Saturday 9 July 2016

[amdavadis4ever] ઑસ્ટ્રેલિ યામાં ખચ્ ચરોના અધિ કારો અને હિંદુસ્તા નમાં માણસ ોના અધિકાર વિશે...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક 'ઈન્ડિયન લીગ ફૉર એનિમલ રાઈટ્સ' છે. એટલે કે, પશુઓના અધિકાર વિશેનું ભારતીય પ્રતિષ્ઠાન! આ સંસ્થા પશુઓના અધિકારો વિશે સતર્ક છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ કૃષ્ણા આયર એના અધ્યક્ષ છે. આ સંસ્થાએ સખત શબ્દોમાં એક ઠરાવ પસાર કર્યો - ઉત્તર ઑસ્ટ્રેલિયામાં હેલિકૉપ્ટરોમાંથી ગોળીઓ મારીને જંગલી ખચ્ચરોને મારી નાખવાની પાશવી રીતનો ઘોર વિરોધ કર્યો અને ઑસ્ટ્રેલિયાની સરકારને અપીલ કરી કે આ ક્રૂર અને ઘાતક પ્રવૃત્તિ બંધ કરો!

પશુ પર થતા જુલમની કોઈ પણ સંસ્કૃત-મનુષ્ય તરફદારી કરી શકે નહીં. હેલિકૉપ્ટરમાંથી ગોળીઓ છોડીને વન્ય પશુઓની હત્યા કરવી એ ખોટું છે. પણ હજારો માઈલ દૂર ઉત્તર ઑસ્ટ્રેલિયા સુધી નજર ફેંકીને ઑસ્ટ્રેલિયાની સરકારને ધમકાવવા બેસવું કંઈ અનુુચિત લાગે છે. દંભી તો છે જ. કદાચ દંભ આપણો રાષ્ટ્રીય શોખ છે.

નામિબિયાના ગેરીલાઓ, ફિલિસ્તીનના ગેરીલાઓ, આફ્રિકાના ગેરીલાઓ, લૅટિન અમેરિકાના ગેરીલાઓ બધા જ આપણને વહાલા છે, પણ શ્રીલંકામાં આપણે જ આપણા તમિળ ગેરીલાઓનો સંહાર કરવા ઊતરી પડ્યા છીએ! બુલેટ-પ્રૂફ વેસ્ટ પહેરીને આપણે લોકશાહીનાં ગુણગાન ગાવામાં પહેલા છીએ. ચારે તરફ કિલ્લેબંધીઓ અને બ્લૅકકૅટ કમાન્ડોની ફોજ ગોઠવીને બુલેટ-પ્રૂફ કાચની પાછળથી આપણે જગતના તાનાશાહો અને સરમુખતારોને લલકારીએ છીએ. દંભ ટપકે છે. ઑસ્ટ્રેલિયાના ઉત્તરી વેરાનોમાં જંગલી ખચ્ચરોની થતી હત્યા વિશે આપણે સંચિત છીએ. ઠરાવો પસાર કરીએ છીએ, અપીલો બહાર પાડીએ છીએ.

દરેક સમાજની પોતપોતાની જુલમપ્રથા હોય છે. ઉત્તર ઑસ્ટ્રેલિયા સુધી જતાં પહેલાં આપણું ટૅલિસ્કોપ જરા ઊંધું પણ ફેરવવું જોઈએ. વિશ્ર્વ નાગરિક અને જગત કલ્યાણ જેવા જુઠ્ઠા હવાઈ શબ્દો બહુ ઓછા હોય છે. જ્યાં મનુષ્ય છે ત્યાં પ્રકાર પ્રકારની વિકૃતિઓ રહેવાની છે. જાલિમ અને જુલમગાર રહેવાના છે. નાના માણસો પણ રહેવાના છે અને મોટા માણસો પણ રહેવાના છે. દુનિયાને સુધારવાનો ફુલ-ટાઈમ જૉબ નવરા અને નકામા માણસોનો ધંધો છે.

બપાતલા નામના ગામ પાસે ચંદોલું પોલીસ સ્ટેશન છે. ત્યાં એક શ્રીનિવાસ રાવ નામના સોળ વર્ષના છોકરાના પિતાએ શિકાયત નોંધાવી છે. આ છોકરો એક ગૅંગના સકંજામાંથી ભાગી છૂટયો છે. આ ગૅંગ દ્વારા લગભગ પચાસ બાળકો અને કિશોરોની હત્યા કરવામાં આવી છે. ગૅંગ પ્રથમ બાળકોને ઉપાડી જાય છે. પછી એમનાં હૃદય અને કિડની કાઢી લેવા માટે એમને મારી નાખે છે અને શરીરનાં એ અંગ-ઉપાંગો વેચી નાખે છે. શ્રીનિવાસ રાવે આ ગૅંગ અને એમના અડ્ડાનું વર્ણન પોલીસને આપ્યું છે. મનુષ્ય શરીરનાં અંગ-ઉપાંગો વેચી નાખવા માટે અપહરણ અને બાળહત્યા કરવામાં આવે એવા સમાચાર ભારતવર્ષના પ્રથમકક્ષ સમાચારપત્રોમાં પ્રકટ થાય છે અને આપણે તદ્દન ઉદાસીનતાથી, પ્રતિભાવરહિત મનોવૃત્તિથી વાંચી શકીએ છીએ એ આપણા દંભનો જ એક અંશ હશે?

ઉત્તર ઑસ્ટ્રેલિયાનાં વન્ય ખચ્ચરો વિશે હમદર્દી હોવી કરુણામૂર્તિઓને શોભે છે. પણ આપણા દરવાજાની બહાર ઘટતી ઘટનાઓ તરફ આપણે નિષ્પલક જોઈ શકીએ છીએ, એ પણ દંભ છે. દંભ એ એક ફાઈન આર્ટ છે અને હિંદુસ્તાનીઓ દંભને લલિત કલાની ઉચ્ચ પીઠિકા પર લઈ જઈ શક્યા છે. માણસનો માણસ પરનો જુલમ, માણસનું માણસ દ્વારા શોષણ, એને પ્રાથમિકતા આપવી જોઈએ? આપણી પ્રાથમિકતાઓ ગડબડાઈ ગઈ છે કે આપણે જાણીજોઈને આ ખેલો કરી રહ્યા છીએ? બર્બરતા જોવા માટે આપણે ઑસ્ટ્રેલિયા સુધી જવાની જરૂર છે? અને બર્બરતા અનેક આયામી હોય છે.

મધ્ય ભારતમાં રાયપુર નજીક મુદપુર ગામ છે જે પ્રમુખત: હરિજનોની બસ્તી છે. હમણાં એક્સો જેટલા ગ્રામવાસીઓએ રામેશ્ર્વર અને મોહતાર નામના માણસોને પકડ્યા અને બંનેની આંખો કોચીને કાઢી લીધી. આંખો કાઢી લીધા પછી આ બંને દૃષ્ટિહીનો રામપુર હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એમનો દોષ શું હતો? 

રામેશ્ર્વરે રૂપિયા ત્રણ હજાર અને મોહતારે રૂપિયા એક હજાર આ ગામના કેટલાક હરિજનો પાસેથી સાત માસ પહેલાં ઉધાર લીધા હતા. આ રૂપિયા પાછા આપી શકાયા નહીં એટલે લોકોએ પકડીને એમની આંખો કાઢી લીધી.

મનુષ્ય રક્ત પર ગુજરાતમાં ઍન્ટ્રી-ટેક્સ અથવા દસ ટકા વેરો છે. સરકારે આવું સૂચવ્યું છે. એમ રાજ્યના કૃષિ ઉત્પાદક કમિટી ફેડરેશન અધ્યક્ષ આત્મારામ પટેલ કહે છે. લોહી માટે કરમુક્તિ નથી એ પ્રશ્ર્ન વિચારવા જેવો છે?

મેરઠમાં રૂપકિશોર શર્મા નામનો માણસ પેડામલ બઝાર કૉલોનીમાં રહેતો હતો. એ ટૅક્સ-ઈન્સ્પેક્ટર હતો. અને એનું ગાઝિયાબાદમાં પોસ્ટિંગ થયું હતું, એક દિવસ કેટલાક માણસો એના ઘરમાં ઘૂસી ગયા અને એને દોરડાથી બાંધ્યો. પછી ઝેર પાયેલી સોયો એના શરીરમાં ઘોંચીને એને ટોર્ચર કરીને ભાગી ગયા. થોડા સમય પછી શર્માએ પ્રયત્ન કરીને દોરડાના પાશ છોડ્યા. એ પાડોશીની અગાશીમાં પતંગ ઉડાડતાં છોકરાંઓની સહાયથી બહાર આવ્યો. એને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું અવસાન થયું. ટૅક્સ-ઈન્સ્પેક્ટરને સોયથી મારવો... એ ક્રૂરતાનો કયો પ્રકાર છે?

હૈદરાબાદ દૂરદર્શનનો એક આસિસ્ટંટ એન્જિનિયર હતો. નામ એમ. એ. રહીમ, ઉંમર: પચાસ વર્ષ. લગ્નની રાતે કહેવાય છે કે એણે સુહાગરાતની છૂપી વિડિયો ફિલ્મ ઉતારી લીધી! આ છૂપી કૅસેટ પોતાની જ સુહાગરાત અને પોતાની જ પત્ની સાથેના ઉપભોગ વિશે હતી. પછી રહીમ એના શ્ર્વસુર પાસે ગયો અને પચાસ હજાર રૂપિયા ડીમાન્ડ કર્યા, કારણ કે એને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવી હતી. જો શ્ર્વસુર આ રૂપિયા ન આપે તો રહીમે આ કૅસેટને વેપારી ધોરણે બજારમાં મૂકવાની ધમકી આપી હતી. અત્યારે તો પોલીસે રહીમને ગિરફતમાં લીધો છે અને એની સામે કામ ચાલશે.

કાશ્મીરમાં બીર્વા વિસ્તારમાં પીઠશરણમાં એક માણસ એની પત્નીનું માથું કાપીને એના સસરા પાસે જઈ રહ્યો હતો. એના સસરા પાસેના ગામડામાં જ રહેતા હતા. એક વર્ષ પહેલાં એનું લગ્ન નક્કી થયું હતું અને લગ્ન સમયે સસરો દહેજ આપી શક્યો ન હતો એટલે આ માણસે એની પત્નીનું માથું કાપી નાખ્યું હતું.

આપણી બર્બરતા અને જુલમનાં આ થોડાં દૃષ્ટાંતો દૈનિક સમાચારપત્રોમાંથી લીધાં છે. ઉત્તર ઑસ્ટ્રેલિયામાં ખચ્ચરોને હેલિકૉપ્ટરોમાંથી મારવામાં આવે છે એનું દુ:ખ છે. અહીં ગ્રામવિસ્તારોમાં માણસના અંગો વેચાય છે, આંખો કોચી લેવામાં આવે છે..! સોયથી મારવામાં આવે છે. ગર્દન ઉડાવી લેવાય છે... ખચ્ચરોના અધિકાર જરૂર હોવા જોઈએ. અને મનુષ્યના અધિકાર વિશે પણ ફુરસદ મળે ત્યારે થોડો વિચાર કરવો જોઈએ...!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment