Wednesday, 28 October 2015

[amdavadis4ever] ચોવકો કરા વે છે અમૂલ ્ય કચ્છીય તનાં દર્શન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બોરી બરુકી આય કચ્છી ભાષા! તેમાં પ્રયોજાતાં લાઘવ, સૂત્રાત્મકતા અને શબ્દોની ચમત્કૃતિ જેવી ચમત્કૃતિ કચ્છીભાષા સિવાય ભાગ્યે જ કોઈ ભાષામાં જોવા મળશે. એવું જ 'કચ્છીચોવકો'નું કહી શકાય. તેમાં ઉપરોક્ત ત્રણેય ગુણ છે. કોઈપણ ચીલાચાલુ રજૂઆત કરતાં જરા 'હટકે' વિશિષ્ટ વાક્ય પ્રયોગ કરે છે કચ્છી ચોવક!

ગયા અઠવાડિયે વાચકો માટે જ અર્થઘટન કરવા છોડી દીધેલી ચોવક પહેલાં સમજીએ:

"અછી ગંધી આધીયો,

છીંટજા છ ઢીંગલા

કચ્છી કપડ્ કોરી

સરળ અર્થ એ થાય છે કે માલના ભાવ તેની ગુણવત્તા પ્રમાણે હોય. આ કહેવત ટૂંકમાં જ કહેવી હોય તો 'વકલ તેડા ભાવ' એમ કહી શકાય, પરંતુ એક તરફ કાપડના ત્રણ પ્રકારને પ્રતીક બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ કચ્છ રાજ્યમાં ચાલતાં 'કચ્છી ચલણ'ની પણ કિંમત સમજાવવામાં આવી છે. 'આધીયો' એટલે અડધી 'કોરી', એજ રીતે 'ઢીંગલા' પણ 'કોરી'ના છૂટા કરાવો તો ૧૬ ઢીંગલા મળે! 'અછીગંધી' પહેરવા સિવાયનું કાપડ, જે ખેસ તરીકે, પાઘડી બાંધવા કે ઓઢવા માટે વપરાય તેના બહુ બહુ તો ભાવ 'આધીયો' હોય. 'છીંટ' એક ગરીબ વર્ગ માટે વપરાતું કાપડ હતું તેને ઢીંગલા ભાવે બતાવ્યું પણ ચોવકમાં કચ્છીયત કે કચ્છી કાપડનો ભાવ 'કોરી' બતાવીને કચ્છી કાપડને સર્વોત્તમ ગણાવીને, સૌથી વધારે મૂલ્યવાન બતાવ્યું છે. મહામૂલી કચ્છીયતનાં દર્શન કરાવ્યાં છે.

'અધમ અઢઈ ડીં' ત્રણ શબ્દની બનેલી આ ચોવક ઘણું બધું કહી જાય છે. અધમ શબ્દ ગુજરાતી ભાષામાં પણ વપરાય છે. અહીં પણ તેનો એજ અર્થ અભિપ્રેત છે. 'અઢઈ ડીં' એટલે 'અઢી દિવસ' સીધો અર્થ થાય છે: 'અધમ ચાલે અઢી દિવસ' એનો અર્થ એમ નહીં કે માપ મુજબ 'અઢી દિવસ' જ અધમ ચાલે. કોઈના અધમ, કોઈનાં ખોટાં કાર્યો લાંબો સમય ન ચાલે. એવો અર્થ આ કચ્છી કહેવતનો થાય. ઘણી 'ચોવક' સાથે તો તેના કિસ્સા પણ રસપ્રદ હોય છે. એક ચોવક છે 'મુલ્લાં વારો નાડો' ગુજરાતીમાં કહીએ તો 'મુલ્લાં વાળું નાડું' આ આખા કિસ્સાને કાવ્યાત્મકતા બક્ષીને સમજાવતાં કચ્છી કવિ શિરોમણી આદરણીય દુલેરાય કારાણી સાહેબ લખે છે કે,

'ખેડૂ ગડો ખેડેતો ને, મુલ્લા વિઠો ગડે મથે,

વોંધલ નય મેં ખેડૂ ચેતો: જોપ ઢલીજા નાડે કે;

ખેડૂ ચેં નાડો ગડે જો, મુલ્લા સમજ્યો ચેંણે જો,

બીં હથે સેં બઝી રેઓ, ચેણે વારે નાડે કે;

વોંધલ નય જો વધેઓ પાણી, મુલ્લાં કે તાણીધો વ્યો.

મરંધો ડિસી મુલ્લા કે, પર મેર ગડે વારે કે,

બાર કઢેં મુલ્લાં કે, ચેં નાડો કુલ્લા છડેં ભલા?

મુલ્લાં ચેંતો: ન્યારે ગિન, નાંય છડ્યો નાડેં કે'

આના પરથી ચોવક બની 'મુલ્લાં વારો નાડો' ઉપરોક્ત કાવ્યાત્મક વર્ણનને ગુજરાતી ગદ્યમાં આ રીતે ઉતારી શકાય:

'એક ખેડૂત ગાડું હાંકતો હતો એ ગાડામાં એક મુલ્લાજી ચઢી બેઠા. રસ્તામાં ભારે વહેણ વાળી નદી આવી ત્યારે ખેડૂતે મુલ્લાજીને કહ્યું: નાડું (ગાડાનું) બરાબર પકડી રાખજો. મુલ્લાજી સમજયા તેમના ચોરણાનું નાડું. એ તો ચોરણાની નાડી પકડીને બેસી રહ્યા. નદીમાં પાણી વધતાં મુલ્લાજી ગાડા પરથી ઊથલી ગયા, તણાવા લાગ્યા. મુલ્લાને તણાઈને મરતો ન જોઈ શકતા ગાડા ખેડૂએ તેેને પાણીમાંથી બહાર ખેંચી કાઢ્યો, પછી પૂછ્યું: 'તમે 'નાડું' કેમ છોડી દીધું?' મુલ્લાજી બોલ્યા: જોઈ લે! મેં હજી પણ નાડું છોડ્યું નથી! એમ કહીને પકડી રાખેલું ચોરણાનું નાડું બતાવ્યું!

આવતે અંકલા કરી રખાં તો હેકડી ચોવક:

"બારેેં બુધ, સોરેં સુધ, વીયેં આવઈ

ત આવઈ નીકાં વિઈ સમૂરી

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment