Saturday, 26 September 2015

[amdavadis4ever] કથા કેન્વાસ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું કોણ છું?

સુખ નામનું સરોવર સુકાઈ જતાં સપન સાવ ભાંગી પડયો હતો. અચાનક આખો પરિવાર બેહાલીમાં! ઘરમાં રહેલાં દેવી-દેવતાનાં બધાં ચિત્રો સપને ફાડી નાખ્યાં હતાં. કહોને કે ભગવાન સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. એ સપન આજ આદરપૂર્વક ભગવાન આગળ માથું નમાવે, હજાર હાથવાળાને આમ પગે પડે! સાવ નાહિંમત થઈ ગયેા સપને ભોપાલ તો સપનામાંય ન જોવાનું નક્કી કરી લીધું હતું. તે અચાનક કોઈને કીધાકરાવ્યા વગર રાતોરાત ભોપાલ જાય, પિતાજીના જૂના ધંધાની લાઇન હવે પોતે સંભાળવા કમર કસે. આ બધું સ્વપ્નવત્ હતું, પણ ના આ હકીકત હતી. "સારંગ, તને નવાઈ લાગે છે ને કે આ સપન અચાનક આમ કેમ? હા! આમ તો એવું જ હતું, પણ..." સપને છત પરના પંખા તરફ આંગળી ચીંધી. "આ સીલિંગફેનને ધ્યાનથી જો ને થિક ડિફરન્ટલી."
"હવે આ ફેનમાં નવું જોવા જેવું કે વિચારવા જેવું શું છે? એ યંત્રવત્ ફર્યા કરે છે ને આમાં ફેન વચ્ચે ક્યાંથી આવ્યો? આડી વાત ન કર. કમ ટુ ધ પોઇન્ટ." સારંગ સહેજ કંટાળીને બોલ્યો. સપને સ્પષ્ટતા કરી. "સારંગ, આ ફેન વચ્ચે આવ્યો એમાં જ આ બધું થયું. પરિસ્થિતિથી હારી જઈ પંખામાં દોરડું લટકાવીને આપઘાત કરવા જતો હતો ત્યાં જ લાઇટ ગઈ. ચોતરફ અંધારું. જેણે મારી અંદર અજવાળું કરી દીધું! લાઇટ ગઈ ને મને ટયૂબલાઇટ થઈ. જો, વીજળી ગૂલ થાય ત્યારે બધી લાઇટ્સ તરત જ બંધ થઈ જાય છે, પણ પંખો તરત જ બંધ નહીં થાય! એ તકલીફ સામે ઝીંક ઝીલતો થોડી વાર તો ફર્યા જ કરશે. એમ અંધારાથી જલદી ઇમ્પ્રેસ કે સરન્ડર નહીં થાય. એ હિંમતભેર સામી લડત આપશે. વીજળી ગૂલ પણ પંખો તો પોતાનામાં મશગૂલ. એના ડબલાડૂલ તરત નહીં થાય. બસ, આ પંખાએ પછીના ત્રીજા જ દિવસે હું ભોપાલ રવાના થઈ ગયો."
સપનના પપ્પા શરદભાઈ બહુ સીધાસાદા માણસ. શહેરના રાજમાર્ગ પર એમની 'ખાના ખજાના' રેસ્ટોરાં, જ્યાં સ્વાદશોખીનોની ભારે ભીડ જામે. રેલવે સ્ટેશનની બહાર નીકળતાં જ એ.સી. તેમજ નોન એ.સી. રૂમની સુવિધા ધરાવતું એમનું અદ્યતન 'વેલકમ' ગેસ્ટહાઉસ. વિવિધ માધ્યમો દ્વારા હોટેલની જાહેરાત, વિનયી સ્ટાફ, ગ્રાહક સાથે પર્સનલ ટચ, પછી પૂછવું જ શું? "ભાવ થોડો ઊંચો હશે તો ગ્રાહક માઇન્ડ નહીં કરે. એનો ભાવ પૂછી એને 'ધી બેસ્ટ'ટ્રીટમેન્ટ પૂરી પાડો, એની સાથે ફ્રેન્ડલી વર્તો એટલે જંગ જીત્યા સમજો. ઝાઝું નહીં, બીજા કરતાં થોડુંક બેટર, થોડુંક જ ડિફરન્ટ કરવાનું છે. બટ ઇટ મેઇક્સ એ લોટ ઓફ ડિફરન્સ. એ તો કાયમી ગ્રાહક થશે જ, સાથે બીજા પાંચને ખેંચી લાવશે. હરતીફરતી જાહેરાત." સપન પપ્પાની આ બધી વાતો રસપૂર્વક સાંભળતો. એ દીર્ઘદૃષ્ટા હતા. તક ઝડપવામાં એ બીજા કરતાં અનેક ડગલાં આગળ. શહેરથી દસ કિલોમીટર દૂર, સાવ ઉજ્જડ વિસ્તારમાં સાવ સસ્તામાં જમીન ખરીદી એમણે કહેલું, "થોડા વખતમાં રહેવા ને ધંધો કરવા શહેરની નજીક જગ્યા નહીં મળે. આ દૂર ખરીદેલી જગ્યા અત્યારે ભલે લોકોને મન નકામી, પણ ભવિષ્યમાં એ સોનાની લગડી સાબિત થશે. ભવ્ય બંગલાઓ, શો રૂમ્સ, દુકાનો, શાળા-કોલેજો વગેરેથી આ જગ્યા ધમધમશે. આપણું ઇન્વેસ્ટમેન્ટ ટાણે કામ લાગશે." ને ખરેખર એમ જ થયેલું. કમાણીની વિપુલ તકો ક્યાં છે એની એમને અગાઉથી જ ખબર પડી જતી હતી. ઘણાં એમની સલાહ લેવા આવતા ને સફળ થતા. શરદભાઈ ખાલી ધંધામાં જ રચ્યાપચ્યા ન રહેતા. કુટુંબમેળો કરે. પ્રસંગોપાત સગાંવહાલાંને બોલાવી તહેવારોને ભરપૂર માણે. વર્ષમાં બે વખત તો સહકુટુંબ ટૂરમાં નીકળી જ જવાનું. એમની આંગળી પકડી સપને ભારતભરનો પ્રવાસ ખેડેલો. એક વખત એ મધ્યપ્રદેશ ફરવા ગયેલા. ભોપાલમાં ફરતાં ફરતાં એમણે જોયું કે ગુજરાતી લોકો વધુ જે વિસ્તારમાં વસે છે ત્યાં લોજિંગ-બોર્ડિંગની વ્યવસ્થા એટલી બધી સારી નથી. એમણે વિચાર્યું, "કેટલાય લોકો ફરવા ને બિઝનેસ અર્થે ભોપાલ આવે છે. જો અહીં લિજ્જતદાર, લોકોની ચોઇસને અનુરૂપ જમવાની હોટેલ ખોલી હોય તો નામ સાથે અઢળક દામ પણ મળે ને એમને સારું રહેવાનું મળતું હોય તો થોડા વધુ પૈસા ચૂકવીને પણ એ લોકો આપણી જગ્યાએ પસંદગી ઉતારવાના." બસ, આ વિચાર ઝબક્યો ને એમણે એક અઠવાડિયું રોકાણ લંબાવી દીધું. સ્થાનિક માલેતુજાર પાર્ટીઓનો સંપર્ક કર્યો ને વાત ગળે ઉતારી ફાઇનલ કરી દીધી. ત્રણ લખપતિ પાર્ટી પાર્ટનરશિપમાં ધંધો શરૂ કરવા સંમત થઈ.
પરંતુ શરદભાઈ જગ્યાપારખું હતા એવા માણસપારખું કદાચ નહોતા. ભાગીદારોએ દગો કર્યો. પહેલાં ઘરોબો કેળવી વિશ્વાસમાં લીધા પછી એ બધા રમત રમ્યા. સટ્ટો રમ્યા ને જબરી ખોટ ખાતા ખોટી સહીઓ કરાવી એમણે શરદભાઈને દેવાના ડુંગરમાં ુઉતાર્યા. રોજેરોજ ધમકીઓ! ગમે ત્યારે ઘરમાં ઘૂસી ઘરનાની હાજરીમાં એમની આબરૂનું ધોવાણ! પઠાણી ઉઘરાણી. કરજ એટલું મોટું હતું કે શરદભાઈ રસ્તા પર આવી ગયા. એમને સમજાતું નહોતું કે પોતે કાંઈ આડુંઅવળું પગલું નથી ભર્યું તોય પોતાને એકને જ શા માટે જવાબદાર? કરે કોઈ ને ભરે કોઈ! પણ વિશ્વાસ રાખી કોરા કાગળ પર જે હાથે સહી કરી એણે એના હાથ બાંધી લીધા ને ત્રણેય ભાગીદારોએ હાથ ઊંચા કરી દઈ દગાફટકાથી તમામ માલમિલકત પચાવી પાડી. ભોપાલની કમાણી તો હાથથી ગઈ જ, સાથોસાથ વતનની માલમિલકતથી હાથ ધોઈ નાખવા પડયા. શરદભાઈને પોતાના વતનમાં એક નાનકડા મકાનમાં ભાડે રહેવાનો વખત આવ્યો. ને એક દિવસ કોઈને જાણ કર્યા વિના એ શહેર છોડી ગયા ને પછી ફાની દુનિયા! સપન પર તો જાણે આભ તૂટી પડયું. મમ્મી સાથે જેમ જેમ જીવતરનું ગાડું ગબડાવતો રહ્યો. સારંગ એને હિંમત આપતો, યથાશક્તિ મદદ પણ કરતો, પણ સપન એટલો તો પડી ભાંગ્યો હતો કે! પોતાની આવી હાલત થઈ જ કેવી રીતે શકે એ વાત જ એને ગળે ઊતરતી નહોતી.
સારંગે ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી. સપને એને મોઢે માંડી. પછી કોફીની ચૂસકી લેતાં વાત માંડી. "સારંગ, ભાગીદારોએ કરેલો દગો, મારું અચાનક ભોપાલ જવું એ બધું તો તું જાણે જ છે, પણ પછી શું થયું એ વિશે તને કંઈ જ ખ્યાલ નથી. સાંભળ. જે શહેરમાં પપ્પાની બેઇજ્જતી કરવામાં આવી ત્યાં કદી પગ પણ ન મૂકવાનું મેં નક્કી કરી લીધું હતું, પણ તને અગાઉ કહ્યું તેમ પંખાએ મને જે નવી દૃષ્ટિ આપી, તે પછી મેં મનમાં ગાંઠ વાળી. એવું કંઈક અનોખું કરું કે દુનિયા જોતી રહી જાય. જે ધંધો ને આબરૂ ગુમાવ્યાં તે જ પાછાં મેળવવાનું ને ભોપાલ જ જવાનું મેં દૃઢ કર્યું ને એ પણ પેલા ધૂર્ત ભાગીદારોને વિશ્વાસમાં લઈને. બસ,હું મમ્મીને લઈને ભોપાલ પહોંચી ગયો. સસ્તા ભાડાનું મકાન શોધી કાઢયું. પેલી વેલકમ હોટલ તો બંધ થઈ ગઈ હતી. મેં પેલા ભાગીદારોનો સંપર્ક કર્યો ને કહ્યું. આ તો બધા નસીબના ખેલ. તમારા પ્રત્યે મને જરાય કડવાશ નથી. તમે હોટલમાં ભલે ફરી ભાગીદારી ન કરો, પણ મને એ સિવાયની મદદ કરો. યુ ઓલ આર એક્સપર્ટ. હું આ શહેરમાં ને આ બાબતમાં નવોસવો કહેવાઉં." મેં એ લોકોને અમારી આ હાલત માટે જરાય કસૂરવાર ન ઠેરવ્યા. ઊલટું પપ્પાની અણઆવડતનો વાંક કાઢયો! બદનામીનો કાળો ડાઘ હટી જાય, પપ્પાની સચ્ચાઈ ને સજ્જનતા લોકોની સામે છતી થાય ને આ ભાગીદારોનાં કાળાં કરતૂતોથી પણ લોકો વાકેફ થાય એ માટે આમ કરવું જરૂરી હતું. ગૌરવભેર માથું ઊંચું રાખી ચાલતા મારા નિર્દોષ પપ્પા આવા લાલચી દગાખોરો સામે ઘૂંટણિયાભેર આજીજી કરતા હતા એ દૃશ્ય હજી મારી આંખ સામેથી હજીયે હટતું નહોતું. એટલે મેં સંયમથી કામ લીધું. હું મારા બધાં પત્તાં એકીસાથે ખોલવા માગતો નહોતો. મેં પેલી હોટલના જૂના ગ્રાહકો, ત્યાં કામ કરતા જૂના માણસો તેમજ સ્થાનિક લોકોનો સંપર્ક કરવા માંડયો. સૌ પ્રથમ લારી, પછી કેબિન ને ધીરે ધીરે મારો ધંધો જામવા માંડયો. ગ્રાહકોને પોતાના કરવા માટે પપ્પાએ આપેલી સોનેરી ટિપ્સ મને બહુ કામ લાગી. પપ્પાનો જાદુઈ લાકડી સમો આ એક અદ્ભુત વારસો મેં જાળવ્યો હતો.
"એક જૂનાપુરાણા ખંડિયેરને સસ્તા ભાડે લઈ તેને રિનોવેટ કરી મેં હોટેલ ચાલુ કરવાનું નક્કી કર્યું. મારા ધંધામાં બરકત મળતી જોઈને પેલા ભાગીદારો પણ હરકતમાં આવી ગયા. એમણે ભાગીદારીની દરખાસ્ત મૂકી પણ મેં જણાવ્યું કે, "હું અહીં ઝાઝું રોકાવાનો નથી. સરખી કમાણી થાય પછી ધંધો સમેટીને છેલ્લે તમને જ સોંપતો જઈશ. તમે મને લોન આપો." મેં એમની પાસેથી જ હોટેલ બિઝનેસ કરવા લોન લીધી. ને પછી હું આગળ વધતો જ ગયો. એ કપટી ત્રિપુટીને એમ કે મને કમરતોડ વ્યાજના બોજા નીચે કચડીને પપ્પા સાથે કરેલા પ્રપંચનું એ પુનરાવર્તન કરવા માગતા હતા, પણ મેં ટૂંક સમયમાં બેન્કની લોન લઈ એના પૈસા થોડા દિવસોમાં જ ચૂકતે કરી દીધા ને પછી રચાયો ઇતિહાસ! હું હોટેલકિંગ બની ગયો. પપ્પા ઈમાનદાર હતા એ વાતની લોકોને ખાતરી થઈ ને પેલા ભાગીદારો ખુલ્લા પડી ગયા. જેને રસ્તે રઝળતા કરી દીધા હતા તે શરદભાઈના નામ પરથી એક રસ્તાનું નામ પાડવામાં આવ્યું. 'શરદચંદ્ર માર્ગ' બોર્ડ વાંચી હું પોરસાયો. મેં સાચો માર્ગ પકડયો હતો. મારી ખુશીનો કોઈ પાર નહોતો. આવી કંઈક છે મારા સંઘર્ષ ને મારી સફળતાની કહાણી."
"મને ખબર છે તું ક્યારનોય અધીરો થયો છે તે. જો હું ભોપાલ ગયો એની પાછળ મેં કહેલાં એ બધાં કારણો તો હતાં જ, પણ સૌથી મોટું કારણ આવી ક્રૂરતા છતાં ભગવાન એમને કેમ જીવતા રાખે છે એવો કયો દીકરો હોય જે પિતાના..! ખોટું નહીં કહું પણ મને ઘણી વાર થતું કે જેમણે અમને જીવતેજીવ નર્કનો અનુભવ કરાવ્યો ને પપ્પાને અપાર યાતના આપી અકાળ મોતે માર્યા તે આ ત્રણેય ભાગીદારો શર્મા, સલીમ તથા દયારામને શંકા ન જાય એમ ભરોસો બંધાવી, શીશામાં ઉતારી તે બધાને નિર્દયપણે કમોતે મારવા જોઈએ. ને તું નહીં માન, પણ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. મારું કામ મારા વતી કરી દીધું. ગરીબ ને પીડિત ભલા માણસની હાય ખાલી નથી જતી તે આનું નામ. ત્રણેય કમોતે મર્યા! અજાયબીની વાત એ છે કે એ ત્રણેયનું મોત મારી નજર સામે જ થયું.
"હવે બેય જણા નીચે આવો. એક વાગી ગયો છે. ગરમાગરમ હલવાની સુગંધ આવી કે નહીં?" માનસીએ બૂમ પાડી ને બેય જણા નીચે ઊતર્યા. ભરપેટ જમ્યા પછી સપને ઘેર જવાની તૈયારી કરી. સપને કાર સ્ટાર્ટ કરતા પહેલાં કહ્યું. "તને થોડી ખુશખબર આપું. હું કાયમ માટે હવે અહીં વતનમાં રહેવા આવી ગયો છું. મારા બંગલાનું નામ છે 'વેલકમ'. બીજું, આવતા અઠવાડિયે ભોપાલમાં મારા સન્માનનો જાહેર કાર્યક્રમ છે. સફળ બિઝનેસમેન, સેવાભાવી સજ્જન તરીકેની મારી પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ અનેક સંસ્થાઓએ સર્વાનુમતે મને શહેરનો પ્રતિષ્ઠિત 'ગ્રેટ મેન ઓફ ધી યર' એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. તારે ત્યાં મારી સાથે આવવાનું છે. હું કોણ છું ખબર છેને? તારી કોઈ "ના, બા" ચાલશે નહીં. હવે સાવ છેલ્લી વાત તને કહી દઉં. જો સારંગ, મેં..."

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment