Sunday, 27 September 2015

[amdavadis4ever] છોકરીઓની આક ્રમકતાને ના નપણથી જ દબા વી દેવાય છે

 


'કેમ? આપણે કોઈ ભાઈબાપ (કે દીકરા) નથી?' દસ-પંદર દિવસ અગાઉ મેનકા ગાંધીએ બકવાસ કર્યો ત્યારે આવો વિચાર આવ્યો. એમણે કહ્યું કે પુરુષો માટે જેંડર-સ્ત્રીપુરુષ અંગેની સામાજિક ભેદભાવ વૃત્તિ-ટ્રેઇનિંગ જરૂરી છે કેમ કે બધી હીંસા એમના દ્વારા થતી હોય છે, આવું બોલાય? ગુંડા ગંદી ગાળ બોલે ત્યારે કોઈ કોઈ કહે છે કે કેમ તારે માબહેન નથી? અર્થાત્ તું તારી મા કે બહેનની ઈજ્જત કરતો હોય તો કોઈ સ્ત્રી જોડે આવું અભદ્ર વર્તન કરે? (જોકે ગુંડા થોડી એમની માબહેનની ઈજ્જત સાચવતા હોય?) તો પછી બધ્ધેબધ્ધા પુરુષોનો આમ કાંકરો કાઢી નાખો ત્યારે પોતાના ભાઈ, બાપ કે દીકરા કેમ યાદ નથી આવતા?

હિંસાને સમજતા, એનું વિશ્ર્લેષણ કરતા અને એ દૂર કરવા કામ કરતા લોકો ભારે અટપટા અભ્યાસ કરે છે. ચર્ચાવિચારણા યોજે છે, હુલ્લડદંગા વખતે શાંતિ સ્થાપવા બહાર પડે છેે અને યુદ્ધનો વિરોધ કરે છે. આ લોકોને પણ હિંસાના વિવિધ પાસાં પૂરા સમજાતાં નથી તો મેનકાબહેન જેવાં નેતાઓ કયા બોધ્ધિવૃક્ષ નીચે બેસી આવે છે કે એમને સીધું જ્ઞાન ફૂટી આવે છે? કે પછી નેતા હોય તે જ જ્ઞાની? એ સાચી વાત છે કે હત્યારાઓ મોટે ભાગે પુરુષો જ હોય છે પણ એનાં ઘણાં આર્થિક, સામાજિક અને રાજકીય કારણો હોય છે. લડાઈઓ કરવા કરાવવામાં પુરુષો જ મોટે ભાગે જવાબદાર હોય છે તેની ઈતિહાસ સાક્ષી પૂરે છે. આની પાછળ પણ સત્તાના ખેલ હોય છે. ઘણાં બધાં પરિબળોને લીધે પુરુષો માત્ર રાજકીય જ નહીં, પણ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને પારિવારિક કક્ષાએ પણ સત્તા ભોગવે છે. પોતાની સત્તાને જાળવી રાખવા સત્તાસ્થાને બિરાજેલાં સૌ કોઈ સ્ત્રીપુરુષ હિંસાનો સહારો લે છે, પછી તે ધોલધપાટ હોય, બીજી કોઈ આકરી સજા હોય, બળાત્કાર હોય, મકાન-દુકાન બાળી નાખવા જેવી વાત હોય કે હત્યા હોય. સત્તાસ્થાને પુરુષો વધારે પડતા પ્રમાણમાં હોવાથી ત્યાં હિંસકતા કોઈ ને કોઈ સ્વરૂપે જોવા મળે છે. સાસુ કે નણંદ સીધી કે આડકતરી રીતે ઘરની વહુને હિંસાનો ભોગ બનાવે તો 'સ્ત્રીની દુશ્મન સ્ત્રી' જેવી વાહિયાત દલીલ ન કરાય પણ સત્તાના સંબંધની દૃષ્ટિએ જોવાય. જે ઘરમાં વહુનું ચલણ વધારે હોય ત્યાં સાસુની સ્થિતિ દુ:ખદ હોય એવું જોવા મળી શકે છે. 

પ્રાગૈતિહાસમાં એટલે કે ગુફામાનવના સમાજમાં જે કોઈ માનવજીવન હતું તેમાંથી એક માન્યતા એવી પ્રગટી છે કે પુરુષો શિકાર કરતા, ટોળકીઓમાં રહેવાની પ્રથા આવી ત્યારે પુરુષો સૈનિક હતા અને તેથી એમનામાં હિંસાવૃત્તિ સહજ બની. ધારો કે એમ હોય તો પણ એનું આટલા વર્ષે હવે શું છે? બધા પુરુષો ક્યારેય સૈનિક નહોતા. યુદ્ધકાળ ન હોય ત્યારે સૌ કોઈ ખેતી કે પોતપોતાનો હુન્નર કરતાં. સ્ત્રીઓ પણ આ બધું કરતી. આમાંથી હિંસા નીપજે એવા કેટલાક પુરાવા આપણી પાસે છે! બીજા વિશ્ર્વયુદ્ધમાં લાખો પુરુષો લડવા ગયેલા, એ સૌ શું હિંસક બની ગયેલા? પોલીસમાં મહિલાઓ હોય તો એ પણ ગાળો બોલે છે અને દંડા ચલાવે છે. પુરુષોને નાનપણથી જ જાણે તાલીમ અપાય છે કે એમણે અક્કડ ચાલવાનું, બહાદુરી બતાવવાની અને હુમલાથી બચાવ કરવાનો એટલું જ નહીં, પણ હુમલા પોતે પણ કરવાના. ગંદી ગાળો બોલવામાં કેટલાકને મરદાનગી લાગે છે. પણ સિગારેટ પીવામાં, ગાળો બોલવામાં કે બાયડી ને બે ધોલ મારીને સીધી કરવામાં મરદાનગી છે એવું તેઓ મિત્રવર્તુળમાંથી કે પરિવાર કે પાડોશમાંથી જ શીખે છે. કોઈ છોકરો જનમથી ગાળો બોલતો બોલતો પ્રગટતો નથી. મારામારી કરતો એ પાપા પગલી ભરતો નથી. કોઈકમાં આક્રમકતા હોય છે બાળપણમાં. છોકરામાં હોય તો તેને પ્રોત્સાહન પણ મળે છે. છોકરીમાં હોય તો એને દાબી દેવાના પ્રયાસ થાય છે. સત્તાથી દૂર રહેવાના છોકરીઓ કે સ્ત્રીઓને ફાયદા છે, મોટે ભાગે તેઓ હિંસક બનતી નથી. 

મેનકા ગાંધીએ એક વાત સારી કહી કે જે છોકરીઓ જેંડરને પાર કરતા હોય, છોકરીઓને મદદરૂપ થતા હોય એમને વિશેષ મોભો આપવો જોઈએ. આ અત્યંત મહત્ત્વની વાત છે. દસ દિશાએ છોકરાઓને એક સેન્સ ઓફ એન્ટાઈટલમેંટ મળતી હોય છે. એમનામાં દૃઢ માન્યતા રોપાતી હોય છે કે પોતાને ???? થવાનો, છોકરીઓને રંજાડવાનો કે વધુ ભાગ મેળવવાનો હક છે. આને કારણે છોકરીઓ માટે હવે વધુને વધુ યોજનાઓ બની રહી છે, છોકરીઓના વિકાસ અને સામર્થ્ય માટે મહેનત કરતી બહેનો જોડે સહકાર આપવાનું બન્યું ત્યારે અમે એક પોલિસી બનાવી. ઝૂંપડપટ્ટીઓમાં વસતી છોકરીઓ માટે જીવનકૌશલ્યો શીખવવાની આ કદાચ પહેલ થઈ હતી. છોકરીઓ માટે મોબાઈલ લાઈબ્રેરી, કમ્પ્યુટરના વર્ગો, શેરીનાટકની તાલીમ, ફોટોગ્રાફી, જાહેર વક્તવ્ય, સ્થાનિક નેતાઓની મુલાકાત વગેરે શરૂ કર્યું ત્યારે એમ થયું કે ગરીબ વર્ગના છોકરાઓ પણ ગરીબ જ છેને! એમની અવગણના કરાય? બીજી બાજુ ગરીબોમાં પણ પોષણ આરોગ્યસેવા, શિક્ષણની તક વગેરે છોકરાઓને જ વધુ મળે છે, જેના આંકડાઓ જાહેર છે. નક્કી કર્યું કે સ્કોલરશિપ આપવાનું શક્ય હોય તો તે છોકરીઓને આપવી પણ લાઈબ્રેરીનાં પુસ્તકો કે કમ્પ્યુટરો છોકરાઓ પણ વાપરે તો શું ઘસાઈ જવાનાં છે? છોકરીઓને નેતૃત્વ તાલીમ આપવી હોય તો સ્ત્રી-પુરુષ બંને હોય તેવા સમાજ માટે આપવાની હોય, ભલે એ લોકો ભેગાં નાટકો કરે કે પત્રિકા લખતા શીખે. બીજું એ કે નાની વયે પણ દીકરાનું ઘરમાં વધારે ચલણ હોઈ શકે છે. અમારી સીમાને નવમીની પરીક્ષા પછી બિહારના ગામડે લઈ ગયેલા અને એક મેટ્રિક ફેઈલ જોડે પરણાવવાના હતા. જૂન, જુલાઈ ને ઓગસ્ટ ગયો. દસમીનો અભ્યાસ બગડતો હતો, પણ સીમાની એક ચાલી નહીં. છેલ્લે એના દસ વર્ષના ભાઈએ પિતાને સમજાવ્યા કે સીમા તો હવે મેટ્રિકમાં આવી ગઈ, હોશિયાર છે ને આની જોડે પરણાવાય? એની વાત પિતાએ માની! સીમા અત્યારે બી.એ.ના છેલ્લા વર્ષમાં છે. જોડે એક મોલમાં કામ કરે છે, તેજસ્વી છે. પગાર હમણાં જ તેર હજાર થયો. ભાઈઓ મદદ કરે તો બહેનો આગળ વધી શકે, ગલીના ને વસ્તીના છોકરાઓ સાથ આપે તો છોકરીઓ સલામત રહે. એમાં જ છોકરાઓનો પણ વિકાસ થાય છે. આ બાબતમાં ઘણું બધું હવે બને છે તે વિશે ક્યારેક ફરી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment