Monday, 26 October 2015

[amdavadis4ever] બ્રિજ ઓફ સ્પ ાઇઝ : જે કરવુ ં છે તે કોઈ પણ ભોગે કરવું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહુ ઓછાં લોકોને ખબર હશે કે ૧૯૮૬માં ટોમ હેન્ક્સ જેમાં હીરો હતો એ ફિલ્મ'ધ મની પિટ' સ્ટિવન સ્પીલબર્ગે પ્રોડયુસ કરી હતી. ૧૯૯૦ની 'જો વર્સસ ધ વોલ્કેનો'માં પણ આ જ કોમ્બિનેશન હતું. એના લગભગ પોણા દાયકા પછી,૧૯૯૮માં ટોમ હેન્ક્સને પહેલીવહેલી વાર સ્ટિવન સ્ટિલબર્ગે ડાયરેક્ટ કર્યા- 'સેવિંગ પ્રાઇવેટ રયાન'માં એ પછી 'કેચ મી ઈફ યુ કેન'(૨૦૦૨) અને 'ધ ર્ટિમનલ'(૨૦૦૪)માં આ અભિનેતા-દિગ્દર્શકે સાથે કામ કર્યું. આ ઉપરાંત બંનેએ પ્રોડયુસર્સ તરીકે પણ કેટલીક ટીવી સિરીઝ અને ડોક્યુમેન્ટરીઝમાં સાથે કામ કર્યું. ગયા અઠવાડિયે રિલીઝ થયેલી 'બ્રિજ ઓફ સ્પાઇઝ' એક્ટર-ડિરેક્ટરની જોડી તરીકેની બંનેની ચોથી ફિલ્મ અને વોટ અ ફિલ્મ.
૧૯૫૭માં રૂડોલ્ફ એબલ નામનો કેજીબીનો સ્પાય ન્યૂયોર્કના બ્રુકલીનમાંથી પકડાય છે. અમેરિકામાં કામ કરી રહેલો રશિયન જાસૂસ પકડાય એટલે એનું ભાવી નિશ્વિત જ હોય પણ ડેમોક્રેટિક કન્ટ્રી હોવાને લીધે અમુક દેખાડા કરવા પડે, તેને સજા કરતાં પહેલાં કોર્ટમાં એના પર કામ ચલાવવું પડે અને કોર્ટની કાર્યવાહી તટસ્થ છે એવું દેખાડવા તેને એક વકીલ પણ આપવો પડે. આ વકીલ જેમ્સ બી. ડોનવાન એટલે આપણો ટોમ હેન્ક્સ. પેલા જાસૂસનો કેસ હાથમાં લેવા કોઈ અમેરિકન લોયર તૈયાર નથી. આવો કેસ લે તો એના પ્રોકેશનમાં, એના સમાજમાં, આખા અમેરિકામાં એ દેશદ્રોહી તરીકે પંકાઈ જાય. ટોમ હેન્ક્સ પણ શરૂઆતમાં રિલકન્ટન્ટ છે. બદનામીના ડરથી નહીં પણ આવો કેસ એ ભૂતકાળમાં ક્યારેય લડયો નથી, એટલે ઇન્સ્યોન્સના ક્લેમ્સને લગતા કેસોનો એ એક્સ્પર્ટ છે. છેવટે એ રશિયન જાસૂસનો કેસ હાથમાં લે છે.
'બ્રિજ ઓફ સ્પાઇઝ' તમને વિચારતા કરી મૂકે એવા વિષયની ફિલ્મ છે. તમને જે સાચું અને સારું લાગે છે તે કરવું? કે પછી તમારી ઇમેજ ખરડાઈ જવાની બીકે બીજાઓ તમારી પાસેથી જેની અપેક્ષા રાખે છે તે કરવું ? જે બાબતમાં તમે તમારી મરજીથી ઇન્વોલ્વ થયા હો તેને બીજાઓની મરજીને સંતોષવા માટે છોડી દેવાની ? કે પછી જીવનાં જોખમે, ફેમિલીની પરવા કર્યા વિના એને એના અંજામ સુધી લઈ જવાની? બહુ કપરા નિર્ણયો હોય છે. આ વકીલ જેમ્સ બી. ડોનવાન ઇન્ડિયન હોત અને ભારતમાં એ કોઈ પાકિસ્તાની જાસૂસનો કેસ લડતો હોત તો અહીં પણ એના પર દેશદ્રોહી જેવાં લેબલ લાગ્યાં હોત. અહીં તો કદાચ, એ પબ્લિસિટી ભૂખ્યો છે અને પૈસા માટે જમીર વેચે છે એવા આરોપો પણ થયા હોત. વકીલો પૈસાને ખાતર શ્રીમંત ગુનેગારોને કાયદાની છટકબારીઓનો લાભ લઈને સજામાંથી છોડાવી દે છે અને પૈસા નહીં ખર્ચી શકનારા નિર્દોષો કાયદા-પોલીસની બદમાશીઓને લીધે ફસાઈ જાય છે એ મુદ્દો સાચો છે, એના વિશે અગાઉ હું વિસ્તૃત લખી ચૂક્યો છું પણ આ ફિલ્મને એની સાથે કંઈ લેવાદેવા નથી. સાચું પૂછો તો મને હું ફિલ્મને કોઈ અમેરિકન વકીલ રશિયન જાસૂસને છોડવવાની કોશિશ કરી રહ્યો છે એવા મર્યાદિત અને સ્થૂળ અર્થમાં જોતો નથી, હાલાંકિ હકીકત અને વાસ્તવિકતા એ જ છે આ ઘટનામાં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment