Friday, 23 October 2015

[amdavadis4ever] ધબકતા પડછાયા: પ્ર કાશ બદલાત ાં જ પડછા યાનાં માપ બદલાવા લ ાગે છે Visva Rawal

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ધબકતા પડછાયા: પ્રકાશ બદલાતાં જ પડછાયાનાં માપ બદલાવા લાગે છે

આજે તેને ભણવામાં ખૂબ જ મજા આવી. નવી બહેનપણીઓ પણ થઈ ગઈ. રીમા, ધૃષ્મા, તૃષા, દેવાંશી ને યજ્ઞા. રાધા ખૂબ સરળ અને સહજ હતી અને આ બધાં સ્માર્ટ. તેણે  પુસ્તકો પોતાની સ્કૂલબેગમાં ભર્યાં અને ઘરે જવા નીકળી. ઘરે જઈને માતાના ગળામાં હાથ પરોવતાં તે બોલી, 'મા, આ વખતે મારું પરિણામ ખૂબ જ સરસ આવશે.' માતાએ વાત કરતાં કરતાં પણ કમ્પ્યૂટર પર ટાઇપ કરવાનું ચાલુ રાખ્યું. રાધાએ પ્રશ્ન કર્યો, 'તું આટલું બધું શું ટાઇપ કરે છે? તને થાક નથી લાગતો?' માતાએ જવાબ આપ્યો. 'થાક તો કામનો લાગે, આ તો મારા માટે મજાનો વિષય છે. મોટા માણસોને લખતા નથી આવડતું ને મારા જેવીને લખવા માટે કોણ કહે? તેથી મારો શોખ પણ પૂરો થાય છે અને આપણું ઘર પણ ચાલે છે.' રાધાને આ વાતની સમજણ ન પડી, તેથી તેણે પૂછ્યું, 'તું એક્ઝેટલી શું કરે છે?' માતાએ જવાબ આપ્યો, 'મારા જેવા લેખકોને ભૂતિયા લેખક કહે, પણ આવું કરવામાં સફેદ સાડી પહેરવી જરૂરી નથી!' અચાનક તેની નજર પોતાનાં શ્વેત વસ્ત્રો પર ગઈ અને આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. 
અમદાવાદ હવે પારકું લાગતું ન હતું.
રાધાને થોડું વધારે ભણવું હતું અને તેના બોલકા સ્વભાવના કારણે મેડમને પણ તેને ભણાવવાની મજા આવતી. વળી, ઘર પણ નજીક હતું તેથી મોડું થાય તેની ચિંતા પણ ન હતી. ભણવાનું પૂરું કરી તે બહાર નીકળી. સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં તેના એક કરતાં વધારે પડછાયા દેખાતા હતા. રસ્તા પરની અવરજવર ઓછી હતી. તેણે પોતાના ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું. દરરોજની જેમ જ અચાનક તેને કોઈ સીટી વાગવાનો અવાજ સંભળાયો. તેણે ધ્યાન ન આપ્યું. અડધી મિનિટમાં સીટીઓ અને ચિચિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું. તે દોડવા લાગી. ઘર પાસે જ હતુંને? ઘરમાં જઈને તે માતાને ભેટી પડી. સીમાએ પૂછ્યું કે કેમ દોડીને આવી? રાધા ચૂપ હતી. બીજા દિવસે રાધાને પેટમાં દુખતું હતું. તેને આજે બહાર નહોતું નીકળવું, પરંતુ સીમાએ તેને દવા આપીને મોકલી આપી. આજે તેનું ધ્યાન ભણવામાં ન હતું. તેને વહેલા ઘરે જવું હતું, પરંતુ આજે પણ મોડું થઈ ગયું. ગઈ કાલના અવાજો તેના કાનમાં ગુંજતા હતા. તેણે લિફ્ટમાંથી બહાર નીકળી કે તેની આંખમાં બેટરીનો પ્રકાશ આવ્યો. તેણે પગની ઝડપ વધારી અને ફરી પેલા અવાજો ચાલુ થઈ ગયા. તે લગભગ દોડતી પોતાના ઘરમાં ઘૂસી ગઈ. ઓશીકાને ભેટીને રડતી રહી.

લગભગ અઠવાડિયું થઈ ગયું. રાધાનો તાવ ઊતરતો ન હતો. નિશાળમાંથી મળવા માટે સંદેશો આવી ગયો. ટ્યુશનમાંથી પણ સંદેશા આવી રહ્યા હતા. સીમાને ચિંતા તબિયતની હતી અને રાધાને નડતો હતો પેલો રસ્તો. થોડું સારું લાગતાં જ સીમાએ ફરી રાધાને ટ્યુશન મોકલવાનું શરૂ કર્યું. રાધાનું ધ્યાન અભ્યાસમાં રહેતું જ નહીં. અંધારું થતાં જ તેને મનમાં ગભરાટ થવા લાગતો. દરરોજની જેમ આજે પણ તે બહાર આવી. ફરી પેલા જ માણસો ને અવાજો. તે પાછી લિફ્ટમાં ભરાઈ અને દસમા માળે મેડમના ઘરે ગઈ. 'કેમ પાછી આવી?' 'મેડમ મને ડર લાગે છે.' તે હાંફી રહી હતી. . મેડમ પરિસ્થિતિ પામી ગયાં. તેમણે કહ્યું, 'ચાલ, હું તારી સાથે આવું છું.' રાધા આજે શાંતિથી ઘરે પહોંચી ગઈ. બીજા દિવસથી પરીક્ષા શરૂ થતી હતી. રાધા જાણતી હતી પરિણામ શું આવશે? તેને હવે  પાછું પોતાના ઘરે જવું હતું, જ્યાં તે બધાની લાડકી હતી.

અંતે પરિણામ આવી ગયું. રાધાના ગુણ ઓછા હતા. સીમાની અકળામણનો પાર ન હતો. 'બેટા, તું વિચાર આ કારમી મોંઘવારીમાં ઘર ચલાવવાનું, તારી બબ્બે જગ્યાએ ફી ભરવાની અને સાવ આવું? તેં ધાર્યું છે શું?' રાધાએ માતાની આંખમાં વેધક રીતે જોયું. હવે તેની સહનશક્તિની હદ આવી ગઈ હતી. તે બોલી, 'તું જરા વિચાર, આ ગામના નાલાયક કાકાઓ, મારા બાપની ઉંમરના છે અને...' વાત સાંભળતાં ટાઇપ કરતી આંગળીઓ થંભી ગઈ. તેણે રાધાનો હાથ પકડ્યો, 'ચાલ મારી સાથે. આવી મવાલીગીરી? કમિટી મેમ્બર્સને વાત કરું છું.' સીમા રાધાનો હાથ પકડી ઘરની બહાર નીકળી. રાધા લગભગ ઢસડાતી પાછળ હતી. સીમાએ સોસાયટીની ઓફિસનો દરવાજો ખોલ્યો. અંદર મિટિંગ ચાલતી હતી. સીમાએ કાંઈ પણ વિચાર્યા વિના વાત શરૂ કરી દીધી અને બધા પર નજર પડતાં જ રાધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. 'આ જ, આ જ છે બધા જે... જે...' તેણે બૂમ મારી 'મા, આ લોકો જ મને હેરાન કરે છે. આ પેલા અંકલ આંખમાં બેટરી મારે છે અને પેલા સીટી મારે છે.' સીમાને લાગ્યું કે પોતે વાઘ માટે મારણ લઈને સામેથી જ આવી ગઈ છે. તેણે સૂર બદલ્યો.
'મુકેશભાઈ, આવી મજાક કરાતી હશે? છોકરી ગભરાઈ ન જાય!' ત્યાં તેની નજર ટેબલ પર પડેલા ગ્લાસ પર પડી. તેને સમજાયું કે, અત્યારે તો પોતે પણ સુરક્ષિત નથી. મિટિંગના બહાને જે ચાલી રહ્યું હતું તેને સમજાઈ ગયું. ઉતાવળમાં ફોન પણ તે ઘરે જ ભૂલીને આવી હતી. તેણે દરવાજો ખોલી નાખ્યો અને દેવમનો અવાજ આવ્યો. 'તારી દીકરીને સમજાવ, જમાનો સારો નથી. આમ રાત્રે ફરશે ને તો સીટીઓ તો વાગશે જ.' સીમા સમસમી ગઈ. તેણે મુકેશ સામે જોયું. 'તમે તો જીવદયા માટે એવોર્ડ લીધા છે અને આવું?' મુકેશ હસ્યો. 'જીવ ગભરાય ત્યારે જ દયા ખાવી પડેને? દેવાંશીને કોઈ સીટી મારે છે?' તારા વરે મરવામાં ઉતાવળ કરી...' વાક્ય પૂરું થાય તે પહેલાં રાધા સીમાનો હાથ ખેંચીને બહાર નીકળી ગઈ. તેણે માતાનો હાથ દબાવ્યો, 'મારા પર છોડી દે, હવે મને રસ્તો મળી ગયો છે.'

'દેવાંશી, રીમા ચાલોને મારે તમને કંઈક ખાસ બતાવવું છે,' કહીને રાધાએ બંનેને રોકી લીધી. પોતાનો દુપટ્ટો દેવાંશીને ઓઢાડ્યો અને લિફ્ટમાંથી બહાર આવ્યાં. દેવાંશીના ચહેરા પર બેટરીનો પ્રકાશ આવ્યો અને સીટીઓ વાગી. 'દેવલા, મારી દીકરીની છેડતી કરી, બેશરમ અને મુકલા તું...' પિંકેશે બૂમ મારી! મારામારી થઈ અને બધું પત્યું તો પણ પેલી ત્રણ બાળકીઓ ત્યાં જ ઊભી હતી. હવે કોઈની નજર ઉઠાવવાની હિંમત ન હતી. હવે તો આખા વિસ્તારમાં જે માણસ આઘોપાછો થતો તેની દીકરી કે બહેનની હાજરીમાં તેને ખુલ્લો પડાતો. બહાદુર છોકરી તરીકે છાપાંવાળાએ પણ તેની નોંધ લીધી. રાધા હવે આત્મવિશ્વાસથી છલકાતી હતી. તેને જીવતા આવડી ગયું હતું. બધાએ ઘર તરફ પ્રયાણ કર્યું. દરેક નવી લાઇટથી પડછાયાનાં માપ, આકાર અને દિશા બદલાતાં હતાં, પણ તેની ઉપરના આકારો શાંતિથી શ્વાસ લઈ શકતા હતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment