Saturday 9 July 2016

[amdavadis4ever] દાડમ: ધરતીની ફ ાર્મસીમાં ‘ઉગે લી’ સર્વરોગની દવા Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દાડમ: ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા
ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે કે બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી. ઉપરાંત પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું. જે આનંદદાયી ગૃહસ્થી જીવનની- શુભેચ્છા રૂપે અપાતું. વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે. કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે. હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું. તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી. દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે. મને ડર હતો કે જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેલ જશે પણ દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે. 86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે. પણ મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે.

તમે ભાવનગર બાજુ જાઓ તો આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો. નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે. પણ મહેરબાની કરી 'વાંચીને' પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે તેને વાંચશો નહીં. કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો. મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે મારો સોની મિત્ર અને મારી કામવાળી પુરવઠો ખૂટવા દેતા નથી. કુદરતની 'ફાર્મસી'ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં. ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો તો પછી કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયુ ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ. પણ કૃપા કરી યુરોપ- અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના- કાગળના ડબલાના તોડીને એ રસ પીશો નહીં. દાડમને તાજે તાજા ખાજો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment