Thursday, 7 July 2016

[amdavadis4ever] સૂરજ પર ધ ૂળ ન ઉડાડો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોરબીની જાણીતી શાળામાં છેલ્લાં પચ્ચીસ વર્ષથી સેવા આપી રહેલાં વિજયા પરમાર એક સનિષ્ઠ, બાહોશ પ્રિન્સિપાલ તરીકે આદર પામે છે. ત્રેવીસ વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર હમણાં બે વર્ષ પહેલાં જ તેઓ પ્રિન્સિપાલના પદે નિયુકત થયાં છે.

તે દિવસે સવારે અગિયાર વાગે વિજયાબેન તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે પ્યુને હાથમાં એક સફેદ કવર આપતાં કહ્યું: 'બેન, આ સેક્રેટરી પટેલ સાહેબે તમને આપવા કહ્યું છે.'

કવર ઉપર લખ્યું હતું: (શૉ કોઝ નોટિસ- કારણદર્શક નોટિસ) પ્રતિ, પ્રિન્સિપાલ વિજયાબેન પરમાર, અચાનક આ કાગળ હાથમાં આવતાં ક્ષણભર તો વિજયાબેનને અંધારા આવી ગયાં. પછી બે મહિના અગાઉ જ પટેલ જોડે થયેલા વિવાદનો પ્રસંગ યાદ આવી ગયો.

બે મહિના પહેલાં મેનેજમેન્ટ સાથેની એક મીટિંગમાં સેક્રેટરી મયંક પટેલ અને અકાઉન્ટન્ટ દેસાઇ હતાં. તેમાં ત્યાં મારે પટેલ સાથે ઉગ્ર ચર્ચા થઇ હતી. સેક્રટરી મયંક પટેલે કેટલાંક બિલ પર સહી કરી આપવાનો આગ્રહ કર્યો હતો ત્યારે મેં સ્પષ્ટતા માગી હતી.

'મેડમ, તમે માત્ર સ્ટેશનરી અને લેબોરેટરીનાં સાધનો બરાબર આપ્યાં છે કે નહીં એ જુઓ... બાકી આ આંકડાની માયાજાળ અમારે માટે છોડી દો.' મયંક પટેલે કહ્યું હતું.

'જુઓ, પટેલ સાહેબ, હું જાણું છું. આ બિલમાં લખ્યા પ્રમાણેની સ્ટેશનરી કે અન્ય પ્રયોગશાળાના સાધનો મગાવ્યાં જ નથી. તો આ બિલ શેનાં?' વિજયાબેને સ્પષ્ટતા કરતાં પૂછયું.

'તમે પ્રિન્સિપાલ તરીકે હજુ નવાં છો. તમે કંઇ જાણો નહીં... સરકારી ગ્રાંટના પૈસા આવે તે વાપર્યા છે એવું બતાવવું પડે. મેડમ, સંસ્થા ચલાવવા માટે થોડું ઉપર નીચે તો કરવું જ પડે ને?' મયંક પટેલે કહ્યું.

'સાહેબ, હું તમારો આદર કરું છું પણ મારું માનવું છે કે ચોખ્ખો હિસાબ એ સંસ્થાનું નાક છે. તમે આવા કામમાં મને સંડોવતા નહીં...' વિજયાબેને કહ્યું.

'એટલે તમે એવું કહેવા માગો છો કે અમે હિસાબમાં ગોલમાલ કરીએ છીએ અને તમે અણિશુદ્ધ છો. કશું ખોટું કરતાં જ નથી? 

મારું મોઢું ખોલાવતાં જ નહીં..' મયંક પટેલે આકરા થતાં કહ્યું.

'સાહેબ, હું તો માત્ર એટલું જ કહું છું કે જે પ્રમાણે સ્ટેશનરી કે સાધનો મગાવ્યાં હોય તે જ હિસાબના બિલ પાસ કરી શકાય... (પછી હાથમાં બે બિલ પકડીને વાંચતા કહ્યું.)

૪ ઓગસ્ટ, ૨૦૧૪ બે કૉમ્પ્યુટર... ૭૫ હજાર રૂપિયા. આ કૉમ્પ્યુટર આપણે મગાવ્યાં જ નથી.

૨૫ ખુરશી લાકડાની (ગાદીવાળી) ૪ કબાટ રૂા. ૧૫,૦૦૦. આવી કોઇ ખરીદી કરી જ નથી. તો આ બિલ પર સહી કેવી રીતે કરાય?' વિજયામેડમે પૂછયું.

'જુઓ, મેડમ હવે આ એડજસ્ટમેન્ટ નહીં સમજો. આ સંસ્થામાં છેલ્લાં પંદર વર્ષથી હું કમિટીમાં સેક્રેટરી તરીકે છું. હું તમને આદેશ આપું છું કે ઉપરના બિલનો સામાન તમને મળ્યો છે. તેવી સ્વીકૃતિની સહી કરો.' મયંક પટેેલે કડક અવાજે કહ્યું.

'મને માફ કરો સાહેબ, આ ખોટાં બિલ પર હું સહી કરીશ નહીં કે આવાં બિલ પસાર થવા નહીં દઉં. વિજયાબેન નિર્ભિકતાથી કહ્યું. 

'આ તમારો અંતિમ નિર્ણય છે?'

'જી.. હા... હું સહી કરીશ નહીં.'

'ભલે, ન કરતાં... આ એકાઉન્ટન્ટ દેસાઇ કરશે. પણ... મારી સામે થવાનું તમને ભારે પડશે. મેડમ... સામે પૂરે તરવાનું એટલું સહેલું નથી. સાથે રહેશો તો ઘીકેળાં.. અને તમને પદભ્રષ્ટ કરવા એ તો મારા ડાબા હાથનો ખેલ છે.'મયંક પટેલે સત્તાવાહી અવાજે કહ્યું.

'પટેલ ભાઇ, આપણે સરકારી ગ્રાંટનો વધુ સારો ઉપયોગ કરીએ, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે નવા પ્રોજેકટ કરીએ. આમ વાદવિવાદ કરીએ તો આપણી સંસ્થાને નુકસાન થાય...' નમ્રતાપૂર્વક વિજયાબેને કહ્યું.

તમારે બહુ બુદ્ધિ વાપરવાની નહીં સમજયાં? આ હું કહું તે મેનેજમેન્ટના બધા સાહેબોનું છે. એમ માની ગૂપચૂપ કામ કરવાનું નહીં તો ફેંકાઇ જશો.. નોકરીથી હાથ ધોઇ બેસશો... આ પટેલિયો વીફરે ને તો કોઇનો નહીં.. સમજયા?' મયંકે આંખો ઘુમાવતાં અને હાથના હાવભાવ સાથે કહ્યું.

તે દિવસે ગરમાગરમીમાં જ મીટિંગ બરખાસ્ત થઇ. ઓફિસના એકાઉન્ટન્ટ દેસાઇ, બીજા એક ટ્રસ્ટી હસમુખભાઇ તો મયંક પટેલનું આ રૂપ જોઇને ડઘાઇ જ ગયાં.

વિજયા મેડમ એમના રોજિંદા વ્યવસ્થાપન કાર્યમાં પરોવાઇ ગયાં. તેમણે ફરીથી સ્ટેશનરીના કબાટ તથા લેબોરેટરીનાં સાધનોનું નિરીક્ષણ કર્યું જેની નોંધ લેવા ત્રિવેદી અને જોશીને કહ્યું.

બીજી તરફ મયંક પટેલ વિજયા મેડમનો પારો ઠેકાણે લાવવા પેંતરા શરૂ કર્યા. એમ પોતાને મળતી કટકી થોડી જવા દેવાય? એ પણ એક મહિલા પ્રિન્સિપાલના કહેવાથી? એક તો ઉપરની મલાઇ બંધ થઇ જાય ને પાછું નીચાજોણું થાય... એ વિજયા મડમડી જ મારી પાસે નાક રગડતી આવે એવું કંઇક કરુ તો હું સાચો પટેલ... આ બાયડિયું અમારા કરતાં બે ચોપડી વધારે ભણે ને પાછી આપણા પર રુઆબ મારે? હવે એ મને શિખવાડશે કે ચોખ્ખો હિસાબ રાખતાં? મયંક પટેલનું શૈતાની મગજ કામે લાગી ગયું... શું કરું તો વિજયા હેરાન થાય...

એક સાંજે પરીક્ષાના કામકાજ માટે વિજયા મેડમ અને શાળાના સુપરવાઇઝર ત્રિવેદી, સાત વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતાં હતાં. તેમણે ચા... નાસ્તો મંગાવ્યો અને હસતાં હસતાં ચા-નાસ્તો કરી રહ્યા હતાં. બાજુની ઓફિસમાં બેઠેલા મયંક પટેલ સાહેબે પ્યુનને કહ્યું: 'જા, મેરે મોબાઇલમેં વો લોગ કા ફોટા ક્લિક કર દે...'

પ્યુન જરા અચકાયો.... પટેલે ૧૦૦ રૂા. હાથમાં આપતાં કહ્યું... જા... મેરા કામ હૈ... ચિંતા મત કર... ફોટું નિકાલ... અભી તેરી મેડમ કો મૈ સીધા કરતા હું...

પ્યુને કાચની બારીના એક ખૂણે ઊભા રહી ફોટો પાડી લીધો. અને પેલી ૧૦૦ રૂ. ની નોટ ખિસ્સામાં સરકાવી દીધી.

વજુભાઇ મિસ્ત્રી નામના એક નવા શિક્ષક પાસે પટેલ સાહેબે ફરિયાદપત્ર તૈયાર કરાવ્યો જેમાં લખ્યું હતું.

'એક મોટા મંત્રીનો છોકરો જે આઠમાં ધોરણમાં ભણતો હતો તેના ગણિતના પેપરમાં માર્ક વધારીને તેને પાસ કરી આપવાનું દબાણ કરવામાં આવ્યું હતું... વિજયાબેને મને આ માટે દબાણ કર્યું એટલે મેં એને પાસ કરી દીધો.'

વળી એક વાલીએ પત્ર લખ્યો હતો જેમાં જણાવાયું હતું કે નવમાં ધોરણમાં ભણતા મારા છોકરાને પાસ કરી આપવા બદલ મારી પાસે રૂા. પાંચ હજાર માગવામાં આવ્યા. મેં ઓફિસમાં કવર પહોંચાડયું અને મારો છોકરો પાસ થઇ ગયો આવું અંધેર ચાલે છે સાહેબ...'

મયંક પટેલે આ બંને પત્રો અને પેલો ફોટો એક કવરમાં મૂકી મેનેજિંગ ટ્રસ્ટી સાહેબને પહોંચાડી દીધું. 

એક અંગત મીટિંગ તાત્કાલિક બોલાવવામાં આવી. મોટા સાહેબે પૂછયું. 'મયંકભાઇ, તમારી પાસે આ ચિઠ્ઠી કેવી રીતે આવી?'

'સાહેબ, હું તો હિસાબના કામકાજ માટે નિયમિત નિશાળે જઉ છું જ. દર ગુરુવારે અને શનિવારે જવાનું જ. તે ગયા ગુરુવારે ગયો ત્યારે એક શિક્ષક અને વાલી બંને સાથે આવ્યા અને કહ્યું: 'સાહેબ હવે તમે આમાં સાચો ન્યાય તોળો.' સાહેબ, આ ફોટો જુઓ... આવી રીતે બેસાય? જરાય શરમ નથી?' 

મયંક પટેલે આંખ પહોળી કરતાં મોટા સાહેબને કહ્યું.

તમે આપણી મેનેજમેન્ટના સેક્રેટરી છો.. એટલે હું આ વાત સાંભળું છું, પણ... આ પત્ર પર ભરોસો રાખીને મારાથી વિજયા પરમારનેે કશું જ ન કહેવાય. આપણે આ પત્ર પર ભરોસો રાખવાનો કે આપણે નિયુકત કરેલાં આપણાં પ્રિન્સિપાલ બેન પર? હું મેનેજિંગ ટ્રસ્ટી સાહેબે અનુભવવાણી દર્શાવતાં કહ્યું.

'મોટા સાહેબ... આ પુરાવા મળ્યા પછી પ્રિન્સિપાલ પર ભરોસો કેવી રીતે રખાય? પરીક્ષાના પેપરમાં માર્ક વધારીને ઉપર ચઢાવવો, નપાસ થયેલાને પાસ જાહેર કરવો.. આં ગંભીર ગુનો કહેવાય...' મયંક પટેલે તુચ્છ અવાજે કહ્યું.

'સારું... હું તપાસ આદરીશ. પછી મીટિંગ બોલાવીશું મોટા સાહેબે તોળ કાઢયો (થોડી વારે) બોલ્યાં

'વિજયાબેન આવું કરે તે મારા માન્યામાં આવતું નથી... તેઓ ખૂબ અનુભવી અને શ્રેષ્ઠ શિક્ષિકા છે. એમની નિષ્ઠા જોઇને જ તો આપણે.. એમને પ્રિન્સિપાલ તરીકે નિયુકત કર્યાં છે.

(મોટા સાહેબ મનોમન વિચારી રહ્યા) આની તપાસ કરવી જ રહી.) મયંક પટેલના ગયા પછી ત્રિવેદી, જોશી અને એકાઉન્ટન્ટ દેસાઇ સાથે મોટા સાહેબે ગુપ્ત મીટિંગ યોજી. સાચી વાત પ્રકાશમાં લાવવાના હેતુથી જ મોટા સાહેબે વિજયાબેનને કારણદર્શક નોટિસ પાઠવી.

બીજી તરફ વિજયામેડમે કારણદર્શક નોટિસને આધારે સાચી હકિકત જાણવા તપાસ શરૂ કરી. વિજયાબેન મનોમન વિચારી રહ્યા. મારું અંત:કરણ શુદ્ધ છે. મારી નિયત શુદ્ધ છે. પછી મારે ગભરાવાની શી જરૂર? નકકી તે દિવસે મયંક પટેલનાં ખોટાં બિલોને પાસ ન કર્યાં સહી કરવાની ના પાડી... એનું જ આ ફળ છે. સત્ય બોલનારે પણ ગફલતમાં ન રહેવું જોઇએ. પટેલના આક્ષેપોને મારે જુઠા સાબિત કરવા જ રહ્યાં. આવી હલકી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે કોઇના ચારિત્ર્યને લાંછન લગાડવું કેટલું સરળ હોય છે! પણ.. હું શા માટે ડરું? મારા મનમાં કયાં પાપ છે? સત્ય અને અસત્યની લડાઇમાં અંતે તો સત્યનો જ જય થાય છે.

૧૦ દિવસની મુદત પૂરી થતાં મેનેજિંગ ટ્રસ્ટી... તથા બધા ટ્રસ્ટીઓ સાથે એક ખાસ મીટિંગ ગોઠવાઇ હતી. જેમાં વિજયામેડમે પોતાનો મત દર્શાવતાં કહ્યું:

સાહેબ, વેરભાવનાથી પ્રેરાઇને મારા પર ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા છે. એક શિક્ષકના પત્રમાં જણાવેલી વિગત પ્રમાણે મંત્રીસાહેબના એ છોકરાને અમે નાપાસ જ જાહેર કર્યો છે. તમે તે વર્ગનું આ વર્ષનું હાજરીપત્રક મગાવી શકો છો અને બીજો પત્ર એક વાલીનો છે. જેનાં રૂા.૫ હજાર. લાંચ આપ્યાની ફરિયાદ થઇ છે તો સાહેબ આ ફરિયાદ ચાર વર્ષ જૂની છે જયારે હું પ્રિન્સિપાલ પદે ન હતી અને એ ફરિયાદ પ્રિન્સિપાલ સામે નહીં પણ ઓફિસના મોટા સાહેબની વિરુદ્ધ છે. જયારે આ પત્ર લખાયા છે તે (૨૦૧૧) અરસામાં હું પ્રિન્સિપાલ નહીં પણ નિરીક્ષક તરીકે સેવા બજાવતી હતી. સાહેબ, એ વાલી સાચી જુબાની આપવા પણ તૈયાર છે, બોલાવું? સાહેબ, તે દિવસે મયંક પટેલ સાથે મારે ઉગ્ર ચર્ચા થઇ એટલે મને રંજાડવા જ ઊભુંં કરેલું આ છમકલું છે.'

'વિજયાબેન, હું તો તમારી નિષ્ઠા અને સચ્ચાઇને જાણતો જ હતો, પણ બધા આ વાતને સ્વીકારે અને અમારી આંખે પાટા બાંધી જે ખોટું થઇ રહ્યું છે તે અટકે એટલે મારે આટલી કાર્યવાહી કરવી પડી...' મોટા સાહેબે કહ્યું.

પછી મયંક પટેલ સામું જોઇને બોલ્યા: મયંકભાઇ તમે રાજીનામું આપો તે સંસ્થાના હિતમાં છે... સૂરજ પર ધૂળ ન ઉડાડો, એ વ્યર્થ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment