Sunday, 1 November 2015

[amdavadis4ever] ગાયનું ધાર્ મિક નહીં, પ ણ આર્થિક મહ ત્ત્વ વધુ છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતમાં ગોહત્યા અને ગોમાંસનો વિવાદ ખોટી દિશામાં ફંટાઇ ગયો છે. ઉત્તર પ્રદેશના દાદરીમાં એક મુસ્લિમ પરિવારે ગોમાંસ ખાધું હોવાની શંકાથી પરિવારની મુખ્ય વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી તો જમ્મુ-કાશ્મીરના અપક્ષ વિધાનસભ્યે શ્રીનગરમાં બીફ પાર્ટી રાખીને કરોડો હિન્દુઓનો રોષ વહોરી લીધો હતો. હિન્દુ સંગઠનો એવી દલીલ કરી રહ્યાં છે કે ગાય માતા છે, ગાયનાં પૂંછડાંમાં ૩૩ કરોડ દેવી-દેવતાનો વાસ છે, માટે ગાયની હત્યા કરનારને દેહાંતદંડની સજા કરવી જોઇએ. મુસ્લિમ સંગઠનો એવી દલીલ કરી રહ્યાં છે કે ગોમાંસ ખાવું તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. જો માત્ર ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ તો બંને ભીંત ભૂલી રહ્યા છે. રામાયણ, મહાભારત અને વેદોમાં ઠેકઠેકાણે હિન્દુઓ ગોમાંસ ખાતા હોવાનો ઉલ્લેખ આવે છે. વળી ઇસ્લામમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે મુસ્લિમોએ ગોમાંસ ખાવું જોઇએ. ઇસ્લામનો જ્યાં જન્મ થયો તે અરબસ્તાનમાં ગાયો જ નહોતી. માટે ગોમાંસ બાબતમાં બંને પક્ષની ધાર્મિક લાગણીઓ ભૂલભરેલી છે. 

ભારતમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે તેનું એકમાત્ર કારણ એ છે કે ગાય ભારતનાં કૃષિપ્રધાન અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગોહત્યાને કારણે આજે કિસાનો આપઘાત કરી રહ્યા છે. દેશનાં ગ્રામીણ અર્થતંત્રનો જો ઉદ્ધાર કરવો હોય તો દેશભરમાં ગોવંશની હત્યા પર કડક પ્રતિબંધ મૂકવો જોઇએ. આપણા દેશના અર્થતંત્રના કેન્દ્રમાં જ્યાં સુધી ગોવંશ હતો ત્યાં સુધી ગરીબી, બેકારી, અપોષણ, બીમારીઓ વગેરેનું નામોનિશાન જોવા મળતું નહોતું. દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી અને સમૃદ્ધિની છોળો ઉડતી હતી. બ્રિટિશરાજમાં ગોવંશની કતલ શરૂ કરવામાં આવી તેને કારણે જગતનો તાત કિસાન લાચાર બન્યો છે અને ગામડાંઓ ભાંગી રહ્યાં છે. જો ભારતનો સાચો વિકાસ કરવો હશે તો સરકારે ગોવંશને કેન્દ્રમાં રાખીને આર્થિક નીતિઓ ઘડવી પડશે.

સૌથી પહેલાં તો આપણા દેશના આમઆદમીના જીવનમાં ગોવંશનું કેટલું મહત્ત્વ હતું તેની ઝલક મેળવીએ. ભારતના કિસાનો જે સોના જેવો પાક લણતા હતા તેના પાયામાં ગોવંશ હતો. મહાભારતમાં લખ્યું છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ગાય જે છાણ આપતી હતી તેના વડે ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હતા અને લક્ષ્મીજી રળતા હતા. જમીન ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાયનું અને બળદનું છાણ ખેડૂતોને તદ્દન મફતમાં મળતું હતું. આ છાણને સૂકવીને તેનો રસોઇ કરવા માટે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતે લોકોને બળતણ પણ મફતમાં મળતું હતું. છાણાં બાળીને જે રાખ મળે તેનો ઉપયોગ ઘરમાં વાસણ સાફ કરવા માટે કરવામાં આવતો હતો. ગામડાંના લોકોને પોતાનું ઘર બનાવવું હોય તો ગોબર અને તળાવની માટીનું મિશ્રણ કરીને તેઓ મફતમાં ગારમાટીનાં ઘરો બનાવી લેતા હતા. માલનું પરિવહન કરવા અથવા એક ગામથી બીજા ગામે જવા માટે ટ્રાન્સપોર્ટ તરીકે પણ બળદગાડાંનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે તદ્દન મફતમાં ચાલતું હતું. 

ગાય દૂધ આપતી હતી. તેના વડે ઘરના આબાલવૃદ્ધને પોષણ મળતું હતું, માટે દેશમાં કુપોષણ કોને કહેવાય તેની કોઇને ખબર પણ નહોતી. ઘેર ઘેર દૂઝણાં હતાં. દૂધ વેચવામાં પાપ માનવામાં આવતું હતું. જે ઘરે દૂઝણી ગાય ન હોય તેને પડોશી પોતાની ગાયનું દૂધ મફતમાં આપતા હતા. ગાયનું દૂધ વધે તેનું દહીં જમાવવામાં આવતું હતું અને વલોણું કરવામાં આવતું હતું. વલોણામાં જે માખણ નીકળે તેનું ઘી બનાવીને સંઘરી રાખવામાં આવતું હતું અથવા બજારમાં વેચી દેવામાં આવતું હતું. આ શુદ્ધ ઘી અન્નાહારીઓ માટે પોષણનું ઉત્તમ સાધન હતું. વલોણાની છાસ ગરીબોને મફતમાં મળતી હતી. ગાયના દૂધ અને ઘીમાં વિટામિન-એ પ્રચુર માત્રામાં હોવાથી કોઇને રતાંધળાપણાના રોગો થતા નહોતા. ગાયના દૂધમાંથી પેંડા, બરફી વગેરે મીઠાઇઓ બનાવવામાં આવતી. 

ભારતમાં મોગલોના કાળમાં બિલકુલ ગોહત્યા થતી નહોતી તેનું કારણ પણ ધાર્મિક કરતાં આર્થિક વધુ હતું. ભારતમાં ગોવંશની કતલનો પ્રારંભ ઇ.સ. ૧૮૫૭ની સાલમાં વિપ્લવ પછી અંગ્રેજ સલ્તનત દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતમાં જે અંગ્રેજ લશ્કર અડ્ડો જમાવીને બેઠું હતું તેનું પેટ ભરવા માટે મોટા પાયે ગાયોની હત્યા શરૂ કરવામાં આવી. આ કામ મુસ્લિમોની કુરેશી કોમને સોંપવામાં આવ્યું, જેઓ પહેલા કદી ગોહત્યા કરતા નહોતા. યુરોપમાં ચામડાનો જે ઉદ્યોગ વિકસી રહ્યો હતો તેને કાચો માલ પૂરો પાડવા માટે પણ ભારતમાં મોટા પાયે ગોહત્યા કરવામાં આવતી હતી.

ભારતમાં ગોવંશની હત્યાને કારણે જે બરબાદી થઇ તે પણ સમજવા જેવી છે. ગોવંશની મોટા પાયે કતલ થતી હોવાથી જમીનને જે છાણિયું ખાતર મળતું હતું તેના પ્રમાણમાં પ્રચંડ ઘટાડો થયો એટલે જમીનની ઉત્પાદકતા ઘટી ગઇ અને દેશમાં અનાજની ગંભીર તંગી ઊભી થઇ. વિ.સં. ૧૯૫૬માં દેશમાં જે છપ્પનિયો દુકાળ પડ્યો તેનું મુખ્ય કારણ ગોવંશની કતલ હતું. બિહાર અને બંગાળમાં આ દુકાળને કારણે લાખો લોકો મરી ગયા. આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો ઉપાય ગોવંશની હત્યા બંધ કરવાનો હતો, પણ તેને બદલે દેશને હરિયાળી ક્રાંતિના રવાડે ચડાવી દેવાયો.

ભારતમાં ઇ.સ. ૧૯૬૦ના દાયકામાં જે હરિયાળી ક્રાંતિનો પ્રચાર કરવામાં આવ્યો તે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સંકર બિયારણ અને ટ્રેક્ટર જેવાં યંત્રો બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓનો વેપાર વધારવા માટે જ કરવામાં આવ્યો હતો. છાણિયું ખાતર ખેડૂતોને તદ્દન મફત મળતું હતું, પણ રાસાયણિક ખાતર ખરીદવા ખેડૂતો દેવાદાર થવા લાગ્યા. દેશી બિયારણ ખેડૂતો જાતે બનાવી લેતા હતા, પણ સંકર બિયારણ તેમણે બજારમાંથી ખરીદવું પડતું હતું.

રાસાયણિક ખાતર અને સંકર બિયારણ વાપરવાને કારણે પાકની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોવાથી જંતુનાશક દવાઓની જરૂર પડવા લાગી. જંતુનાશકો ખોરાકમાં જવાને કારણે લોકોને કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગો થવા લાગ્યા. ખેડૂતો ગામના સુથાર પાસે હળ બનાવડાવી લેતા હતા. હવે ટ્રેક્ટર ખરીદવા તેમણે દેવું કરવું પડે છે. ટ્રેક્ટર માટે ડીઝલનો પણ ખર્ચો કરવો પડે છે. પહેલા કૂવામાંથી પાણી કાઢવા માટે બળદસંચાલિત કોસનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તે માટે વીજળીનું બિલ ભરવું પડે છે અથવા ડીઝલનો ખર્ચો કરવો પડે છે. પહેલા બળતણ માટે છાણાં મફતમાં મળતાં હતાં; હવે લાકડું, કેરોસીન કે રાંધણગેસનો ખર્ચો કરવો પડે છે. આ બધા જ ખર્ચાઓને કારણે દેશના કરોડો કિસાનો દેવામાં ડૂબી ગયા છે, જેમાંના હજારો આપઘાત કરી રહ્યા છે.

આપણા દેશમાં જે બેકારી જોવા મળે છે તેના મૂળમાં પણ ગોવંશની હત્યા છે. ગામડાંના કરોડો ભૂમિહીન લોકો માટે ગોવંશ રોજગારીનું સાધન હતું. ગોવંશ મિની ફર્ટિલાઇઝર ફેક્ટરી છે, મિની ગોબર ગેસ પ્લાન્ટ છે, મિની ડેરી છે, મિની ટ્રાન્સપોર્ટ વેહિકલ છે, મિની સિમેન્ટ ફેક્ટરી છે, મિની હોસ્પિટલ છે, મિની ડીઝલ પમ્પ છે, મિની ટ્રેક્ટર છે અને મિની ફાર્મસી પણ છે. જો દેશમાં ગોહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો ગોવંશ આજે પણ કરોડો લોકોને રોજી આપી શકે તેમ છે. તે માટે ધાર્મિક લાગણીઓને ભૂલીને ગોવંશ આધારિત અર્થતંત્ર તરફ પાછા ફરવું જરૂરી બની જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment