Saturday 9 July 2016

[amdavadis4ever] મનને શાંત રા ખવાનું કામ કર શે તમારો ખોરા ક Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મનને શાંત રાખવાનું કામ કરશે તમારો ખોરાક
આજકાલ બાંયો ચઠાવીને નરેન્દ્ર મોદી સામે બાથ ભીડતા રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તે રાજસ્થાનના મુખ્ય પ્રધાન હરદેવ જોષી ઉપર ગુસ્સો કરી બેઠેલાં ત્યારે તેમના આયુર્વેદના જાણકાર મિત્રે તેમને દિલ્હીથી 205 કિલોમીટર દૂર અલવર નજીકના વાઘના અભયાણ્યના જંગલમાં જ્યાં અનેક વૃક્ષો ઉગેલા તે વનરાજીની ઠંડકમાં મીટીંગ બોલાવવાનું કહેલું. ઉનાળાની ઋતુ એવી છે જ્યારે આપણે સૌ જલદી ગુસ્સો થઈએ છીએ અને થાક લાગે છે.તો આપણે દીલદીમાગની આંતરિક ઠંડક મેળવવા શું કરવું? ઘણા ઉપાય છે. વરિયાળીનું સરબત કે તરબુચ. વગેરે વગેરે. ન્યુયોર્કથી પ્રગટ થતા સાપ્તાહીક 'ટાઇમ'ના લેઆઉટ આર્ટીસ્ટ ટેડ રિયાન મને કેરળમાં ત્રિવેન્દ્રમ નજીક નૈયર ડેમના વિષ્ણુ દેવાનંદ યોગાશ્રમમાં મળી ગયેલા. વિષ્ણુ દેવાનંદ મને અગાઉ વડોદરામાં સદભાગ્યે મળી ગયેલા તેણે રમણીય જંગલમાં યોગાશ્રમ માટે આવવાનું કહ્યું. 

આપણા ટેડ રિયાન સાહેબ સિગારેટ, દારૂ અને માંસાહાર બધું જ કરતા. પણ કોણ જાણે નૈયર ડેમના આશ્રમમાં આવ્યા અને તે બધી જ આદત છૂટી સાથે એક મહિનો તે નૈયર ડેમ રહ્યા ત્યાં તેનો ગુસ્સો ચાલ્યો ગયો. તેના લે-આઉટના કામમાં અગાઉ જે લોચા પડતા તે બંધ થયા અને વધુ ક્રિએટીવીટી આવી. મુંબઈમાં પછી હું ડો. એમ. એમ. ભમગરા અને એલોપથીના ડોક્ટર છતાં આયુર્વેદ અને દેશનાં જૂના શાસ્ત્રોમાં માનનાર ડો. પ્રકાશ કોઠારીને મળેલો. ડો. ભમગરા કહે છે કે યોગાસન અને મેડિટેશન કરતાં હું શવાસનને જ આજના યુગમાં રેલેવન્ટ માનું છુ. માણસ ટેન્શનમાં રહે છે અને યોગાસન કે મેડિટેશન કરતી વખતે પણ ટેન્શન છોડતો નથી. એને માટે શવાસન શ્રેષ્ઠ છે. ડો. કોઠારી સેક્સોલોજીસ્ટ છે છતા આયુર્વેદ અને રસશાસ્ત્રના સારા જાણકાર છે. ઉનાળામાં સેક્સ ઉત્તેજાય છે કે વીલું થઈ જાય છે તો તેણે કહ્યું કે 'તમે જોયું હશે કે પ્રાણીઓ ઋતુ પ્રમાણે સેક્સ કરે છે અને એ પણ કોઈ છોછ વગર. 
માત્ર માનવી જ એવું 'પ્રાણી' છે જે બારેમાસ સેક્સમાં ધબધબાટી બોલાવે છે. પ્રાણીઓ માત્ર પ્રજનન માટે જ સેક્સ કરે છે. જ્યારે માણસ જ મનોરંજન માટે રઘવાયો થાય છે. માનવી સેક્સ પહેલાં બહુ ઓછું ફોરપ્લે કે આફટરીપ્લે કરે છે. સીધો સેક્સની ક્રિયા કરે છે એટલે જ માનવીને સેક્સ પછી થાક લાગે છે. ખરેખર તો સેક્સ એ તાજગી આપનારી ક્રિયા હોવી જોઈએ. અને ખાસ તો મગજની ગરમીને શાંત કરનારી ક્રિયા છે. એક સેક્સોલોજીસ્ટ ડોક્ટરે કહ્યુ કે ગરમીમાં આપણા વડીલો ખડી સાકર, ધાણા, ઈલાયચી અને કાળી દ્રાક્ષ (સુકી-પલાળીને) એ ચીજો વાપરતો. ખડી સાકર કે ગાંગડા સાકર જે હવે ઓછી દેખાય છે તે અને ધાણા પિત્તશામક છે ખસનું સરબત પણ પી શકાય. આરબો અને ઈરાનીઓ ભારત આવીને આપણને અનેક જાતના સરબતો બનાવવાની કલા શીખવી ગયા છે. હવે તો ત્યાં પણ મહત્તમ કોકાકોલા કે પેપ્સી પગપેસારો કરીને પથરાઈ ગયું છે. પણ યાદ રહે કે આ બન્ને વિદેશી પેયો ઉલટાની તરસને વધારે છે. અને ગરમીય વધારે છે. વળી આ બન્ને બોટલ પીણાની અંદર રહેલા કેફન થકી પિત્ત પણ ઉગ્ર થાય છે. 
આયુર્વેદના પ્રખર વૈદ્ય ખીમજીભાઈ  નરમ તેમનાં બે પુત્રોને આયુર્વેદના સંસ્કાર આપી ગયા છે મોટો ભાઈ તેનાથી અબજપતિ થઈ અમેરિકા પડ્યો પાથર્યો રહે છે. નાનો ભાઈ વિદ્યુલ અહીં મુંબઈમાં અનેક જાતના આયુર્વેદના સરબત બનાવે છે હું તેનું કેસર અને વરીયાળીનું સરબત પીઉં છું. લખનવી વરીયાળી ત્યારે આવતી તેનું સરબત ઉત્તમ બનતું. કાળી સુકી દ્રાક્ષ રાત્રે પલાળીને હું રોજ પીઉં છું તેનાથી મગજ તાજુ રહે છે. મારા ગામમાં મારે આજે પુંભી નામના મારા ખેડૂતની પત્નીનું રાંધણ શાસ્ત્ર તમને કહેવું પડશે. પુંભીના ઘરમાં રસોડા માટે માત્ર ત્રણ ફુટ બાય ત્રણ ફુટની જગ્યા માંડ હોય. હું રાજકોટ ગયો ત્યાં મારા મિત્રના રસોડામાં 2010માં ચાર અભરાઈઓ હતી તેમાં હારબંધ બરણીઓ હતી. જાતજાતનાં તમને સમજણ ન પડે તેવા તદ્દન નક્કામા વસાણા હતા. પુંભીના રસોડામાં એક છાણા લાકડાથી પેટાવાનો ચૂલો, લાકડાનો ખાંડણીઓ હોય. 
તેમાં લસણ અને મરચું ખાંડે, ધાણાજીરૂ હોય નહીં. લસણ કે ડુંગળી શિંકે ટીગાતી હોય. આખો દિવસ પુંભી ખેતરમાં તેના વરને મજુરીમાં મદદ કરે. પાણીના ક્યારા વાળે. ગાય માટે ઘાસ વાઢે. લીલું મોધું- રજકાનું ઘાસ ઢાંઢાને (બળદ) ખવરાવે. સસ્તામાં સસ્તું ઘાસ ગાયને ખવરાવે. રીંગણા વાવ્યા હોય કે દૂધીના વેલા નાખ્યા હોય તો રીંગણા તોડી લે. દૂધીના વેલામાંથી દૂધી તોડી લે. થોડા હુંય એમાંથી ઘરે લેતો આવું રોજ આવું તાજું જ શાક અમે સૌ ખાઈએ.પુંભી ગરીબ હતો છતાં રીંગણા અને દૂધી મફ્ત મળતી અને તાજીમાજી મળતી. પુંભીની આ છેલ્લી વાત આજની બહેનો નોંધી લે. તેના પતિને મદદ કરીને પુંભી બાજરાના રોટલા ઘડવા બેસે. પણ ડબ્બામાં લોટ હોય નહીં. તુરંત બાજરાનું દળણું કરી (સાફસુફી કરી) તે ઘરમાં ઘંટી રાખી હોય ત્યાં દળવા બેસી જાય. પંદર મિનિટમાં તાજો આટો દળીને તેના રોટલા, છાણાના તાપથી પકાવી લે. આજે તમે કેટલા ઘઉંના વાસી આટાની રોટલી ખાઓ છો તેની તમને ખબર છે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment