Friday, 6 November 2015

[amdavadis4ever] રોજ એક કલાક આપણે માટે જ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે સ્વજનો વાતવાતમાં કહે છે : એમણે બરાબર સવા પાંચ વાગે શ્વાસ મૂક્યો. એવું કહેવાયું છે કે રોજ આપણે લગભગ 21,600 વાર શ્વાસ લઈએ છીએ. મનુષ્ય પોતાના એંસી વર્ષના જીવન દરમિયાન લગભગ છ કરોડ અને વીસ લાખ વાર શ્વાસ લેતો હોય છે. મનુષ્યનું જીવન કેટલાક શ્વાસોનું બનેલું છે એવી પણ માન્યતા છે. શ્વાસ ખૂટતા લાગે ત્યારે ગમે તેટલો માલદાર માણસ કરોડ રૂપિયા ખર્ચીને પણ એક વધારાનો શ્વાસ પ્રાપ્ત કરી શકતો નથી. શ્વાસ જીવનસ્ત્રોત છે. જેમ સૂર્યના કિરણને સૂર્યથી વિખૂટું ન પાડી શકાય, તેમ પ્રાણીને મહાપ્રાણથી વિખૂટું પાડી શકાતું નથી. આપણે આપણા શ્વાસ થકી કોઈ રહસ્યમય મહાસત્તા સાથે પ્રતિક્ષણ જોડાયેલા છીએ. જીવતા હોવું એટલે જ જોડાયેલા હોવું!
શ્વાસાનુભૂતિ માટે એ પ્રયોગ કરવા જેવો છે. નદીમાં કે સ્વિમિંગપુલમાં એકાદ મિનિટ માટે ડૂબકી માર્યા પછી પાણીની સપાટી પર ડોકું બહાર કાઢવામાં બને તેટલો વિલંબ કરવાનું રાખવું. બહાર નીકળતાં પહેલાંની છેલ્લી પાંચ-સાત સેકન્ડ દરમિયાન જે છટપટાહટનો અનુભવ થાય તે અત્યંત મૂલ્યવાન છે. કોઈ મિત્ર આપણું ડોકું પાણીમાં ઉપરથી દબાવી રાખે ત્યારે પૂરી તાકાતથી આપણે એના હાથને હટાવી દઈને ઉપર આવવા માટે જોર કરીએ છીએ. એ જોર આપણામાં રહેલી પ્રબળ જિજીવિષાનો તરફડાટ છે. ડૂબકી માર્યા પછી એકાદ મિનિટ બાદ સમજાય છે કે શ્વાસ છે તો જીવન છે. ઈશ્વરની કૃપા છે કે માણસ આપોઆપ શ્વાસ લે છે અને છોડે છે. જો એવી રચના પ્રભુએ કરી ન હોત તો કેટલાક માણસો શ્વાસ લેવાનું પણ ભૂલી જાત! શ્વાસ વગર જીવવાનું શક્ય નથી, તોય શ્વાસ પ્રત્યે મનુષ્ય લગભગ લાપરવાહ છે. ભારત તરફથી દુનિયાને અનેક મૂલ્યવાન બાબતો પ્રાપ્ત થઈ છે. એમાં સૌથી મૂલ્યવાન ભેટ છે. પ્રાણાયામ. પતંજલિએ પ્રચલિત કરેલા અષ્ટાંગયોગ (રાજયોગ)માં પ્રાણાયામનું સ્થાન છે.
આપણી જીવાદોરી ઑક્સિજન છે અને એને માટેનો ભારતીય પર્યાય છે : प्राणवायु. યોગીઓ પ્રાણાયામની તાલીમ આપતી વખતે કહે છે : હવે 'પ્રાણ' અંદર લો. ઑક્સિજન જેવા પ્રાણદાયી વાયુને આપણે ત્યાં સાક્ષાત્ પ્રાણનો દરજ્જો મળ્યો છે. એ જ રીતે પ્રાણશક્તિ સાથે પ્રાણબ્રહ્મનો અનુબંધ રચાયો છે. પ્રાણશક્તિ સ્થૂળ નથી. એની સૂક્ષ્મ કક્ષાએ સંકલ્પશક્તિ (Volition) પ્રગટ થાય છે. નબળી સંકલ્પશક્તિ (વિલ પાવર) ધરાવનાર ઢીલા માણસને 'મંદપ્રાણ' કહેવામાં આવે છે. મક્કમતા, પહેલ કરવાની તત્પરતા (ઈનિશિયેટિવ) અને ધ્યેયલક્ષિતા માટે સંકલ્પશક્તિ જરૂરી છે. જાણકારો કહે છે કે શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો ગાળો અત્યંત મહત્ત્વનો છે. એ સમયગાળામાં સતત દોડતું મન સ્થિર થઈ શકે, તો ઘણો લાભ થઈ શકે. દેહમાં રહેલા પાંચ પ્રાણવાયુને પ્રાણ-અપાન-સમાન-વ્યાન-ઉદાન કહે છે. જીવનમાં છીછરાપણું પ્રવેશી જાય તે સાથે આપણા શ્વાસ-ઉચ્છવાસ પણ ઊંડાણ ગુમાવતા રહે છે. એવું ન બને તે માટે જરૂર છે. ઊંડા શ્વાસનું મહત્ત્વ સમજવાની.
શ્વાસાનુભૂતિ એ જ પ્રાણાનુભૂતિ! ઊંડા શ્વાસ વારંવાર લેનારને રોકડો લાભ થાય છે, તેવો સૌનો અનુભવ છે. ફેફસાંમાં પ્રવેશેલો પ્રાણવાયુ કેટલો ઉપકારક છે તેનો ખ્યાલ અનુભવીને આવી જાય છે. કોઈ પણ દેશની પ્રગતિ એ દેશના નાગરિકોની સરેરાશ પ્રાણશક્તિ પર આધાર રાખે છે. પ્રાણશક્તિનું સૂક્ષ્મીકરણ સંકલ્પશક્તિ દ્વારા પ્રગટ થાય છે. આજની દુનિયામાં સૌથી વધારે પ્રભાવશાળી સંકલ્પશક્તિનો પરચો ઈઝરાયલે બતાવ્યો છે. જે દેશમાં પ્રાણાયામ, ધ્યાન અને યોગનો મહિમા સદીઓથી થતો રહ્યો છે. ભારતમાં ગરીબી ટકી છે તેનું ખરું કારણ પ્રાણશક્તિ અને સંકલ્પશક્તિ ઓછી પડી તેમાં રહેલું છે. આપણે ત્યાં ગૃહસ્થજીવન માટે 'ગૃહસ્થાશ્રમ' શબ્દ પ્રયોજ્યો છે. બન્યું એવું કે આપણા ઘણા આશ્રમોમાં સંસાર પેસી ગયો, પરંતુ સંસારમાં આશ્રમજીવનનો પ્રવેશ ન થયો! સંસાર છોડ્યા વગરનો ધર્મોદય અત્યંત મહત્ત્વનો છે. શ્વાસાનુભૂતિ માટે ધ્યાનસ્થ ચિત્તે શ્વાસ-ઉચ્છવાસને સાક્ષીભાવે નીરખવાના છે. પ્રાણશક્તિની માવજત માટે રોજ એકાદ કલાક જુદો ફાળવવા માટે સાધુ થવાનું અનિવાર્ય નથી. આપણે અસાધુ ન થઈએ તોય ઘણું! આપણા 'શ્વાસોચ્છવાસનો સ્વામી' એમાં રાજી રાજી! કવિ હરીશ મીનાશ્રુની પંક્તિઓ બાકી બધી વાત કહી દેશે :

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment