ગામડાં અને નગરોનાં નામમાં ઔરંગઝેબ છે. આમાં સૌથી પ્રચલિત ઔરંગાબાદ છે જેનું નામાંતરણ કરવાની શિવસેનાની માગણી જૂની છે.
આપણે ભલે 'મુસલમાન' ઔરંગઝેબની ચર્ચાને જરા વધુ જોર આપીએ પરંતુ દિલ્હીમાં નહેરુ અને ઇન્દિરાના શાસનકાળ દરમિયાન (બંનેની સમાજવાદી-સામ્યવાદી) રાજકીય વિચારધારા પ્રમાણે વિશ્વના બળવાખોરો, મિલિટરી શાસકો અને આતાતાઇઓના નામે અનેક સડકો અને શેરીઓ અસ્તિત્વમાં આવી છે. જેના પ્રધાનમંત્રીકાળ દરમિયાન લાંચ લઇને ભારતમાં બોફોર્સ તોપ વેચવામાં આવી હતી (અને જેના કારણે રાજીવ ગાંધીની સરકાર ઘરે બેસી ગઇ હતી) તે સ્વિડિશ પ્રધાનમંત્રી ઓલોફ પાલ્મના નામે દિલ્હી સહિત પૂરા વિશ્વમાં 70 રોડ જાણીતા છે. દિલ્હીના અજમેરી ગેટથી લાહોરી ગેટ સુધીનો વિસ્તાર દિલ્હીનો સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે જેનું નામ જી.બી. રોડ છે. જી.બી. એટલે ગારસ્ટીન બેસ્ટન રોડ. રૂપજીવિનીઓથી ધમધમતા આ વિસ્તારનો ઇતિહાસ મુગલકાળ સુધી જાય છે અને અંગ્રેજોએ ત્યાં પાકા રોડ અને મકાનો બનાવેલાં. અહીં 100 જેટલા કોઠા આવેલા છે. બેસ્ટન એટલે બુર્જ (ટાવર) અને આવો એક બુર્જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અફસર ગારસ્ટીનના નામથી પ્રચલિત થયેલો. 1966માં દિલ્હી કોર્પોરેશને આ નામ બદલીને આર્ય સમાજ સેવક સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ રાખેલું. જ્યાં સ્ત્રીઓ દેહવ્યાપાર કરતી હોય એ રોડનું નામ સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ રાખવા પાછળ શું તર્ક હશે?
કોનોટ પ્લેસ પરથી જે રોડ પસાર થાય છે તેનું પ્રચલિત નામ લોર્ડ કર્ઝન રોડ છે પરંતુ એનું નામાંતરણ કસ્તુરબા ગાંધી માર્ગ શા માટે થયું હશે એનો ખુલાસો તો ખુદ કસ્તુરબા પણ ન કરી શકે. એની બાજુમાંથી પસાર થતા લીટ્ટન રોડ પર ગાયકવાડનું પ્રસિદ્ધ બરોડા હાઉસ આવેલું છે. નટવરસિંઘે ઇન્દિરા ગાંધીને ચિઠ્ઠી લખીને આ રોડનું નામ 15મી સદીના યુરોપિયન ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિકસ માર્ગ રખાવ્યું હતું. અબ્દુલ કલામનું ઘર જ્યાં આવેલું છે તે ક્રિશ્નામેનન લેન એરિયાથી વિજય ચોક વચ્ચે આવેલા મૂળ કિંગ જ્યોર્જ રોડનું નામ બદલીને રાજાજી માર્ગ કર્યું એમાં કિંગનું રાજા થયું એટલું જ! છેલ્લાં કેટલાંક વર્ષોથી જેનાં ગુણગાન વધુ ગવાઇ રહ્યાં છે તે ટીપુ સુલતાનની શિકસ્ત અને કતલ માટે જવાબદાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્નલ આર્થર વેલેસ્લીના નામે દિલ્હીમાં હજુય એક સડક કેમ છે તે સમજાય તેમ નથી. એમ તો જ્યાં મુસ્લિમોની બહુમતી છે તે જૂની દિલ્હીમાં એક પણ માર્ગના નામ કે દિશા સૂચન ઉર્દૂમાં કેમ નથી (અને નવી દિલ્હીમાં બધાં જ બોર્ડ દેવનાગરી, પંજાબી અને ઉર્દૂમાં શા માટે છે.) તે પ્રશ્નનોય કોઇ જવાબ નથી.
કોનોટ પ્લેસ  પાસે આવેલા ક્વીન્સવે (જ્યાં પ્રસિદ્ધ ઇમ્પિરિયલ હોટેલ આવેલી છે)નું નામ બદલીને જનપથ અને જ્યાં રાષ્ટ્રપતિ ભવન આવેલું છે તે કિંગ્સવેનું નામ રાજપથ કરવામાં આવ્યું છે. બંને રોડનો ઇતિહાસ ક્વીન વિક્ટોરિયા અને કિંગ જ્યોર્જ સાથે સંકળાયેલો છે પણ જનપથ અને રાજપથમાં શું ઇતિહાસ છે, તે જાણવું હોય તો માત્ર આત્મસંતોષથી વધુ કંઇ ન મળે. આપણામાં ઇતિહાસબોધ નથી એવું એક કલંક બહુ જૂનું છે. જૂનાં નામો ભૂંસીને નવાં નામોની તકતી લગાવવાના બદલે નવા રોડ અને વિસ્તારોનું નામકરણ નવા નામથી કરવું વધુ વાજબી નથી? એમ જોવા જઇએ તો કલામ સાહેબના નામે રોડ નહીં પણ મ્યુઝિયમ કે વિજ્ઞાન સંશોધન કેન્દ્ર હોવું જોઇએ પણ આપણી પ્રાથમિકતા સાચી વ્યક્તિને સાચી શ્રદ્ધાંજલિની નહીં પણ ઇતિહાસને ફરીથી લખવાની છે જેને અંગ્રેજીમાં, મિસપ્લેસ્ડ પ્રાયોરિટી કહેવાય!?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment