Saturday 9 July 2016

[amdavadis4ever] ત્રણ હજાર ની વસતી, ન વ હજાર કેર ીનાં વૃક્ષ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમને કેરી ભાવે છે ? તેવો પ્રશ્ર્ન કોઈ કરે તો એક સાથે જવાબ મળશે કેરીનો સ્વાદ તો કોને ન ગમે? આપણે ભારતીયો એટલા નસીબવાન છીએ કે કેરીની ૧૦૦ થી પણ વિવિધ જાતોનો સ્વાદ આપણને માણવા મળે છે. કોઈને આફુસ ભાવે તો કોઈને રાજાપુરી ભાવે. કોઈને લંગડો ભાવે તો કોઈ કેસરના રસિયા હોય, તો કોઈને તોતાપુરી પણ ભાવે. ઉત્તર પ્રદેશની મુલાકાત લો તો તમને મીઠી રસઝરતી દશહેરીનો આસ્વાદ માણવા મળે. 

લખનઉ જિલ્લાના મલીહાબાદના કાકોરી બ્લૉકમાં દશહેરી નામનું ગામ આવેલું છે. આ ગામની ખાસિયત એટલે ગામમાં ફક્ત ૨૦૦ ઘર છે. ૩૦૦૦ની વસતી છે, જેની સામે ૯૦૦૦ કેરીનાં વૃક્ષ છે. ૭૪ વર્ષીય રાધમ નામના વડીલ તો ઉત્તર ભારતની કાળઝાળ ૪૨ ડિગ્રી ગરમીમાં પણ ૨૦૦ વર્ષ જૂના દશહેરી આમવૃક્ષની છાયામાં બેસે છે. તેમનું કહેવું છે કે પંખીઓનો કલરવ સાંભળીએ એટલે દિલ-દિમાગ ઠંડક અનુભવવા લાગેે. માથાના સફેદ વાળ અને બોખા મોઢે હસતા રાધમનું કહેવું છે કે બાળપણથી હું દશહેરીનાં વૃક્ષોની છત્રછાયામાં મોટો થયો છું. 

છેલ્લી ગણતરી કરવામાં આવી ત્યારે દશહેરી દશહેરી ગામમાં કુલ ૯૦૦૦ વૃક્ષ હતાં. આમાંથી ઘણાં વૃક્ષો એવાં હતાં કે જેનું આયુષ્ય ૧૦૦ વર્ષનું નોંધાયું હતું. મોટા ભાગના આમ્રવૃક્ષનું આયુષ્ય ૬૦ વર્ષ જૂનું છે, તેમ સ્થાનિક શાળા સરસ્વતી બાલવિદ્યાલયના આચાર્ય શ્રવણ કુમારનું કહેવું છે. સરકાર આ અમૂલ્ય વારસાની થવી જોઇએ એવી જાળવણી નથી કરી શકી. વર્ષ ૨૦૦૦માં ઉત્તર પ્રદેશ સરકારે ૯૦ એકરમાં ફેલાયેલા લખનઊથી ૨૮ કિ.મીના અંતરે આવેલા દશહેરી ગામ નજીક ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બનાવવાનો નિર્ણય ર્ક્યો હતો જેને કારણે રોજની ૩૦૦ ટ્રક લખનઉ શહેરમાંથી કચરો લઈ જઈને અવરજવર કરનાર હતી. આ નિર્ણયથી ગ્રામ્યજનોને પર્યાવરણને નુકસાન અને પ્રદૂષણમાં વધારો થવાની ચિંતા થઈ હતી. જેને પગલે વૃક્ષોને પણ હાનિ થવાની શક્યતા તેમાં રહેલી હતી. ગ્રામ્યજનોએ ઝનૂની બનીને તેમનો વિરોધ દર્શાવતા પ્રદર્શનો કરવા લાગ્યા. પરિણામે આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો હતો. 

ઉત્તર ભારતમાં કેરીનો પાક અને સૌથી મોટી કેરીની વાડીઓ મલીહાબાદમાં છે. વિવિધ પ્રકારની કેરીના પાકમાં સૌથી વધુ પાક સદાબહાર દશહેરીનો ગણાય છે. ૨૦૦૯માં તો એક અનોખી ઘટના બની હતી. જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા દ્વારા એ ાખા વિસ્તારની ઓળખ જ 'મહિલાબાદની દશહેરી કેરી' તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. દશહેરીના 'મધર ટ્રી'ની વય જાણવી છે? તેની વય છે ૧૭૦ વર્ષની. લખનઉ નજીક આવેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ સબટ્રોપિકલ હોર્ટિકલ્ચરના નિષ્ણાતોનું કહેવું છે કે ૧૭૦ વર્ષ જૂના વૃક્ષ અંદાજે ૩થી ૪ વર્ષમાં ૭૯-૧૮૯ કિલો કેરીનો પાક આપે છે ! આ વૃક્ષની નોંધવા જેવી વાત એ છે કે સારી માટી અને નજીકમાં વહેતી ગોમતી નદીના પાણીને કારણે તેને યોગ્ય પોષણ મળી રહે છે. આ વૃક્ષની ઊંચાઈ ૩૫ ફૂટ છે, ઘેરાવો ૭૦ ફૂટ અને થડની લંબાઈ ૧૦ ફૂટ જોવા મળે છે. વૃક્ષની ૧૨ મુખ્ય શાખાઓ કોઈપણ જાતના કિટાણુના હુમલાથી બચેલી છે. આ વૃક્ષને ઉંમરની અસર દેખાતી નથી. 

આ દશહેરી કેરીની વાત પણ જરા રસપ્રદ છે. અકબર બાદશાહ કેરીના શોખીન હતા. તેમણે બિહારમાં એક બાગ બનાવ્યો હતો. જેનું નામ 'લાખી બાગ' રાખવામાં આવ્યું હતું જેમાં એક લાખથી પણ વધુ કેરીના છોડવા રોપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના ડિરેક્ટર શૈલેન્દ્ર રાજનનું કહેવું છે કે ભારતીય બજારમાં કેરીની વિવિધ જાત, વિવિધ રંગમાં ઉપલબ્ધ છે, પણ ઉત્તર પ્રદેશમાં દશહેરીનું સામ્રાજ્ય જોવા મળે છે. દશહેરીનો શોખ મહારાજા અને નવાબોમાં જોવા મળતો હતો. તેમના રાજમાં જ કેરીના શ્રેષ્ઠ રોપા વાવવાને પ્રોત્સાહન મળતું થયું હતું. વળી છેલ્લાં ૩૮ વર્ષથી કેરીની છ હજાર જાત શોધવામાં આવી છે. ૭૫૦ જાતની કેરીની માવજત તો હાલમાં થઈ રહી છે. ભારત દેશમાં અનેક કેરીના વૃક્ષો એવા છે કે જે ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી કેરીનો પાક આપે છે. કહેવાય છે કે કેરીનાં વૃક્ષો એક પેઢી દ્વારા વાવવામાં આવે તથા તેના ફળનો સ્વાદ બીજી અનેક પેઢીને ચાખવા મળે. હવેથી કેરીનો મીઠો મધુરો સ્વાદ માણો ત્યારે અન્યની મહેનતનો પણ વિચાર કરજો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment