Sunday, 25 December 2016

[amdavadis4ever] લોકશાહી નામ ની આ ‘ગમ્મત’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે સરકારી કર્મચારી છો?

જો તમારો જવાબ હામાં હોય તો હવે તમારે જલસા જ જલસા છે. જલસાની વિગતો નીચે વાંચો.

જો તમે શિવભક્ત હો તો ચાલુ ઑફિસે દર સોમવારે બાબુલનાથ કે વાલકેશ્ર્વર જઈ શકશો?

જો તમે ગણેશભક્ત હો તો ઑફિસ અવર્સ દરમિયાન જ સિદ્ધિવિનાયક જઈ શકશો.

જો તમે ભગવાન વિઠ્ઠલના ભક્ત હશો તો બુધવાર તમારો છે. ઑફિસના મસ્ટરમાં સહી કરીને ભાગી જજો.

જો સાંઈબાબાના ભક્ત હો તો દર ગુરુવારે તમને દોઢ કલાક દર્શનાર્થે જવાની છૂટ.

સંતોષીમાતાના ભક્તો માટે શુક્રવાર તો છે જ. 'જય જય સંતોષીમાતા જય જય મા' ગીત ગાઓ અને જલસા કરો.

અને શનિવાર તો હનુમાનજીનો વાર. સંકટમોચન હનુમાનને તેલ ચડાવવા માટે દોઢ કલાક તમારો! પછી ભલે શનિવારે અડધો દિવસ હોય.

આ ઉપરાંત એકાદશી કરનારા હિંદુઓ, આઠમ કરનારા બૌદ્ધો અને ચૌદશ કરનારા જૈનો આ બધા માટે હવે ચાલુ દિવસે દોઢ કલાક ગાપચી મારવાનો અધિકાર પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. હવે જો કોઈ એ દિવસે ઉપવાસ કરતું હોય તો આગળ જતાં ઉપવાસી માટે ઉપવાસ એલાઉન્સ માગવાનો અધિકાર પણ સ્થાપિત કરી શકાય ખરો. આવું ઉપવાસ એલાઉન્સ જો આપવામાં આવે તો જૈનોને પુષ્કળ લાભ થાય. પછી એ લાભનો લાભ માટે હિંદુ, શીખ, બૌદ્ધ અને મુસલમાનોએ પણ (મુસલમાનો પણ રોજા પાળે જ છેને!) આગળ જતાં આંદોલન કરવું પડે. આમ લાભની લૂંટાલૂંટ સરકારી ક્ષેત્રે નહિ થાય તો બીજે ક્યાં થશે? આટલી અછડતી વાત પછી હવે મૂળ વાત પર આવીએ.

ઉત્તરાખંડની સરકારે તમામ મુસલમાન કર્મચારીઓને દર શુક્રવારે 'બડા નમાજ' પઢવા માટે દોઢ કલાકનો સમય ચાલુ ઑફિસે જવા માટે સત્તાવાર રજા જાહેર કરી. આ બડા નમાજ પઢવાનો લાભ માત્ર મુસલમાનોને જ આપવામાં આવ્યો છે. દેખીતું જ છે કે જે રીતે મુસલમાનો શુક્રવારે બડા નમાજ પઢે છે એ રીતે હિંદુઓ અને અન્ય કોમો પણ પોતપોતાના ખાસ દિવસે, પોતપોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરતા હોવાનો દાવો કરે છે. જો મુસલમાનોને આ રીતે રજા આપી શકાતી હોય તો એનો લાભ માત્ર ઉત્તરાખંડના કર્મચારીઓને જ શા માટે મળવો જોઈએ? બધાં રાજ્યો અને કેન્દ્ર સરકારે પણ એનું અનુસરણ કરવું જોઈએ. કોઈ પાઈલટ, કોઈ એન્જિન ડ્રાઈવર કે કોઈ ડૉકટર એની ફરજ ઉપર હોય, વિમાન, ટ્રેન કે ઓપરેશન ચાલુ હોય, બડા નમાજની આઝાન થાય એટલે તરત વિમાન, ગાડી કે ઓપરેશન બંધ થઈ જાય આવી ધાર્મિક ગોઠવણ શા માટે ન થઈ શકે?!

ગાંધીજી એવું માનતા કે સરકાર ધર્માનુસાર ચાલવી જોઈએ. સિત્તેર વરસથી આપણે પ્રયત્નો તો એ જ કર્યા છે પણ સાચા ધર્મની સ્થાપના ઉત્તરાખંડની સરકારે કરી! ધર્મના નામે દેશનું વિભાજન થયું છે. ધર્મના કટ્ટરવાદનો ઝંડો, ધર્મનો કક્કોય ન જાણનાર મહમદઅલી ઝીણાએ હાથમાં પકડ્યો હતો. ધર્મને રાજકારણમાં ભેળસેળ કરીને ગાંધીજીએ બધું બગાડી નાખ્યું છે એવો આક્ષેપ ઝીણા ગાંધીજી ઉપર કરતા. સ્વાતંત્ર્યની લડતમાં ગાંધીજીએ 'રઘુપતિ રાઘવ રાજા રામ' અને 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ઘસડી લાવીને રાજકારણમાં ધર્મ ઘુસાડ્યો હતો એવું ઝીણા માનતા. ગાંધીજીના ધર્મ પ્રત્યેના આ અભિગમને કારણે જ મુસલમાનોએ કોમવાદી પ્રતિભાવ આપ્યો હતો એવું પણ ઝીણા કહેતા.

એ જે હોય તે. આજે ઉત્તરાખંડની સરકારે મુસલમાનો માટે જે વધારાનો લાભ ઘોષિત કર્યો છે એના પગલાં બીજાં રાજ્યોના કર્મચારીઓ (એટલે કે મુસલમાનો) આવા લાભને પોતાનો ધાર્મિક અધિકાર માનીને આંદોલનો શરૂ કરે તો નવાઈ નહિ અને પછી અન્ય ધર્મી કર્મચારીઓ પણ પોતાનો લાભ શું કામ જતો કરે? ફરી વાર લાભની જ લૂંટાલૂંટ... (જોકે પરમ સત્યના રક્ષણ માટે એટલું તો અવશ્ય કહેવું જોઈએ કે જે મુસલમાનો આવી છુટ્ટીનો લાભ લેશે એ પૈકી માંડ દશ - વીસ ટકા એવા હશે કે જેઓ નમાજ પઢવાને બદલે બીજા કોઈ ટોળટપ્પાંના કામમાં રોકાયા હશે. અન્ય ધર્મી - જૈનો સિવાય - કર્મચારીઓ પૈકી માંડ દશ - વીસ ટકા એવા હશે જેઓ ખરેખર દર્શનાર્થે જશે પણ આ લોંટાઝોંટીમાં સત્યનું ક્યાં સ્થાન જ હોય છે?)

સાચી વાત તો એ છે કે ઉત્તરાખંડમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ ઢૂંકડી આવી ગઈ છે. સત્તાસ્થાને કૉંગ્રેસની સરકાર છે અને ૨૦૧૪ની સંસદીય ચૂંટણીઓમાં અને ત્યાર પછીની અન્ય સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો ઘોડો આગળ નીકળી ગયો છે, એટલું જ નહિ ઉત્તરાખંડમાં વિધાનસભાના કુલ ૭૦ મતદારે ક્ષેત્રો પૈકી ૨૩ એવાં છે કે જેમાં મુસલમાન મતદારો ૫૦ ટકા જેટલા છે. દેખીતું જ છે કે આ ૫૦ ટકા મતદારોને રીઝવી શકાય તો ચૂંટણીઓ જીતવાનું કામ સહેલું થઈ જાય.

પણ ઉત્તરાખંડની સરકારને બે દિવસ પછી જ્ઞાન લાધ્યું કે ૨૩ બેઠકોના ૫૦ ટકા મતદારોને રાજી કરવા જતાં બાકીની ૪૭ બેઠકોના બિનમુસ્લિમ મતદારો નારાજ થશે અને આ નારાજીનું પલ્લું પેલા રાજીપાના પલ્લા કરતાં ભારે થઈ જશે એટલે એમણે બિનમુસ્લિમ કર્મચારીઓને એટલે કે હિંદુઓને લોલીપોપ ધરી દીધી. હવે હિંદુઓને પણ એમના તહેવારો પ્રમાણે આવી દોઢ કલાકની રજા લેવાનો અધિકાર જાહેર કરવામાં આવ્યો. આ તહેવારો એટલે શું એની કોઈ સમજૂતી આપવામાં આવી નથી. શિવભક્તને માત્ર મહાશિવરાત્રિની જ રજા મળે કે પછી દર સોમવારે મળે? (મહાશિવરાત્રિની તો આમેય રજા હોય જ!)

આપણા બંધારણના આમુખમાં ઈંદિરાજીએ આપણને 'સેક્યુલર' બનાવી દીધા છે. કોઈ ખાસ પ્રકારની લઘુમતી કોમને બહુમતી કરતાં વિશેષ લાભ આપીને 'સેક્યુલર' બનવાની આ 'પ્રજ્ઞા' શી રીતે પ્રગટે છે એ આપણે સહુ જાણીએ છીએ. ઉત્તરાખંડની સરકારે આજે જે કર્યું છે એવું જ કામ અટલ બિહારી વાજપેયીની સરકારે પણ કર્યું હતું. મદરેસાઓ માટે રાજ્ય તરફથી મુલ્લાઓની નિયુક્તિ કરવાની જાહેરાત પ્રધાનમંત્રી વાજપેયીએ પણ કરી હતી. આમાં મૂળ વાત કોઈનું ભલું કરવાની નથી હોતી પણ પોતાના કલ્યાણ માટે જ આ બધા વાઘા સજાવવામાં આવે છે.

સાચું સેક્યુલારિઝમ કોને કહેવાય એ જાણવા માટે આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં જવું જોઈએ. અહીં ૧૯ કોલેજો છે અને દરેક કોલેજ કોઈ ને કોઈ ચર્ચ સાથે સંકળાયેલી છે. કોલેજના શિક્ષણ કાર્ય શરૂ થતાં પહેલાં દરેક વિદ્યાર્થી માટે પ્રાર્થનાખંડમાં જઈને પ્રાર્થના કરવી ફરજિયાત છે. પ્રાર્થનાખંડમાં ક્રોસ હોય છે અને છતાં કોઈ અન્ય ધર્મી વિદ્યાર્થીઓ એનો વિરોધ નથી કરતાં. એક શિસ્ત અને નિયમ તરીકે એનું અનુસરણ કરે છે. આપણે ત્યાં હજુ આજેય વંદેમાતરમ કે દીપ પ્રાગટ્ય સર્વસ્વીકૃત બન્યાં નથી. અમેરિકાની સેનેટ અપવાદરૂપે ક્યારેક રવિવાર કાર્યરત રહે છે ત્યારે સેનેટના સભાગૃહમાં જ અલાયદો પ્રાર્થનાખંડ બનાવી દેવામાં આવે છે અને ત્યાં ખ્રિસ્તી સેનેટ સભ્યો પ્રાર્થના કરી શકે છે. સેનેટમાં હિંદુ અમેરિકન સેનેટ સભ્યો, યહૂદી અમેરિકન સેનેટ સભ્યો પણ છે જ પણ આવો વિધર્મી સેનેટ સભ્યો માટે કોઈ પ્રાર્થનાખંડ ફાળવવામાં આવતો નથી. કોઈ એવી માગણી પણ કરતું નથી.

ઓવૈસી નામનો એક સંસદસભ્ય ટેલિવિઝનની એક ચેનલ ઉપર ચર્ચા દરમિયાન સંસદ અને પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કરતી વખતે એવું બોલ કે 'આપ કે પ્રધાનમંત્રી કે ઈસ નિર્ણય કો મૈં નહીં માનતા.' ટી.વી.ના એન્કર અને બીજો જ્યારે એમના 'આપ કે પ્રધાનમંત્રી' શબ્દ સામે વિરોધ કરીને એમ કહે કે 'તમારે હમારે પ્રધાનમંત્રી એમ બોલવું જોઈએ.' ત્યારે સ્પષ્ટ ઈનકાર કરીને એ સુધારો કરે છે કે 'ઈસ મુલ્ક કે પ્રધાનમંત્રી'. આવા ઓવૈસીઓ વ્યક્તિસ્વાતંત્ર્યના નામે છૂટથી હરતાફરતા હોય અને શંકરાચાર્યોની ધરપકડ થતી હોય ત્યારે આ વિસંવાદને શી રીતે સમજાવી શકાય? 'સબકા સાથે, સબકા વિકાસ' આ સૂત્ર ભારે લોભામણું છે, પણ વિકાસ પછી આવે છે, સાથ પહેલાં આવે છે. પહેલાં સાથ તો થવો જોઈએને!

આ સાથ થવો અઘરો નથી. વિકાસ સાથની સાથે જ દોરવાઈને આવશે. સાથ થવા માટેની એક જ મામૂલી શરત છે. આપણા વર્તમાન રાજકારણીઓએ મતના રાજકારણની (અ)નીતિ ત્યજીને વહાલાં-દવલાંની આ રમત બંધ કરવી જોઈએ. જોકે આ (અ)નીતિ છોડવા માટે લોકશાહી નામની આપણી વર્તમાન 'ગમ્મત'ને આપણે ઘણી બધી સુધારવી પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment