Monday, 28 September 2015

[amdavadis4ever] આ છેડેથી પેલે છેડે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સરકારી ઔદ્યોગિક કે અન્ય કોઈ પણ કચેરીઓ સાથે જેઓ કામ પાડે છે એ સહુ આ કચેરીઓમાં કામ કરતા પુરુષ કર્મચારીઓને 'સાહેબ' અને સ્ત્રી કર્મચારીઓને 'મેડમ' તરીકે સામાન્ય રીતે સંબોધે છે. આ સાહેબ કે મેડમ શબ્દ તેઓ કલાર્ક માટે, ઓફિસર માટે, સેક્રેટરી માટે, કલેક્ટર કે કમિશનર માટે અને મિનિસ્ટર માટે સુધ્ધાં વાપરે છે. મોટા સાહેબની કેબિનની બહાર બેઠેલા પટાવાળાને પણ સાહેબ કહેવાનું આ લોકોને સહજ લાગે છે. 

આ સાહેબ શબ્દ અંગ્રેજી ભાષામાં વપરાતા સંબોધન જશિ ની સમાંતર હોય એવું પહેલી નજરે લાગે છે. હકીકતે એમ નથી, સાહેબ શબ્દ મૂળ અરબી શબ્દ 'સાહિબ'નું બોલચાલનું સ્વરૂપ છે. અરબી સાહિબ એટલે પરમાત્મા, અથવા માલિક એવો અર્થ થાય છે. આ માલિક શબ્દ પણ પરમાત્માના જ અર્થમાં છે. પણ આગળ જતાં ગુલામો, વેઠિયાઓ, નાના કારીગરો આ સહુ કોઈક ને કોઈક માલિકના હાથ હેઠળ કામ કરતા થયા ત્યારે આ દુન્યવી માલિક માટે પણ સાહેબ શબ્દ વપરાતો થયો. આમ આ સાહેબ શબ્દ મુસ્લિમ સંસ્કૃતિની દેન છે. કબીરદાસે આ સાહેબ શબ્દને બહુ સાચી રીતે પ્રયોજ્યો છે-

'સાહબ સબકા બાપ હૈ, કિસીકા બેટા નાહીં!

જો બેટા કિસીકા હુઈ તો વો સાહબ નાહી!!'

અંગ્રેજી પત્રવ્યવહારમાં આપણે 'ડિયર સર' લખીએ છીએ. આ પત્ર જ્યારે મેડમને લખવાનો હોય ત્યારે આપણે ત્યાં ઝડપથી 'ડિયર મેડમ' લખાતું નથી. માત્ર ડિયર લખવાથી કોઈ ખરેખર ડિયર થઈ જતું નથી અને આમ છતાં આપણે જશિ ને ઉયફિ કહેતાં અચકાતા નથી-પત્રલેખન સ્ત્રી હોય તો પણ! અનાથી ઊલટું પુરુષ પત્રલેખન પેલી મેડમને ઝટ ડિયર કહેતો નથી. એના મનમાં ક્યાંક ગ્રંથિ રહેતી હોય એમ લાગે છે. તાજેતરમાં એક જાણીતા ઔદ્યોગિક ગૃહના ચેરમેને પોતાના હજારો કર્મચારીઓને એવો આદેશ આપ્યો હોવાના અખબારી અહેવાલો છે કે એમને તમામ કર્મચારીઓએ મિસ્ટર કે સર એવા સંબોધન કરવા નહીં અને માત્ર પોતાના નામથી જ એમને સંબોધવા. એમનું નામ હર્ષ છે એટલે નાનામોટા સહુકોઈ કર્મચારીઓએ એમને હર્ષ કહીને જ સંબોધવાના. સાહેબ શબ્દમાં જે દૂરી છે એ દૂરી આ રીતે વ્યક્તિગત સંબોધન કરવાથી ઘટી જશે એવું એમનું માનવું છે. 

સાહેબ, સર, કે મેડમ આવા કોઈ પણ પ્રકારના સંબોધનમાં દૂરી સહજતાથી જ પેદા થાય છે. મૂળ વાત આ દૂરીને દૂર કરવાની છે. હું દેના બેંક સાથે દશકાઓ સુધી સંકળાયેલો રહ્યો છું. દેના બેંકના મૂળ સ્થાપક પ્રાણલાલભાઈ હતા. એમના દિવંગત થયા પછી દેના બેંકનું સુકાન પ્રવીણચંદ્ર ગાંધીએ સંભાળ્યું હતું. ત્યારે દેના બેંકમાં હજારો કર્મચારીઓ નહોતા અને આમ છતાં આ સંખ્યા કંઈ નાનીસૂની નહોતી-તમામ કર્મચારીઓ, પટાવાળા સુધ્ધાં-પ્રાણલાલભાઈને કે પ્રવીણભાઈને સાહેબ નહોતા કહેતા, પ્રાણલાલભાઈ કે પ્રવીણભાઈ એવું જ સંબોધન કરતા. પ્રવીણભાઈ ચેરમેન હતા. એમના અન્ય ટોચના અધિકારીઓને પણ તમામ કર્મચારીઓ લલિતભાઈ, હરિદાસભાઈ, ચંદ્રકાંતભાઈ એવી રીતે જ સંબોધતા. ઉપરના ઉદ્યોગ ગૃહના ચેરમેન આ દૂરી ટાળવા માગે છે ત્યારે એવો પ્રશ્ર્ન પેદા થાય છે કે દૂરી કદાચ ટળી જાય પણ નૈકટ્ય ક્યાંક એવું ઊભું થઈ જાય કે જે કદાચ ભવિષ્યમાં સહન ન પણ થાય. આજે હર્ષ ચેરમેન છે. સાંજે એમનો ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે એવું પૂછે-'હર્ષ, ગાડી ક્યાં લેવાની છે?' તો કદાચ હર્ષ પેલી દૂરી ટળ્યાનો આનંદ માણી શકશે પણ આવતી કાલે એમના હોદ્દા ઉપર કોઈક 'હર્ષા' હશે અને ત્યારે પેલો ડ્રાઈવર એને પૂછશે-'હર્ષા, ગાડી કઈ તરફ લેવાની છે?' તો આ વખતે હર્ષાને આ નૈકટ્ય ગમશે? એવું નથી લાગતું કે માલિકો અને કર્મચારીઓ વચ્ચે નિકટની માનસિકતા પેદા કરવા માટે આ હર્ષ-હર્ષાને બદલે છ કે સાત દાયકા પહેલાં દેના બેંકે સ્થાપિત કરેલી પરંપરા, પ્રાણલાલભાઈ કે પ્રવીણભાઈ વધુ હૂંફાળી રહેશે? અતિ દૂરી અને અતિ નૈકટ્ય બંને વર્જ્ય છે. 

આપણે મેડમ શબ્દ બહુ છૂટથી વાપરીએ છીએ. કોઈ પણ સ્ત્રીને અત્યંત સહજતાથી મેડમ કહીએ છીએ. આ શબ્દ આપણે ત્યાં અંગ્રેજી હાકેમ એમની પત્નીઓને અહીં લઈ આવ્યા પછી શરૂ થયો છે. ગુજરાતમાં અઢાર અને ઓગણીસમાં સૈકામાં ગોરી સ્ત્રી માટે 'મઢમડી' શબ્દ બોલચાલમાં વપરાતો. આ મઢમડી, મેડમનું જ બદલાયેલું રૂપ છે. આ મેડમ શબ્દના મૂળમાં જો ઊતરીએ તો થોડુંક ચોંકી જવાય એવું છે. આ શબ્દ સંબોધન તરીકે પરિણીતા અને પ્રૌઢા પૂરતો જ મર્યાદિત હતો. એટલું જ નહીં, આ શબ્દનું મૂળ ફ્રેન્ચ ભાષામાં છે અને ફ્રેન્ચમાં એનો અર્થ ઇજ્ઞિવિંયહ ઊંયયાયિ એટલે કે વેશ્યાઘરની સંચાલિકા એવો આપવામાં આવ્યો છે. 

ગુજરાતીમાં આપણે માનવાચક પૂર્વગ શ્રી અને શ્રીમતી વાપરીએ છીએ. શ્રી અને શ્રીમતી આ બંને શબ્દો એક માત્રા મેળ છંદના નામ છે એવું પિંગળ શાસ્ત્રમાં આલેખાયું છે. (આપણા કેટલા કવિઓ આ જાણતા હશે?) આપણે પ્રત્યેક પુરુષને શ્રી કહીએ છીએ પણ સ્ત્રીને શ્રીમતી કહેતી વખતે થોડોક વિચાર કરીએ છીએ. આપણા મનનાં એવી ગેરસમજ છે કે શ્રીમતી શબ્દ પરિણીતા માટે જ વપરાય. શ્રી એટલે સૌભાગ્ય અને સૌંદર્ય. શ્રીમતી એટલે સૌભાગ્યવતી (એટલે માત્ર પરિણીતા નહીં.) અથવા સૌંદર્યધારી. આ બંને ગુણ લક્ષણો સ્ત્રીઓ માટે આવકાર્ય જ છે. આમ હોવાથી શ્રીમતી કોઈ પણ પુખ્ત વયની સ્ત્રી માટે નિ:સંકોચ વાપરી શકાય. પુરુષ માટે વપરાતો શ્રી કે શ્રીમાન શબ્દ, ભાગ્યવાન, વૈભવી અને યશસ્વીના અર્થમાં છે.

ગુજરાતમાં નામની આગળ જેમ શ્રી કે શ્રીમતી લખાય છે એમ હોદ્દાની પાછળ પણ એક વિચિત્ર અને રમૂજી પ્રથા નજરે ચડે છે. શ્રી ફલાણા ફલાણા એમ લખ્યા પછી, આ શ્રી ફલાણા ફલાણા જો કોઈક હોદ્દાધારી હોય તો આમ લખાય છે. ધારાસભ્ય શ્રી, કમિશનર શ્રી, કલેક્ટરથી મંત્રીશ્રી, આમ ગુજરાતમાં આ શ્રી શબ્દ વ્યક્તિનું શિંગડું અને પૂછડું બને છે. 

આ બધાં માનવાચક લટકણિયાંઓ આમ તો વહેવારિક જીવનની પોલંપોલ છે. વહેવારમાં આપણો સાઠ વરસનો ડ્રાઈવર, પ્લમ્બર, માળી કે રિક્ષાવાળો માત્ર 'તું' જ હોય છેૃ-તમે નથી હોતો. આથી ઊલટું, ત્રીસ વરસનો ડોક્ટર, વકીલ કે સરકારી ઓફિસર આપણા માટે તમે નહીં, આપ સુધ્ધાં બની જાય છે. પચાસ વરસનો વેપારી ઈન્કમ ટેક્સ ઓફિસમાં ત્રીસ વરસના ઓફિસરને આપ કહે છે, પણ કેબિનની બહાર બેઠેલા પંચાવન વરસના પટાવાળાને 'તું કહે છે. સાચી વાત એ છે કે દૂરી ટાળવા માટે એક નવી સંસ્કારિતા પેદા કરવાની જરૂર છે. 

અત્યારે આપણે જે છેડે ઊભા છીએ ત્યાંથી બીજા છેડે કૂદકો મારી દેવો બહુ અઘરો નથી, પણ આમ કરવાથી બે છેડા વચ્ચેનું અંતર તો એનું એ જ રહેેશે એટલે આ અંતર ઘટાડવા માટે ક્યાંક ગૌરવભર્યા મધ્યમાં ઊભા રહેવું પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment