Thursday, 7 July 2016

[amdavadis4ever] વખાણ કરવામાં ક્ યાં પૈસા કે પોસ ્ટ આપવાં પડે છે ? Varsha Pathak

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વખાણ કરવામાં ક્યાં પૈસા કે પોસ્ટ આપવાં પડે છે?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજનનો સત્તાવાર કાર્યકાળ હવે પૂરો થવામાં છે. એમને બીજી ટર્મ માટે ચાલુ રાખવામાં આવશે કે નહીં, એની અટકળો ઘણા સમયથી થતી હતી, પણ રાજને પોતે જ એના પર ફુલસ્ટોપ મૂકતાં કહી દીધું કે એમને આ પોસ્ટ પર રહેવાની ઇચ્છા નથી. જોકે, રાજને ભલે સામેથી રાજીનામું આપ્યું હોય, પણ એને આવું કરવાની આડકતરી ફરજ પાડવા માટે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને ભાજપના રાજ્યસભાના મેમ્બર સુબ્રમણ્યમ સ્વામી સામે આંગળી ચીંધાય છે. રાજન અમેરિકન ભક્ત છે. ખરા અર્થમાં ઈકોનોમિસ્ટ નથી. એમના કાર્યકાળ દરમ્યાન ભારતીય અર્થતંત્રની સ્થિતિ વણસી ગઈ. આવા બેફામ આક્ષેપોનો મારો સ્વામીએ છેલ્લા થોડા મહિનાઓથી ચલાવ્યો હતો અને નોંધવાનું એ કે, સરકારમાંથી કોઈએ એને આવું બોલતા રોક્યા નહોતા, કે જરા સરખી નારાજીયે વ્યક્ત નહોતી કરી. એમાંથી શું અર્થ નીકળતો હતો, એ તો એ લોકો જાણે, પરંતુ આનાથી કંટાળેલા રાજને બીજી ટર્મ સ્વીકારવાની ના પાડી દીધી, એવું કહેવાય છે.

પરંતુ હમણા ટીવી એન્કર અર્ણબ ગોસ્વામીને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ રઘુરામ રાજનનાં ભરપેટ વખાણ કર્યાં. વિદાય લઈ રહેલા રાજન ખરા દેશભક્ત છે. લોકો માત્ર પબ્લિસિટી મેળવવા એમની નિષ્ઠા પ્રત્યે શંકા કરે છે. રાજન તો આરબીઆઈના ગવર્નર તરીકેનું પદ છોડ્યા પછીયે ભારત માટે કામ કરતા રહેશે. મોદીએ રાજન પર પ્રશંસાનાં પુષ્પ વરસાવી દીધાં. પોતાના પ્રોગ્રામમાં ગેસ્ટ કે પેનલિસ્ટ તરીકે આવતા લોકોને જે પૂરું બોલવા નથી દેતો, ખુલ્લેઆમ એમનું અપમાન કરે છે, સામેવાળો મૂંઝાઈ જાય એવા પ્રશ્નોની તડી વરસાવે છે, પણ એમના જવાબ સાંભળતો નથી. એ કથિત ફાયર બ્રાન્ડ અર્ણબ ગોસ્વામીએ મોદીભક્તોનું દિલ ઠરે એવા ભાવ સાથે સાંભળી લીધું અને આ મુદ્દે વધુ પૂછ્યું નહીં.

આ વાત ખરેખર વિચારવા જેવી છે, પણ ફરીથી ઇન્ટરવ્યૂ સાંભળો કે વાંચો તો ખ્યાલ આવે કે રાજનની દેશભક્તિ માટે પ્રશંસાના પુલ બાંધી દેનાર મોદીસાહેબે રાજનના કામ અંગે તો લગભગ મૌન જ સેવ્યું છે. આના બે અર્થ થઈ શકે. કાં તો રાજનના પરફોર્મન્સથી એ ખુશ નહોતા, પણ જઈ રહેલાનું ખરાબ ન બોલવું, એવી સદ્્ભાવના સાથે એમણે રાજનના બીજા ગુણોને વખાણ્યા કે પછી વડાપ્રધાનને લાગ્યું હશે કે આરબીઆઇના ગવર્નર તરીકે રાજને જે કામ કર્યું એને બહુ વખાણવા ગયા તો લોકો રાજનને બીજી ટર્મ આપવાની ડિમાન્ડ ઉપાડશે અને એમની પોતાની નીતિ સાથે આ સુસંગત નહોતું. કદાચ એટલે જ એમણે અત્યાર સુધી સ્વામીને રાજન સામે કાદવ ઉછાળતા નહોતા રોક્યા. એક વાર ખાતરી થઈ ગઈ કે રાજનભાઈ નહીં જ રોકાય, એટલે પછી એમનાં વખાણ ચાલુ કરી દીધાં.

આવી સ્માર્ટનેસ જોકે માત્ર મોદીને સાધ્ય નથી. આપણામાંથી મોટાભાગના લોકો એક યા બીજા પ્રસંગે, જાણે કે અજાણે આ ટ્રિક અજમાવી લે છે. સામેવાળાને કંઈ આપવું ન હોય ત્યારે એના સેવાભાવ, નિ:સ્વાર્થભાવ, કાર્યનિષ્ઠા વગેરેનાં એટલાં વખાણ કરીએ, કે પછી ઝઘડવા કે પોતાનો અધિકાર માગવા માટે પણ પેલી વ્યક્તિની જીભ ન ઊપડે. એટલું જ નહીં, એની પાસે વધુ કામ પણ કરાવી શકાય. પરિવારમાં સહુથી વધુ કામ કરતી, ભોગ આપતી વ્યક્તિનાં ખૂબ વખાણ થાય, 'એણે તો કુટુંબની એકતા અને સુખાકારી માટે પોતાની ઇચ્છાઓનું બલિદાન આપી દીધું, વડીલો સામે ક્યારેય એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહીં.' આવાં ફૂલ ચઢાવીને અનેક ગૃહિણીઓ પાસે જીવનભર ઢસરડા કરાવાય છે. એકેય ભાઈ ન હોય અને લાગણીમાં તણાઈને છોકરી કહી દે કે, 'મારે લગન નથી કરવાં. મા-બાપની સેવા કરવી છે' પછી એનાં એટલાં વખાણ થાય કે, બિચારી ધારે તોયે વિચાર ફેરવી ન શકે. એનાં ભાઈ-બહેનો અને મા-બાપ જાહેર કરી દે કે, 'એને તો પરણવું જ નથી, માતા-પિતાને કેટલો પ્રેમ કરે છે!' 


ઓફિસમાં ઓછા પગારે વધુ કામ કરાવવા માટે કર્મચારીનાં ખૂબ વખાણ કરવાની કલા ઘણા સાહેબોને સાધ્ય હોય છે. એમને ત્યાં કામ કરતી બાઈનાં ખૂબ ખૂબ વખાણ કરતી શેઠાણીઓ પાસે જ્યારે પેલી બાઈ રજા કે પગારવધારો માગે ત્યારે એમનાં મોઢાં બગડી જાય છે. કદાચ એ લોકો માને છે કે કોઈને 'ઘરના માણસ' ગણાવીએ, પછી મફતમાં કે ઓછા પૈસે કામ કરાવી શકાય અને રઘુરામ રાજનના કિસ્સામાં થયું એવું બીજે પણ થાય છે. ઓફિસમાં કામ કરતી કોઈ વ્યક્તિને એટલી હદે ત્રાસ આપવાનો કે એ સામેથી ગુડબાય કરી દે અને એ જશે જ એવી ખાતરી થઈ જાય પછી બધાને કહેવાનું કે, અમે તો ઘણા સમજાવ્યા, પણ એ માન્યા જ નહીં. જોકે, અમારા પર્સનલ સંબંધ તો સારા જ રહેવાના.'

હવે તમે જ કહો, આપણે બધા કંઈ મોદીથી ઓછા સ્માર્ટ છીએ?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment