Saturday 9 July 2016

[amdavadis4ever] મુશ્કેલીથી ડર ે એ બીજા ખેતર માં ખભેખભો મિ લાવીને કામ કર ી, ભઇભાંડુઓને ભણાવી મીના ત ુપેએ પોતાની ક ારકિર્દી બનાવી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મહારાષ્ટ્ર પોલીસ એકેડેમીનું સૉર્ડ ઓફ ઑનર મેળવનારી એ પ્રથમ મહિલા છે. મીનાને ઉત્તમ ઓલ રાઉન્ડ કેડેટનો યશવંતરાવ ચવ્હાણ ગોલ્ડ મેડલ અને બેસ્ટ મહિલા કેડેટની અહિલ્યાબાઇ હોળકર ટ્રૉફી પણ મળ્યા છે. મીનાએ પોતાની કારકિર્દી કોન્સ્ટેબલથી શરૂ કરી. તેણે હંમેશાં ઑફિસર બનવાનું સપનું જોયું હતું. પોતાની અથાક મહેનતથી તેણે પોતાનું સપનું તો પૂરું કર્યું જ, સાથે સાથે તેણે પોતાના ગરીબ માતાપિતાનુંં નામ પણ રોશન કર્યું અને બેસ્ટ કેડેટનો મેડલ, અવૉર્ડ પણ જીત્યા.

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના દગડી શહાજાનપુર (ખામખેડા) ગામે વ્યવસાયે ખેડૂત ભીમસિંહ તુપેનો પરિવાર રહે છે. પરિવારમાં તેની પત્ની શશીકલા અને ચાર પુત્રી અને એક પુત્ર છે. પુત્ર સૌથી નાનો છે. આ પરિવારની સૌથી મોટી દીકરી મીના છે. ભીમસિંહની ચાર એકર જમીનની ખેતી છે, પરંતુ એટલામાં સાત જણનું ભરણપોષણ કરવું અશક્ય નહીં તો પણ અત્યંત મુશ્કેલ તો ખરું જ. ઘરની કંગાળ આર્થિક પરિસ્થિતિમાં સૌથી મોટી દીકરી મીના તેના પિતાને ખભેથી ખભો મેળવી મદદ કરતી. અગિયાર વર્ષની થઇ ત્યારથી મીનાએ તેના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું અને સાથે સાથે ઘરની વિષમ પરિસ્થિતિમાં પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. પિતાની સાથે ખેતરમાં જવાનું, વાવણી કરવાની, લણણી કરવાની, કાપણી કરવાની, પાણી પાવાનું જેવાં બધાં જ કામ મીના કરતી હતી. પોતાનાં નાના ભાઇ બહેનોનો અભ્યાસ બરાબર ચાલે તે માટે મીના સદા પ્રયત્નશીલ રહેતી. ઘરકામમાં માતાને મદદરૂપ થતી, ખેતીમાં પિતાના ખભેથી ખભા મેળવતી અને સાથે સાથે પોતાનો અભ્યાસ કરતાં કરતાં તેણે જિલ્લા પરિષદની શાળામાંથી દસમું પાસ કર્યું. આગળ ભણવાની ધગશ હતી એટલે ખેતીનું કામ કરતાં કરતાં તેણે બી. એડ. અને ડી. એડ.નું શિક્ષણ પણ પૂર્ણ કર્યું. ૨૦૧૦માં બીડ જિલ્લામાં પોલીસમાં ભરતી થવાની વાત આવી. સૌના આશ્ર્ચર્ય વચ્ચે મીનાએ પણ અરજી કરી અને તે સિલેક્ટ સુધ્ધાં થઇ ગઇ. ૨૦૧૦-૧૧માં તેણે ખંડાલા જઇને પોલીસ પ્રશિક્ષણ લીધું. નોંધનીય બાબત એ હતી કે પૂરા મહારાષ્ટ્રનાં પ્રશિક્ષણ કેન્દ્રોમાં લેવાયેલી આ પરીક્ષામાં મીના મહારાષ્ટ્રભરમાં પ્રથમ ક્રમાંકે આવી અને તેને પારિતોષિક પણ મળ્યું. ત્યાર બાદ ૨૦૧૩માં મહારાષ્ટ્ર લોકસેવા આયોગની પરીક્ષામાં પણ તેની ઉપનિરિક્ષક પદ માટે વરણી થઇ. આ પરીક્ષામાં પણ મહારાષ્ટ્રભરની મહિલાઓમાં તેણે બીજો ક્રમાંક મેળવ્યો.

મહિલા પોલીસ ઉપનિરિક્ષક મીના તુપેના પિતા હવે ૬૫ વર્ષના અને માતા ૬૨ વર્ષની થઇ છે. ઉંમરને કારણે તેઓ હવે બહુ કામ કરી શકતા નથી, નાના ભાઇ બહેનોની જવાબદારી મીનાના મજબૂત ખભા પર છે. પોતાના ભાઇ બહેનો તેમનો અભ્યાસ પૂર્ણ કરે અને યોગ્ય પદ પર નોકરી કરે તે માટે તેમની મોટી બહેન કૃતનિશ્ર્ચયી છે અને તેની જવાબદારી અત્યંત ખંતથી નિભાવી રહી છે. વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા બાબતે પણ તે બહુ ભાવુક થઇ જાય છે. 

જિંદગીનું બીજુ નામ મુસીબત છે. પણ મુસીબતોથી ડરવાનું થોડું હોય! તેનો તો હસતા મોઢે મુકાબલો કરવાનો હોય અને મુસીબતોને માત આપવાની હોય. પોતાની વિષમ પરિસ્થિતિમાંથી જ તેને આગળ વધવાની પ્રેરણા મળી હતી. 'જો આસાની સે મિલ જાયે ઉસકી ખ્વાહીશ કિસે હૈ? ખ્વાહીશ તો ઉસકી હૈ જો તકદીર મેં લીખા હી નહી,' પોતાની પ્રબળ ઇચ્છાશક્તિના બળ પર મીનાએ અસાધ્યને સાધ્ય કરી બતાવ્યું. મીનાની ઇચ્છા દેશસેવા કરવાની છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment