Friday, 23 October 2015

[amdavadis4ever] સાવ અલગ રીત ે મુહબ્બતને છતી કરીએ સ જનવા,આપને મ ળવાની સઘળી તક જતી કરીએ સજનવા Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા,આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

'હું તો તૈયાર જ છું, પણ શું કરું? વિક્રાંત ઓલરેડી મેરિડ છે. જોકે મને આથી કોઇ જ ફરક નથી પડતો; હું એને અનકન્ડિશનલી ચાહું છું.'
ગોરાની આ ચાહત એ દિવસે અનેકગણી વધી ગઇ. છેલ્લી ઓવરના છેલ્લા ત્રણ દડામાં વિક્રાંતે ત્રણ છગ્ગાઓ મારીને ઝોનલ ટીમને જીતાડી દીધી. સ્ટેડિયમ વિક્રાંતના જય-જયકારથી ગાજી ઊઠ્યું. વિક્રાંત જ્યારે પેવેલિયન તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ ગોરા એની સાવ નિકટ પહોંચી ગઇ. 
'વિક્કી! આઇ લવ યુ....!' ગોરાએ ટહુકા જેવી ચીસ પાડી. વિક્રાંતનું ધ્યાન ખેંચાયું. ગોરાએ ફ્લાઇંગ કિસ મોકલી આપી. આટલા બધા મીડિયા કેમેરાની હાજરીમાં પણ વિક્રાંત થંભી ગયો. ગોરાને જોઇને વિચારી રહ્યો: 'અત્યાર સુધી ક્યાં હતી? કાશ, મારા મેરેજ પહેલાં મળી હોત!' 

કહેવાય છે કે સ્ત્રીની પાસે સિક્સ્થ સેન્સ હોય છે. પુરુષની નજરને એ વાંચી લે છે. ગોરા પણ સમજી ગઇ કે આજની મેચમાં નોટઆઉટ રહેલો વિક્રાંત મેચ પત્યા પછી પ્રથમ દડામાં જ ક્લીન બોલ્ડ થઇ ગયો છે. અડધા કલાક પછી ગોરા હોટલમાં હતી. ટીમના ખેલાડીઓ જીતનો જશન મનાવી રહ્યા હતા. ગોરા ત્યાં પહોંચી ગઇ. વોચમેને અટકાવી, પણ એટલામાં વિક્રાંતે 'એને આવવા દો; એ મારી રિલેટિવ છે.' કહીને ગોરાને પ્રવેશ અપાવ્યો.
ગોરા સ-સંકોચ બધા ખેલાડીઓને ખાતા-પીતા અને ઝૂમતા જોઇ રહી. 'વુડ યુ લાઇક ટુ હેવ સમથિંગ?' વિક્રાંતે પૂછ્યું. 'ના, હું તો તમને મળવા આવી છું. મારે તમારી સાથે મન ભરીને વાતો કરવી છે.' 'આઇ સી! ત્યારે તો આપણે મારા રૂમમાં જવું પડશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ....'

'હું ક્યાં લગ્નની માગણી કરું છું? હું આજીવન અનમેરિડ રહીને તારી પ્રેમિકાનો દરજ્જો તો મેળવી શકું ને?' 'ના, તારા જેવી સર્વાંગ સંપૂર્ણ યુવતીને માત્ર મારી સાથે બાંધી રાખવાનું પાપ હું ક્યારેય નહીં કરું. સમાજ તને 'રખાત'ના નામથી અપમાનિત કરશે.' 'આપણે જે કરી રહ્યાં છીએ તે પાપ નથી?' 'ના, બે પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષ સ્વેચ્છાથી દેહસંબંધ બાંધે એને કાયદો પણ અપરાધ ગણતો નથી. મારી ઇચ્છા છે કે તું સારું પાત્ર જોઇને પરણી જા.' 'પણ પછી આપણા આ પ્રેમસંબંધનુ શું થશે?' 'એનો જવાબ ભવિષ્યના પટારામાં કેદ છે. આપણે પ્રેમ, સેક્સ અને લગ્ન આ ત્રણ શબ્દોના અર્થોમાં અટવાવાનું છોડી દઇએ.' ગોરા યોગ્ય પાત્ર શોધીને પરણી ગઇ. આજે તે એક સંતાનની માતા છે. એ પછી પણ વિક્રાંત-ગોરા મળતાં રહ્યાં.

'ઓહ નો! મારાં સાસુ-સસરા મારા ઘરે આવવાનાં છે.' 'નો પ્રોબ્લેમ, હજુ આપણી પાસે ખૂબ લાંબી જિંદગી પડેલી છે. બેટર લક નેક્સ્ટ ટાઇમ!' આવું વારંવાર બનતું રહ્યું. ક્યારેક વિક્રાંતને શક પડતો હતો કે ગોરા સાચું બોલતી હતી કે બહાનાં બતાવતી હતી!? આમ ને આમ છ-આઠ મહિના વીતી ગયા.  એક દિવસ વિક્રાંતે ગોરાને ફોન કર્યો, 'ગોરા, હવે આપણે ક્યારેય નહીં મળીએ.' 'કેમ?' 'મારું અને તારું મળવું એ પણ વિધાતાને જ આધીન હતું. હવે આપણે નથી મળી શકતાં એ પણ વિધાતાની જ અનિચ્છા હોવી જોઇએ. તું વિચાર કર કે જ્યારે આપણે પ્રથમ વાર મળ્યાં હતાં, ત્યારે કેવો માહૌલ હતો? હવે સંજોગો ભલે ને ગમે તેવા સુઆયોજિત હોય તો પણ કંઇક વિઘ્ન નડી જાય છે.' 'તું કહેવા શું માગે છે, વિક્કી?' 'એ જ કે વિધાતા નથી ઇચ્છતા કે હવે આપણે મળીએ. આજ પછી હું તને મળવાના ધખારા છોડી દઇશ. આ મારો સંકલ્પ છે અને તે આખરી છે.' 'તો આપણા પ્રેમનું શું?' 'પ્રેમ શાશ્વત હોય છે. આપણે એકમેકને ચાહતાં રહીશું અને પ્રાર્થના કરીશું કે આવતા જન્મમાં આપણને જ પતિ-પત્નીના રૂપમાં ફરીથી ભેગા કરી દે!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment