Sunday 10 July 2016

[amdavadis4ever] સામાજિક સંસ્ક ારિતાનું ભગંદર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આઝાદી પૂર્વેના કાળમાં ભારતીય સૈન્યના જુદા જુદા દરજજ્ે બ્રિટિશ ઓફિસરો રહેતા અને એમના હાથ નીચે મોટા ભાગે હિંદી સૈનિકોનું પોસ્ટિંગ થતું હતું. બ્રિટિશ અધિકારીઓ આ ભારતીય સૈનિકોનું મનોબળ તોડવા માટે તથા પોતે એમના માત્ર ઉપરી જ નહી પણ સર્વસત્તાધીશ સ્વામી પણ છે એવું સિદ્ધ કરવા આ સૈનિકોને અપમાનિત કરતા, એમની પાસે હલકાં કામો કરાવતા, શિસ્તમાં બંધબેસતી નહી એવી શારીરિક પીડાઓ આપતા અને જો કોઇ સૈનિક એનો વિરોધ કરતો તો એને અમાનવીય કહેવાય એવી સજાઓ પણ કરતાં. આને તેઓ રેગિંગ કહેતા. રેગિંગ શબ્દનો અર્થ જ પીડા આપવી, ધીંગામસ્તી કરવી, માનસિક પરિતાપ દેવો એવો જ થાય છે.

 


ભારતીય સૈન્યના બ્રિટિશ અધિકારીઓ માટે તો આવા રેગિંગ દ્વારા હિન્દીઓને નીચાજોણું થાય અને બ્રિટિશ સેનાનાયકોના અહંકાર સંતોષાય એવી માનસિક વૃત્તિ પણ શોધી શકાય છે પણ છેલ્લા થોડાક દશકાઓથી આપણા દેશની શિક્ષણ સંસ્થાઓ અને ખાસ કરીને કોલેજની હોસ્ટેલોમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ ઉપર રેગિંગના જે અહેવાલો આવે છે એ અત્યાર સુધી તો કમકમાટીભર્યા હતા, પણ હવે આવું રેગિંગ ક્ધયા છાત્રાલયોમાં પણ થાય છે એ વાત જાણ્યા પછી શરમથી માથું ઝૂકી જાય છે.

કેરળના કોઝીકોડે શહેરમાં ૧૯ વરસની એક ક્ધયા નર્સિંગના અભ્યાસ માટે કોલેજ સાથે સંલગ્ન ક્ધયા છાત્રાલયમાં દાખલ થઇ. આ છાત્રાલયની સિનિયર કોલેજ ક્ધયાઓએ એને પોતાના ખંડમાં બોલાવીને એક કાગળ ઉપર છાત્રાલયની બે એને મનગમતી સિનિયર ક્ધયાઓનાં નામ લખવાનું કહ્યું. પેલીએ નિર્દોષભાવે બે નામ લખ્યાં. પરિણામ એ આવ્યું કે જેમનાં નામ નહોતાં લખાયાં એ ક્ધયાઓ એના ઉપર તૂટી પડી. એને બીજા રૂમમાં ઘસડી જઇને એના ગળામાં બળજબરીથી જાજરૂ સાફ કરવાનું પ્રવાહી રેડી દીધું. આ પ્રવાહીમાં તો ફિનાઇલ હોય જ. આજે આ પીડિતા ક્ધયા જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે.

આ કિસ્સો કંઇ એકલદોકલ નથી. હિંદી ફિલ્મ ઉદ્યોગના બિગ બી અમિતાભ બચ્ચન જયારે દિલ્હીની કોલેજમાં ભણતા ત્યારે છાત્રાલયમાં રહેતા હતા. એક ઇન્ટરવ્યુમાં એમણે આ છાત્રાલયમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એમને જે રેગિંગનો અનુભવ થયો છે એની વાત કરી છે. પ્રશ્ર્નકર્તાએ આ રેગિંગ વિશે વધારે વિગત માંગી ત્યારે એમણે એવું કહેલું કે આ અનુભવ કયા પ્રકારનો હતો એ કહી શકાય એવું નથી. કૃપા કરીને પૂછશો નહી. અમિતાભનો આ અનુભવ એટલે ઓછામાં ઓછો પચાસ પંચાવન વરસ પહેલાંનો કાળ કહેવાય. માત્ર અમિતાભ બચ્ચન પૂરતી જ આ વાત નથી. જાણીતા ક્રિકેટર સુરેશ રૈના અને બોલીવૂડના અભિનેતા શક્તિ કપૂર બંનેએ કોલેજ કાળમાં પોેતે છાત્રાલયમાં રહ્યા ત્યારે રેગિંગનો ભોગ બન્યા હતા એનો સ્વીકાર કર્યો છે.

આ બધા જ વિદ્યાર્થીઓ ભારતીય છે. આમાં કોઇ વિદેશી નથી. આ બધા જ આપણા ભણેલાગણેલા શિક્ષિત કહેવાતા પરિવારોનાં સંતાનો છે. જેઓ આજે જુનિયર તરીકે સિનિયરો દ્વારા રેગિંગથી પીડિત થાય છે તેઓ જ આવતી કાલે સિનિયર બન્યા પછી નવાગંતુક જુનિયરો ઉપર પોતાના ધરબાયેલા વેરનો બદલો વાળીને પરપીડન વૃત્તિનો આનંદ લે છે. આમાં મનોરુગ્ણતા તો છે જ, પણ સામાજિક સ્તરે આપણું સાંસ્કૃતિક દારિદ્રય પણ સૂગ ચડે એટલી હદે છતું થાય છે. 

માનસશાસ્ત્રની દૃષ્ટિએ પરપીડન દ્વારા આનંદ કે અહં તૃપ્તિ એને મનોવિકૃતિ કહી છે. આવી મનવિકૃતિ એક જાતની માંદગી છે પણ આ માંદગી ચેપની જેમ જયારે ફેલાઇ જાય ત્યારે સમાજશાસ્ત્રીઓએ પણ ચિંતીત થવું જોઇએ. રેગિંગથી ત્રાસીને અભ્યાસ છોડી દીધો હોય એવા સંખ્યાબંધ ઉદાહરણો છે. એટલું જ નહી, એવં પણ દૃષ્ટાંતો નોંધાયાં છે કે જેમાં પીડિત જુનિયર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોય. આત્મહત્યાના કેટલાક કિસ્સાઓમાં એવું પણ નોંધાયું છે કે પહેલા વરસે જુનિયર તરીકે પીડિત થનાર વિદ્યાર્થીએ રજાઓમાં ઘરે આવીને ગભરાયેલી હાલતમાં માતાપિતાને ફરિયાદ કરી હોય. આ ફરિયાદને હળવાશથી લઇને માતાપિતાએ સંતાનને સધિયારો આપ્યો હોય. 'બેટા, તારે તો ડોક્ટર થવું છેને! એન્જિનિયર થવું છેને? આવું થવા માટે થોડીક તકલીફ આવે તો વેઠી લેવી જોઇએ. બધે જ કંઇ ઘર જેવું વાતાવરણ ન મળે!' સોળ કે સત્તર વરસની વયનો આ વિદ્યાર્થી ફરી વાર છાત્રાલયમાં જાય છે અને બીજે કે ત્રીજે મહિને આ રેગિંગથી ત્રાસીને એ આત્મહત્યા કરી લે છે.

સરકાર તથા સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો તો છે. રેગિંગ વિરુદ્ધના કાયદાઓ ઘડાયા છે અને એના પાલન માટે સખતાઇ આચરવાના આદેશો પણ સુપ્રીમ કોર્ટે આપ્યા છે. આમ છતાં આમાં કોઇ વિધાયક પરિણામ હજુ સુધી દેખાયું નથી. 

રેગિંગથી પીડિત કોઇ પણ વિદ્યાર્થીને હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે. આ નંબર ઉપર જો એ ફરિયાદ નોંધાવે તો એની મદદે પોલીસો તત્કાળ પહોંચી પણ જાય છે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં પીડિત વિદ્યાર્થીઓ ફરિયાદ નોંધાવતા નથી. આનું કારણ એ છે કે પોલીસની પળોજણ કંઇ લાંબું ઉકાળી શકતી નથી. થોડોક ઠપકો, ધમકી કે બહુ બહુ તો હળવી સજા આટલું થયા પછી પેલો અપરાધી સિનિયર છૂટો થઇ જાય છે. હવે એ પેલા ફરિયાદ કરનાર વિદ્યાર્થી ઉપર બેવડી તાકાતથી તૂટી પડે છે. જુનિયરોએ આવા દાખલાઓની જાણ છે એટલે તેઓ હેલ્પલાઇનથી દૂર રહે છે.

ઘણું ખરુંજ છાત્રાલયના સત્તાવાળાઓ તથા કોલેજ ઓથોરિટી પણ રેગિંગના આવા કિસ્સાઓને રેકોર્ડ ઉપર લેતી નથી. આનું કારણ એ છે કે આમ કરવાથી તેમની કોલેજ તથા કોલેજ સાથે સંલગ્ન એમની હોસ્ટેલ બદનામ થાય છે. પોતાની માની લીધેલી પ્રતિષ્ઠા અકબંધ રાખવા માટે તેઓ બે ગુના આચરે છે. પહેલો ગુનો એ છે કે સિનિયરોની અપરાધવૃત્તિને આનાથી છૂટો દોર મળે છે અને બીજો ગુનો એ છે કે જુનિયરો અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ફાળ અને ફડકા વચ્ચે જીવેે છે. આમ દેશની એક આખી પેઢીને તેઓ બગાડી રહ્યા છે.

તો પછી આ માટે શું થઇ શકે? આ વિશે વિચારણા કરનારાઓએ એવાં સૂચનો પણ કર્યાં છે કે પોલીસ ખાતાએ એન્ટિ રેગિંગ સ્કવૉડ રચવી જોઇએ અને આ સ્કવોડ ગમે ત્યારે, ગમે તે સમયે છાત્રાલયની તપાસ કરી શકે છે. આ ઉપરાંત કોલેજના પ્રાધ્યાપકોને કોઇ પણ છાત્રાલયની સરપ્રાઇઝ વિઝિટ કરને પૂછપરછ કરવાની સત્તા આપવી જોઇએ. એક એવુંય સૂચન થયું છે કે છાત્રાલયમાં ભરતી થતા નવા વિદ્યાર્થીઓના વસવાટ માટે અલાયદી વ્યવસ્થા કરવી જોઇએ. કોઇ કોઇ છાત્રાલયે આનો અમલ પણ શરૂ કર્યો હોવાનું સાંભળ્યું છે.

પણ આ પ્રશ્ર્ન મૂળભૂત રીતે કોઇ વ્યવસ્થા કે વહીવટનો નથી. આ પ્રશ્ર્ન આપણી વિકૃત માનસિકતા અને સામૂહિક સંસ્કારહીનતાનો છે. વીસમી સદી અને એ પૂર્વે સંયુકત પરિવારોમાં નવી પરણીને આવેલી વહુ ઉપર સાસુ તરફથી કેટલાક અત્યાચારો થતા. કેટલીક વહુઓએ પિયરની વાટ પકડી હોય ત્યારે પિયરમાંથી કહેવામાં આવતું કે ડાહી દીકરી તો સાસરે અથવા તો સ્મશાને જ શોભે. આ ડાહી દીકરી નાછૂટકે પાછી સાસરે જતી અને બે-ચાર મહિના પછી સાસરિયાંના ગામનો કૂવો પૂરે દેતી. જે વહુ પીડા સહન કરી લેતી એ વહુ વરસો પછી જયારે સાસુ બનતી ત્યારે પોતાના દહાડા સંભારીને હવે ઘરમાં આવેલી નવી વહુ ઉપર એ જ દુ:ખ આચરતી. આ વાત હવે જો કે ભૂતકાળ બની ગઇ છે. આજે તો કયાંક એનાથી સાવ ઊલટું, વહુ દ્વારા ત્રાસિત સાસુ વૃદ્ધાશ્રમમાં જીવન ટુંકું કરતી હોય એવાંય ઉદાહરણો મળે છે.

બારીકાઇથી જોઇએ તો રેગિંગ એક જાતનો ત્રાસવાદ જ છે. આવા ત્રાસવાદીઓને માત્ર હળવી સજા કરી શકાય નહીં. છાત્રાલયના સિનિયર વિદ્યાર્થીઓ પણ આપણાં જ સંતાનો છે અને એમનું ભવિષ્ય રગદોળાઇ ન જાય એ માટે હળવી સજા કરવી જોઇએ એવો આગ્રહ કોઇએ રાખવો જોઇએ નહીં. બળાત્કારનો ગુનો આચરનાર સગીર હોવાથી એને ઓછી સજા થાય આ વાત સિદ્ધાંતોમાં ભલે સાચી હોય પણ એનો પ્રત્યક્ષ અમલ ભવિષ્ય માટે ભારે ચિંતાજનક છે. સગીર હોય તો પણ એને આકરી સજાનો અનુભવ કરાવવો જ જોઇએ. એટલું જ નહી, આવા સગીર ત્રાસવાદીઓનાં માતાપિતાઓને પણ સજાની આ ઝાળ સ્પર્શવી જોઇએ.

કુમળી વયની આપણી ઊછરતી પેઢીમાં વકરેલો આ રોગ આપણી સામાજિક નિષ્ફળતા છે. સંસ્કારિતાનું આ અધ:પતન બીજું કશું નથી પણ પૂંઠે થયેલો એક રોગ ભગંદર છે. આ ભગંદરને નષ્ટ કરવા માટે ગમે એવી આકરી શસ્ત્રક્રિયા પણ હળવી જ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment