Saturday, 26 September 2015

[amdavadis4ever] તડકભડક - Gujarati (Posted by B D jesrani)

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એવરેસ્ટઃ સિદ્ધિનું શિખર કે મોતનું?

તડકભડક: સૌરભ શાહ

૧૯૯૬માં માઉન્ટ એવરેસ્ટ પર એક મેજર અકસ્માત બન્યો. ૧૦મી અને ૧૧મીએ એવરેસ્ટના શિખરની નજીક પહોંચી ગયેલા આઠ-આઠ પર્વતારોહકોનાં મોત થયાં. બરફના તોફાનમાં ઘેરાઈ ગયેલા આ પર્વતારોહકોમાં જોન ક્રેકોર નામનો રાઇટર જર્નલિસ્ટ પણ હતો. બચી ગયો. બીજા વર્ષે એણે આ ત્રણસો પાનાંનું પુસ્તક લખ્યું, જેના પરથી આ જ નામની એક ટીવી મૂવિ ૧૯૯૭માં બની. જોન ક્રેકોરનું આ પુસ્તક પર્વતલવર્સમાં ખૂબ જાણીતું થયું. લોકપ્રિય પણ બન્યું,સાથોસાથ એની આકરી ટીકા પણ થઈ. ટીકા એટલા માટે કે એ એણે આ અકસ્માત માટે જેમની બેદરકારીને જવાબદાર ઠેરવી એમનો આ દુર્ઘટના માટેનો પોઇન્ટ ઓફ વ્યૂ ડાયમેટ્રિકલી અપોઝિટ હતો. એ પર્વતારોહકોએ પોતપોતાની દૃષ્ટિએ આ ગમખ્વાર બનાવ વિશેનાં પુસ્તકો લખ્યાં કે ઇન્ટરવ્યૂઝ આપ્યાં.
આ ફિલ્મ વિશે વાત કરતાં પહેલાં ૧૦-૧૧મે ૧૯૯૬ના દિવસે શું થયું હતું એ જાણીએ. જોન ક્રેકોરે 'ઇનટુ થિન એર' પુસ્તક લખ્યું, એના ઘણાં વખત પછી એ જ એક્સપીડિશનમાં ગાઇડ તરીકે સાથે ગયેલા રશિયાના એનાતોલિ બુક્રીવ નામના અનુભવી પર્વતારોહકે 'ધ ક્લાઇમ્બ' નામનું પુસ્તક લખ્યું, જે જોન ક્રેકોર કરતાં ઘણાં અલગ દૃષ્ટિકોણથી લખાયું છે. ક્રેકોરના ટીકાકારોમાં બુક્રીવ અગ્રણી છે. આ ઉપરાંત તે વખતના એક્સપીડિશનમાં સામેલ એવા બીજા એક બ્રિટિશ પર્વતારોહક ગ્રેહામ રેટક્લિફે પણ 'અ ડે ટુ ડાય ફોર' નામનું અલમોસ્ટ થ્રિલર નવલકથા વાંચતાં હોઈએ એવું આત્મકથનાત્મક બયાન લખ્યું છે. એવરેસ્ટના શિખરને બબ્બે વાર સર કરનાર એકમાત્ર બ્રિટિશ પર્વતારોહક તરીકે એ જગતભરમાં જાણીતો થયો છે. આ જ એક્સપીડિશનમાં બેક વેધર્સ નામનો એક જાંબાઝ પર્વતારોહક પણ હતો અને એણે પોતાના અનુભવો 'લેફ્ટ ફોર ડેડ' પુસ્તકમાં લખ્યા છે. આ ઉપરાંત માઇક ટ્રુમેન, મેટ ડિકિન્સન, લુ કાસિસ્ચકી અને લીન ગેમલગાર્ડે પણ આ દુર્ઘટના વિશે સ્વાનુભાવનાં અદ્ભુત પુસ્તકો લખ્યાં છે. આમાં જે છેલ્લું નામ છે તે બહેન એવરેસ્ટના શિખર પર ચડનારી સૌથી પહેલી સ્કેન્ડિનેવિયન પર્વતારોહક છે. સ્કોટ ફિશરની ટીમમાં જોડાઈને ૧૦મી મેએ એવરેસ્ટ પર છેક સુધી પહોંચી ગઈ, પણ જેની લીડરશિપમાં એણે આ શિક્ષા હાંસલ કરી એ સ્કોટ ફિશર પોતે કુદરત સામે ઝઝૂમીને પોતાને ભેટયો. એ આઠમાનો સૌથી જાણીતો માઉન્ટેનિયર સ્કોટ ફિશર.
એવરેસ્ટ પર ચડતા પહેલાં (એટલે કે આ લેખ વાંચતા પહેલાં) થોડીક પાયાની વાત તમારે જાણી લેવી જોઈએ. એવરેસ્ટની હાઇટ ૨૯,૦૩૫ ફીટની છે. એવરેસ્ટના આરોહણની તૈયારીરૂપે ઓછામાં ઓછાં બે-ત્રણ વર્ષ સુધી બીજા ઓછા ઊંચા પર્વતો પર આરોહણ કરવાથી માંડીને જાતજાતની તૈયારી કરવી પડે. જનરલી કાઠમંડુથી ફ્લાઇટ પકડીને લુકલા જવાનું હોય. ત્યાંથી ટ્રેકિંગ કરીને એવરેસ્ટના બેઝકેમ્પ પર. લગભગ બાર દિવસ લાગે. બેઝ કેમ્પ ૧૭,૬૦૦ ફીટની ઊંચાઈએ છે. કાઠમંડુમાં હવામાં ઓફિસજનનું પ્રમાણ ૭૦ ટકા હોય, બેઝકેમ્પમાં ઘટીને ૪૮ ટકા થઈ જાય. એવરેસ્ટના શિખર પર ૩૬ ટકા હોય. બેઝ કેમ્પ અને શિખરની વચ્ચે બીજા ચાર કેમ્પ કરવાના. કેમ્પ-વન, કેમ્પ-ટુ અને કેમ્પ-થ્રી અને કેમ્પ-ફોર. ચોથો કેમ્પ ૨૬,૦૦૦ ફીટની ઊંચાઈએ. લેહ-લદાખની સહેલગાહે જઈ આવેલા ગુજરાતી પર્યટકોને ખબર હશે કે બારથી પંદરેક હજાર ફીટની ઊંચાઈએ ગયા પછી હવામાંનો ઓક્સિજન ઓછો થવા માંડે ત્યારે શરીરને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે થોડો સમય જોઈએ અન્યથા એકાએક મગજને જો ઓછો ઓક્સિજન મળે અને મગજ ટેવાયેલું ન હોય તો દિમાગ સુન્ન થઈ જાય, ચક્કર આવે અને શરીરમાં જાતજાતના ફેરફારો થઈ જાય, કદાચ મરી પણ જઈએ. એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીના ટ્રેકિંગ પર ગયેલા મારા એક ઓળખીતા ટીનેજરને આવી તકલીફ થઈ ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચીને હેલિકોપ્ટરથી ઇવેક્યુએટ કરવો પડતો હતો.
એવરેસ્ટ આરોહણમાં ખાસ કરીને આ છેલ્લા તબક્કામાં સમય એક બહુ મોટું ફેક્ટર હોય છે- બે કારણોસર, આ છેલ્લો તબક્કો ડેથ ઝોન તરીકે જાણીતો છે. ઓક્સિજનના બાટલા વિના તમે સર્વાઇવ ન થઈ શકો (અપવાદરૂપે કેટલાક બહુ અનુભવી પર્વતારોહકોએ જીવનું જોખમ ખેડીને ઓક્સિજનના બાટલા વિના શિખર સુધી પહોંચવાની બહાદુરી દેખાડી છે.) રસ્તામાં જેટલું મોડું થાય એટલું તમારી ટાંકીમાંનો ઓક્સિજન ઓછો થતો જાય. બીજું શિખર પર સમયસર ચઢીને વખતસર ઊતરવાનું શરૂ ન કરો અને બપોર ઢળતી જાય તો બરફનું તોફાન શરૂ થઈ જાય. તમે એવરેસ્ટ ભલે સર કરી લીધું, પણ જ્યાં સુધી સહીસલામત ઊતરીને ના આવો ત્યાં સુધી ગઢ આલા પણ સિંહ ગેલા જેવી પરિસ્થિતિ ના બને એ માટે સતત એક-એક મિનિટ તમારે ગણતરીમાં રાખવી પડે. આ એક કલાકનો વિલંબ પેલા ૮ પર્વતારોહકોનો જીવ લેવાનું ઘણું મોટું કારણ પુરવાર થયો. શું કામ આ ડિલે થયો એ ઇશ્યૂ આજ દિવસ સુધી વણઉકલ્યો છે.
બુક્રીવે બપોરે અઢી વાગ્યે શિખર પરથી કેમ્પ-ફોર પર પાછા જવા માટેનું ઉતરાણું શરૂ કર્યું. વીતેલા દોઢ કલાકમાં એ બીજા પર્વતારોહકોને શિખર સુધી પહોંચવામાં મદદ કરતો રહ્યો. આ દરમિયાન એની ટીમના કુલ છ પર્વતારોહકો અને રોબ હોલની ટીમમાંથી હોલ અને ક્રેકોર સહિત કુલ ચાર પર્વતારોહકો શિખર પર આવી ચૂક્યા હતા. અઢી વાગ્યે ક્રેકોરે જોયું કે હવામાન બગડવા માંડયું હતું અને ત્રણ વાગ્યે તો હિમવર્ષા શરૂ થઈ ગઈ અને પ્રકાશ પણ ઓછો થવા લાગ્યો. રોબ હોલના શેરપા સરદારે પોતાના સાથી સેરપાઓ સાથે ત્રણ વાગ્યા સુધી પોતાની ટીમના બાકીના પર્વતારોહકો આવે એની રાહ જોયા પછી ઉતરાણ શરૂ કર્યું. નીચે આવતાં હિલેરી સ્ટેપ પાસે શેરપા સરદારે જોયું કે ડગ હેન્સન નામનો એમની ટીમનો પર્વતારોહક શિખર તરફ આગળ વધી રહ્યો હતો. શેરપા સરદારે એને આગળ વધવાની ના પાડી અને પાછા નીચે જવાનો હુકમ કર્યો. હેન્સન માન્યો નહીં. વ્યવસાયે પેથોલોજિસ્ટ એવા ડગ હેન્સને અગાઉ એક વખત એવરેસ્ટની ડેલીએ હાથ દઈને પાછા આવી જવું પડયું હતું. એટલે આ ફેરી એ ડેસ્પરેટ હતો. ત્યાં જ બુક્રીવ-શેરપા સરદારની ટીમનો ચીફ સ્કોટ ફિશર આવી ગયો. પોણા ચાર વાગી ગયા હતા. સ્કોટ ફિશર હજુ શિખર સુધી પહોંચ્યો નહોતો. એણે શેરપા સરદારને નીચે જવાનું કહ્યું. ટીમના બીજા પર્વતારોહકોને મદદની જરૂર હતી. હેન્સનને હું સંભાળી લઈશ એવું સ્કોટ ફિશરે કહ્યું. સ્કોટની પોતાની તબિયત કથળવા માંડી હતી. એની ઓક્સિજનની ટાંકી ખાલીખમ થઈ ચૂકી હતી. જે આઠ જણ મૃત્યુ પામ્યા એમાં સ્કોટ ફિશર અને ડગ હેન્સન ઉપરાંત રોબ હોલ પણ હતા. ડગ હેન્સન જીદ કરીને બપોરે પોણા ચાર વાગ્યા પછી શિખર પર પહોંચ્યો હતો.
ફિલ્મનો આરંભ ન્યૂઝીલેન્ડના એરપોર્ટ પરથી થાય છે. 'એડવેન્ચર કન્સલ્ટન્ટ્સ' નામની કંપની ચલાવતો રોબ હોલ એની પ્રેગ્નન્ટ પત્નીથી વિદાય લઈ રહ્યો છે. રોબ હોલની સાથે એની ટીમના બીજા પર્વતારોહકો જોડાય છે. પાછળથી આ ટીમને 'માઉન્ટન મેડનેસ' નામની કંપનીના ટીમલીડર સ્કોટ ફિશર અને એના સાથી મળવાના છે. આ બંને એક્સપીડિશન કમર્શ્યલ છે અર્થાત્ રોબ હોલ ૬૫,૦૦૦ ડોલરની ફી ચાર્જ કરીને, જેને પોતાની સાથે આવવું હોય એને ટીમમાં સામેલ કરે છે. 'જેને આવવું હોય તેને'નો મતલબ એ નથી કે કોઈ પણ શોખીન એવરેસ્ટ આરોહણનું જોખમ લઈ શકે. એ માટે બેઝિક મિનિમમ લાયકાત તો જોઈએ જ, પણ કમર્શ્યલ વેન્ચરનો મતલબ એ કે આ ટીમોને કોઈ સરકાર દ્વારા કે સંસ્થા દ્વારા સ્પોન્સર કરવામાં આવી નથી. એવરેસ્ટના આવા કમર્શ્યલ આરોહણ સામે ઘણાં પર્વતારોહકોનો વિરોધ છે. યોગાનુયોગ જુઓ કે માર્યા ગયેલા આઠ જણામાં આ બેઉ કંપનીના માલિકો - ટીમ લીડર પણ હતા રોબ હોલ અને સ્કોટ ફિશર.
બે કલાક લાંબી આ ફિલ્મ જોવાની રિઅલ મજા થ્રી-ડી ઉપરાંત આઇમેક્સ ફોર્મેટમાં જોવાની છે. એવરેસ્ટનો ખરો વૈભવ આ ફોર્મેટમાં જ માણી શકાય. અડધી ફિલ્મ કેમ્પ-ફોર સુધી પહોંચવાથી પૂરી થાય છે. સેકન્ડ હાફ ડિઝેસ્ટર અને એની આફ્ટર ઇફેક્ટ્સનો છે. ક્રેમ્પોન (પગમાં પહેરેલા શૂઝની સાથે જોડેલા લોખંડી ખીલાવાળું સાધન) પહેરીને એલ્યુમિનિયમની નિસરણી પરથી નીચે ઊંડી ખાઈ હોય એવા બે પોઇન્ટ્સને પાર કરતા પગ લપસી પડે ત્યારે કેવી કટોકટી સર્જાય એનાં દિલધડક દૃશ્યોથી કાચાપોચાનું હાર્ટ બેસી જાય. બરફના તોફાનનાં દૃશ્યો સ્વાભાવિકપણે જ સ્પેશ્યલ ઇફેક્ટ્સથી શૂટ થયાં છે, પણ જાણે ડોક્યુમેન્ટરી ફિલ્મમાંનાં દૃશ્યો હોય એટલાં એ વાસ્તવિક લાગે.
આ ફિલ્મ વાતાવરણની ફિલ્મ છે. કોઈ કદાચ કહે કે, હજુ સારી બની શકી હોત તો હું સંમત છું, જરૂર વધુ સારી બની શકી હોત. ફિલ્મનો આધાર જોન ક્રેકોરનું પુસ્તક કે બાકીનાં પુસ્તકોમાંનું કોઈ એક પુસ્તક નથી. બલ્કે બે સ્ક્રિપ્ટરાઇટર્સની પટકથા પરથી એ બનેલી છે. આ બંનેએ વધુ રિસર્ચ કર્યું હોત તો ફિલ્મમાં ઘણી બધી માહિતી ઉમેરાઈ હોત એવું મને લાગે છે. મેં તો આ ફિલ્મ લખી નથી (ક્યાંથી લખી હોય!) છતાં આ દુર્ઘટના વિશેની મારી પાસેની માહિતી આ ફિલ્મમાં દેખાડી છે એના કરતાં અનેકગણી વધારે છે. ફિલ્મમાં અફકોર્સ, બે જ કલાકમાં બધુ દેખાડી દેવાની મર્યાદા સ્વીકારવી પડે. બીજું, અહીં રોબ હોલ જેવા એક-બે જ કેરેક્ટર્સ ઉભારવામાં આવ્યાં છે. બીજાં પાત્રો પણ જો પ્રોપર્લી ઇચ થયા હોત તો એમનાં મોત કે એમની જદ્દોજહદ વધારે ઇન્ટરેસ્ટિંગ બની હોત. દા.ત. આગળ પેલી સેન્ડીની જે વાત કરી તે બહેન બહુ પૈસાદાર સોશ્યલાઇઝ હતી. બેઝ કેમ્પ પર પોતાનું ટીવી લઈને આવી હતી એવું જોન ક્રેકોરે નોંધ્યું છે! જોકે,ફિલ્મમાં એવું બતાવ્યું નથી. સેન્ડી જે રીતે હિલેરી સ્ટેપ ચડવા માટે શેરપાની મદદ લે છે એ જોઈને તમને હસવું આવે કે કોઈ સિરિયર માઉન્ટેનિયર આવું કરે!


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment