Monday, 26 December 2016

[amdavadis4ever] મંદિરની અંદ ર હાથ જોડીન ે પ્રભુ પાસ ે માગણી કરતો માણસ પણ યા ચક જેવો જિન દર્શન - મહે ન્દ્ર પુનાતર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુ:ખ અને મુશ્કેલીમાં પ્રથમ મા યાદ આવે છે અને પછી પ્રભુ. મા હૂંફ આપે છે અને પ્રભુશક્તિ અને ભરોસો. સુખમાં સારો સમય પ્રભુ યાદ આવતા નથી, પણ અતિ સુખમાં અજંપો ઊભો થાય છે ત્યારે માણસ પ્રભુનું શરણ શોધે છે. મેળવેલું બધું ચાલ્યું તો નહીં જાય ને એવો ભય સતાવે છે. આપણે પ્રાર્થના અને ભક્તિ કરીએ છીએ, પરંતુ તેમાં જે શ્રદ્ધા અને વિશ્ર્વાસ હોવો જોઈએ તે હોતો નથી. આપણે દુ:ખથી વ્યાધિથી પરેશાન થઈએ, બીજો કોઈ ઉપાય ન રહે ત્યારે પ્રભુને યાદ કરીએ છીએ. આપણી ભક્તિ, પ્રાર્થના શક્તિ છે. કાંઈક મેળવવું છે. કાંઈક અંદરખાને ડર છે એટલે ધર્મ યાદ આવે છે. કોઈપણ કારણ વગર, કોઈપણ જાતની અપેક્ષા વગર આપણે પ્રભુને યાદ કરતા નથી. પ્રભુ સાથે સોદો કરતા પણ માણસ અચકાતો નથી. પ્રભુ આટલું કરી આપજે. બે ઘીના દીવા કરીશ, શ્રીફળ ચડાવીશ, જાત્રા કરીશ, બાધા રાખીશ, ધર્મકાર્યમાં અમુક ચોક્કસ રકમ વાપરીશ. આવા બધા વાદા થાય છે. પ્રભુની કૃપા ન થઈ તો બધું વિસરાઈ જાય છે અને પ્રભુ પાસે માગ્યું તે મળી ગયું તો પ્રભુને આપેલું વચન પણ વિસરાઈ જાય છે. આમાં પણ ઘણી છટકબારીઓ શોધાય છે. આ સાચી ભક્તિ નથી. સાચી શ્રદ્ધા હોય તો પ્રભુ પાસે કશું માગવાનું ન હોય. કદાચ પ્રભુની કૃપા ન થાય તો પણ આ શ્રદ્ધા ટકી રહેવી જોઈએ. પ્રભુએ જે કર્યું તે મારા હિતમાં જ હશે એવો વિશ્ર્વાસ ઊભો થાય એનું નામ સાચી શ્રદ્ધા.

આખી જિંદગી પ્રભુનું નામ લીધું નહીં અને જ્યારે હાથપગ ચાલતા ન હોય ત્યારે પ્રભુ-પરમાત્મા યાદ આવે છે. દુ:ખમાંથી મક્તિ માટે પ્રભુને યાદ કરવા એ સાચી બંદગી નથી. વૃદ્ધાવસ્થામાં માણસ પ્રભુને ભજતો થઈ જાય છે. પ્રભુ આ ભવમાં તો સુખ મળ્યું નથી. આવતો ભવ સારો જાય એવું કરજે. કેટલાક માણસો ધર્મ કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળશે એવી અપેક્ષાએ ઊંધું ઘાલીને ધર્મક્રિયાઓ કરવા માંડે છે, પણ કશું છૂટતું નથી, જ્યાં કાંઈપણ મેળવવાની ઈચ્છા છે ત્યાં ત્યાગ શક્ય નથી. જિંદગીનો અંત જેમ નજીક આવતો જાય છે તેમ તેમ માણસ વધુ પરિગ્રહી બની જાય છે. પક્કડ વધુ મજબૂત બને છે. ધન જેમ વધતું જાય તેમ લોભ પણ વધતો જાય છે.

માણસ મોટે ભાગે કાંઈક આશા અને અપેક્ષાથી ધર્મ અને ભક્તિ કરે છે. કોઈ એમ નહીં કહે પ્રભુ તે મને અપાર સુખ આપ્યું છે. મારે હવે કાંઈ જોઈતું નથી. મને સ્વર્ગ અને મોક્ષની પણ અપેક્ષા નથી. મારા કર્મો અનુસાર મને જે કાંઈ મળે તે સ્વીકાર્ય છે. આવી ભાવના સાથે જે ભક્તિ કરે છે તેને બધું મળી રહે છે. કોઈપણ જાતની અપેક્ષા ન હોય ત્યારે મળે કે ન મળે તેનું કોઈ દુ:ખ પણ રહેતું નથી, પણ મોટે ભાગે મંદિરો, દેરાસરો અને ઉપાશ્રયોમાં બે હાથ જોડીને ઊભેલા માણસો કાંઈકને કાંઈક માગી રહ્યા હોય છે તેમનામાં અને માગણમાં કોઈ ફરક નથી.

મોટા ભાગના માણસો ધન હોવા છતાં તન અને મનથી સુખી નથી. કાંઈક ને કાંઈક વિક્ષ્ાિપ્તા અને બીમારીથી પીડાઈ રહ્યા છે. તનની બીમારી દવાથી દૂર થઈ શકે પણ મનની બીમારી આપણે પોતે દૂર કરવી પડે. મનની બીમારીનું મુખ્ય કારણ છે આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને ધારણાઓ. આપણને ખુદ આપણા પર ભરોસો નથી અને જે કાંઈ પ્રાપ્ત થયું છે તેમાં સંતોષ અને આનંદ નથી. દુ:ખને મુશ્કેલીઓને સહન કરવાની શક્તિ નથી. કોઈપણ અંધારી રાત કાયમ રહેતી નથી. સૂરજ ઊગે છે. પ્રભાતના કિરણો પ્રગટે છે, પણ થોડી ધીરજ અને સહનશીલતા જોઈએ. દુ:ખના સમયે મન શાંત અને સ્વસ્થ રહે, સમજપૂર્વક ઉપાયો થાય અને પોતાના પર ભરોસો અને પ્રભુપ્રત્યે શ્રદ્ધા હોય તો નવું બળ મળે છે અને દુ:ખને દૂર થતા વાર લાગતી નથી. સુખ અને દુ:ખ ઉપર નીચે થયા કરે છે. બંનેમાંથી કોઈ કાયમી નથી. આપણે બધે ભટક્યાં કાંઈ વળ્યું નહીં હવે ધર્મને અજમાવી લઈએ. ડૂબતો માણસ તરણું પકડે એવી આ સ્થિતિ છે. તેમાં ભરોસો નથી, પણ આશા રહેલી છે.

એક ગામના લોકો પ્રભુને પ્રાર્થના કરવા માટે ભેગા થયા. વરસાદ થયો નહોતો અને ખેતરોમાં ઊભો પાક સૂકાતો હતો. લોકો પરેશાન બની ગયા હતા. ગામમાં એક સંત પધાર્યા હતા. લોકોએ તેમને કહ્યું; 'સ્વામીજી આપ જાહેરમાં સામૂહિક પ્રાર્થના કરાવો તો પ્રભુની કૃપા અમારા પર વરસે.' સ્વામીજીએ કહ્યું: પહેલા એ વાત કરો કે તમને પ્રભુ પર ભરોસો અને વિશ્ર્વાસ તો છે ને? લોકોએ કહ્યું: હા, સ્વામીજી અમને પ્રભુ પર પાકો ભરોસો છે એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ. પ્રભુ અમારી પ્રાર્થના સાંભળશે.

નક્કી થયા મુજબ ગામના લોકો પ્રાર્થના માટે ભેગા થયા. સ્વામીજીએ ફરીથી લોકોને પૂછયું: પ્રભુ વરસાદ વરસાવશે એવો, પાકો ભરોસો છે ને? ગામ લોકોએ એકી અવાજે કહ્યું:, હા, અમને પૂરો વિશ્ર્વાસ છે. સ્વામીજીએ કહ્યું: તમને ભરોસો અને વિશ્ર્વાસ છે તો છત્રીઓ કેમ લાવ્યા નથી? મને લાગે છે કે પ્રભુમાં તમને શ્રદ્ધા નથી. શ્રદ્ધા હોત તો છત્રીઓ જરૂર લાવ્યા હોત. હવે પ્રાર્થનાનો કોઈ અર્થ નથી. શ્રદ્ધા અને વિશ્ર્વાસ વગર આપણે જે કાંઈ કરીએ તે નકામું છે.

આપણે મંદિર અને દેરાસરમાં જઈએ છીએ. પ્રભુ સમક્ષ બે હાથ જોડીને ઊભા રહીએ છીએ અને કહીએ છીએ કે 'પ્રભુ સુખ સંપદા આપજો.' માગીએ છીએ ત્યારે પણ શ્રદ્ધા અને ભરોસો નથી, પણ કદાચ પ્રભુની કૃપા થઈ જાય એવી આશા છે, અપેક્ષા છે. ઈચ્છા અને અપેક્ષા છે એટલે ભક્તિમાં રંગ લાગતો નથી. ચાલો માગી લઈએ કદાચ મળી જાય અને ઈચ્છિત વસ્તુ મળી ગઈ, કાર્ય સિદ્ધ થઈ ગયું તો બે ચાર ટીલાટપકા વધારે અને કાંઈ ન મળ્યું તો પ્રભુને કોસતા પણ માણસ અચકાતો નથી. માત્ર દેખાવ ખાતર પૂજા-પાઠ કરીએ, શ્રીમંતાઈનું પ્રદર્શન કરવા ધર્મ માટે પૈસા વાપરીએ તેનો કોઈ અર્થ સરતો નથી. ધર્મ અનુષ્ઠાનો, ક્રિયાઓ, પૂજાઓ, સંઘયાત્રાઓ, તપશ્ર્ચર્યાઓ, વરઘોડાઓ, પાલખીઓ પણ હવે દેખાદેખી અને અહંકાર બની ગઈ છે. આ બધું દેખાવ માટે થતું હોય છે. ધર્મસાધના માટે નહીં. ધર્મ દેખાવ હોય નહીં. ધર્મમાં બાહ્ય આચરણનું કોઈ મહત્ત્વ નથી. ધર્મ એ આંતરિક પરિવર્તન છે. માત્ર ક્રિયાકાંડથી કશું વળે નહીં એમાં ઉત્કટ ભાવ હોવો જોઈએ. ભાવ વગરની ભક્તિ સફળ થતી નથી.

એક ભીખારી મંદિરની બહાર ભીખ માગતો ઊભો હતો. પૂજા કરવા આવેલા એક સદ્ગૃહસ્થ સામે તેણે હાથ લાંબો કર્યો અને આ સજ્જન ભડકી ગયા અને કહ્યું: સાજો નરવો છો ને ભીખ માગતા શરમ નથી આવતી?

ભીખારીએ કહ્યું: શેઠ ભીખ માગતા કોને શરમ આવે છે? તમે અને હું બંને સરખા છીએ. આ સજ્જન એકદમ ગુસ્સે થઈ ગયા. આજુબાજુ કોઈ ન હોત તો આ ભીખારીને તમાચો ઠોકી દીધો હોત. તેમણે કહ્યું: 'તું શું કહેવા માગે છે તને કાંઈ ભાન છે કે? હું આ મંદિરનો ટ્રસ્ટી છું. તને અહીં ફરકવા નહીં દઉં.'

ભીખારીએ કહ્યું: શેઠ, હું કશું જ જુઠ્ઠું બોલ્યો નથી. તમારા અને મારામાં ફરક એટલો છે કે હું અહીં બહાર ભીખ માગી રહ્યો છું અને તમે અંદર માગો છો. હકીકતમાં તો આપણે બંને માગણ છીએ. ફરક માત્ર એટલો છે તમારી પાસે શકોરું નથી. મારી માગ સિમિત છે. તમારી ઈચ્છાઓ અપાર છે.

ભગવાન મહાવીરે પ્રાર્થનાની વાત કરી નથી. તેમણે કહ્યું છે જીવન સીધું સરળ છે. બીજો કોઈ રસ્તો શોધવાની જરૂર નથી અને જીવનની સચ્ચાઈ એ છે કે જીવનમાં દુ:ખ છે અને આ દુ:ખથી ભાગવાનું નથી. તેની સામે ઝઝૂમવાનું છે તેમાં પડકારનો સમતાથી સામનો કરવાનો છે. ઉપસર્ગોને સહન કરવાના છે. દુ:ખનું મૂળ કારણ રાગ અને દ્વૈષ છે. આ મારું, તારું, આ સારું, આ ખરાબ, આ થવું જોઈએ, આ ન થવું જોઈએ તેનાથી બચવું જોઈએ. આપણે આ બંનેની વચમાં રહેવાનું છે, જ્યાં પસંદગી છે ત્યાં સુધી રાગ અને દ્વૈષ રહેવાનો છે જે ગમતું હશે તેના પ્રત્યે રાગ ઊભો થશે અને નહીં ગમતું હોય તેના પ્રતિ ઘૃણા ઊભી થશે.

મહાવીર પ્રભુ કહે છે રાગ-દ્વેષ કર્મના બીજ છે અને જેવી આપણે પસંદગી કરીએ છીએ કે કર્મ શરૂ થઈ જાય છે. આપણે વિચાર્યું કે આ મળવું જોઈએ તો મેળવવા માટેની આપાધાપી શરૂ થઈ ગઈ. આપણે વિચાર્યું કે આ ન મળવું જોઈએ તો તેને મિટાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ. આપણે માત્ર એટલું વિચારીએ કે શત્રુઓનો વિરોધીઓનો નાશ થાય તો હિંસા શરૂ થઈ ગઈ. કર્મ શરૂ થઈ ગયા. વિચાર એ કર્મનું પ્રથમ ચરણ છે. વિચારોને કૃત્ય બનતા વાર લાગતી નથી. જે મનમાં છે તે મોકો મળતા કૃત્યમાં પરિણમશે.

કોઈ પણ જાતનો મલિન વિચાર આવે કે તુરત માણસે જાગી જવું જોઈએ. વિચાર જો આગળ વધી જશે તો ઘટના બનતા વાર નહીં લાગે. વિચાર્યું એટલે અડધું થઈ ગયું સમજો. વિચારોના તરંગો ઊઠયા કે બીજ વવાઈ ગયું. બીજ જમીન પર પડે છે તો કોઈને દેખાતું નથી, પણ તેને વૃક્ષ બનતા વાર લાગતી નથી. બીજની સાથે તેની વૃક્ષ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. માત્ર સમયની રાહ જોવાની હોય છે. વૃક્ષને બનતું રોકવાનો માત્ર એક ઉપાય છે. બીજને જમીનમાં પડતું રોકવું. બીજ જો જમીનમાં પડશે તો વૃક્ષ બનવાની પૂરી સંભાવના છે. મનમાં વિચારોના તરંગો ઊભા થાય ત્યારે માણસે ચેતી જવું જોઈએ. આપણે જેવું વિચારીએ છીએ તેવું થઈ જાય છે. શુભનો વિચાર આપણને અશુભ તરફ જતાં અટકાવે છે.

જીવનમાં જે કાંઈ આવે તેનો સહજતાથી સ્વીકાર કરી લઈએ. સુખ આવે તો સુખ, દુ:ખ આવે તો દુ:ખ. જીવનમાં આવેલા દુ:ખો અને કષ્ટો સહજતાથી સ્વીકારી લેવા એનું નામ તપ. દુ:ખ જ્યારે તપશ્ર્ચર્યા બની જાય છે ત્યારે તેનો પરિતાપ નડતો નથી. તે એક સાધના બની જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment