Saturday, 26 September 2015

[amdavadis4ever] ખાનગી વાહનો ને વિરામ આપી સ્વચ્છ હવા નો અનુભવ કરો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઈ એક એવું શહેર જ્યાં સૌથી વધુ ધનવાનોની જાહોજહાલી જોવા મળે. બીજી તરફ સૌથી વધુ ગરીબીમાં પણ જિંદગીને ઝિંદાદિલીથી કેવી રીતે જીવાય તે પણ જોવા મળે. માનવીના શમણાંને જીવંત કરી શકે તેવું શહેર. તા. ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ સવારે મુંબઈની ધડકન સમાન વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનના કેટલાક ડબ્બા ખડી પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જેની અસર વાહનવ્યવહાર ઉપર પડી. રસ્તાઓ ઉપર વાહનોને કારણે એટલો ટ્રાફિક જામ થઈ ગયો કે ફક્ત અડધા કલાકની સફર માટે ચારથી પાંચ કલાકનો સમય લાગ્યો! 

આમ પણ મોટાં શહેરોમાં વધતાં વાહનોેને કારણે ટ્રાફિકની સમસ્યા એક મોટો પ્રશ્ર્ન બની ગયેલ છે. આમ આદમી હોય કે ધનવાન જ્યારે પણ કોઈ ઉત્સવ કે તહેવારમાં ભેગા મળે ત્યારે રાજકારણ બાદ જો કોઈ વિષયની ચર્ચા સૌથી વધુ થતી હોય તો તે ટ્રાફિકની ગપસપ હોય છે.

તા. ૨૨મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્ર્વભરમાં 'કાર ફ્રી ડે' તરીકે ઉજવાય છે. વિશ્ર્વના ૪૦ દેશના ૧૫૦૦ શહેરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ નિયમિત ધોરણે કારનો એકલા હાથે ઉપયોગ કરતી વ્યક્તિ કારના પર્યાય વિશે પણ વિચારે. તે દિવસે વિવિધ ટીમ બનાવીને ખાસ પ્રતિજ્ઞા લેવામાં આવે છે. જેમ કે ટ્રેન ટીમ, સાઈકલ ટીમ, બસ ટીમ. સરકાર દ્વારા પણ કાર ફ્રી શહેર માટે 

એક દિવસ માટે પણ જો રસ્તા ઉપર ખાનગી વાહન દૂર થાય તો માનવી સ્વચ્છ હવા કેવી હોય તેનો અનુભવ કરી શકે ! જાહેર પરિવહન સંગઠન દ્વારા કરવામાં આવેલ તારણ મુજબ એક દિવસ કાર બંધ રહે તો ૩૭૦ લાખ ટન જેટલા કાર્બન ડાયોક્સાઈડથી બચી શકાય. વાહન એક વખત ચાલુ કરવામાં આવે ત્યારબાદ તેમાંથી કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ, હાઈડ્રોકાર્બન જેવા ગેસ ઉત્પન્ન થાય છે. જે હવામાં ભળતાં અસ્થમાની તકલીફ, ફેફસાંને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. મેટ્રો શહેરમાં દિવસ દરમિયાન જોવા મળતું ધુમ્મસ પણ વધુ પડતાં વાહનોના રસ્તા ઉપર વધી જવાને કારણે થાય છે. ગુડગાંવમાં પણ ૨૨ સપ્ટેમ્બર 'કાર ફ્રી ડે'નો દિવસ 'રાહગીરી દિવસ' ઉજવવા માટે તૈયારી કરવામાં આવી છે. જેમાં રસ્તા ઉપર સવારના સમયે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ઉદાહરણ તરીકે રસ્તા ઉપર યોગા કરવા, કામચલાઉ સ્ટેજ ઊભું કરીને વિવિધ ડાન્સ કરવા, કીક-બોક્સિગં, રસ્તા ઉપર જિમનાં સાધનો, સ્ટ્રીટ ક્રિકેટ, વોલીબોલની રમતની સાથે જાણીતા બૅન્ડ દ્વારા ધમાકેદાર શૉ કરવામાં આવશે. જેમાં ત્રણ વર્ષથી લઈને ૮૦ વર્ષના લોકો ભાગ લેશે. સવારથી રસ્તા ઉપર વિવિધ સૂત્ર લખેલ બોર્ડ લઈને જાગરૂક્તા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિકોનું પણ કહેવું છે કે 'સાયબર સિટી' તરીકે જાણીતા અમારા શહેરમાં સપ્તાહમાં એક દિવસ પણ વાહનોની અવરજવર, ઘોંઘાટ અને પ્રદૂષણથી મુક્તિ જોવા મળશે. 

એક સર્વે મુજબ મુંબઈ શહેરમાં ત્રીસ લાખથી વધુ વાહનો ૨ હજાર કિલોમીટરના રસ્તા કે શેરીઓમાં ફરે છે. રોજની ૩૦૦ નવી ગાડી શહેરમાં લોકો ખરીદે છે. પ્રદૂષણને કારણે વર્ષે આઠ લાખ મૃત્યુ થાય છે. 

મહારાષ્ટ્રમાં આવેલ માથેરાન ગિરિમથકની મુલાકાત લીધી હશે તેઓ જાણતાં જ હશે કે કોઈપણ પ્રકારના વાહનો માથેરાનમાં લઈ જવા દેવામાં આવતા નથી. વાહનો ગિરિમથકની બહાર ફરજિયાત રાખવા પડે છે. તેથી જ તો માથેરાનમાં પ્રવેશતાંની સાથે શુદ્ધ હવાની અને પ્રકૃતિના સૌંદર્યનો નઝારો જોવાલાયક ગણાયે છે. 

બેલ્જિયમનું ઘેન્ટ શહેર એવું છે જ્યાં ૪૦૦ કિ.મી લાંબો તથા ૨૫૦થી વધુ 'સાયકલ રોડ' બનાવવામાં આવેલ છે. ૭૦૦ રસ્તા વનવે બનાવવામાં આવેલ છે. જ્યાં બાઈક અને સાઈકલ વિરુદ્ધ દિશામાં ચાલે છે! 'સાયકલ સ્ટ્રીટ' ઉપર કારને મહેમાન ગણવામાં આવે છે. કાર ચલાવનારને ફરજિયાત સાયકલ સવારની પાછળ ચલાવવી પડે છે. વેનિસ શહેરનું ઉદાહરણ પણ આધુનિક યુગમાં કાર વગરના શહેર તરીકે ગણાતા શ્રેષ્ઠ શહેરમાં થાય છે. આધુનિક શહેર વેનિસનું આયોજન પણ એવી રીતે કરવામાં આવ્યું છે કે ત્યાં ગાડીના માલિકે પણ તેની ગાડી કાર પાર્કિંગ માટે શહેરની બહાર બનાવેલ જગ્યામાં કરવી ફરજિયાત છે. શહેરમાં પ્રવેશ ફક્ત ચાલીને કે ટ્રેન દ્વારા કરી શકાય છે. સ્થાનિકો મોટે ભાગે કૅનાલમાં ચાલતી વૉટરબસ 'વેપોરેટી'નો ઉપયોગ કરે છે. 

પ્રદૂષણથી બચવા વાહન જ્યારે ટ્રાફિકમાં એક મિનિટથી વધુ ઊભું રહે ત્યારે બંધ કરવું. વાહનની યોગ્ય જાળવણી કરવી. વાહનમાં ઓઈલ, ઍર ફિલ્ટર અને ઍન્જિન લાઈટ, ટાયરની હવા તથા વાહનમાં વધુ પડતો સામાન ભરવો નહીં. કારમાં જેટલો સામાન વધુ તેમ બળતણનો ઉપયોગ વધુ અને પ્રદૂષણ પણ વધુ. સૃષ્ટિનું સાતત્ય જળવાઈ રહે તે માટે અનેક ચક્રો ગતિમાન છે. જેમ કે દરિયો-વરસાદ, વૃક્ષ-ખેતી અને શુદ્ધ હવા જેને માનવી પોતાના સ્વાર્થ માટે પ્રદૂષિત કરી અનેક મુસીબતોને આવકારે છે. ફક્ત એક દિવસ માટે પણ શુદ્ધ હવામાં શ્ર્વાસ લેવાનો અનુભવ કરી પર્યાવરણને બચાવવામાં સહયોગી બની ગર્વ અનુભવીએ તો કેવું!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment