Saturday, 24 December 2016

[amdavadis4ever] ન્યાયની એક્સપાય રી ડૅટ હોય ખરી?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાયદો ગધેડો છે એવું કહેવાય છે... આ વાતને સમર્થન આપતા ઘણા ઉદાહરણો આપણા ન્યાયતંત્રમાં જોવા મળ્યા છે. દસેક દિવસ પહેલા આ વાતનો પરચો બૅન્ગલોરની એક શાળાના મુખ્ય અઘ્યાપકને થયો છે. કેસની વિગત પ્રમાણે એમના પર એક વિદ્યાર્થી પાસે દોઢસો રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો. તેમની સામે કોર્ટમાં કેસ દાખલ થયો અને એ કેસ છ આઠ મહિના કે વરસ દોઢ વરસ નહીં, પણ પૂરા આઠ વર્ષ ચાલ્યો. જાણવા જેવી વાત એ છે કે આ લાંચપ્રકરણ પર ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. અને છેલ્લે થયું શું? એ મુખ્ય અઘ્યાપક નિર્દોષ છૂટી ગયા. બીજી રસપ્રદ વાત એ છે કે જેના પર આરોપ મુકાયો હતો એ ભાઇ આજની તારીખમાં દક્ષિણ બૅન્ગલોરની શાળામાં મુખ્ય અધ્યાપક છે. ૨૦૦૮માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પેલો વિદ્યાર્થી ચાર વર્ષ સુધી સુનાવણી દરમિયાન હાજર જ ન થયો અને પોલીસ આરોપ પુરવાર કરી ન શકી એટલે મુખ્ય અધ્યાપક નિર્દોષ સાબિત થયા.

ન્યાયમૂર્તિઓની અછતને કારણે કોર્ટના કેસોમાં થતો ભરાવો તેમ જ અન્ય કેટલાક કારણોસર ભારતીય ન્યાયતંત્રમાં ખટલાનો ન્યાય આવવામાં વિલંબ થતો આવ્યો છે. ક્યારેક તો કેસ એટલો લાંબો સમય ચાલતો હોય છે કે ચુકાદો આવે ત્યારે કાં તો કોઇ પક્ષકારનું અસ્તિત્વ ન રહ્યું હોય કે પછી એના નિકાલનું કોઇ મહત્ત્વ જ ન રહ્યું હોય. વિદેશમાં પણ આ પ્રકારના દાખલા જોવા મળ્યા છે. તાજેતરના સમયમાં બ્રિટિશ અદાલતમાં દાખલ કરવામાં આવેલા બે કેસ ન્યાયમૂર્તિઓને ક્યારેક કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે એની ગવાહી પૂરે છે.

પહેલો કેસ: પ્રથમ કેસ છે અમેરિકામાં વસતા યુગલનો. લંડન યુનિવર્સિટીમાં ભણતી તેમની ૨૧ વર્ષની પુત્રીનું ૧૨ જૂન, ૨૦૧૧ના દિવસે કૅન્સરની બીમારીથી અવસાન થયું હતું. મૃત્યુ પહેલા તેની ઇચ્છા માતૃત્વ ધારણ કરવાની હતી. પોતાની ઓવરીઝ (અંડાશય)ને પોતાની માતાના ગર્ભાશયમાં મૂકવામાં આવે એવી તેની ઇચ્છા હતી. એટલે જ્યારે તેનું સ્વાસ્થ્ય સારું હતું ત્યારે તેણે પોતાના અંડાશય કઢાવીને તેને એક હૉસ્પિટલમાં સ્ટોર કરી દીધા. મૃત્યુશૈયા પરથી તેણે માતાને લખેલા પત્રમાં જણાવ્યું કે 'હૉસ્પિટલમાંથી બહાર નીકળવાની પરવાનગી મને ક્યારેય નહીં મળે. અહીંથી તો મારો મૃતદેહ જ બહાર નીકળશે. મારી ઇચ્છા છે કે મારાં બાળકોને તું જન્મ આપ. એ જ કારણસર મેં આઇવીએફ જેવી કોઇ ટ્રીટમેન્ટનો આશરો નથી લીધો. તું અને ડૅડી મારાં બાળકોને ઉછેરો એવી મારી ઇચ્છા છે.'

એનાં અવસાન પછી તેના માતા-પિતાએ નિયમ અને કાયદા અનુસાર લંડનની હૉસ્પિટલમાં સાચવીને રાખવામાં આવેલા પુત્રીનાં અંડાશયો મેળવવાની તજવીજ શરૂ કરી દીધી. અજાણી વ્યક્તિના શુક્રાણુ (સ્પર્મ)ની મદદથી પુત્રીના અંડાશયનું ગર્ભમાં રૂપાંતર કરી તેનું માતાના શરીરમાં રોપણ કરવું જેથી જે બાળક જન્મે એનો ઉછેર પૌત્ર કે પૌત્રી તરીકે થઇ શકે એવી માતા-પિતાની ઇચ્છા હતી.

પોતાના મૃત્યુ પછી પોતાના પરિપક્વ બીજકોષના ઉપયોગ માટે પુત્રીએ અનુમતિ આપી હતી એના પૂરતા પુરાવાના અભાવનું કારણ આપી ક્વીન્સ બેન્ચ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હતી. જોકે, પુત્રીના વાલીઓએ આ નિર્ણયને પડકાર્યો હતો. અદાલત સમક્ષ માતાએ રજૂઆત કરી કે 'મારી પુત્રી ઇચ્છતી હતી કે તેનાં મૃત્યુ પછી તેનો વંશ આગળ વધે.' પણ પોતાની માતા સરોગસી દ્વારા બાળકોને જન્મ આપે એવી પુત્રીની સહમતી સ્પષ્ટપણે નમૂદ કરવામાં નહોતી આવી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ મામલો ફેરવિચારણા માટે સ્ટેચ્યુટરી ઑથોરિટી પાસે ગયો અને ત્યાં પુત્રીની ઇચ્છા મુજબ કરવાની પરવાનગી માતાને આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલય તરફથી દલીલ કરવામાં આવી હતી કે આવા કેસ જવલ્લે જ થતા હોય છે. હવે જો અન્ય કોઇ કાયદાકીય ગૂંચવણ ઊભી નહીં થાય તો માતા પોતાની પુત્રીના બાળકને જન્મ આપશે. પછી એ બાળકની માતા કહેવાશે કે દાદી એ જાણવું રસપ્રદ બની રહેશે.

બીજો કેસ: બીજો કેસ છે યુકેનો. યુનાઇટેડ કિંગડમની ઍડમિનિસ્ટ્રેટિવ કોર્ટની ક્વીન્સ બેન્ચ ડિવિઝન દ્વારા આપવામાં આવેલા ચુકાદાના બે પક્ષકાર હતા છ(ઉંઊં) દત. છયલશતિિંફિ ૠયક્ષયફિહ. આ ખટલામાં જે વ્યક્તિ અદાલતનાં પગથિયા ચડી હતી એનો જન્મ એક પુરુષ તરીકે થયો હતો. કેસની વિગત પ્રમાણે એ પુરુષે ૨૦૦૭ની સાલમાં એક મહિલા સાથે લગ્ન કર્યાં હતા અને એના પાંચ વર્ષ પછી ૨૦૧૨માં તેમને ત્યાં જૈવિક સંતાનનો (કુદરતી સમાગમથી જન્મેલા બાળકનો) જન્મ થયો હતો. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સના રજિસ્ટ્રારે આપેલા બર્થ સર્ટિફિકેટ (જન્મનો દાખલો)માં એ બાયોલૉજિકલ પેરન્ટ્સની નોંધણી અનુક્રમે પિતા અને માતા તરીકે કરવામાં આવી હતી.

પહેલા બાળકના જન્મ પછી અદાલત સમક્ષની ફરિયાદમાં દાવો કરનાર (જૈવિક પિતા)ને એક સ્ત્રી તરીકે જીવન જીવવાની ઇચ્છા થઇ. પોતાની એ ઇચ્છા પૂરી કરવા તેણે આવશ્યક ચિકિત્સા (ઋઊખઈંગઈંજઈંગૠ ઇંઘછખઘગઊ ઝછઊઅઝખઊગઝ) શરૂ પણ કરી દીધી. આ માટે બે વર્ષ સુધી સ્ત્રી તરીકે જીવ્યા પછી ૠઊગઉઊછ છઊઅજજઈંૠગખઊગઝ જઞછૠઊછઢ માટે વૈદ્યકીય સારવારના નિષ્ણાત પાસે ચકાસણી કરાવવામાં આવી હતી. આ દરમિયાન પત્ની બીજી વખત પ્રેગનન્ટ થઇ. આ ગર્ભાધારણ પણ દાવેદાર દ્વારા નૈસર્ગિક રીતે થયું હતું.

૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૨ના દિવસે દાવેદારે રજિસ્ટ્રાર ઑફ બર્થ્સને એક પત્ર મોકલ્યો હતો. એ પત્રમાં પહેલા બાળકના જન્મની ફેર નોંધણી થઇ શકે કેમ તેમ જ આવનારા બીજા સંતાનના રજિસ્ટ્રેશનમાં દાવેદારનું સ્ત્રી તરીકેનું નામ પિતાની બદલે વાલી (પેરન્ટ) તરીકે નોંધી શકાય કેમ એ લખવામાં આવ્યું હતું. આ પત્રનો રજિસ્ટ્રારે જવાબ આપ્યો હતો જેમાં જણાવ્યા પ્રમાણે તે વખતના કાયદાની રૂએ દાવેદારની નોંધણી કેવળ અને કેવળ બાળકના પિતા તરીકે જ થઇ શકે.

યુરોપિયન ક્ધવેન્શન ઑન હ્યુમન રાઇટ્સ (ઊઈઇંછ)ની કલમ નંબર ૮ અને ૧૪નો ભંગ થાય છે એ કારણ રજૂ કરીને રજિસ્ટ્રારના આ નિર્ણયને અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે યુકેના જન્મ અને મરણ નોંધણી કાયદો, ૧૯૫૩માં સમયાંતરે ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા હતા. બાળકનો જન્મ નૈસર્ગિક સમાગમથી કે સરોગસીથી થયો છે કે બાળકને દત્તક લેવામાં આવ્યું છે એની યોગ્ય નોંધણી કરવી જરૂરી બનાવવામાં આવ્યું હતું. 

પોતાની અગાઉની જાતિની જાણ કરનાર વ્યક્તિને સત્તાવાર પરિપત્ર (ઑફિશિયલ ડૉક્યુમેન્ટ)માં પોતાની પસંદગીની જાતિ અંગે ફેરફાર કરવાની પરવાનગી ન આપવામાં આવતા ઊઈઇંછની કલમ હેઠળ તેના અંગત જીવનના હકનો ભંગ થાય છે એવો ચુકાદો આપવામાં ક્વીન્સ બેન્ચને કોઇ મુશ્કેલી નડી નહીં. જોકે, કોર્ટે એ સાથે એ વાતનું પણ પ્રતિપાદન કર્યું કે જન્મ સમયે જન્મ દાખલામાં (બર્થ સર્ટિફિકેટમાં) ખોટી નોંધ બાળકના હક સાથે હસ્તક્ષેપ કરે છે. અદાલતે એવો મત વ્યક્ત કર્યો હતો કે જો બાળકના બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરવામાં આવે તો એથી મૂળભૂત ઓળખને માન્યતા આપવાના બાળકના હકનો ભંગ થાય છે. કોર્ટનું એવું પણ માનવું હતું કે આ રીતે બર્થ સર્ટિફિકેટમાં ફેરફારો કરવાથી વિવાદો ઊભા થશે જે જાહેર હિતની વિરુદ્ધ હશે.

----------

સૌથી લાંબો કેસ

ભારતની વિવિધ અદાલતોમાં સંખ્યાબંધ કેસ પેન્ડિંગ પડ્યા હોય છે. જોકે, આવા ખટલાનો ઉકેલ જલદી આવે એ હેતુથી ફાસ્ટ ટ્રૅક અદાલતો શરૂ કરવામાં આવી છે અને એને કારણે કેટલાક કેસનો નિકાલ સરખામણીમાં જલદી આવતા થયા છે. જાણવા જેવી વાત એ છે કે વારાણસીના દોશીપુરામાં એક જમીનના વિવાદને લગતો કેસ ૧૩૮ વર્ષથી ચાલી રહ્યો છે. હવે તો અદાલતે પક્ષકારોને અદાલતની બહાર વાટાઘાટ કરીને નિવેડો લાવવા માટે કહ્યું છે. બે એકર જમીનના વિવાદનો આ કેસ સૌથી જૂનો માનવામાં આવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment