Tuesday 29 September 2015

[amdavadis4ever] ઘરનું કામ ગૃહિ ણીએ જ કરવાનું?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજના કપલ્સમાં સૌથી વધારે નોંકઝોક કઈ બાબતમાં થતી હશે? કપલ્સ એટલે જે લોકો એકબીજા સાથે એક જ ઘરમાં રહે છે તેઓ. કપલ તરીકે ફ્રેન્ડ સર્કલમાં ઓળખતાં હોય પણ એક છત નીચે ન રહેતાં હોય એવા યુગલની વાત નથી. અને બીજું, જે લોકો વીસ-પચ્ચીસ કે એનાથીય વધારે વર્ષોથી એકબીજાની સાથે રહેતાં હોય, એમની પણ વાત નથી કારણ કે એમાંના મોટા ભાગનાઓને આવી નોંકઝોકની ટેવ પડી ગઈ હોય છે.

હું માનું છું કે પત્ની વર્કિંગ વુમન ન હોય તો અને પત્ની વર્કિંગ વુમન હોય તો પણ ઘરના રૂટિન કામોની બાબતમાં મેકિસમમ છમકલાં થતાં હશે. પત્ની માત્ર હાઉસવાઈફ હોય તો પતિની ફરિયાદ રહેવાની કે કશું કામકાજ તો કરતી નથી પછી ઘરમાં કેમ આવું અસ્તવ્યસ્ત છે. પત્ની જવાબમાં કહેશે કે તમે ગૃહિણી તરીકેના મારા કામને અન્ડર એસ્ટિમેટ કરો છો, અમને ઘર સંભાળવા માટે 'પગાર' આપવો પડતો હોત તો અમારા કામની કદર થાત.

ખરેખર?

પત્ની ઘરમાં જે કંઈ ફિઝિકલ કામ કરે છે તે કરવા માટે જો બહારની વ્યક્તિઓને પગાર આપવામાં આવે તો શું એનું ટોટલ પતિના પગાર કે પતિની આવક જેટલું થાય? આપણે અહીં નૉર્મલ મિડલ કલાસ ફૅમિલીઝની વાત કરીએ છીએ. ગુજરાતમાં વાર્ષિક સાડાચાર લાખ રૂપિયા એટલે કે મહિને રૂપિયા ૩૭,૫૦૦ની આવક ધરાવતું ફૅમિલી ઈકોનોમિકલી બૅકવર્ડ ગણાય છે અને એવા કુટુંબોને આનંદીબેને લૉલીપોપ આપવાની જાહેરાત કરી છે.

મહિને રૂ. ૩૭,૫૦૦ કરતાં વધારે જ આવક હોવાની નૉર્મલ મિડલ કલાસ ફૅમિલીની. આવા કુટુંબની ગૃહિણી જે કંઈ ફિઝિકલ કામ કરે એમાં કચરાપોતાં, ઝાપડઝૂપડ, નાસ્તો-રસોઈ, કપડાં ધોવાં-ગડી કરવા, ઈસ્ત્રી કરવા તેમ જ બીજા પરચૂરણ કામ ગણી લઈએ. આટલાં કામ માટે તમે બે-ત્રણ જુદા જુદા નોકર-મહારાજ નોકરાણી રાખો તો વધુમાં વધુ મહિને દસથી પંદર હજાર ખર્ચો થાય. ઉઠાવી લો આટલો ખર્ચો તમારા માથે અને પત્નીને ફરિયાદ કરતી બંધ કરી દો.

પત્ની કહેશે કે હું બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલું છું, કલાસીસમાં મોકલું છું, હોમવર્ક કરાવું છું. પતિએ કહેવાનું છોકરાઓની ફી હું ભરું છું, એમનાં કપડાંલત્તાં - મોજશોખના ખર્ચા ઉઠાવું છું, સ્કૂલ ટ્રિપ-વૅકેશન - વીકએન્ડ - બર્થ ડે પાર્ટીઝ અને પૉકેટમનીના પૈસા હું આપું છું, તો આ બાબતમાં બેઉનાં પલ્લાં સરખાં થઈ ગયાં. ફિટ્ટુસ.

પત્ની કહેશે કે હું કેટલી બધી કૌટુંબિક-પારિવારિક જવાબદારીઓ નિભાવું છું - તમે જ્યાં જ્યાં રૂબરૂ ન જઈ શકો એ બધા જ વ્યવહારો સાચવવા પહોંચી જાઉં છું. પતિએ કહેવું જોઈએ કે આવું કરીને તું કંઈ ઉપકાર નથી કરતી, તને આ બધામાં મઝા આવે છે, લોકો સાથે હળવુંભળવું ગમે છે અને તૈયાર થઈ ઘરની થઈ બહાર નીકળવાનું બહાનું મળે છે, તને આમાં મઝા પડે એમાં મને કોઈ વાંધો નથી, પણ તું મને મહેરબાની કરી જણાવ નહીં કે તું કોઈ જવાબદારી ઉઠાવે છે. એ તારી મઝા છે અને મઝા ન આવતી હોય તો કાલથી બંધ કરીને દે વ્યવહારો સાચવવાનું. લોકોને ગરજ હશે તો સંબંધ રાખશે આપણી સાથે, આપણે એ લોકો માટે કામના નહીં હોઈએ તો કોઈ એમને ત્યાં આપણને પ્રસંગ-તહેવારે બોલાવવાનું નથી, તો અહીં પણ બેઉ બાજુનું ફિટ્ટુસ થઈ ગયું.

પત્ની વર્કિંગ વુમન હોય તો સ્વાભાવિક છે કે પૈસાનો કોઈ પ્રોબ્લેમ ન હોય અને બેઉની આવકમાંથી ઘરના કામકાજ માટે જે કંઈ નોકર-ચાકર રાખવાના હોય એમના પગારો નીકળે.

મારો આ લખવાનો આશય એ છે કે દસ-પંદર હજાર રૂપિયાનાં કામો કરીને ગૃહિણી એના પતિના માથા પર છાણાં થાપે તે અન્યાયી છે, આને કારણે પત્ની પોતે વિક્ટિમ હોય એ રીતે વર્તતી થઈ જાય છે અને પતિ ગિલ્ટ ફીલમાં બિચારો પત્ની માટે ખોટેખોટો લાંબો થતો રહે છે.

આ બાબતની નોંકઝોક થતી હોય ત્યારે ફાઈનલ સોલ્યુશનરૂપે કપડાં-વાસણ, કચરાપોતાથી માંડીને રસોઈ માટે માણસો રાખી લેવાના. પત્નીએ ફરિયાદ કરવાનું કોઈ કારણ જ નહીં રહે કે હું આખો દિવસ આ ઘરમાં નોકરાણીની જેમ ઢસરબોળો કરીને થાકી જઉં છું અને તમને તો મારી કોઈ કદર જ નથી.

અને આ હું સિરિયસલી માનું છું કે ઘરમાં જે કંઈ ફિઝિકલ કામો હોય - ઘર ચલાવવા માટેનાં - તે બધાં જ માટે ભાડેથી નોકરચાકરો મળે છે, આપણે હજુ એટલા ફૉર્ચ્યુનેટ છીએ કે અમેરિકા કે બીજા દેશોની જેમ આવી લેબર આપણા માટે આઉટ ઑફ રીચ થઈ ગઈ નથી, તો એવા નોકરો રાખીને ગૃહિણીને ઘર ચલાવવાની ફિઝિકલ લેબરમાંથી મુક્ત કરી દેવી જોઈએ. પછી નોંકઝોકનું પ્રમાણ આ બાબતમાં તો નહીંવત્ થઈ જશે પણ કદાચ બીજી બાબતનું ચાલુ થઈ જશે. પતિ કહેશે: ઘરનું કોઈ કામ કરતી નથી ને આખો દિવસ વૉટ્સઍપ પર મંડી પડે છે. પત્ની પૂછશે: તમને કેવી રીતે ખબર? પતિ કહેશે: હું જોતો હોઉં છું કે તું હંમેશાં ઑનલાઈન છે એવું આવે છે. પત્ની કહેશે: તમે ઑફિસે કામ કરવા જાઓ છો તો આખો દિવસ તમે શું કામ ઑનલાઈન રહેતા હો છો? બોલો, કઈ સગલી સાથે ચૅટ કરતા હો છો?'

મેલ કરવત મોચીના મોચી, પત્ની ભલે ઘરકામ કરતી. નહીં કરતી હોય તો તમને એની ચિંતા ને એને તમારી ચિંતા કે આખો વખત વૉટ્સઍપ પર કઈ સગલી કે કયા માનેલા ભાઈ સાથે ચૅટિંગ ચાલુ છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment