Wednesday, 4 November 2015

[amdavadis4ever] પ્રભુ... પ ્રેમનો સેતુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે શું કરો છો? પ્રભુને પ્રાર્થના કરો છો કે પ્રભુને પ્રેમ કરો છો? ક્યારેય પ્રભુને પોતાના બનાવ્યા છે? ક્યારેય પ્રભુને એટલાં પોતાના બનાવ્યાં છે કે સંસાર પારકો થઈ જાય?? ના!!

સંસારને પણ પોતાનો બનાવવો છે અને પ્રભુને પણ પોતાના બનાવવા છે. પ્રભુ કહે છે, સંસારમાં છો, સંસારની ફરજ નિભાવો. પણ એની વચ્ચે એક ટકો તું મને તારો બનાવ, નવ્વાણુ ટકા હું તને મારો બનાવી દઈશ કેમકે મને મારા પ્રેમમાં, મારી કરુણામાં વિશ્ર્વાસ છે. 

પણ થાય છે શું?

એ એક ટકામાં પણ આપણે ચહેરા પર મહોરુ પહેરીને જઈએ છીએ. પરમાત્માની પ્રાર્થના અને ભક્તિમાં પણ ભાવ ઓછો અને સ્વાર્થ વધારે હોય છે. જો તમારી પ્રાર્થના, ભક્તિ કે સ્તુતિના શબ્દોમાં તમારો નિ:સ્વાર્થ પ્રેમ, અંતરનો ઉલ્લાસ ભાવ અને શ્રદ્ધા ભળી જાય તો તમારા હર એક શબ્દ મંત્ર બની જાય. શબ્દો એ તો માત્ર પદાર્થ છે અને એમાં ભળતાં ભાવ એ એનર્જી છે, સૂક્ષ્મ તાકાત છે. શબ્દોમાં જ્યારે સૂક્ષ્મ તાકાત ભળે છે ત્યારે એ પાવરફુલ મંત્ર બની જાય છે. 

પ્રભુના બનવા માટે મંત્રોની શક્તિ કામ કરે કે શબ્દો?

પ્રભુને પોતાના બનાવવા હોય તો મંત્રોની સૂક્ષ્મ તાકાત કામ કરે કે શબ્દોની સ્થૂળ શક્તિ?

સંસારમાં પણ કોઈ વ્યક્તિને પોતાની બનાવવી હોય તો શબ્દોમાં મીઠાસ, લાગણી, પ્રેમ કેટલું બધું ભેળવવું પડે છે. 

જ્યારે પ્રભુને પોતાના બનાવવા માટે તો માત્ર પ્રેમ જ પૂરતો છે! માત્ર ભાવ જ પૂરતાં છે. 

શબ્દો ખાલી હોઠથી નીકળે, જ્યારે મંત્ર સમગ્ર અસ્તિત્વમાંથી પ્રગટ થાય. મંત્ર લેઝર થેરાપી જેવું વર્ક કરે. લેઝર શું છે? એક પ્રકારના સાઉન્ડ વેઝ છે, અવાજના તરંગો છે અને એ અવાજના તરંગમાં કિડનીમાં રહેલાં સ્ટોન્સને પણ તોડી નાખવાની, ચૂર ચૂર કરી નાખવાની તાકાત હોય છે. 

એમ મંત્રો પણ એક પ્રકારના અવાજના તરંગો છે અને એમાં જબરદસ્ત સૂક્ષ્મ તાકાત રહેલી છે. માટે જ દરેક ધર્મમાં મંત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને દરેક ધર્મમાં શરૂઆત મંત્રથી થાય છે, દરેક શુભ કાર્યનો પ્રારંભ મંત્રોચ્ચારથી થાય છે. 

પ્રભુને પોતાના બનાવવા હોય, પ્રભુના બનવું હોય કે પ્રભુની સ્તુતિ, ભક્તિ કે આરાધના કરવી હોય તો મંત્ર જ શ્રેષ્ઠ માધ્યમ છે. મંત્ર એ માઈક્રો સર્જરી કરે છે. મંત્ર આપણા અવગુણો અને કષાયની સર્જરી કરે છે. મંત્ર આપણી નેગેટિવીટીને દૂર કરે છે. 

મંત્ર એ પ્રભુને પ્રેમ કરવાની, પ્રભુની ભક્તિ કરવાની માસ્ટર કી છે, પ્રભુના બનીને પ્રસન્ન રહેવાનો ઉપાય છે. 

જે પ્રભુના હોય તે સદા પ્રસન્ન હોય, 

જે પારકાના હોય તે સદા પીડામાં હોય. 

પ્રભુને પ્રાર્થના કરવાની હોય કે પ્રભુને પ્રેમ કરવાનો હોય? 

પહેલાં પ્રભુની આરાધના હોય કે પહેલાં પ્રભુને પ્રેમ હોય?

પ્રભુના દરબારમાં જઈને પ્રભુને તિલક કરવાવાળા, પ્રભુને વંદન કરવાવાળા, પ્રભુની સ્તવના કરવાવાળા પ્રભુને પ્રેમ કરવાવાળા હોય છે કે પ્રભુ પાસે સ્વાર્થથી જવાવાળા હોય છે? આજ સુધી પ્રભુ પાસે જઈને શું ક્યુર્ર્ં છે?

પ્રભુ પાસે માંગ્યું જ છે કે પ્રભુને આપ્યું છે? 

પ્રભુ એ જ હોય જેમની પાસે ક્યારેય માંગવું ન પડે. 

પ્રભુ એ જ હોય જે મન મનની વાત જાણનારા હોય. 

પ્રભુ એ જ હોય જે કહ્યાં વગર જ સમજી જાય!

આપણી ખોટ એ છે કે આપણે પરમાત્માને આપણા જેવા જ માનીએ છીએ અને એટલે જ આપણે પરમાત્માની પાસે હાથ લાંબો કરીએ છીએ. 

જે પ્રભુને પ્રેમ કરતાં હોય, એમણે ક્યારેય પ્રભુ પાસે હાથ લાંબો કરવો જ ન પડે અને જો હાથ લાંબો કરવો પડે તો સમજવું કે પ્રભુને પ્રેમ કરતાં નથી. 

પ્રભુ પાસે માંગવા નહીં, અર્પણ થવા જવાનું હોય. જે પ્રભુને પ્રેમ કરતાં હોય, જે પ્રભુના ચરણ અને શરણમાં સમર્પિત હોય, તેની સંપૂર્ણ જવાબદારી પ્રભુની હોય. તેના બધાં પ્રોબ્લેમ્સ સહજતાથી સોલ્વ થઈ જતાં હોય. 

જેની પાસે પ્રભુ હોય, તેની પાસે સઘળું હોય. 

એક રાજા હતો. એને ચાર રાણી હતી. એક દિવસ રાજાને પરદેશ જવાનું થયું. રાજાએ ચારે રાણીઓને પૂછયું, તમારા માટે શું લઈ આવું? 

પહેલી રાણીએ કહ્યું, ત્યાં કપડાં ખૂબ જ સરસ મળે છે, તમે મારા માટે સરસ મજાનાં કપડાં લઈ આવજો. 

બીજી રાણીએ કહ્યું, મારા માટે ઘરેણાં લઈ આવજો. 

ત્રીજી રાણીએ કહ્યું, મારા માટે એ દેશની જે પ્રખ્યાત વસ્તુઓ હોય તે લઈ આવજો. 

ચોથી રાણીએ કહ્યું, તમે વહેલા આવી જજો. 

થોડા દિવસ પછી રાજા પરદેશથી આવે છે. 

પહેલી રાણી માટે લાવેલાં કપડાં એના મહેલમાં મોકલાવે છે. બીજી રાણી માટે લાવેલાં ઘરેણાં એના મહેલમાં મોકલાવે છે. ત્રીજી રાણીની વસ્તુઓ એના મહેલમાં મોકલાવે છે અને પછી ઘણાં બધાં કપડાં, ઘરેણાં અને નવી નવી વસ્તુઓ લઈ રાજા ચોથી રાણીના મહેલમાં જાય છે. 

ચોથી રાણીએ કાંઈ જ ન હતું માંગ્યું છતાં તેને ત્રણે રાણીઓ જેવી વસ્તુઓ પણ મળી અને રાજા પણ મળ્યાં. 

જેની પાસે રાજા હોય તેની પાસે બધું જ હોય. 

જેની પાસે રાજા હોય તેને માંગ્યા વિના જ બધું મળી જાય. 

તેમ, જેની પાસે પ્રભુ હોય તેને ક્યારેય કાંઈ માંગવું ન પડે, છતાં બધું મળી જાય. 

બસ, પ્રભુને પ્રેમ કરતાં આવડવું જોઈએ અને પ્રભુને સોેંપતા આવડવું જોઈએ. એકવાર જે પ્રભુને સોેંપાય જાય છે તે હળવો ફૂલ થઈ જાય છે, તે નિશ્ર્ચિંત થઈ જાય છે. 

પ્રભુ જેમ રાખે, તે બધુ મંજૂર!! 

તું તારજે, તું ઉગારજે, તું રાખજે, તું સંભાળજે! 

મેેં મારું બધું તને સોેંપી દીધું છે. 

આપણે પ્રભુને માનીએ છીએ, પ્રભુને પૂજીએ છીએ, પ્રભુનું નામ લઈએ છીએ પણ પ્રભુને સોેંપતા આવડતું નથી. 

જે દિવસે સોેંપતા આવડશે, એ દિવસે સુખી થઈ જશો. 

પ્રભુના ચરણમાં માથું નમાવતા આવડે છે, પણ પ્રભુના ચરણમાં માથું મૂક્તાં નથી આવડતું. 

એક વાર જે પ્રભુના ચરણમાં માથું મૂકી દે છે, તેને ક્યાંય માથું મારવાની કે માથાકૂટ કરવાની જરૂર પડતી નથી. 

જે પ્રભુના હોય, તેના ચહેરા પર સદાય પ્રભુ જેવું સ્મિત હોય, પ્રભુ જેવી સૌમ્યતા હોય અને પ્રભુ જેવી પ્રસન્નતા હોય. 

જે દિવસે પ્રભુને પ્રેમ કરતાં થઈ ગયાં, તે દિવસથી તમારું ઘર પણ પ્રભુનું ઘર થઈ જશે. જે ઘર પ્રભુનું ઘર હોય એ ઘરમાં પ્રેમ અને પ્રસન્નતા હોય, એ ઘરમાં પાવનતા હોય, એ ઘરમાં ભાર ન હોય!!

પ્રભુને એવો પ્રેમ કરો કે, તમારા મુખમાંથી નીકળતાં દરેક શબ્દ મંત્ર બની જાય. તમારા ભાવમાં, તમારી ભક્તિમાં, તમારી શ્રધ્ધામાં પ્રભુ પ્રેમ ભેળવી ધ્યો. એ તમારી તાકાત બની જશે. એ મંત્ર એક સૂક્ષ્મ શક્તિ બની જશે અને એ શક્તિથી જ્યારે અશક્ય પણ શક્ય બની જાય છે ત્યારે લોકો એને ચમત્કાર માને છે. કેમકે સૂક્ષ્મ શક્તિની અસર જ એવી હોય છે. 

ભોપાલની એક ફેકટરીમાંથી વર્ષોે પહેલાં ગેસ લીકેજ થયો હતો પણ એના રેડિએશન્સની અસર આજે પણ વાતાવરણમાં જણાય છે. જાપાનના હિરોશીમા-નાગાસાકી પર એટમ બૉમ્બ ફેેંકાયો હતો અને બધું તારાજ થઈ ગયું હતું, તેના રેડિએશન્સ્ની અસર પણ હજુ વાતાવરણમાં ફેલાયેલી છે. 

જેમ અણુ બૉમ્બ નેગેટીવ ઈફેકટ કરે છે, તેમ મંત્ર પોઝિટીવ ઈફેકટ કરે છે. આ ચમત્કાર નથી પણ સાઈન્ટીફીક છે. જેને એક વાર રેઈઝ, વેવ્ઝ, ઓરા, એનર્જી અને વાઈબ્રેશન્સ્ની પરિભાષા સમજાય જાય તેને માટે સહજ થઈ જાય. 

માનો કે, તમારી પાસે કોઈ સદ્ગુરુ કે સત્પુરુષની આત્મસાત કરેલ મંત્રથી અભિમંત્રિત માળા છે, જેના કારણે તમારા ઘણાં ન ધારેલાં કાર્યોે થઈ જાય છે, તમારી રક્ષા થાય છે, તમને માન-સન્માન મળે છે. 

તો એનું કારણ શું હોય છે??

તો એ હોય છે તે સદ્ગુરુનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, શ્રધ્ધા, ભક્તિ અને સમર્પણતા, જેના કારણે એના શબ્દો મંત્ર બની જાય છે, એના વચન સિધ્ધ થઈ જાય છે અને એ આત્મસાત કરેલ મંત્રનો બ્રહ્મધ્વનિ, એ નાદ, એ સાદના તરંગો એ માળામાં પ્રવાહિત થાય છે, પછી એ માળા જ્યાં જેની પાસે હોય ત્યાં આસપાસમાં એ ધ્વનિના તરંગોની અસર પ્રસરે છે, એ મંત્રની સૂક્ષ્મ શક્તિ વેવ્સ રૂપે પ્રસરે છે અને એ વેવ્ઝ તમારી આસપાસ આવતા નેગેટીવ અને અશુભ તત્ત્વોને દૂર કરી તમને સપોર્ટ કરે છે. 

એવા કેટલાય પ્રસંગો જોયા છે, જેમાં જબરદસ્ત એક્સિડન્ટ થયો હોય. છતાં જેમની પાસે 'માળા' હોય એ વ્યક્તિ આબાદ બચી ગઈ હોય. કોણે એને બચાવ્યા હોય, એ જ માઈક્રો એનર્જી, સૂક્ષ્મ શક્તિ!! 

એવા કેટલાંય લોકો છે જે કહે છે, મંત્રના જાપ પછી, પરમાત્માની સ્તુતિ કરવાથી મારી લાઈફમાં ચેઈન્જિસ આવી ગયાં છે, મારા સ્વભાવમાં ફરક આવી ગયો છે. લોકો હવે મને પ્રેમથી બોલાવે છે, મારો એટિટયુડ પોઝીટીવ થઈ ગયો છે. 

મંત્રના પ્રભાવથી ઓરા શુભ થવા લાગે છે. ભાવ શુભ થવા લાગે છે, વિચારો શુભ થવા લાગે છે. 

પ્રભુને માત્ર માનો જ નહીં, પ્રભુની માત્ર પૂજા જ ન કરો. પ્રભુને પ્રેમ કરોે અને પ્રભુને સોેંપતા શીખી જાવ. 

સુખી થવાનો આ જ શ્રેષ્ઠ માર્ગ છે. સિધ્ધ થવાનો આ જ એકમાત્ર માર્ગ છે. 

પ્રભુને પ્રેમ કરવો એ જ ધર્મ છે અને એના જેવો ઉત્તમ બીજો કોઈ ધર્મ નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment