Sunday 31 July 2016

[amdavadis4ever] ઑસ્ટ્રિય ામાં ‘સ્ક ી’નો પહેલો પાઠ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઠંડીને મજેદાર બનાવવાનો પશ્ર્ચિમના દેશોએ અત્યંત સાહસિક અને જોખમી રસ્તો શોધી કાઢ્યો છે, પણ મજાની વાત એ છે કે યુરોપના મોટા ભાગના દેશોમાં સ્નોની સીઝન નજીક આવતાં આ જોખમ લેવા ભલભલા તૈયાર થઈ જાય છે. અહીં વાત સ્કીની ચાલી રહી છે. ઘણા લાંબા સમય સુધી સ્કી માત્ર્ા ફિલ્મોમાં જ થતું જોયું હતું અને યુરોપમાં રહેવા ગયા પછી બરફાચ્છાદિત પર્વતો પર પણ ઘણી વાર જવાનું થયું છે, પણ કદી હજારો મીટર ઊંચા પર્વતો જોઇને મનમાં આવો વિચાર નહોતો આવ્યો કે એના ઢોળાવ પરથી લસરતાં લસરતાં નીચે આવીએ તો શું થાય? વળી, મોટા ભાગે સ્કી સીઝન પૂરી થાય તે પછી સ્કી ઇન્જરી લઇને ફરનારા ઘણા લોકો ઑફિસોમાં, મોલ્સમાં અને રસ્તા પર દેખાયા કરતા હોય છે.

ખરેખર જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે પગે પાટો કે પ્લાસ્ટરવાળા લોકોની સંખ્યા જાણે નોંધપાત્ર્ા રીતે વધી જતી હોય છે. એવામાં જ્યારે અમારા માનહાઇમનાં મિત્ર્ાો સૅમ અને ભાવના સ્કી વેકેશન માટે ખાસ રસિક નીકળ્યાં તેનું પરિણામ એ આવ્યું કે ગયા ડિસેમ્બરમાં ઑસ્ટ્રિયામાં સ્કી રિસોર્ટનું બુકિંગ થઈ ગયું. તે પછી બીજાં મિત્ર્ાો અને કોલિગ્સ સાથે વાત નીકળી તો અચાનક જ બધાંની પોતપોતાની સ્કી અને સ્નો-બોર્ડિંગની વાર્તાઑ બહાર આવવા માંડી.

જે લોકોને સ્કીમાં મજા આવે અને પૂરતી ફાવટ આવી ગઈ હોય તેમના માટે તો આ પ્રવૃત્તિ એડિક્શન જેવી જ છે. પણ ખરેખર એના એ ઢોળાવ પર ઊતર-ચઢ કર્યા કરવાનું મને તો ફિલોસોફર કામુની 'મિથ ઑફ સિસિફસ' જેવું લાગતું હતું. કામુએ એક નિબંધમાં લખ્યું છે કે માનવજાત એટલી એબ્ઝર્ડ છે કે ગ્રીક માઇથોલોજીના પાત્ર્ા સિસિફસની જેમ રોજ એકનો એક પથ્થર પહાડ પર ચઢાવીને સંતોષ લીધા કરે. સ્કી કરવામાં કોઇ પથ્થરની જરૂર નથી પડતી, પણ તેના માટે પહેરવા પડતાં ખાસ પ્રકારના બૂટનું વજન પણ ત્ર્ાણ-ચાર કિલોથી ઑછું તો ન જ લાગ્યું.

જેમ જેમ આખી પ્રવૃત્તિનું સંપૂર્ણ આયોજન થવા લાગ્યું તેમ તેમ અત્યાર સુધી અમે સ્કી કરવા કેમ નથી ગયાં તે સ્પષ્ટ થતું ગયું. એક વાર હોલીડે એપાર્ટમેન્ટનું બુકિંગ થયું તે પછી સ્નોમાં પહેરવાનાં જૂતાં, સ્કી માટે પહેરવાનાં જૂતાં, સ્કી માટે જરૂરી એસેસરીઝ, હેલ્મેટ, પેડિંગવાળા પોશાકો અને સ્કી સ્લોપ સુધી પહોંચવાની વ્યવસ્થાનાં આયોજનો શરૂ થયાં. થોડી ચીજો ખરીદી, થોડી ત્યાં જઈ ભાડે લઈ લેશું એવું નક્કી થયું. વરસમાં બે વાર સ્કી કરવા જતો સૅમ તો સ્કી માટે જરૂરી નાનામાં નાની ચીજ પણ વસાવી ચૂક્યો છે.

એક વાર જ્યારે તૈયાર થયાં પછી સ્કીનો સામાન બંનેમાંથી કોઇની ગાડીમાં સમાય તેમ નહોતો એટલે તેના માટે અલગ ગાડી પણ રેન્ટ કરી. કોઇ પણ ઢોળાવ પર ગોથીકલું ખાઇ જવાની આદત આ વેકેશનમાં મારો પીછો નહિ કરે તે અપેક્ષા સાથે અમે માનહાઇમથી ઑસ્ટ્રિયા તરફ નીકળી પડ્યાં. ઑસ્ટ્રિયામાં આમ તો અઢળક સ્કી રિસોર્ટ છે, પણ મોટા ભાગના પરિવારોએ એક વાર પોતાનો માનીતો સ્કી રિસોર્ટ પસંદ કરી લીધો હોય, પછી દર વર્ષે ત્યાં જ ભેગા થવાની ટ્રેડિશન બની જતી હોય છે, એટલે અમારું બુકિંગ સૅમના માનીતા ઑસ્ટ્રિયન સ્કી રિસોર્ટ સ્ટુબાઇમાં થયું હતું.

બપોરે નીકળ્યાં હતાં એટલે ઑસ્ટ્રિયા પહોંચતાં રાત પડી જવાની હતી. ક્રિસમસ આસપાસનો સમય હતો એટલે ઠંડી તો ખૂબ હતી પણ છેલ્લાં ઘણાં વર્ષોની માફક સ્નોનું હજી આગમન થયું ન હતું. આમ પણ આ વિસ્તારમાં સરખો સ્નો તો જાન્યુઆરી પછી જ પડે છે, એવું ગાઇડ બુકમાંથી જાણવા મળ્યું, પણ લાઇવ વેધર વિડિયો કેમમાં તો સ્ટુબાઇ પર ઘણા દિવસોથી લોકો સ્નોમાં સ્કી કરી જ રહ્યાં છે તેવું દેખાતું હતું. તે પછી અમારી સાથેના એક્સપર્ટ સમજાવવા લાગ્યા કે ચાર-પાંચ મહિના ચાલતી સ્કી સીઝન આ બધા રિસોર્ટના ઢોળાવો કુદરતી રીતે સતત બરફાચ્છાદિત નથી હોતા. ત્યાં મોટી મોટી સ્નો બનાવતી મશીનો પણ જોવા મળશે. તે સાંભળીને ઉત્સાહ ઑર વધી ગયો.

મજેથી ફરતાં ફરતાં રાતના અંધારામાં રસ્તામાં આવતી આલ્પ્સની ખીણોમાં જાણે છુપાઇને વસ્યાં હોય તેવાં નાનાંનાનાં ગામડાંઓની રડીખડી લાઇટો અદ્ભુત

નજારો આપી રહી હતી. અમારો હોલીડે એપાર્ટમેન્ટ સ્કી રિસોર્ટથી વીસેક કિલોમીટર દૂર આવેલા ગામ નોયસ્ટિફ્ટમાં હતો. આ નાનકડું ટાઉન પણ બધી બાજુ પહાડોથી ઘેરાયેલું હતું.

બીજે દિવસે સવારે સીધા પહેલા સ્લોપ તરફ જવાનું હતું. તે પહેલાં રાત્ર્ો એપાર્ટમેન્ટમાં બેસીને સ્કી સાથે જોડાયેલા નવા શબ્દો અને પરંપરાઓ વિષે વાંચવાની પણ એટલી જ મજા આવી. સાથે એ પણ મજાક થઈ કે પહેલા દિવસે તો અમારે નાનકડા ટ્રેઇનિંગ સ્લોપ પર ટ્રેઇનર સાથે માત્ર્ા પ્રેક્ટિસ જ કરવાની રહેશે.

રસ્તામાં ઑસ્ટ્રિયાનું મારું મનપસંદ શહેર ઇન્સબ્રુક પણ દૂરથી જોવા મળેલું. ભાષા સહિત મોટા ભાગનું ઑસ્ટ્રિયા જર્મનીથી એટલું નજીક છે છતાંય અહીંની હવામાં પણ આ દેશ જુદો છે, તેવી અનુભૂતિ થયા વિના રહે નહિ. વેકેશન છે તો આરામથી સવારે સ્લોપ પર જઈશું એવું વિચારેલું એ વાત પર બરફ ફરી વળ્યો, કારણ કે સવારે તાજા માહોલમાં સ્કી કરવા માટે ત્યાં સ્લોપ્સ પર છ વાગે હાજર થઈ જવું પડે. અને તેના માટે બધાએ સવારે એકદમ વહેલા ઊઠવું પડે તેમ હતું. આ પ્રવૃત્તિને વેકેશન કહેવું કે કેમ એ પ્રશ્ર્ન જરૂર થાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment