Sunday 31 July 2016

[amdavadis4ever] મહત્ત્વાકાં ક્ષાની સિદ્ ધિ કરતાં જી વન મોટું છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિરલ બેચેન છે. વ્યગ્ર છે, એને કશું સારું નથી લાગતું, કશામાં રસ નથી પડતો, મન નથી ચોંટતું. એના હૃદયમનમાં એક વાત ખોતરાયા કરે છે. હું આટલું બધું ભણ્યો, ગોલ્ડ મેડલ સાથે ડિગ્રી પરીક્ષા પાસ કરી, સારામાં સારી કંપનીમાં ઊંચા, પ્રતિષ્ઠિત પદ પર છું, છતાં મને એકે વાર પરદેશ જવાની તક કેમ નથી મળતી? બીજી ગમે એટલી સગવડો કંપની આપે તેથી શું? બહારની દુનિયા જોવાની તક તો નથી આપતી ને! વિશાળ જગતનો અનુભવ તો નથી આપતીને! પેલો સંજય, એ મારા જેટલું જ ભણ્યો છે, અમે સાથે પાસ થયા, હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતો તેથી મને ગોલ્ડ મેડલ મળ્યો જ્યારે એને નહીં. 

છતાં એની કંપનીએ એને ત્રણ વખત પરદેશ મોકલ્યો ને ચારેબાજુ એનો કેટલો વટ પડી ગયો. હવે તો એની વાતોમાં પરદેશના જ ઉલ્લેખ આવે છે. 

પરદેશ જઇ આવ્યા પછી એનો રૂઆબ કેટલો વધી ગયો છે. એનું વ્યક્તિત્વ જ જાણે બદલાઇ ગયું. એના બોલવામાં-ચાલવામાં, અરે ઊભો રહે છે ત્યારેય કેટલો પ્રતિભાશાળી લાગે છે!

એનો વિચાર આવે છે ને હું મારી જાતને વામણો અનુભવું છું. એ મારાથી આગળ નીકળી ગયો, ને હું પાછળ પડી ગયો એવું લાગે છે. 

સગાંવહાલાં, મિત્રો પણ મને પૂછે છે તમને સંજયની જેમ પરદેશ જવા નથી મળતું? સંજયને બહુ ચાન્સ મળ્યા. 

લોકોની નજરમાં સંજય હીરો બની ગયો છે. એના કરતાં મારી શૈક્ષણિક કારકિર્દી ચડિયાતી છતાં હું એના જેટલું ના મેળવી શક્યો!

રાત ને દિવસ વિરલ આ જ વિચાર કરે છે, એ એની ડીગ્રીઓ અને કાબેલિયતથી એટલો સભાન છે કે એ ડિગ્રીઓ એનું બંધન બની ગઇ છે, એની વિશેષતાઓથી એ એટલો જકડાઇ ગયો છે કે એની આગળ એ કશું વિચારી શકતો જ નથી. 

પરદેશની ટૂરનું ભૂત વિરલના મગજ પર એવું ચડી બેઠું છે કે એ સામાન્ય માણસની જેમ સ્વાભાવિક જીવી જ નથી શકતો. 

એના ભાણામાં એને ભાવતી મનપસંદ વાનગી એની પત્ની ચૌલાએ પીરસી હોય ત્યારે પ્રસન્નતા વ્યક્ત કરવાને બદલે એ પોતે શું ખાઇ રહ્યો છે, એનુંય એને ભાન ના હોય. 

ક્યારેક ચૌલા પૂછે, 'કેમ પૂરણપોળી કેવી થઇ છે, કંઇ બોલ્યા નહિ'

તો પહેલાંની જેમ 'સરસ થઇ છે' એવું કહેવાના બદલે ઘૂરકિયું કરતો હોય એમ બોલે, "પૂરણપોળી બનાવીને તેં શી મોટી ધાડ મારી છે તે વખાણ સાંભળવા છે?

વિરલ આ પહેલાં કદી રૂક્ષ થઇને આવું બોલતો ન હતો. એના અવાજમાં આવી કટુતા કદી ના આવતી. ચૌલા ડઘાઇ જતી કે પતિ આવો બદલાઇ કેમ ગયો? શું થયું છે એને?

ચૌલા એને આનંદમાં લાવવા કોઇ વાત કરવા જાય તો એ રસ નથી લેતો અને મોટેથી બોલે,"પ્લીઝ મને તારી ધૂળ જેવી વાતો કહીને મારું માથું ના દુખાડ.

માણસે સ્વાભાવિક પ્રસન્ન રહેવા માટે જીવનની, રોજિંદા જીવનની નાની નાની ઘટનાઓથી ખુશ રહેવું જોઇએ. જીવનમાં ખુશ રહેવા માટે બહુ મોટી સિદ્ધિઓની જરૂર નથી હોતી. 

પણ વિરલ એની સ્વાભાવિક સરળતા ગુમાવી બેઠો. એ ઉશ્કેરાયેલો, ધૂંધવાયેલો, અકળાયેલો રહેવા માંડ્યો. અને પરિણામે એને લોહીના દબાણની તકલીફ ઊભી થઇ. ડૉક્ટરની સલાહ મુજબ ગોળીઓ લેવાની શરૂ કરી પણ એના જીવને ચેન નથી. રાત્રે ઊંઘ નથી આવતી. 

છાતીમાં અવારનવાર દુ:ખાવો થવા માંડ્યો. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે કહ્યું, "હળવાશથી જીવો. કોઇ તનાવખેંચ ના અનુભવો. હું દવા તો આપું છું પણ દવાની સાથે સાથે તમારા વલણ પર આધાર રહે છે.

વિરલના પપ્પા અંબાલાલ દીકરાને કહે, "બેટા તેં જે મેળવ્યું છે એ ઓછું નથી. એનાથી સંતોષ માન ને આ હાયવોય છોડી દે. આ ઉદ્વેગથી તો તેં જે મેળવ્યું છે એય તું ભોગવી શકતો નથી.

વિરલને પપ્પાની વાત ગમતી નથીએ તાડૂકે છે," તો શું હું મહત્ત્વાકાંક્ષા' ના રાખું? મહત્ત્વાકાંક્ષા રાખો તો જ આગળ વધાય. જોતા નથી લોકો ક્યાંના કયાં પહોંચ્યા છે. તને મહત્ત્વાકાંક્ષા છે' "બેટા, માણસની મહત્ત્વાકાંક્ષા એના જીવન કરતાં તો મોટી ના હોવી જોઇએ ને! એ મહત્ત્વાકાંક્ષા આપણી પર ચડી બેસે, આપણને થકવી નાખે, એ પાર ના પડે તો આપણે જિંદગી હારી જઇએ, જીવનના રસકસ ગુમાવી બેસીએ એવું તો ના થવું જોઇએ. 

દીકરા જીવનમાં માણસ ઇચ્છે એ બધું તરત એને નથી મળી જતું. જીંદગી આખી સંઘર્ષ કરો ને ના પણ મળે. માણસને નિષ્ફળતા જીરવતાંય આવડવું જોઇએ. 

"પપ્પા, તમે જે સલાહ આપો છો ને એ બોલવામાં સહેલી છે પણ હું લાયક હોઉં તોય મને યોગ્ય ના મળે તો એ હાર જીરવવી કપરી છે. તમે મારા ઠેકાણે હો તો જ મારાં દુ:ખ દર્દ સમજાય.

"બેટા, તારી વાત સાચી છે, મારામાં તારા જેટલી વિશેષતાઓ નથી એટલે મેં તારી જેમ કોઇ મોટાં સ્વપ્નાં નથી જોયાં. તારી જેમ સંપત્તિ નથી મેળવી. 

છતાં પણ મેં સુખ તો મેળવ્યું જ છે, કારણ કે સુખી થવાની કલા મારામાં છે. મેં તારી જેમ વલોપાત કરીને જે મળ્યું છે એ વેડફી નથી માર્યું. મેં બાળપણની સરળતા નથી ગુમાવી. આશ્ર્ચર્ય પામવાની શક્તિ અકબંધ છે. આજેય સૂર્યોદય મુગ્ધપણે જોઉં છું. આજે પણ મારી અંદર ગીત ઊઠે તો હું ગાઇ કાઢું છું. હાથમાં પેન-કાગળ આવે ને ફૂલપાંદડું ચીતરવાનું મન થાય તો ચીતરી કાઢું છું. મિત્રો સાથે વાત કરવાનું મન થાય તો એમની પાસે દોડી જાઉં છું. 

બેટા, તું જે ભૌતિક સિદ્ધિઓ ઇચ્છે છે એ તારા સુખ,સંતોષ માટે છે. પણ એને મેળવવાં આપણાં સ્વભાવ,સુખ,સંતોષ, ચેનને હોડમાં ન મુકાય. તે ટેક્નિકલ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ જીવવાની કલા શીખ. વિરલના મનમાં બાપની સલાહ ઊતરી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment