Saturday, 26 September 2015

[amdavadis4ever] સમય સંકેત - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'નીચા નગર' થકી દેશનું નામ ઊંચું થયેલું, પણ...

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે જ એક અહેવાલ વાંચવા મળે છે - ભારતમાં કરોડપતિઓની સંખ્યા ૧.૯૮ લાખે પહોંચી ગઈ. ૨૦૧૩માં આ આંકડો ૧.૫૬ લાખ હતો, જેમાં એક જ વર્ષમાં ૪૨ હજારનો (૨૬ ટકાનો) વધારો થયો છે. તેમની સંપત્તિની વૃદ્ધિમાં ૨૮.૨ ટકા જેટલો ઊંચો વધારો થયો છે, જે એશિયન દેશો તો જવા દો વિશ્વના દેશોમાં સૌથી ઊંચો વધારો છે. પહેલી નજરે આ ગુડ ન્યૂઝ છે,પણ જરા ઊંડું વિચારીએ તો દેશમાં ગરીબોની-ખેડૂતોની સ્થિતિ વણસતી-વકરતી જાય છે તો બીજી તરફ અમીરો વધારે અમીર થતાં જાય છે. આમ, આ ન્યૂઝ દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ઊંડી બનતી ખાઈ તરફ દિશાનિર્દેશ કરે છે. આઝાદીના સાત દાયકા પૂરા થવા આવ્યા છતાં દેશમાં 'ઊંચા નગરો' સ્માર્ટ થતાં જાય છે અને 'નીચા નગરો' ગંદકી અને ગરીબીમાં જ સબડી રહ્યાં છે, એ હકીકત જોતાં ચેતન આનંદની ૧૯૪૬માં બનેલી 'નીચા નગર' ફિલ્મનું સ્મરણ તીવ્ર બને છે અને સાથે એક સવાલ ઊઠે છે કે આપણે શું વિકાસની કોઈ ભળતી દિશા તરફ તો ગતિ નથી કરતા ને?
કાન ફિલ્મ ફેસ્ટિવલનો ઉદ્ભવ ફાસીસ્ટ અને નાઝીના વિરોધમાં થયો હતો. વિશ્વનો પહેલો ર્વાિષક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ૧૯૩૨માં વેનિસ શહેરમાં યોજાયો હતો, પણ ધીમે ધીમે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ નાઝી-ફાસીસ્ટની નાગચૂડમાં ફસાઈ ગયો. જર્મનીના હિટલર અને ઈટાલીના મુસોલિનીએ તેના પર એવો કબજો જમાવેલો કે તેમના ઈશારે જ એવોર્ડ અપાવા માંડયા હતા. આના વિરોધમાં કલાપ્રેમી દેશ ફ્રાંસે પોતાનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો નિર્ણય લીધો. જૂન-૧૯૩૯માં પેરિસમાં જાહેર કરાયું કે ૧થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સૌંદર્યસભર બીચ અને રળીયામણા રિસોર્ટના નગર એવા કાન શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે.કાન ફિલ્મ ફેસ્ટિવલની તૈયારીઓ થઈ રહી હતી અને ઓગસ્ટથી જ ફિલ્મો અને ફિલ્મનિર્માતાઓ ફ્રાંસ આવી પહોંચ્યા હતાં. ૧ સપ્ટેમ્બરે ફેસ્ટિવલ શરૂ થયો અને બરાબર ત્યારે જ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થતાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ફ્રાંસ અને બ્રિટને જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું અને કાન ફિલ્મ ફેસ્ટિવલ અટકાવી દેવો પડયો. બીજું વિશ્વયુદ્ધ છ વર્ષ ચાલ્યું અને આખરે ૧૯૪૫માં હિટલર-મુસોલિનીના અંત અને જાપાનની શરણાગતિ પછી પૂરું થયું. ૧૯૪૬માં ફ્રાંસની સરકારે આ ફિલ્મ ફેસ્ટિવલને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી. આમ, ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ પહેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો. આ ફેસ્ટિવલમાં કુલ ૧૬ દેશોએ ભાગ લીધો હતો. આ પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આપણા માટે એટલે ઐતિહાસિક છે કે તેમાં 'નીચા નગર'ને શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન મળેલું.
સામ્યવાદી વિચારધારા તરફ ઝોક ધરાવતા ચેતન આનંદની આ પહેલી જ ફિલ્મ હતી, જે આજેય માસ્ટરપીસ ગણાય છે. 'નીચા નગર'માં આપણા સમાજની વાસ્તવિકતાને કળાત્મક અને અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને તે આર્થિક અસમાનતાની ઊંડી ખાઈનું ચોટદાર દર્શન કરાવે છે. ફિલ્મમાં એક નગર હોય છે, જે અમીરોના 'ઊંચા નગર' અને ગરીબોના 'નીચા નગર'માં વહેંચાયેલું છે. સરકાર સાહેબ નામનું પાત્ર એક અમીર, વગદાર અને મોટો બિલ્ડર હોય છે. સરકાર સાહેબ ઊંચા નગરમાં બાંધકામ માટે ગટરનું પાણી નીચા નગર તરફ વહાવી દે છે, જેને કારણે નીચા નગરમાં રોગચાળો ફાટી નીકળી છે. સરકાર સાહેબનો જ મળતિયો પાછો નીચા નગરમાં હોસ્પિટલ બાંધે છે, પણ આખા ષડયંત્રથી સચેત થઈ ગયેલા લોકો સારવાર માટે પેલી હોસ્પિટલમાં જવાનું ટાળીને અહિંસક આંદોલન કરે છે. ફિલ્મના અંતમાં લોકો જાતિ-જ્ઞાાતિ-ધર્મના વાડાથી ઉપર ઊઠીને સંગઠિત બને છે અને પોતાના અધિકાર માટે સંઘર્ષ કરતા દર્શાવાયા છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment