Thursday, 5 November 2015

[amdavadis4ever] તડકભડક - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા

ગુરુત્વાકર્ષણના નિયમો જેણે શોધ્યા એ વૈજ્ઞાાનિક સર આયઝેક ન્યૂટન મૃત્યુ પામ્યા ત્યારે એમનો મૃતદેહ વેસ્ટમિન્સ્ટર એબીના જેરુસ્લેમ ચેકબરમાં અંતિમદર્શન માટે રાખવામાં આવ્યો હતો. ન્યૂટનની અંતિમયાત્રામાં લોર્ડ હાય ચાન્સેલર, બે ડયુક્સ અને ત્રણ અર્લ્સ સહિત સમાજના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા લોકો સામે હતા. ઈ ઈઝ ઈક્લલ ટુ એમસીસ્કેવર સૂત્ર દ્વારા વૈજ્ઞાાનિક જગતમાં છવાઈ ગયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈન જે દિવસે ગુજરી ગયા એ જ બપોરે, બાકીના જગતને આ સમાચાર પહોંચે તે પહેલાં જ, એમના મૃતદેહને ટ્રેન્ટનના સ્મશાનમાં અગ્નિદાહ આપી દેવાયો. તે વખતે ગણીને બાર જ લોકો હાજર હતા. આઈન્સ્ટાઈનનાં અસ્થિને નજીકની ડેલાવેર નદીમાં વહાવી દેવામાં આવ્યા.
જેમને કામ કરવું છે, સારું કામ કરવું છે, પોતાની રીતે કામ કરવું છે અને પોતાની રીતે જીવવું છે તેઓ ક્યારેય બીજાઓ આગળ 'સારા દેખાવાની' કોશિશ કરતા નથી. એમને ક્યારેય ચિંતા હોતી નથી કે, મારા મર્યા પછી લોકો મને યાદ રાખશે કે નહીં. પ્રસિદ્ધિ, ખ્યાતિ,ર્કીિત જે નામ આપો તે - આ બધું ફેક છે. પ્રસિદ્ધિ અને ર્કીિત વચ્ચે તફાવત છે એવું કેટલાકનું કહેવું છે પણ એ તફાવત પણ ફેક છે, મનને મનાવવા માટેનો છે. થોડીક ઓળખાણો, થોડુંક નેટર્વિંકગ અને થોડાક લોકો માટે ન કરવા જેવાં કામો કરીને આ દુનિયામાં કોઈ પણ માણસ ફેમસ થઈ શકે છે. છાપામાં રોજ ડઝનબંધ માણસોને આવી ફેમ મળતી રહે છે, એમના ફોટા-એમનાં નામ છપાતાં રહે છે. એવી કૃતક ખ્યાતિમાં મહાલતા રહેનારાઓની ઘણી મોટી ફોજ છે આપણા સમાજમાં, દરેક સમાજમાં, નવટાંક દારૂ પીને પા શેરની ધમાલ કરનારાઓનો તોટો નથી આ દુનિયામાં.
જેમની પાસે જીવવા માટેનું ચોક્કસ લક્ષ્ય છે એમને જીવતેજીવ કોઈ પબ્લિસિટી મળે છે કે નહીં, કોઈ પોતાના કામને રેકગ્નાઈઝ કહે કે નહીં, કોઈ પોતાનાં વખાણ કરે છે કે નહીં, કોઈ બિરદાવે કે નહીં એની કશી પડી હોતી નથી. તેઓ ચૂપચાપ પોતાનું કામ કરતા રહે છે. તેઓ 'સંબંધો સાચવવામાં' સમય વેડફવાને બદલે પોતાના કામમાં ગળાડૂબ રહેતા હોય છે. એમને ખબર છે કે, દરેક વ્યક્તિ પાસે રોજના ચોવીસ જ કલાક છે અને દરેક વ્યક્તિ પાસે નિશ્ચિત આયુષ્ય છે. શાયર મરીઝે કહ્યું હતું એમ- એક તો ઓછી મદિરા છે અને ઉપરથી ગળતો જાય છે. જિંદગીમાં દરેકની આ જ દશા છે. કેટલું બધું કામ કરવાનું છે અને એ કરવા માટે કેટલો ઓછો સમય બાકી રહ્યો છે. કેટલાં વર્ષ બાકી છે તમારી જિંદગીનાં? તમે કોલેજમાં ભણતા હશો તો હજુ એંશી વર્ષની જિંદગી છે, બીજાઓ માટે સિત્તેર,પચાસ,ત્રીસ કે વીસ વર્ષ બાકી હશે. આનંદે બાબુ મોશાયને ભલે કહ્યું કે, જિંદગી લાંબી નહીં, બડી હોની ચાહિયે. હું માનું છું કે બડી તો હોવી જ જોઈએ,લંબી પણ હોવી જોઈએ. પણ લંબી હોઈ હોઈને કેટલાં વર્ષની હોય? ખુશવંત સિંહ જેવા નસીબદાર આયુષ્યનાં નવ્વાણું વર્ષ પૂરાં કરીને આ દુનિયા છોડી જાય અને છેલ્લા દિવસોમાં પણ કામ કરતા રહે. પણ લાંબુ જીવવું આપણા હાથમાં નથી, બડું જીવવું આપણા હાથમાં છે. તમામ તરીકાઓથી આરોગ્યમય જીવન જીવનારાઓને ભરયુવાનીમાં ટપકી જતા તમે જોયા છે અને રોજ બે પેગ પીનારાઓને ૯૯ વર્ષ સુધી કામ કરતા મેં જોયા છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment