Sunday, 27 September 2015

[amdavadis4ever] પાપની સજા: પરણિત યુવતી અને અપરણીત યુવકનાં પ્રેમનો અંજામ ‘આ ત્મહત્યા’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાપની સજા: પરણિત યુવતી અને અપરણીત યુવકનાં પ્રેમનો અંજામ ‘આત્મહત્યા’

હવે બંને  પ્રેમી વિખૂટા પડી ગયાં. જોકે, બંને રોજ રાત્રે મોબાઈલ પર વાતો કરતાં હતાં. અંતે અંજુના મિલન માટે તડપતો અરુણ રૂપગઢ આવી પહોંચ્યો. કારણ અંજુએ તેને ફોન કર્યો હતો કે એ ત્રણ દિવસ ઘરે એકલી છે. દલપત બહાર ગામ ગયો છે. પ્રથમ રાત્રે બંનેએ મોજમજા કરી પણ બીજા દિવસે રાત્રે દલપતનો ભાઈ આવી ગયો. અંજુ-અરુણની ચોરી પકડાઈ ગઇ. અરુણને ધમકી આપી કાઢી મૂક્યો. હવે બંને પ્રેમી મૂંઝાયા. વિરહની વેદના અંજુથી સહન ન થઈ. એણે મોકો મળતા અરુણને બોલાવી ભાગી જવાની વાત કરી પણ અરુણ એ માટે તૈયાર ન થયો. પણ જ્યારે અંજુએ બહુ દબાણ કર્યું, ત્યારે અંજુ અરુણ સાથે ભાગી નીકળી. બંનેએ ખૂબ જલસા કર્યાં પણ પછી બંનેને પોલીસનો ડર લાગ્યો.


મહાનહેરના પાટિયા પર આવીને બેઠાં. સહેજ અંધારું થતાં અંજુ બોલી, 'ચાલો આપણે બંને એકસાથે નહેરમાં પડી ડૂબી મરીએ.' પણ અરુણ તૈયાર ન થયો, કારણ તેનાં લગ્ન નક્કી થઈ ગયાં હતાં. એ અંજુથી છુટકારો મેળવવા માગતો હતો. એણે કહ્યું, 'અંજુ, તું પહેલા કૂદ. પછી હું તારી પાછળ આવું છું.' અને અંજુએ નહેરના પાટિયાથી છલાંગ મારી. એ સાથે પાટિયાના છેડે બેઠેલો અરુણનું પાટિયુ ઊલળતાં એ પણ નહેરના ધસમસતા પ્રવાહમાં ખાબક્યો. તેને તરતાં આવડતુ ન હતું. બસ ગયો સોળના ભાવે. એને પાપની સજા ત્યાં ને ત્યાં જ મળી ગઈ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment