Wednesday 30 September 2015

[amdavadis4ever] આપણે ગાંડા, મેડ કે સનક ી હોવાનું ભ ૂલી ગયા છીએ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: આપણે એ યુગમાં જીવી રહ્યા છીએ, જયાં પોલીસ 

કરતાં જલદી પિઝા આવી પહોંચે છે! (અજ્ઞાત) 


નિર્દોષ ગાંડપણ, મેડનેસ હોવા માટે મુમ્બૈયા ભાષામાં માઇન્ડ બ્લોવિંગ શબ્દ છે: સનકી! સનકમાં હિંસક ગુસ્સો નથી, પાગલપન નથી. એ બોરિંગ જીવનમાં આવતો એક મસ્ત ઝટકો કે નશો છે! જાણેઅજાણે આપણે સૌ થોડા ઘણા સનકી છીએ.. પણ સાચો 'સનકી' કયારેય અંદરની 'મેડનેસ'ને ઓળખી નથી શકતે. ચાલા, શોધીએ આપણી અંદર કેટલી 'સનક' છે. કેટલાક મખમલી મિજાજવાળાં હળવાં ફૂલ છે સવાલો વાંચો. જવાબો તમારે ખુદને દેવાનાં અને અંતે તમને ખબર પડશે કે તમે ખરેખર સનકી છો કે નહિં? દરેક સવાલનો એક માર્ક. તો, રેડી? 

૧. સવારે બ્રશ કરતી વખતે આયનાને જોઇને એમ થાય છે કે આવું જ કાલે પણ થયું હતું? જિંદગી શુ એકધારી રીપીટ થઇ રહી છે? (હા- હોય તો એક માર્ક, 'ના' હોય તો ઝીરો માર્ક, એ રીતે આગળ વધો).

૨. તમે કયારેય જાહેર બાથરૂમની દીવાલ પર, થિયેટરની ભીંત પર પર કે અવાવરૂ કિલ્લા પર તમારું નામ લખો છો?

૩. ટાઇમપાસ માટે, ભીડ ભરેલા રોડ પર તમે અચાનક, સાપ પકડતા એવી બૂમાબૂમ કે એક્ટીંગ કરીને આજુબાજુવાળાને ડરાવો છો?

૪. તમને તમારી જૂની ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ મળે અને જે હવે પરણેલ છે તો એનાં માસૂમ બાળકને જોઇને ઈમોશનલ થઇ જાઓ છો?

૫. એ જ રસ્તા પર તમે તમારી જૂની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડના પતિ/પત્નીને જુઓ તો એને ટપલી મારવા લલચાઇ જાઓ છો?

૬. તમે તમારાથી ઉમ્મરમાં, લાયકાતમાં બધી રીતે નાની મામૂલી વ્યકિતને પીઠ થાબડીને ખુલ્લાં દિલથી અભિનંદન આપ્યા છે?

૭. તમારી બાળપણની સ્કૂલની ગલીમાં કારણ વિના અડધી રાતે ચક્કર મારવા જઇને ગળગળા થઈ જાવ છો?

૮. ગાંધીજીની વિનોદવૃતિ-એ વિષય પર, તમારા બાબા/બેબીને નિબંધ માટે મળેલા ઇનામની વાત, ઓફિસમાં, મિત્રવર્તુળમાં વારેવારે હરખાઇને કહો છો?

૯. તમે આયનામાં ખુદને-યુ આર ધ બેસ્ટ!-એમ કહયું છે?

૧૦. તમે સ્વીમીંગ પૂલ પર કોઇ બીકીનીધારી છોકરીને બિન્દાસ ધક્કો માર્યો છે?

૧૧. તમે કયારેય જૂઠ્ઠી લબાડ વ્યકિતને તમારા સાચ્ચા નામે ધમકાવીને પત્ર લખવા માટે સમય વેડફયો છે?

૧૨. તમે છાપામાં આવતી સેકસ વિષયની કોલમોને સિરિયસલી લો છો?

૧૩. તમારા જન્મસ્થળનો ઉલ્લેખ કોઈ નાટક, સિનેમા કે ટી.વી. સિરિયલમાં થાય ત્યારે હરખાઈ ઉઠો છો?

૧૪. તમારી નવી કારમાં મોટેથી મ્યુઝિક વગાડીને પાડોશીને ડિસ્ટર્બ કરવામાં વેજિટેરિયન થ્રીલ અનુભવો છો?

૧૫. કોઇ પોશ ઓફિસમાં કે ફાઇવ સ્ટાર હોટેલમાં,ગોળ ગોળ ફરતાં કાચનાં દરવાજાને જોરથી ધક્કો મારીને, બે-ત્રણ આંટા ખવડાવો છો?

૧૬. કોઈ પ્રસિદ્ધ વ્યકિતના ઓટોગ્રાફ લેવા જઇને પછી "એક્સકયુઝ મિ, તમે શું કામ કરો છો? -એમ કહીને એની મજાક ઉડાવો છો?

૧૭. તમે પોતે ભલે, ગુજરાતનાં ગામડામાં કે મુંબઇની ચાલમાં બેઠા હો પણ ઇન્ટરનેટની માહિતીઓ વાંચીને સત્યજિત રેથી માંડીને ઓબામા સુધી કોઇપણ વીશે બેફામ કોમેન્ટ કરીને ખુશ થાઓ છો? 

૧૮. તમે ૫ મિનિટ પતંગ ચગાવવા માટે ૨૫ વરસ જૂના પાડોશી સાથે ૫ કલ્લાક ઝઘડો કરી શકો છો?

૧૯. તમે ફેસબૂક પર રાજકીય ચર્ચામાં કરવામાં કે ટી.વી. પર કોઇ ટોક-શો જોઇને ઉશ્કેરાઇ જવાની મુગ્ધતા જાળવી શકયા છો?

ઇન્ટરવલ:

યે ચાંદ હમારા ક્યા લગતા હૈ?

સારી રાત ક્યૂં જાગતા રહતા હૈ? (લેખક પોતે)

૨૦. તમે કયારેય,અનેક હપ્તા સુધી ચાલતી ધારાવાહિક સિરિયલના પાત્રોને જીવાડવા, કોઇ મંદિરે ચાલીને જઇને પ્રાર્થના કરીને ટાંટિયાની કઢી કરી છે?

૨૧. તમે સેકસ કૌભાંડમાં સપડાયલી વ્યકિત માટે અંદર ખાને-હશે, આફટર ઓલ આ પણ એક માણસ છે. એમ કહીને માફ કરવાની ઉદારતા ધરાવો છો?

૨૨. પાર્ટીમાં તમારાં મિત્રો વચ્ચે કોમવાદી કે નીતિવાદી ચર્ચા ચાલતી હોય ત્યારે ઉશ્કેરાઇને ઉભા થઇને જતા રહો છો?

૨૩. તમે મસ્ત મૂડમાં કયારેય ભીના ટુવાલાથી મિત્રને કે તમારા બાળકને કે કોઇને પણ ફટકાર્યો છે?

૨૪. તમે ઓશો રજનીશને કે એવા કોઇ ક્રાન્તીકારી વિચારકને વાંચ્યા વિના ગાળો આપી શકવાની માનસિકતા ધરાવો છો?

૨૫. તમે લંગોટિયા મિત્રને ત્યાં રાત્રે બે વાગે, વરસો જૂની નાની અમથી વાત યાદ આવતા બાઝવા ઝઘડવા ગયા છો?

૨૬. તમે ગુજરાતી ગરબા એટલે જ બેસ્ટ મ્યુઝિક કે સૌરાષ્ટ્રની લોકકથાઓ જ ઉત્તમ સાહિત્ય એમ માનીને એને ભકિતભાવે વખાણ્યા કરો છો?

૨૭. તમે ૩૫-૪૦ના થઇ ગયા હો તો યંગ જનરેશન સામે યંગ કે કૂલ દેખાવા માટે, વાતવાતમાં' ઓહ યા', હાય ડયુડ -બોલી ને અમેરિકન સ્ટાઇલ મારો છો?

૨૮. તમે માનો છે કે ખાનગીમાં તમારાં મોટાભાગનાં પુરુષો/સ્ત્રી મિત્રો,તમારે મોઢે રોમેન્ટીક વાતો કે નોનવેજ ટૂચકા સાંભળવા 

માગે છે?

૨૯. તમે મફત એન્ટ્રીવાળાં સાહિત્યિક સમારોહ કે ભજન કાર્યક્રમોમાં સીટ પકડવા વહેલાસર પહોંચી જાવ છો?

૩૦. તમાંરુ પોતનુ વજન ૭૫ -૮૫ કિલો હોય ને તોય તમે હીરો-હીરોઇનોના સિન્થેટીક સૌંદર્ય વિશે ચિંતા કરો છો?

૩૧. તમે ધોની કે વિરાટ કોહલી કે સાનિયા મિર્ઝા જેવાં ખેલાડીઓની સિદ્ધિઓ જોઇ ને ખુશ થઇ આખા મહોલ્લાનાં બાળકોને ચોકલેટ કે કેક ખવડાવી છે.

૩૨. તમારા સંતાનને સારાં માર્ક આવ્યા હોય તોય મેડિકલ કે એન્જિનિયરિંગમાં મોકલવાને બદલે ચિત્રકાર કે ક્રિકેટર કે કવિ થવા પ્રોત્સાહન આપી શકો છો?

૩૩. તમે બેગમ અખ્તર કે જગજિત ના અવાજમાં સો વાર સાંભળેલી ગઝલને કે ૧૦૧મી વાર ફરી ફરીથી સાભંળીને એટલી જ નિર્દોષતાથી રડી શકો છો? 

૩૪. તમે સાવ અજાણી વ્યકતિને ચોંકાવવા જાણીબૂઝીને રોંગ નંબર લગાડીને -આય લવ યુ કહ્યું છે? 

૩૫. તમે તમારી ડાયરીમાં સારી સારી વાતો લખવા,એક આખો દિવસ મનગમતાં પાપથી બચો છો? એક દિવસ આદર્શ જીવન વિતાવો છો?

૩૬. તમે તાશપત્તાનું ત્રેપનમું પાનું બનીને એકાંતમાં નાચ્યાં છો?

૩૭. તમે ગુસ્સામાં કયારેય ભગવાનથી સાચ્ચા દિલથી કિટ્ટા કરી છે?

૩૮. તમે જૂના પ્રેમ પત્રો વાંચીને મનમાં ને મનમાં મલકો છો? 

...યારો, જો તમારા જવાબ ૫૦% થી વધુ 'હા'માં હોય તો તમે ભરપૂર દિવાનગી સાથે જીવી રહયા છો. તમે સાચા સનકી છો, સાવ નોર્મલ છો..પણ આમાનાં ૫૦% થી ઓછા જવાબ જો 'ના'માં આવે તો એનો અર્થ કે તમે મેનેજમેન્ટ બૂકસ જેવી બોરિંગ જિંદગી જીવી રહયા છો. શું આપણે સૌ ગાંડા, મેડ કે સનકી હોવાનું ભૂલી ગયાં છીએ? કારણકે સનક વિનાની લાઇફ નમક વિનાના આંસુ જેવી છે.. સનક બિન લાઇફ હોરર ફિલ્મની સૂની સડક જેવી છે.. સો બી સનકી.. બી લકી...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment