Thursday, 7 July 2016

[amdavadis4ever] ઘડીકમાં વાદળિયુ ં હવામાન, ઘડીકમ ાં ખુલ્લો સૂર્ય પ્રકાશ (તડકભડક)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પોતાના કે સામેવાળી વ્યક્તિના આ કે આવા અનેક અણધાર્યા પ્રતિભાવ આવી શકે એવું સ્વીકારવાની ઉદારતા જયાં સુધી ન ઊગે ત્યાં સુધી મનમાં કલહનું સામ્રાજય રહેવાનું. લોખંડના સળિયાની એક જાહેરખબર એક જમાનામાં બહુ જોવા મળતીઃ અમારા સ્ટીલ પ્લાન્ટમાં ખાતરીપૂર્વકનો અને ચોક્કસાઈપૂર્વક તૈયાર કરેલો માલ મળશે એવું કહેતી જાહેરખબરમાં બેચનં.૪૮બેચ નં.૭૪બેચ નં.૧૨૩ ઈત્યાદિમાં તૈયાર થયેલા સળિયાની તસવીરો દેખાડવામાં આવતી. જુદા જુદા દિવસે બનેલા સળિયાની જાડાઈ સેન્ટિમીટરના એક હજારમા ભાગ સુધીની ચોક્કસ છે. પોઈન્ટ ઝીરો ઝીરો વન મિલિમીટરનોય એમાં ફરક નથી. ફરક પડી જાય તો જરૂર આસમાન તૂટી પડે. આસમાન નહીં તો કમ સે કમ મકાન તો તૂટી જ પડે. મનના પ્રતિભાવ આટલા ચોક્કસઆટલા નિશ્ચિત હોઈ શકેહોવા જોઈએઉદાસી અને ઉત્સાહનાં બે અંતિમો જીવનમાં ન હોવા જોઈએ બન્નેને છોડીનેબેલેન્સિંગ કરીનેમધ્યમ માર્ગે ચાલવાનું શીખવું જોઈએ એવી સલાહ શાણા પુરુષો આપતા રહે છેજેને આપણા જેવા અનાડીઓએ ગણકારવાની જરૂર નથી. લાગણીની તીવ્રતા એક એવી મૂડી છે જે દરેકની પાસે હોતી નથી. ભરપૂર ઉદાસીમાં હોવાના મૂડની એક મઝા છે. સાતમા આસમાનને સ્પર્શી લઈશું એવા ઉત્સાહની ચરમસીમાનો પણ એક આનંદ છે. આવી મઝા કે આવા આનંદને સ્પર્શીને પાછા આવી જવાનું હોય ત્યાં પડયા પાથર્યા રહેવાનું ન હોય. એવું બને તો તે જોખમી કહેવાય. કબડ્ડીની રમતમાં જેમ શ્વાસ તોડયા વિના પ્રતિસ્પર્ધીના પાલામાં પ્રવેશીને એની સીમારેખાને સ્પર્શીને તરત જ પોતાની અસલ દુનિયામાં પાછા આવી જવાનું. ઉત્કટ ઉદાસીની ગહેરાઈને સ્પર્શી ચૂકેલાઓ જ સમજી શકે આવી ગમગીનીના સૌંદર્યને. માનસિક મસ્તીના સાત્ત્વિક નશાનો પારાવાર આનંદ માણ્યા પછી જ ખબર પડે કેસાતમા આસમાનમાં વિહરવું એટલે શું.  
કેબલ ટીવીની ચેનલ ખોવાઈ જતાં દુઃખી બની જનારાઓને અને રિલાયન્સનો બોનસ શેર મળી જવાથી ખુશ ખુશ થઈ જનારાઓને આ વાત સમજતાં થોડી વાર લાગવાની. એમને મધ્યમ માર્ગવાળી ડાહીડાહી વાતોમાં વધારે વિશ્વાસ બેસવાનો. જેમના અનુભવોનો વ્યાપ સાંકડો અને જેમની અનુભૂતિની તીવ્રતા ખૂબ ટૂંકી હોય એમનાં મન અને હૃદય પણ જતે દહાડે એવાં જ થઈ જવાનાં. તેઓ કયારેય કોઈને મન મૂકીને પ્રેમ નહીં કરી શકેકયારેય પૂરેપૂરા નીચોવાઈને બીજાને ન્યાલ નહીં કરી શકે અને તેઓ કયારેય પોતાની અકળામણવ્યથા કે આક્રોશનું છેલ્લામાં છેલ્લુ ટીપું બીજા આગળ નીચોવાઈ જઈને ઠાલવી પણ નહીં શકે. તેઓ ખુલ્લા મોઢે ખડખડાટ હસી શકતા નથી. મન મૂકીને ધ્રુસકે ધ્રુસકે ધોધમાર રડી શક્તા પણ નથી. એમના ચહેરાના હાવભાવમાં તીવ્રતમ પલટો આવે તોપણ બહુ બહુ તો હોઠ પર નાનકડં  સ્મિત આવે કે પછી કોઈ વાર આંખની કિનારી જરીક ભીની દેખાયજરીક જ.  
માણસ પોતે તટસ્થ હોવાની કે નિર્લેપ હોવાની ગમે એટલી હુશિયારી ઠોકે તો પણ અંદરથી તો એ ઝંખતો જ હોય છે કે હું પણ કયારેક આ બેમાંથી કોઈ એક અંતિમે જઈ આવુંથોડીવાર ત્યાં રહું અને પાછો આવું. કોઈના માટે સંઘરેલો આક્રોશ પૂરેપૂરો ઠાલવી આવવાનું મન નથી થયું કયારેય તમનેકોઈના માટે પૂરેપૂરા ખુવાર થઈ જઈને પ્રેમ પ્રગટ કરવાનું મન નથી થયું તમનેખૂબ બધું અને ભરપૂર માત્રામાં જીવવાથી જ જીવનનો ખરો આનંદ માણી શકાય. આવા જીવનની ક્ષણો જિંદગીમાં ખૂબ ઓછી હોય. આખી જિંદગી એ રીતે જીવી શકાય પણ નહીં. એવું કરવા જોઈએ કે અજાણપણે અનિચ્છાએ એવું થઈ જાય તો સાઈકીએટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લેવી પડે. પણ એવી બે-ચાર ક્ષણો સુધી જરૂર પહોંચી શકાય. એ ક્ષણો જેને જીવનભર જાળવી રાખવી ગમેસ્મૃતિમાં લાવ્યા કરવી ગમે.  
મનની ઉદાસી બહારના વાતાવરણને પકડી લે છે ત્યારે આખી સવાર સુસ્ત લાગે છે. ભીતરની મહેક કૂદીને વાતાવરણની આંગળી ઝાલી લે છે ત્યારે આ જ સવાર હિલ સ્ટેશનની ખુશનુમા સવાર બની જાય છે. રોજિંદા કરતાં કંઈક જુદું પડી જતું વાતાવરણ આપણને આપણામાંથી બહાર લાવે છે. અંદર જે સંઘરાયું હશે તે જ બહાર આવવાનું છે. ગમે એવો ખુશહાલ નોસ્ટેલ્જિયા પણ મનમાં વિષાદ જન્માવે છે. સ્મૃતિનું કામ જ આ છે. આનંદની ક્ષણો યાદ કરીને ઉદાસ થઈ જવાનું છેએ ક્ષણો વીતી ગઈ એની ઉદાસીએ ક્ષણો હવે ફરી કયારેય પાછી નહીં આવે એની ઉદાસી. ભૂતકાળમાંથી ખરી પડતી ક્ષણોને યાદ કરીને ઉદાસી તો જન્મવાની જ છે. ઘડીકમાં વાદળિયું હવામાન તો ઘડીકમાં ખુલ્લો સૂર્યપ્રકાશ. કુદરત ક્યારેય તમને એકસરખી ક્વોલિટીના માલની ગેરંટી આપતી નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment