Monday, 26 October 2015

[amdavadis4ever] 'પ્રોફેશનલ એક્ટ રને હું ક્લાકાર ગણતો જ નથી...' (મલ્ટિપ્લેક્સ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'પ્રોફેશનલ એક્ટરને હું ક્લાકાર ગણતો જ નથી...'

મલ્ટિપ્લેક્સ : શિશિર રામાવત

માર્લોન બ્રાન્ડો (જન્મઃ ૧૯૨૪, મૃત્યુઃ ૨૦૦૪) મેથડ એકિટંગના બાપ ગણાય છે. 'ધ ગોડફાધર', 'ઓન ધ વોટરફ્રન્ટ', 'અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર', 'લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ', 'અપોકેલિપ્સ નાઉ' જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને એમણે દુનિયાના ઓલટાઈમ-ગ્રેટ એકટર્સની સૂચિમાં ય પાછું ટોચનું સ્થાન મેળવ્યું છે. સ્વભાવે ભયંકર અતરંગી. મિડિયા સાથે જરાય ન ગમે. પત્રકારોને મુલાકાત આપવાની વાત આવતાં જ ભડકી ઉઠે. એક ફોટોગ્રાફરને ધીબેડવા બ્રાન્ડોએ એની પાછળ રીતસર દોટ મૂકી હતી એવો કિસ્સોય બન્યો છે. તેથી જ 'પ્લેબોય'ના જાન્યુઆરી ૧૯૭૯માં છપાયેલા આ ઈન્ટરવ્યુનું વિશેષ મહત્ત્વ છે. જો કે બ્રાન્ડોને મુલાકાત માટે મનાવવા આસાન નહોતા. લોરેન્સ ગ્રોબલ નામના પત્રકારને ઈન્ટરવ્યુ માટે હા પાડવામાં બ્રાન્ડોએ સત્તર મહિના કાઢી નાખ્યા હતા. કેટલીય વાર તારીખ પોસ્ટપોન કરી. આખરે બ્રાન્ડોએ પત્રકારને પોતાની માલિકીના ટાપુ પર તેડાવ્યા. બન્ને દસ દિવસ સુધી સતત વાતો કરતા રહૃાા. વચ્ચે વચ્ચે ખાણીપીણી કરે, ચેસ રમે, બોટિંગ કરવા ઉપડી જાય, વગેરે. આમાંથી જેને ઈન્ટરવ્યુ કહી શકાય એવી પાંચ જ સેશન થઈ. પ્રત્યેક સેશન બે કલાકથી છ કલાક સુધી ચાલતી. આ મટીરિયલમાંથી આખરે લોરેન્સે લાંબોલચ્ચ ઈન્ટરવ્યુ લખ્યો. એમાંથી કેટલાક અંશ અહીં પેશ છે. બ્રાન્ડોના વ્યકિતત્ત્વના કેટલાક ઈન્ટરેસ્ટિંગ અને વિરોધાભાસી શેડ્ઝ આમાં ઊપસ્યા છેઃ વાંચો બ્રાન્ડોના જ શબ્દોમાં...
- એકિટંગની ટેલેન્ટ વિશે કારણ વગર હો-હા કરી મૂકવામાં આવી છે. સચ્ચાઈ એ છે કે આપણે બધા જ એકટર છીએ. આપણે આખો દિવસ એકિટંગ કરતા હોઈએ છીએ. દિવસમાં અસંખ્ય વખત એવું બનતું હોય છે કે, મનમાં કંઈક ચાલતું હોય, ફીલ કશુંક જૂદુ થઈ રહૃાું હોય, પણ એ બધું સતત છુપાવીને વર્તન સાવ ત્રીજા પ્રકારનું કરતા હોઈએ ,આપણે કોઈને અપસેટ કરવા ન માગતા હોઈએ, કોઈને જાણીજોઈને અપસેટ કરવા માગતા હોઈએ. કાં મનમાં જે ધિક્કાર કે પ્રેમ કે ગુસ્સો કે ઈર્ષ્યાની લાગણી ફૂંફાડા મારે છે તે દેખાડવા માગતા ન હોઈએ અથવા તો સામેવાળાના અમુકતમુક વર્તાવથી મને કશો જ ફરક નથી જ પડતો એવું સાબિત કરવા માગતા હોઈએ. 'કેમ છો?' એવો ઔપચારિક સવાલ થાય એટલે આપણે ફટ કરતા બોલી નાખીએ, 'મજામાં'. ટૂંકમાં માણસમાત્ર એકિટંગ કરતો હોય છે, હંમેશાં.
હોય કે, પ્રોફેશનલ એકટરો (વેલ, બધા તો નહીં, પણ અમુક પ્રોફેશનલ એકટરો) અભિનયકળા વિશે થોડુંક વધારે જાણતા હોય છે અને એમને અભિનય કરવાના પૈસા મળતા હોય છે. એકચ્યુઅલી, આ વાત પણ સાચી નથી. અસલી જીવનમાં અભિનય કરનારાઓને પણ એકિટંગ કરવાના પૈસા મળે જ છે. ઉદાહરણ તરીકે, તમારી બહુ જ રૂપાળી અને ચાર્મિંગ સેક્રેટરીને જરૂર ખબર હોય છે કે, પોતાને આ જોબ મળી છે એની પાછળ એના ચાર્મ અને સેકસ અપીલનો મોટો ફાળો છે. એ પોતાના રૂપનો ઉપભોગ કરવા દેે કે ન દે તે અલગ વાત છે. તમારો કોઈ જુનિયર બહુ જ મીઠડો અને રમૂજી હોય, તમને ખુશ રાખતો હોય, તમારાથી એ ખૂબ પ્રભાવિત છે એવું દેખાડયા કરતો હોય ત્યારે અંદરખાને એને ખબર હોય છે કે, પ્રમોશન મેળવવામાં એનો આ વર્તાવ કામ આવવાનો છે. સરકારો અને રાજકારણીઓનો પાવર-પ્લે પણ અભિનય જ છેને. હું પ્રોફેશનલ એકટરો અને અસલી જીવનમાં એકિટંગ કરનારા વચ્ચે કોઈ ભેદ જોતો નથી. પ્રોફેશનલ એકટરોને ક્ષણને પકડતા આવડતું હોય છે એમ કહેવાય છે પણ એવું તો વેશ્યાને પણ આવડતું હોય છે. એ એના ઘરાકને જાણે સ્વર્ગ મળી ગયું હોય તેવી અદભૂત અનુભૂતિ કરાવી શકે છે.
- (માર્લોન બ્રાન્ડો સ્વયં એક બ્રાન્ડ છે અને તમને એકિટંગ કરવાની તગડી ફી મળે છે તે વિશે પૂછાતા) શંુ તમે પૈસાને યોગ્યતા સાથે સાંકળો છો? મને એકિટંગ કરવી ગમે છે કે, કેમ એમ તમે પૂછો છો? લિસન, તમને બીજે કયાં એટલા પૈસા મળવાના છે કે, જેનાથી તમે આખેઆખો ટાપુ ખરીદી શકો અને ટેસથી બેઠા બેઠા વાતોના વડાં કરી શકો? હા, હું મારા કામને સિરીયસલી લઉં છું. તમે તમારાં કામમાં સારા નહીં હો તો ભૂખે મરવું પડે. હું મારા કામમાં સારો છું એટલે આવી લાઈફસ્ટાઈલ પરવડે છે અને ફેમિલી સાથે સમય વિતાવી શકું છું. બાકી નવથી પાંચની નોકરી હું ન કરી શકું. હું એ વિચાર માત્રથી કાંપી ઉઠું છું. રંગભૂમિ એટલે જ સિનેમા કરતાં અઘરૂ માધ્યમ છે. નાટક કરતા હો તો રોજેરોજ રિહર્સલમાં અને શો ટાઈમે હાજર થવું પડે.
- ચાર્લી ચેપ્લિને 'અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ' નામની ફિલ્મ ડિરેકટ કરી હતી અને એમાં મને એક રોલ આપ્યો હતો. સ્ક્રિપ્ટના રિડીંગ માટે મને લંડન તેડાવેલો. મને એટલો બધો જેટલેગ હતો કે ચાર્લી ચેપ્લિન નરેશન આપી રહૃાા હતા ત્યારે હું રીતસર નસકોરાં બોલાવવા માંડેલો! ધેટ વોઝ ટેરીબલ. આ ફિલ્મ માટે મારી પસંદગી જ ખોટી હતી. ચાર્લી ચેપ્લિને ડિરેકટ કરવાની જરૂર જ નહોતી. એ બહુ સેડિસ્ટિક માણસ હતા. લોકોને ત્રાસ આપવામાં એમને બહુ આનંદ મળતો. પોતાના સગા દીકરા (સિડની ચેપ્લિન)નું એ સેટ પર સૌની હાજરીમાં ભયંકર અપમાન કરી નાખતા. એક વાર મારી સાથે પણ આ રીતે વર્તવાની કોશિશ કરી હતી. બન્યંુ એવું કે હું કંઈક સેટ પર સહેજ મોડો પહોંચ્યો ને ચાર્લી ચેપ્લિન મને ખખડાવવા માંડયાં હું ઉકળી ઉઠયો. મેં સંભળાવી દીધું કે આજ પછી કયારેય મારી સાથે આ રીતે વાત કરવાની ગુસ્તાખી ન કરતા. એ માણસ કોઈને ડિરેકશન આપી શકે એમ હતો જ નહીં. કદાચ જુવાનીમાં સારા ડિરેકટર બની શકયા હોત. હી વોઝ અ રીમાર્કેબલ ટેલેન્ટ બટ અ મોન્સ્ટર ઓફ અ મેન.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment