Thursday, 7 July 2016

[amdavadis4ever] પર્યાવરણનાં હિત ચિંતક પ્ રાધ્યાપક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક પ્રાધ્યાપક મહિલા કેટલું કામ કરી શકે? આવો સવાલ ભારતમાં જ નહીં વિદેશમાં પણ થાય છે! પણ ૨૨૦ સંશોધન નિબંધ (થીસિસ) અને બે પુસ્તક તેમનાં નામે છે જેમાંનું એક પુસ્તક અમેરિકાના પ્રકાશકે પ્રકાશિત કર્યું છે, ઉપરાંત યુનાઈટેડ નેશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રેમ (યુએનઈપી)ના એશિયન બ્રાઉન ક્લાઉડ પ્રોજેક્ટમાં હિસ્સો લીધો હતો. આ સિવાય તેમણે ૨૬ વિદ્યાર્થીઓને પીએચ. ડી માટે માર્ગદર્શન આપ્યું છે. તેમાંથી દસ વિદ્યાર્થીઓ સંશોધન કાર્યમાં વ્યસ્ત છે. તેમનું નામ છે, પ્રોફેસર મધુલિકા શશીભૂષણ અગ્રવાલ.

પ્રો. મધુલિકાએ ગોરખપુર યુનિવર્સિટીમાંથી બી. એસસી. અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ. એસસી. કર્યા બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી જ પ્રો. ધ્રુવ રાવના હાથ નીચે 'વાયુ પ્રદૂષણની વનસ્પતિ પર અસર' વિષયમાં સંશોધન કર્યું હતું. હવા, પાણી અને જમીનના પ્રદૂષણના વિષયમાં સંશોધન-અભ્યાસ ચાલુ રાખ્યો હતો, પરિણામે ભારતમાં આજે તેમને આ વિષયોના અગ્રગણ્ય રિસર્ચર માનવામાં આવે છે. હેવી મેટલ-ભારે ધાતુ-ઝેર પેદા કરતી ધાતુ (પારો, સીસું, કલાઈ, સોમલ) વગેરેને કારણે ખેતી પર અને અન્નસાંકળ પર થનારી અસર એ પણ તેમના સંશોધનનો વિષય છે. ઓઝોનના પ્રદૂષણને કારણે ઘઉં જેવા ધાન્યના જુદા જુદા પ્રકારના ઉત્પાદનમાં થનારા ઘટાડાનું માપ-પ્રમાણ કાઢીને ઔદ્યોગિક પ્રદેશ નજીક અનાજની કયા પ્રકારનું વાવેતર કરવાથી નુકસાન ઓછું થશે એનો અંદાજ મૂકી ધાન્યના પાકમાં થતા નુકસાન પર તોડ કાઢ્યો. પૃથ્વીના ઉષ્ણતામાનમાં થનારો વધારો ધ્યાનમાં લઈને ડૉ. મધુલિકા અગ્રવાલે 'અલ્ટ્રા-વાયોલેટ 'બી' કિરણો અને વધેલા કાર્બન ડાયોક્સાઈડની મહત્ત્વનાં અનાજના જુદા જુદા પ્રકાર પર થનારી અસર' સંબંધી કરેલાં સંશોધનની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.

તેમને ૧૯૮૮માં અમેરિકાની ફૂલબ્રાઈટ ફેલોશિપ મળતા પ્રોફેસર ડૉ. અગ્રવાલે અમેરિકામાં મેરિલૅન્ડ બેલ્ટ્સવિલ એગ્રિકલ્ચરલ રિસર્ચ સેન્ટરમાં સંશોધન કર્યું હતું. ઈંગ્લૅન્ડમાં લેન્કેસ્ટડર ખાતે રોયલ સોસાયટી અને ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પણ તેમને ફેલોશિપ મળી હતી. તેમણે કરેલાં સંશોધનોને પગલે તેમને અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માન-અકરામ-બહુમાન મળ્યાં છે. ભણતાં હતાં ત્યારે બી. એસસી.ની પરીક્ષામાં ઉચ્ચ સ્થાન મેળવવા બદલ નેશનલ સ્કોલરશિપ, એમ. એસસી.માં પ્રથમ સ્થાન મેળવવા માટે બી.એચ.યુ. ગોલ્ડ મેડલ તેમના નામે છે. ઉપરાંત અન્ય અનેક માન-અકરામો તેમના નામે છે. યુનેસ્કો-રોસ્તાસ્કા યન્ગ સાયન્ટિસ્ટ અવૉર્ડ, ૧૯૯૬માં પ્રો. હિરાલાલ ચક્રવર્તી અવૉર્ડ ઑફ ઈન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશન, બિલેટરલ એક્સચેન્જ ફેલોશિપ ઑફ ઈન્સા ઍન્ડ રોયલ સોસાયટી, લંડન જેવા અકરામો મેળવનારાં બડભાગી છે. યુજીસીનો પર્યાવરણમાં સંશોધન માટે આપવામાં આવતો સ્વામી પ્રણવાનંદ સરસ્વતી નેશનલ પારિતોષિક તેમને મળ્યું છે. આ સાથે મધુલિકા નેશનલ એકેડેમી ઑફ સાયન્સીસ અને નેશનલ એકેડેમી ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસના સભ્ય છે.

ડૉ. મધુલિકા અગ્રવાલે દિલ્હીમાં પર્યાવરણ મંત્રાલય, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી), ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી (ડીએસટી), કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર) જેવા સરકારી એકમોના પ્રકલ્પોમાં કામ કર્યું છે. વિદેશમાં ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ-યુકે, સ્ટોકહોમ એન્વાયરનમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, નોર્વેની રિસર્ચ કાઉન્સિલ દ્વારા પ્રેષિત પ્રકલ્પો વિશે સંશોધન કાર્ય કર્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment