Sunday 10 July 2016

[amdavadis4ever] ગ્રા સહૉપ રથી ચૉપસ ્ટિક્સ: જેમા ં નૌત મલાલ અખબ ારના ક્વિ ઝિન કૉરે સ્પૉ ન્ડન્ ટ બને છે ...(MUMB AI'S VEG. RESTAUR ANTS GOOD INFORMATION IN GUJARATI)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તંત્રીથી ન રહેવાયું: આ તો, નૌતમલાલ, અમારા ગામના ઘોડાગાડીવાળાનું અને હરકટિંગ સલૂનવાળાનું અનુકરણ થયું, એ લોકો સંજય દત્તનો અને પૂજા ભટ્ટનો ફોટો દીવાલ ઉપર ચીટકાડીને પછી નીચે લખે છે: દેખ્ખા હૈ પહેલી બાર, સાજન કી આંખો મેં પ્યાર: ટટા ટટા ટટા ટટા. નૌતમલાલને લાગ્યું કે આજે પોતાનું આખું પાકશાસ્ત્ર રઝળી જવાનું છે. તેમણે બમણી ઝડપે માહિતી ઠાલવવા માંડી: જો, એડિટર, હું એક ગોર્મેન અને કોનોઈઝર (શૉખીન) છું. તારી રેેન્જ કૂપમંડૂકની રેન્જ છે. વીરા દેસાઈ રોડ ઉપરની અંધેરીની તારી ગાર્ડન કોર્ટ એટલે તારે માટે ધ લાસ્ટ વર્ડ. બહુ બહુ તો જૂના જમાનાની બ્રિસ્ટૉલ ગ્રિલ (એમ.જી. રોડ)ની કે ગુરદાઁની કે ગેલૉર્ડની કે ટી સેન્ટરની (રેશમ ભવન, ચર્ચગેટ) વાતો તું કરીશ. આ નૉસ્ટલ્જિયામાંથી બહાર આવ, એડિટર રિપ વાન વિન્કલ. દુનિયા બહુ આગળ વધી ગઈ છે. રંક લોકોનું શું એમ ન પૂછીશ. તેઓ ચર્ચગેટ સ્ટેશનની બહાર ભૈયાજીની સન્ડવિચ અને ભેલ ખાઈ શકે છે અને ગ્રાન્ટ રોડ સ્ટેશનની પાસે ભેળવાળા શેટ્ટીની સામેની સાંકડી હોટેલમાં ઉસળપાંઉ કે મીસળ ખાઈ શકે છે. તંત્રીએ વિરોધ નોંધાવ્યો: શું ઉસળમીસળ અને ભેળપૂરી અને પકોડીભેળ એ કાંઈ ચીપ ટેસ્ટ છે? તમે, નૌતમલાલ, પણશીકરમાં કે શિવાજી પાર્કની પ્રકાશમાં કદી પ્રણેરી મીસળ ખાધી છે? તમે રૂટ્સ ભૂલી ગયા છો. રામનારાયણ વિશ્ર્વનાથ પાઠકનો મુકુંદરાય ગંગાએ બનાવેલા બદામના શીરાને અને કેળાંના ભજિયાંને ઍપ્રિશિયેટ કર્યા વિના બાબરીને ત્રાંસી ઉછાળતો, હાથમાં રકેટ લઈને એક્કામાં બેસીને સ્ટેશનભેગો થઈ ગયો હતો. જૂની વાસી રોટલીમાં વાસી શાક મૂકીને એની પૂડી ખવડાવે કોઈ તમને પણ એનું નામ એ જો ફ્રન્કી આપે તો તમે હાઁશીભિખારીઓ એને કે યાન્કી ડૂડલને હાઁશે હાઁશે આરોગી જાઓ. આપણું ઊંધિયું અને આપણાં પાતરાં અને આપણા ધૉળકા- ખંભાત- નડિયાદના ગોટા અને આપણાં કેળાંનાં ભજિયાં તમે પશ્ર્ચિમપરસ્તો ભૂલી ગયા છો. નૌતમલાલે ઈલેક્ટ્રિક બેલનું બટન દબાવીને મનોજને બોલાવ્યો અને મસ્સાલાવાળી ફુદીનાવાળી લીલી ચાવાળી બે ચાની તેમણે વરદી આપી. એકાએક તેમણે વાઇ્વા લેતા પરીક્ષકની અદાથી પૂછયું: પાલખીમાં ગયો છું? તંત્રીએ કહ્યું: હાથીઘોડાપાલખી, જય કનૈયાલાલકી. પલકી કે પાલખી શી બલા છે.

નૌતમલાલે કહ્યું: ચેતના (કાલા ઘોડા) હજીય સારી છે, તેમાં હજીય વેજિટેરિયન અને ગુજરાતી ફૂડ સરસ મળે છે. પણ હવે તેની કે ખૈબરની અગાઉ જેવડી આભા નથી રહી. તેમની આજે ઈન થિંગમાં ગણતરી નથી થતી. સમ્રાટમાં ગુજરાતી અપર મિડલ ક્લાસના લોકોનાં ટોળેટોળાં જમા થાય છે. રવિવારે તમારે ત્યાં ક્યુ લગાડવી પડે છે. પણ સમ્રાટેય હવે ટોચની જગ્યા ન ગણાય. તંત્રીએ કહ્યું: મને તો સમ્રાટમાં રૂપાલી રોટી અને ખીચડીકઢી બહુ ભાવે પણ ગુજરાતી ફૂડ વિશેની મારી શ્રેષ્ઠ પસંદગી તો દાદીશેઠ અગિયારી (કાલબાદેવી)વાળી ઠાકર્સ ક્લબ. ત્યાં માણસો બધા ઈન્ડિયન અને દેશી ઢબના હોય છે. ત્યાંનું વાતાવરણ બહુ સામાન્ય. સાંકડી ગલી. સાંકડો દાદરો. નો ડેકોર. પરંતુ સ્ટાફ અતિશય વિવેકી. તમને શહેનશાહની જેમ આવકારે. પીરસણિયાઓ તમને પ્રેમથી અને આગ્રહથી જમાડે. મૂળ વાત તો રસોઈની છે. શ્રેષ્ઠ ગુજરાતી રસોઈ તમને ઠાકર્સ કલબમાં મળે. એક જમાનામાં માટુંગા સ્ટેશન પાસેની (ઈસ્ટ) મહાલક્ષ્મી લૉજ અને ઘાટકોપરની (તમારા વિદ્યાવિહાર પાસેની) હરિભાઈ જોશીની ગુજરાત ક્લબ ખૂબ વખણાતી હતી. કાલબાદેવીની ફ્રેન્ડ્ઝ યુનિયન જોશી ક્લબનું નામ એક જમાનામાં મોટું હતું. નૌતમલાલે વચ્ચે ઝુકાવ્યું: બોઘા, પાલખી જેવું મકબૂલ ફીદા હુસેનનાં ચિત્રોનું ડેકોર તને ગુજરાતી ક્લબમાં મળશે? તને ડફોળ ગામડિયાને ટ્રેન્ડી અને ક્લાસી રેસ્ટોરાંમાં શી ખબર પડે? ઈવનિંગ પોસ્ટ (સાંતાક્રુઝ વેસ્ટ) પણ ગ્રાસહૉપરવાળાની જ છે. વરલીની કૉપર ચીમનીની હજી પણ નામના છે. હવે તો કૉપર ચીમનીવાળાઓએ પાર્લા વેસ્ટમાં ઈન્વિટેશન થ્રી સિક્સ્ટીફાઈવ ખરીદી લીધી છે. વરલીની કૉપર ચીમનીમાં તંદૂરી ડિશીઝ શ્રેષ્ઠ મળે. સૌરભ શાહને એકાદવાર અહીં સ્ટ્રેન્ડ બુકસ્ટોલના માલિક શાનબાગ મળી ગયા હતા અને શાનબાગે કૉપર ચીમનીની તંદૂરી ચિકનની જબરદસ્ત પ્રશંસા કરી હતી. તંત્રીએ કહ્યું એમ તો અગાઉ જ્યાં તોષા હતી એ ઠાકર્સની ગુજરાતી થાળીની પણ એક જમાનામાં બોલબાલા હતી. ગુજરાતી ફૂડ તો કલ્પના (ઝવેરી બજાર)માં પણ ફન્ટસ્ટિક મળે છે. કલ્પનાનો ફૂડ જરા માળો અને દાદીશેઠવાળી ઠાકર્સ ક્લબનો બક તીખો તમતમતો. ક્રૉફર્ડ માર્કેટમાં એમ તો મૂળ ઈશ્ર્વર ભુવનની જગ્યાએ થયેલી રાજધાનીની ગુજરાતી થાળી પણ વખણાય છે.

નૌતમલાલે અધવચ્ચેથી કહ્યું, એમ તો ચોપાટીના બિરલા ક્રીડા કેન્દ્રની બાજુમાંની ઠક્કર્સ કટરર્સની જગ્યા પણ સુંદર છે. અહીં જૈન યુવક સંઘના મનેજરો રોજ સાંજે જૈન પત્રકારોને જમાડ્યા કરે છે. તંત્રીને ટીખળ સૂઝી: ગુજરાતી પત્રકારોની પત્નીઓ બહુધા મેદસ્વી હોય છે અને ગુજરાતી પત્રકારો બહુધા દોદળા હોય છે તેનું રહસ્ય શું? પતિદેવો ફાઈવસ્ટાર ભોજન જમીને સ્થૂળ બને છે અને પત્નીદેવીઓએ ઘેર તેમણે ડબલ નાછૂટકે ભોજન ખાવું પડતું હોવાથી ઓબેઝ બને છે. 

પત્રકારોએ હવેથી એક ઠરાવ કરીને અકબરઅલીઝની કૂપનો જ (બીજું કશું જ નહિ) લેવી જોઈએ. મફતલાલ બાથવાળા ઠક્કર્સ કેટરર્સ મુંબઈના શ્રેષ્ઠ જલેબીફાફડા સર્વ કરે છે અને અનેક ફ્રી-લન્સ ગુજરાતી પત્રકારો ત્યાં રવિવારે તથા છુટ્ટીને દહાડે દાળઢોકળી ખાવા અચૂક જાય છે. ઠક્કર્સ કટરર્સમાં જમવા જવાનો એક આડલાભ એ છે કે ત્યાં રોજ શ્રીમંતોની પાર્ટીઓ હોય છે અને આ શ્રીમંતો નવી નવી ફશનેબલ વાનગીઓનો ઓર્ડર આપે છે. ઠક્કર્સનું મૅનેજમેન્ટ એ વાનગીઓ પછી બોનસ તરીકે બિનપાર્ટીવાળા કલાયન્ટોને પણ પીરસે છે. હમણાં એક અતિશય શ્રીમંત ગુજરાતી ઉદ્યોગપતિને ત્યાં લગ્ન હતાં અને એની પાર્ટી મફતલાલ બાથમાં હતી ત્યારે સાદા રેગ્યુલર ક્લાયન્ટોને એક સુખદ આશ્ર્ચર્ય થયું હતું. યુવાન અને તેજસ્વી કવિ શોભિત દેસાઈને એપલ જલેબીની અનએક્સ્પક્ટેડ નવાજેશ થઈ હતી: ઈરશાદ, કવિએ કહ્યું હતું. જીભ ઉપરના ધ્વજવાળા કવિ હોત તો તેઓ કહેત, ક્યા બાત હૈ, નૌતમલાલે કહ્યું, એમ તો ચોપાટીની આરામ હજીપણ ફાફડાજલેબી માટે વખણાય છે. ભારતીય વિદ્યાભવનમાં નાટકનો શો હોય ત્યારે રિવ્યુ લખનારા ડ્રામા ક્રિટિક્સને નિર્માતાઓ અહીં જલેબીગાંઠિયા ખવડાવીને (એક જમાનામાં) દક્ષિણા કે બોનસ તરીકે પન્ટપીસીસ આપતા હતા. આરામનેય ટક્કર મારે એવા જલેબીફાફડા ગોકળીબાઈ સ્કૂલની સામે (પાર્લામાં) મળે છે. દશેરાને દહાડે અહીં ૪૦૦ જણની ક્યુ લાગે છે અને રોજ તમારે ૨૦ મિનિટનું તપ તો કરવું જ પડે. તંત્રીએ કહ્યું, ચર્ની રોડ સ્ટેશન પાસે સેન્ટ્રલ સિનેમાની બાજુમાં તારા બાગમાં આવેલા ભૈયાજીની પાણીપૂરી, ભેળ, સૂકી ભેળ, પકોડીભેળ, રગડાપેટીસ વગેરે બહુ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે.

નૌતમલાલે અધવચ્ચેથી આ અનધિકૃત ચેષ્ટાને અટકાવીને કહ્યું, સાયનમાં તેં ગુરુકૃપાની પાણીપૂરી ખાધી છે? તારી તબિયત હલી જશે. કૈલાસ પર્બત (કોલાબા)ની કે વાલકેશ્ર્વરને ખૂણે બેસતા ભૈયાની કે જાંબુલવાડીની પાણીપૂરી તેં ખાધી છે? ગુજરાતી ગૃહિણીઓ સાંજે કોથળી લઈને શાકપાંદડું ખરીદવા જાય છે પણ શાકપાંદડું તો એક એલિબી છે. તેઓ મિડડે કે આફટરનૂન અને ભીંડાની એ ઝોળીમાં મિલાવટ કરીને પછી બાજુની ગલીમાં પાણીપૂરી ખાય છે. વાંદરામાં ન્યુ ટૉકીઝ પાસે હિલ રોડ ઉપર એલ્કો માર્કેટમાં અફલાતૂન પાણીપૂરી મળે છે. કોલાબાની કૈલાસ પર્બતમાં પાણીપૂરીનું પાણી મોટી કોઠીમાં રાખે છે અને તેમાં લીલાં મરચાં તથા ફુદીના કરતાંય વધારે લાલ મરચાંનો ભૂકો હોય છે. મારી બાની એક પેટ થિયરી એ હતી કે લીલાં મરચાંથી રસોઈ તૂરી બને અને લાલ મરચાંથી રસોઈ મીઠ્ઠી (ગળી નહિ, મીઠ્ઠી) બને. એમ તો બાબુલનાથ પાસેનો પાણીપૂરીવાળો હવે પાણીપૂરીવાળો ભગવાન કહેવાય છે. એ જ લાઈનમાં એક બિલ્ડિંગના કૉમ્પાઉન્ડમાં બેસતો ભૈયો પણ અફલાતૂન પાણીપૂરી બનાવે છે. પત્રકારોના મિત્ર ચુંદભાઈ લાખાણી સાડીની પોતાની દુકાન ઉપર ભલે એમ લખે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ, વાસ્તવમાં તો ચંદુભાઈ લાખાણી મુંબઈના દરેક ધાબાના, ફાસ્ટફૂડના દરેક જાઈન્ટને, દરેક ઉડિપીવાળાને અને દરેક સૉફિસ્ટિકેટેડ રેસ્ટોરાંને સુપેરે પિછાણે છે. ડિટ્ટો કિશોરભાઈ લાખાણી (ચંદુભાઈના ભાઈ) આ બેઉ ભાઈઓ ક્વિઝિનની ડિરેક્ટરી બનાવી શકે. સિક્કાનગરના દરવાજા પાસે બેસતા ભૈયાજીની ગોલ્ડન ભેળ વિખ્યાત છે. સુરતમાં એક બમ્બય્યા પત્રકાર રસ્તા ઉપરના જાઈન્ટમાં ભેળ ખાતા હતા અને તેમને ભૈયાજીએ પૂછયું, ગોલ્ડન ચટની ડાલું ત્યારે એ પત્રકાર પડી ગયા હતા. ભૈયાાજીએ ફોડ પાડ્યો હતો: મારો ભાઈ સિક્કાનગરમાં બેસે છે. હું સચ્ચા ગાંડા ભેળવાળા સાત છે અને એમાંનો કોઈ એકદમ કે ઓરિજિનલ સચ્ચો નથી. વિઠ્ઠલ ભેળવાળાએ ઘણું રિનોવેશન અને ઈન્નોવેશન કર્યું છે પણ હજી સફિસ્ટિકેટેડ લોકોને તે આકર્ષી શકતો નથી. જૂની ઓબેરૉયના ગ્રાઉન્ડ ફલોર ઉપરની સમરકંદમાં અમુક તંત્રીઓ વારંવાર મળે છે. સીરૉક (વાંદરા)ની રેસ્ટોરાં નામે દમપુખ્ત ખૂબ વખણાય છે. આ લોકો આખી રાત સિમર થયો હોય એવો ખોરાક (ખાસ કરીને શાક) હાંડીમાં પકાવે છે. આપણી જૂની ઊંધિયા સ્ટાઈલ. તેઓ એ મટકીને પછી રોટીની કણકથી સીલ કરે છે અને એ જ કણકની રોટી કરીને પછીથી તેઓ તમને એ પીરસે છે. તાજની રેસ્ટોરાં પણ પ્રખ્યાત છે. દમપુખ્તવાળા તો તમારી પ્લેટની નીચે પણ રસોઈને ગરમ રાખવાનું પાત્ર મૂકે છે. એટલે જ ત્યાં આઠ વર્ષથી નાનાં બાળકોને પ્રવેશ નથી. બે વાનગીઓનો ટેસ્ટ તમારી જીભ ઉપર મિક્સ્ડ અપ ન થઈ જાય એ માટે તેઓ બે કોર્સની વચ્ચે તમને કેસરનું શરબત પાય છે. ન્યુ ઓબેરૉયની રેસ્ટોરાં એકદમ શ્રીમંતમાં શ્રીમંત લોકો માટે છે. અહીં દરેક જીવ ૧૦ હજાર રૂપિયા ખર્ચી શકે છે. એક કલાકમાં. કેવિયર અને એવું બધું. તમે અકરાંતિયા થઈને ખાધા વિના પણ દસ હજાર રૂપિયા ખર્ચી શકો છો. ધારો તો ધટ ઈઝ.

તંત્રીએ કહ્યું, ચાઈનીઝ ફૂડ માટે કઈ રેસ્ટોરાં સારી? નૌતમલાલે કહ્યું, કમ્પ્સ્ કોર્નરની ચાઈના ગાર્ડન બેસ્ટ છે. (એની એક બ્રાન્ચ ખારના લિન્કિંગ રોડ ઉપર છે) પણ ચૉપસ્ટિકનું નામેય જાણીતું છે. ખાતાં આવડવું જોઈએ. ઈન્ગ્લિશ ક્રિકેટરો જો પ્રૉન્સ (જિંગા)ની સાથે પાઈનેપલનું રાયતું ખાય તો તેઓ દુ:ખી થાય. માહિમની કચ્છી આરામ (તેઓ છાશને કચ્છી બિયર કહે છે, જેમાં છાશનું અને બિયરનું બેઉનું અપમાન થાય છે)નું પણ એક જમાનામાં બહુ આકર્ષણ હતું. એમ તો થાણે પાસેની ટીકુજીની વાડીએ પણ જાહેરખબરો દ્વારા ઉપાડો લીધો હતો. ઉડિપી રેસ્ટોરાંની પણ મુંબઈમાં બોલબાલા છે. નરીમાન પૉઈન્ટ ઉપરની અને રૉક્સી સિનેમા પાસેની વૂડલન્ડ્ઝ બંધ થઈ ગઈ. બ્રિસ્ટૉલ ગ્રિલની જગ્યાએ (એમજી રોડ) થયેલી ઉડિપી દાસપ્રકાશ પણ સમેટાઈ ગઈ. શ્રેષ્ઠ સાઉથ ઈન્ડિયન ફૂડ હજીય રામ નાયક અને સર્કલ (કિંગ્ઝ) રેસ્ટોરાંમાં મળે છે. જોકે, રસમ અને સાબુદાના પયસમ્ અને પોન્ગલ એવિયલ અને વાંગી ભાતનું ધોરણ હવે અગાઉ જેવું નથી રહ્યું. એનું મુખ્ય કારણ એ છે કે રસોઈની કળા (ધ ક્યુલિનરી આર્ટ) ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. લોકો સબડકા મારે એવી દાળ કે કઢી કે ઓસામણ કે ફજેતો જવલ્લે જ જોવા મળે છે. ખાઉબજારમાં મોડી રાતે ભાંગનો પાપડ ખાનારા પણ પડ્યા છે અને દાદરમાં પ્રીતમના પંજાબી ધાબામાં જઈને પરૉઠા ખાઈને લસ્સી પીનારા શૉખીનો પણ પડ્યા છે. એક્ઝિક્યુટિવ ક્લાસને ટૉક ઑફ ધ ટાઉનમાં અને ઍમ્બેસેડોરમાં બુફે લંચ બહુ ગમે છે. એક જમાનામાં ચર્ની રોડ ઉપરની થાલી રેસ્ટોરાં ગુજરાતી ફુડ માટે પ્રખ્યાત હતી. પાર્લાની તોરણ પણ. કોથીંબીર વડી, દહીંની સળ અને થાલીપીઠ ખાઈને માથે પીયૂષ પીવું હોય તો તમારે પણશીકરમાં અને પ્રકાશ (શિવાજી પાર્કમાં) જવું પડે. ફાસ્ટ ફૂડની ક્રેઝ છે એટલે ચર્ચગેટના અને ખારના ઓપન હાઉસની બોલબાલા છે. લોકો ૪૦ રૂપિયાનો પિત્ઝા ફાસ્ટ ફૂડ જાઈન્ટમાં ખાઈ જાય છે. નરીમાન પૉઈન્ટની સ્ટેટસની વેજિટેબલ બિરયાની ઉપર ઘણા લોકો કુરબાન છે. ગેટવેની ગોલ્ડન ગેટનું નામ પણ મોટું છે. અહીં રોજ નવા નવા સલાડ અને લો-કલરી વેજિટેબલ ડિશીઝ બને છે. જેમ કે આજની સ્પેશિયાલિટી અમે કાકડીમાંથી બનાવી છે. તેઓ ખાસ મશીનો રાખે છે. ડાયેટના નિષ્ણાતો તો જયપ્રકાશ નારાયણને અને ખાન અબ્દુલ ગફાર ખાનને કેળાંની છાલમાંથી, ઘઉંના થૂલામાંથી અને સફરજનની સ્કિનમાંથી અને પોટેટોના જકેટમાંથી (છાલમાંથી) ચીજે આલમ વાનગીઓ બનાવી આપતા હતા.

નૌતમલાલે કહ્યું, ઉડિપીમાં આજે શ્રેષ્ઠ ચેઈન કામતની છે. વૂડલન્ડ્ઝે હવે મીઠીબાઈ કૉલેજની નજીકમાં તંબુ તાણ્યો છે. કામતની ઍરપૉર્ટ પાસેની હોટેલ અને રેસ્ટોરાં (કામત પ્લાઝા)માં સ્વાદિષ્ટ મદ્રાસી વાનગીઓ મળે છે. સાંતાક્રુઝ વેસ્ટમાં યુસિસવાળા ચંદ્રકાંત શાહના ઘર (મસિડોનિયા)ની બાજુમાં એક ફર્સ્ટ ક્લાસ રેસ્ટેરાં હતી: મનજિત દા ધાબા, અન્ડર વર્લ્ડની ધમાચકડીમાં અંદર થઈ ગઈ. વરલીના નેહરુ સેન્ટર પાસે જેડ ગાર્ડન અને જેવેલ ઑફ ઈન્ડિયા નામની બે કુશાદે રેસ્ટોરાં છે. વરલીની બૉમ્બે બ્રાસિયેરીની વેજ અને નૉનવેજ બેઉ ફૂડ વખણાય છે. અહીં આગલે દહાડે બુકિંગ દ્વારા એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. ચાઈનીઝ ફૂડના શૉખીનો માટે કેમ્પ્સ કૉર્નરની ચાઈના ગાર્ડન ઉપરાંત તાજગી ડ્રગૉન, કમેલીન, નાનકિંગ (ગેટવે), મન્ડેરિન અને ચાઈનીઝ રૂમ જાણીતી છે. ઈરલાની પેપિલોન (વેજ, નૉનવેજ), ગોરેગાંવ ફિલ્મ સિટીની રૉયલ ચલેન્જ, વિલે પાર્લેની (ગુજરાતી વેજ) પ્રાંગણ, પાર્લા ઈસ્ટની જાય સ્ટ્રીટ, જુહુતટ ઉપરની પામગ્રોવ (ગુજરાતીઓની માનીતી), રસોઈ (વાંદરા), તવા (વાંદરા), દાવત (મોગલાઈ, મનેજર સદરુદ્દીન), સન ઍન્ડ સન્ડની રેસ્ટોરાં (કચ્છી માલિક), કોલાબાની પાલખી અને નરીમાન પૉઈન્ટ ઉપરની તાતા એનસીપીએની રંગોળી પણ અપર મિડલ કલાસના ગુજરાતીઓમાં માનીતી છે.

નૌતમલાલે કહ્યું, વાંદરાની ધનરાજ અને વાંદરાની (રમેશ શાહની) સિદ્ધાર્થ પણ ઉત્તમ વાનગીઓ પીરસે છે. રમેશ શાહ તો સિદ્ધાર્થ રેસ્ટોરામાં કે હોટેલના કોઈનેય બિયર પીવા દેતા નથી. ગુજરાતી થાળી ખાવી હોય તો પ્રાર્થના સમાજની માસ્ટર્સ ક્લબ અને ગુજરાત ક્લબ તથા આર્ય નિવાસ અને પુરોહિત (ચર્ચગેટ) હજી પણ વખણાય. પુરોહિતવાળા હવે ચાંદીની થાળીમાં જમાડતા નથી પણ જમાના પ્રમાણે તેમણે જબરદસ્ત ઈન્નોવેશન કર્યું છે અને ડેકોર સુધાર્યો છે. નૌતમલાલે મસ્લાલાવાળી બે ચાની વરદી આપી. તેમણે તવેથો અને ઝારો બ્રીફકેસમાં મૂક્યા અને કહ્યું કે ક્વિઝિન કૉરેસ્પૉન્ડન્ટનો મને ઍપોઈન્ટમેન્ટ લેટર આપ. નૌતમલાલ ગૉટ ધ શૉક ઑફ હિઝ લાઈફ ટાઈમ. જુઓ નૌતમલાલ ઠક્કર, તંત્રીએ કહ્યું, હું હવે રોજનાં પચાસ છાપાં અને મગેઝિનો વાંચીને અને આખી દુનિયાના ૧૭૧ દેશોની કાજીગીરી તથા પંચાત કરીને થાકી ગયો છું. મેં સિરિયસ્લી નક્કી કર્યું છે કે મારે હવે વરસોવામાં પાંઉભાજીની અને બટાટાવડાની લાગી લગાવવી. હાથીદાંત જડેલી લાકડી પાર્ટિશન પાસેથી ઊંચકીને નૌતમલાલ ઊભા થઈ ગયા: નવો તંત્રી મારી પાસે રસોઈનું કૉલમ લખાવે ત્યારે પહેલો સચિત્ર ઈન્સ્ટૉલમેન્ટ પાંઉભાજીની તારી લારીનો આપીશ. નૌતમલાલે એક્ઝિટ મારી અને લિફટ ભણી પ્રયાણ કર્યું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment