Wednesday, 28 October 2015

[amdavadis4ever] બાજી: કોઈ બીજાએ કર ેલા ખુનની જવાબદારી માથે લઈ ભીમલો જીવ ્યો Manhar Ravaiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભીમલા વાલ્વમેને એની વહુ રતનને પતાવી દીધી. બસ આ જ વાતને લઈને આખા વિલાસપુરમાં સૌને મન એક રહસ્ય ઘુંટાતું હતું. નોખી નોખી વાતોની અટકળ લોકોમાં થતી કે ભીમલાએ રતનને પતાવી નાખવામાં બહુ મોડું કર્યુ હો. તો બીજું કહેતું કે મને નથી લાગતું કે ભીમલાએ રતનને મારી હોય? 'લે, રાખ રાખ ત્યારે ભીમલાનાં કપડાં અમથા લોહિયાળાં થયાં હશે.
 
મૂળ તો ભીમલો વિલસપુર પંચાયતમાં વાલ્વમેનની નોકરી કરતો. સવાર-સાંજ પરામાં અને ગામમાં મૂળમાં એ પાણીના વાલ્વ ખોલતો હતો. પાછો રૂડો રૂપાળો અને કંઠે સારો ગાયક હતો. નવરાત્રિમાં અને બીજા વાર તહેવારે એ રાસ જેવાં લોકગીત ગાતો અને જુવાન છોકરીઓ ગોળાકારે રાસડા ગાતી. એમાં જ એકવાર નવરાત્રિ દરમિયાન એને રતન સાથે પ્રેમ થઇ ગયેલો. રતનને કોઈ આગળ પાછળ હતું નહીં તો સામે ભીમલો એકલો કાનકુંવારો હતો. આથી રતન એના મામાને ત્યાં રહેતી ત્યાંથી ભીમલા સાથે આવીને રહેતી અને બંને પરણી ગયેલાં. રતન ભીમલા કરતાં આઠેક વર્ષ નાની હતી પણ  ઊંચી કાઠીની હતી. તેથી કોઈને ખબર પડતી નહી. બંને વિલાસપુરમાં સુખચેનથી રહેતાં હતાં. 

એક દિવસ સાંજે ભીમલાને વીજળીનો કરન્ટ લાગ્યો. તે દૂર ફેંકાઈને પડ્યો હતો. હાથ ખોટો પડી ગયો, પગે ફ્રેક્ચર થયું. બસ, ત્યારથી એ પથારીવશ પડ્યો હતો. તેથી તેની પત્ની રતને કામે જવાનું ચાલુ કર્યું હતું અને રમતિયાળ રતનને કામનું ઠેકાણું, એને ગમતું જ મળી ગયું હતું. એ ઠેકાણું હતું જગમાલની વાડી.

જગમાલભાઈને સંતાનમાં એક પુત્રી નામે માણેક હતી. જે વિલાસપુરથી ચાલીસ કિ.મી.દૂર સીતાપુર સાસરે હતી. રતન જગમાલની વાડીએ કપાસ વીણવા, ઘઉં વાઢવા અને નીંદામણ કરવા દરરોજ આવતી. આમ દહાડિયે આવતી રતન વિધુર જગમાલની નજરમાં આવી ગઈ. એને ખબર હતી કે રતનનો પતિ ભીમલો પથારીવશ છે. તેથી જગમાલ રતનને આર્થિક રીતે ખૂબ સાચવતો. હસી-મજાક કરતો હતો. એમાંથી રતનને જગમાલ સાથે સંબંધ બંધાઇ ગયો હતો. પછી તો મજૂરીએ આવવાનું તો બહાનું હતું. વિલાસપુરમાં જગમાલ અને રતન વિશે લોકો બહુ વાતો કરતા અને તેમને વખોડતા હતા.
 
જગમાલ જેવા સારા માણસની ગામમાં બહુ બદનામી થતી હતી. આબરૂ- શરમ એણે નેવે મૂકી દીધાં હતાં. ઘણાં સગાંસંબંધીએ જગમાલને સમજાવેલો. અરે! એની પુત્રી માણેક પણ રતન સાથે સંબંધ કરવા ઠપકો આપેલો પણ એ માને..? આ તરફ સારવાર મળતા ભીમલાને હાથે અને પગે સારું થઈ ગયું. એ પણ રતનથી ગળે આવી ગયેલો. 

સમય જતાં અંતે રતનનું ખૂન થઈ ગયું. પોલીસ આવી. પંચનામું થયું. લોકોનાં નિવેદન લેવાયાં અને ખૂની ભીમલાને હાથકડી પહેરાવીને લઈ જવાયો. ત્યારે બધાને હાશ થઈ. પણ લોકોના મનમાં એક રહસ્ય હજી ઘૂંટાતું હતું કે ભીમલાએ રતનની હત્યા કરી એ માનવામાં આવતું નથી. ખરેખર જગમાલને રતન સાથે સંબંધ ન રાખવા માણેકે બહુ મહેનત કરેલી. અંતે થાકીને માણેક રાત્રે કટાર લઈને ભીમલાને ઘરે ગઈ. ગુસ્સે ભરાયેલી માણેકે કમરેથી કટાર કાઢી, ધારદાર કટારના બે-ત્રણ ઘા મારી રતનનું ઢીમ ઢાળી દીધું. 

રતનની ચીસ સાંભળી ભીમલો જાગી ગયો. એણે જોયું તો લોહીથી લથબથ રતન ખાટલામાં પડી હતી. માણેક ગભરાઈ ગઇ. ત્યારે ભીમલાએ કહ્યું, 'દીકરી માણેક, તું ગભરાતી નહીં. મારે કરવાનું કામ તેં કર્યું છે. આ વાત આપણાં બે સિવાય કોઈને જણાવવા ન દેતી. તું અહીંથી જા. મારા હાથમાં કટાર આપ. પછી  હું બાજી સંભાળી લઈશ.'

આમ, ભીમલો જેલમાં જીવ્યો ત્યાં સુધી તેણે રતનની હત્યાની બાજી ખુલ્લી ન કરી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment