Saturday 9 July 2016

[amdavadis4ever] સુશાસન મા ટે જરૂરી છે ફોલાદી લીડરશિપ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતે સોશિયલ મીડિયામાં સારી એવી ચર્ચા જગાવી હતી. ન્યૂઝ ચેનલના ધ મોસ્ટ નોઇઝી ઇન્ટર્વ્યુઅરને એકદમ શાંત અને વેલ બિહેવ્ડ બનીને સવાલો કરતા જોઇને દર્શકો ચોંકી ગયા હતા અને ટ્વિટરિયાઓ માટે તો એ ન્યૂઝ પ્રેઝન્ટર જ ન્યૂઝ મેકર બની ગયો હતો. એ મુલાકાતમાં જો કે મોદી સાહેબને મૂંઝવે કે ખીજવે એવા પ્રશ્ર્નો પૂછવાની સૈ નહોતી એ સમજતા વાર લાગે તેમ ન હતું!

એમ છતાં કેટલીક રસપ્રદ પળો જરૂર હતી. આર.બી.આઈ.ના ગવર્નર રાજન અંગે ભાજપના નેતા સ્વામીએ કરેલી કમેન્ટ્સ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વડા પ્રધાનના ચહેરા પરના હાવભાવ અને તેમની લિપ મુવમેન્ટ અને તેમના અવાજમાં આવી ગયેલી કરડાકીનો સૂર આવી જ એક ક્ષણ હતી. અલબત્ત, બેફામ બોલતા સ્વામી જેવાઓ માટેની તેમની ટકોર('આ યોગ્ય નથી. પબ્લિસિટી પ્રત્યેના આ વહાલથી દેશનું કંઇ જ ભલું નથી થવાનું') ઘણી વહેલી આવવી જરૂરી હતી એમ મોટા ભાગના લોકોને લાગ્યું છે. ધારણા મુજબ જ વિપક્ષ(કૉંગ્રેસ)ને એ કમેન્ટ ઘણી માઇલ્ડ લાગી છે! આ સિવાય, કાળું નાણું જાહેર કરવા અંગેની ત્રીસમી સપ્ટેમ્બરની ડેડલાઇન પણ તેમણે જે દૃઢતાથી દોહરાવી અને આ તક ચૂકી જનારાને 'કાયદો શું કરી શકે છે એ દેખાડી દેવાની' જે આડકતરી ધમકી ઉચ્ચારી તે અને ચૂંટણીઓ કરતાં 'ગવર્નન્સ' (શાસન વ્યવસ્થા) પર ધ્યાન આપવાની બાબતો પણ સરકાર પાસેથી વચનોના અમલની અપેક્ષા રાખતા દેશવાસીઓ ખુશ થઈ જાય તેવી હતી.

પરંતુ વડા પ્રધાનની આ સુષ્ટુ સુષ્ટુ મુલાકાત જોતાં છેલ્લા થોડા સમયથી વોટ્સ એપ પર ફરતી એક ફૌલાદી નેતાની ધૂંઆધાર વિડીયો ક્લિપ યાદ આવી ગઈ. આપણે ત્યાં શાસન, અનુશાસન અને સુશાસનની વાતો સાંભળીએ છીએ પણ એ વાતોનું હકીકતમાં રૂપાંતર કરી બતાવનાર સિંગાપોરના ઘડવૈયા અને પ્રથમ વડા પ્રધાન સ્વ. લી ક્વાન યુ. એ વિડીયોમાં તેના રાજ્યની જનતાને સંબોધી રહ્યા છે. એમની ભાષા, એમનો અવાજ, એમનો ટોન, એમનો આત્મવિશ્ર્વાસ, પોતાના રાજ્યની શાન અને તેની જનતા માટેનો એમનો અપાર લગાવ, એમની સેન્સ ઑફ રિસ્પોન્સિબિલિટી અને ઑથોરિટી અદ્ભુત છે! 

થોેડાક અંશો સાંભળો: 'સિંગાપોર એરલાઇન્સના પાઇલટ્સને હું ટીવીના માધ્યમથી નહોતો મળ્યો. હું એમને આમને સામને મળ્યો હતો. અમારી વચ્ચે માત્ર પાંચ ફીટનું ટેબલ હતું. જેથી એ લોકોને ખબર પડે કે હજી પણ હું એવો જ જોમવંતો છું કે નહીં, તેમની સાથે પનારો પાડી શકું એમ છું કે નહીં. રાધર, એમને ખબર પડે કે તેમણે મારી સાથે પંગો લેવા જેવો છે કે નહીં! મેં તેમને કહ્યું કે આ ધાકધમકી બંધ કરો, બે વીકથી ઓછા સમયમાં સિંગાપોર એરલાઇન્સની આબરુના કાંકરા કર્યા છે તમે. લાખો ડોલર્સનું નુકસાન કરાવ્યું છે. મેં તેમને બે ચોઇસ આપી. કાં તો આ ચાલુ રાખો અને પછી જુઓ કે મારી બધી જ તાકાતનેે કામે લગાડી હું તમને કેવો પાઠ શીખવું છું! જિંદગી ભર ભૂલી નહીં શકો. હા, સિંગાપોરની જનતા મને એમ કરવા દેશે! અથવા કામે ચડો, પુન: શિસ્ત સ્થાપો અને પછી તમારો મુદ્દો રજૂ કરો.' 

અને પાઇલટ એસોસિયેશને પાંસઠ મિનિટમાં નિર્ણય કરી લીધો. તેઓે કામે ચડી જવા તૈયાર હતા! લી ક્વાન કહે છે કે તેમને ખબર હતી કે એમના વગર પણ હું એકડે એકથી સિંગાપોર એરલાઇન્સની શરૂઆત કરી તેને ધમધમતી કરીશ. સિંગાપોરનું શાસન કરનાર પાસે આવું પોલાદીપણું હોવું જ જોઇએ, નહીં તો ચાલ્યા જાય. કેમ કે આ તમારી અને મારી જિંદગીનો સવાલ છે. સિંગાપોરને નુક્સાન થાય એ હું નહીં જ ચલાવી લઉં. એને બનાવવા પાછળ મેં મારી જિંદગી રેડી દીધી છે. તેને પછાડવાનો પ્રયાસ કરનારને હું જરાય પણ સાંખી નહીં લઉં!' 

લોખંડી નેતા કેવો હોય, એક જાંબાઝ લીડરની તાકાત શું હોય એનું જીવતું જાગતું ઉદાહરણ છે લી ક્વાન યુ. સિંગાપોર એરલાઇન્સના કર્મચારીઓએ જ્યારે પગારના મુદ્દે ગો-સ્લો અને વર્ક ટુ રુલ જેવી ટેક્ટિક્સનો આશરો લીધો હતો ત્યારે પોતે એ મામલો કઈ રીતે હેન્ડલ કર્યો તેની વાત લી ક્વાન જનતાને કરી રહ્યા હતા. અને વરસતા વરસાદમાં હજારોની સંખ્યામાં લોકો તેમને એકચિત્તે સાંભળી રહ્યા હતા. લી ક્વાનનું એ ભાષણ ખરેખર પોલાદી નેતૃત્વની એક મિસાલ છે. એમનું પેશન, એમનો સિંગાપોર પ્રત્યેનો અનન્ય લગાવ, બધું જ અભિભૂત કરે તેવું છે. 

લી ક્વાન યુ. જેટલા એક બાહોશ, સમર્થ અને ચુસ્ત અનુશાસન-પ્રિય નેતા તરિકે જાણીતા હતા, એટલા જ માથાભારે આપખુદ તરીકે બદનામ પણ હતા. પરંતુ સિંગાપોરને પહેલાં બ્રિટિશ શાસનની પકડમાંથી સ્વતંત્ર કરાવવામાં અને સિદ્ધાંતો તેમ જ શિસ્તના મુદ્દે મલયેશિયન ફેડરેશનથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે સાંઠના આરંભમાંં એક સ્વતંત્ર સિટી સ્ટેટ તરીકે સિંગાપોરની રચના કરીને તેનું પાયામાંથી ઘડતર કરનાર લી ક્વાન યુ માટે સિંગાપોર સર્વસ્વ હતું. 

સિંગાપોરના પ્રથમ વડા પ્રધાન બન્યા પછી તેના શાસનની ધુરા સાડા પાંચ દાયકા સુધી સંભાળી અને ૧૯૯૦માં વડા પ્રધાન પદેથી તેમણે રાજીનામું આપ્યું હતું. પરંતુ સિનિયર મિનિસ્ટર તરીકે ચાલુ રહેલા. અને ઉપર જેના વિશે લખ્યું છે એ ઘટના તેમણે એ પદ પરથી ટેકલ કરી હતી. આજે દુનિયાનો કોઇ પણ પ્રવાસી સિંગાપોર જઈને આવે ત્યારે તેના હોઠ પરથી એની પ્રસંશાના શબ્દો ખૂટતા નથી:'શું ઇન્ફ્રાસ્ટ્રકચર! શું ડિસિપ્લિન! શું ચોખ્ખાઈ! શું પ્રામાણિકતા! ઍમેઝિંગ ડેવલપમેન્ટ! અનપેરેલલ!' સિંગાપોરની આ તમામ લાક્ષણિકતાના પાયામાં છે સિંગાપોરનું સર્જન કરનાર અને પેશનેટલી તેના વિકાસ અને કલ્યાણનું સંવર્ધન કરનાર એક લોખંડી નેતા અને તેનામાં શ્ર્રદ્ધા રાખનાર જનતા. એ વિડીયોને મળેલી મોટા ભાગની કમેન્ટ્સમાં એક સૂર જોવા મળતો હતો: વાહ! આનું નામ લીડર! પણ આવા લીડરને સાથ આપવા માટે એવા ફોલોઅર્સ પણ જોઇએ ને! સિંગાપોરની આવી અનેરી શાખ બંધાવા અને ટકી રહેવા પાછળ પોતાના રાજ્ય માટેના શાસક્ના પ્રેમ અને તેની ઇજ્જત માટેની ઝનૂની પેશન જેટલું જ ત્યાંની જનતાનું કાનૂનપાલન અને શિસ્તપાલન પણ એટલું જ જવાબદાર છે.

આપણે ત્યાં નાની અને કેટલીક વાર તો તદ્દન સ્વાર્થી બાબતો માટે જૂથબાજી અને હડતાળનું શસ્ત્ર વપરાય છે. તાજો જ દાખલો છે: સાતમા વેતન પંચના સૂચનોને સરકારની મંજૂરી મળી ગઈ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના વેતનમાં ત્રેવીસ ટકા જેટલો વધારો થયો. પણ સરકારી કર્મચારીઓ ખુશ નથી. તેમને ત્રીસ ટકા વધારો જોઇતો હતો! અને તેમણે એ મુદ્દે હડતાળ પર જવાની ચિમકી પણ આપી! આવા ત્રાગાં હોય કે કાશ્મીરમાં ફાલતો ત્રાસવાદ હોય- તેને સાંખી ન લેવાની ફોલાદી તાકાત દેશના નેતા પાસેથી અપેક્ષિત હોય તો દેશ માટે અંગત કે સંકુચિત સ્વાર્થનેે ત્યજવાની, કાનૂનનો આદર કરવાની અને કડક શિસ્તપાલનની તૈયારી પણ રાખવી પડે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment