Saturday, 26 September 2015

[amdavadis4ever] પ્રાસંગિક - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજકાલ મોટું પે પેકેજ મેળવનાર પુરુષો ઘણીવાર નોકરી બદલતા હોય છે. પોતે જ્યાં કામ કરતા હોય તેનાં કરતાં વધારે પગાર મળવાની તક હોય, ઊંચું પદ મેળવવાની તક હોય તો તેઓ નોકરી છોડી દેતાં અચકાતા નથી, પણ નોકરી છોડવી એ કર્મચારી તેમ જ કંપની માટે સહેલી બાબત નથી. જ્યાં કામ કરતા હોઈએ ત્યાં લાગણી બંધાઈ ગઈ હોય, પણ પોતાનો વિકાસ થતો હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ જવાની જ. કોઈ કર્મચારી નોકરી છોડે તેનાં ઘણાં કારણ હોઈ શકે. ઘણી વાર બીજે બેટર પ્રોસ્પેક્ટ્સ હોય, પ્રમોશન ન મળતું હોય. કામની જગ્યાનું વાતાવરણ યોગ્ય ન હોય, પૂરતી સગવડો ન હોય, કોઈ વાર પોતાના અંગત કે પારિવારિક કારણ હોય, પણ જે કંપનીમાં તેણે વર્ષો સુધી કામ કર્યું હોય તેની સાથે તેની માયા બંધાઈ જાય છે. કંપનીને પણ કાબેલ કર્મચારી પોતાને ત્યાંથી જાય તે પસંદ હોતું નથી, પણ કોઈને જબરદસ્તી તો રોકી શકાય નહીં. ઘણીવાર કંપની સાથે નાના મોટા પ્રોબ્લેમ્સ થવાને કારણે પણ કર્મચારી નોકરી છોડે છે. કારણ ગમે તે હોય પણ છૂટા પડતી વખતે ગ્રેસફુલી રિઝાઈન કરવું જોઈએ. જોબ છોડતી વખતે એટિકેટ જાળવી રાખવાની. કઈ રીતે જાળવી રાખવું ઔચિત્ય? આવો, વિચારીએ.


પહેલેથી યોજના બનાવો

તમે જો રાજીનામું આપવાનું વિચારતા હો તો કેટલીક મહત્ત્વની બાબતો વિષે તમને જાણ હોવી જોઈએ. તમારે કેટલા સમય પહેલાં કંપનીને નોટિસ આપવી જરૂરી છે, તે ઉપરાંત બોનસ અને પ્રોવિડન્ટ ફંડ કે બીજા બેનિફિટ્સ કઈ રીતે મળી શકશે તેની જાણ હોવી જરૂરી છે. જો તમને આ બધી આ બાબત ખબર ન હોય અને યોગ્ય પેપરવર્ક થયું ન હોય તો તમને આર્થિક નુકસાન થઈ શકે છે. મોટેભાગે કંપનીઓ ત્રણ મહિના જેટલો લાંબો નોટિસ પિરિયડ નથી રાખતી, પણ એકાદ મહિના પહેલાં તો નોટિસ આપવી જ જોઈએ. મેડિકલ, ઈન્સ્યોરન્સ વગેરે વિષે પણ જાણીને યોગ્ય પગલાં લેવાં જોઈએ.

તમારા શબ્દો પર કાયમ રહો

તમે તમારી કંપનીને જે વચન આપ્યાં હોય તેના પર કાયમ રહો. તમારા કમિટમેન્ટમાંથી પાછા હઠતા નહીં. તમારા જવાથી કંપનીનો એક પ્રતિભાશાળી કર્મચારી જઈ રહ્યો છે, તેથી કંપનીને કોઈ નુકસાન ન થાય તે જોવાની જવાબદારી તમારી છે.

શિષ્ટાચાર જાળવો

ક્યારેક એવું બને કે તમારી સાથે ચા-કૉફી પીનાર સહકર્મચારી કે કેન્ટીન ચલાવનારને તમે જોબ છોડવાના છો એની ખબર હોય પણ તમારા બોસને કે એચઆરને ખબર ન હોય. આ વાત બરાબર નથી. તમે વર્ષો સુધી અહીં કામ કર્યું છે, તેથી સૌ પ્રથમ તમારા મેનેજમેન્ટ સાથે વાત કરો અથવા તો વિવેકી અને નમ્ર ભાષામાં રાજીનામાનો પત્ર લખીને મોકલો અથવા ઈ-મેઈલ કરો અને આ બધું તમારા મિત્રો અને ટીમ મેમ્બર્સને જણાવ્યા પહેલાં કરો. રાજીનામું મોકલ્યા પછી બીજા બધાને વાત કરો. એવી જ રીતે તમે જે નવી કંપનીમાં જોડાવાના છો તેની માહિતી કે કોઈ યોજના આ કંપનીના કર્મચારીઓ સામે ન ચર્ચાય.

નકારાત્મકતાથી બચો

રાજીનામા પહેલાં જે ઘટના તમારી સાથે ઘટી હોય જેનાથી તમે નાખુશ છો. દા.ત. બોસને કારણે તમને ગુસ્સો આવ્યો હોય, તમારું પ્રમોશન નકારવામાં આવ્યું હોય, નવી તાલીમ લેવાનો હુમક આપ્યો હોય, કોઈ સહકર્મચારી સાથે મનદુ:ખ થયું હોય, એચઆર તરફથી યોગ્ય અપરેઈઝલ ન મળ્યું હોય આવું કાંઈ પણ થયું હોય તો મનમાં એક પ્રકારનો ગુસ્સો હોય, નકારાત્મક લાગણીઓ હોય જેને કારણે કંપની છોડવા માટે તમે ખુશ હોય પણ જૂની વાતો માટે ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નહીં થાય. તમારા એક્ઝિટ ઈન્ટરવ્યૂમાં સંયમિત અવાજમાં સારી રીતભાત સાથે વાત કરો. તમને આ કંપનીમાં જે ગમ્યું હતું તે વિષે વાત કરો. તમારા નોટિસ પિરિયડ દરમિયાન તમારી નવી કંપનીમાં તમને કેટલો પગાર મળવાનો છે તે વિષે વાત ન કરો. આ જોબની હવે તમારા માટે કોઈ કિંમત નથી એવું વર્તન ન કરતા. બધી નકારાત્મકતાને ખંખેરીને સકારાત્મકતા સાથે નવી કંપની તરફ પ્રયાણ કરો.

બધું આપી દો

તમે જે કંપનીમાં રાજીનામું આપ્યું છે તે કંપનીમાં તમે જે કામ કરો છો તે વિષેની જે માહિતી, જે સાહિત્ય તમારી પાસે હોય તે કંપનીને પરત આપી દો. તમારા કલાયન્ટ્સનું લિસ્ટ, તમે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોય તેના ડોક્યુમેન્ટ્સ બધું જ બરાબર યોગ્ય વ્યક્તિને સોંપી દો. તમે જે જાણો છો તે બધી જ માહિતી મૌખિક અને લેખિતમાં આપી દો. તમારી ડેસ્ક અને પર્સનલ કમ્પ્યુટર સાફ કરી દો. કંપનીએ તમને આપેલ મોબાઈલ ફોન, લેપટોપ, કાર બધું જ પરત કરી દો.

રેફરન્સ તૈયાર રાખો

તમારા બોસ, એચઆર, આઈટી સાથે યોગ્ય સંવાદ સાધો, જેથી ક્યારેય તમને રેફન્સ, સર્વિસ પ્રૂફ કે પગારને લગતા કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તો તમારું કામ થઈ જાય. આમ તો નવા બોસ જૂના બોસ સાથે તમારા વિષે વાત કરવા ઈચ્છે કે લેખિતમાં તમારો રેફન્સ માગે એવું ઓછું બને છે, પણ કદાચ જો એવું બને તો તમને કોઈ વાંધો ન આવે એવું વાતાવરણ સર્જીને નોકરીમાંથી રુખસદ લો.

સંબંધ જાળવી રાખો

ઘણીવાર એવું બને કે થોડા મહિના કે એકાદ વર્ષમાં તમને નવી કંપનીમાં ન ગમે કે ન ફાવે ત્યારે તમે જો જૂની કંપનીમાં સારા સંબંધ જાળવી રાખ્યા હશે તો પાછા તમે ત્યાં જઈ શકશો. આપણે ઘણીવાર કંપનીના બોસ પાસેથી સાંભળીએ છે કે મિ. એક્સ નોકરી છોડીને ગયા તેઓ કેવા પ્રોફેશનલ અને ટેલેન્ટેડ અને નમ્ર હતા અને નવી કંપની પણ એવી વ્યક્તિને પસંદ કરશે જે વ્યવહારુ અને પ્રામાણિક હોય.

આકર્ષક, માયાળુ, વિવેકી અને ઉદાર બનો

જતી વખતે બધાનો આભાર માનો. જેમની સાથે સારો સમય વિતાવ્યો હોય તેમની સાથે એ વાતો વાગોળો. સરસ મજાની ફેરવેલ નોટ લખો. તમારી કારકિર્દીમાં જેનું યોગદાન હોય- તમારા મેન્ટર, મિત્રો, ટીમ ચેમ્બર્સ બધાનો આભાર માનો. તમારી જૂની કંપની માટે ક્યારેય ખરાબ ન બોલો.

જોડાયેલા રહો

સોશિયલ મીડિયા અથવા ફોન દ્વારા જૂના મિત્રો અને બોસ સાથે જોડાયેલા રહો. તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપો. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર કહે છે, 'એક કંપની છોડીને બીજી કંપની જોઈન કરવાના સમય દરમિયાન તમે કેવી રીતે શરૂઆત કરો છો અને કેવી રીતે અંત કરો છો તે પ્રોફેશનલ સંબંધમાં અતિ મહત્ત્વની બાબત છે. તેથી એક કંપનીમાંથી તમારી કારકિર્દીને તમે વિરામ આપો ત્યારે જેટલા વ્યવહારુ, પ્રોફેશનલ અને આદરણીય બની શકો, બનવાની કોશિશ કરો.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment