Sunday, 4 October 2015

[amdavadis4ever] નિયમિત કરો આ 5મા ંથી કોઈપણ 1 યોગા સન, ફૂલેલું પેટ સરળતાથી બનશે સપાટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યોગથી પ્રત્યેક બીમારી અને સમસ્યાઓનો ઈલાજ સંભવ છે. પરંતુ બસ તેની યોગ્ય માહિતી અને આ જાણવું જરૂરી હોય છે કે કયું યોગાસન કઈ સમસ્યામાં સૌથી વધુ અસરકારક હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈ પેટની ચરબીને નષ્ટ કરનાર પાંચ ખાસ યોગાસન વિશે.
નિયમિત કરો આ 5માંથી કોઈપણ 1 યોગાસન, ફૂલેલું પેટ સરળતાથી બનશે સપાટ

બાલાસન-
આ આસનને કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને પેટ પર જામેલી ચરબીના થર ઝડપતી દૂર થાય છે. આ એકદમ સરળ આસન છે જેને તમે ઘરે કરી શકો છો. આ આસન તમે બપોરે કે સાંજે જમ્યા પહેલાં કરી શકો છો.
 
વિધિ-
ઘૂંટણના બળે જમીન પર બેસી જવું અને શરીરનો બધો ભાર એડી ઉપર રાખવો. હવે ઉંડા શ્વાસ લેતા આગળની તરફ ઝૂકવું. તમારી છાતી તમારા સાથળને સ્પર્શ કરવી જોઈએ અને તમારા માથાથી ફર્શને સ્પર્શ કરવાની કોશિશ કરવી. થોડીક સેકન્ડ આ સ્થિતિમાં રહેવું અને ત્યારબાદ સામાન્ય સ્થિતિમાં આવી જવું. 

નિયમિત કરો આ 5માંથી કોઈપણ 1 યોગાસન, ફૂલેલું પેટ સરળતાથી બનશે સપાટ

ભુજંગાસન-
આ આસન મસલ્સ માટે અત્યંત ફાયદાકારક હોય છે. આ શરીરને લચીલું બનાવે છે. આ આસન નિયમિત કરવાથી પેટને પણ અનેક ફાયદા થાય છે ખાસ કરીને પેટ પરનો મેદ દૂર થાય છે. વય વધવાને કારણે પેટની નીચેના ભાગની નસોને ઢીલી થતી અટકાવવમા મદદ મળે છે. 
 
વિધિ-
ભુંજગ જેને અંગ્રેજીમાં કોબરા કહેવાય છે. જોકે દેખાવમાં આ ફેણ ફેલાયેલા એક સાપની જેમ હોય છે. આ જ કારણે આ આસનનું નામ ભુજંગાસન રાખવામાં આવ્યું છે. આ આસન માટે પેટના બળે જમીન પર સૂઈ જવું. હવે બન્ને હાથની મદદથી શરીરના કમરથી ઉપરના ભાગને ઉપર તરફ ઉઠાવવું. પરંતુ તમારી કોણી વળેલી હોવી જોઈએ. હથેળી ખુલ્લી અને જમીન પર ફેલાયેલી હોવી જોઈએ. હવે શરીરના બાકીના ભાગોને હલાવ્યા વિના ચહેરાને ઉપરની તરફ રાખવું. આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો. પછી ઉલટા ક્રમમાં એટલે કે પહેલા નાભિ, પછી પેટ, છાતી વગેરે નમાવતા નમાવતા છેવટે દાઢી અંદર ખેંચી લઈ મૂળ સ્થિતિમાં આવી જવું.

નિયમિત કરો આ 5માંથી કોઈપણ 1 યોગાસન, ફૂલેલું પેટ સરળતાથી બનશે સપાટ

પશ્ચિમોત્તાનાસન-
આ આસન પેટની ચરબી ઘટાડવાની સાથે જ કબજિયાત, અપચો, ગેસ, ઓળકાર અને ડાયાબિટીસમાં લાભકારી છે. નિયમિત રીતે આ આસન કરવાથી ગજબના લાભ થાય છે.
 
વિધિ-
પગને સામે ફેલાવીને બેસી જવુ. હવે હથેળીઓને ઘૂંટણ પર રાખીને શ્વાસ ભરતાં હાથને ઉપરની તરફ ઉઠાવવા અને કમરને સીધી ઉપરની તરફ ખેંચવી. હવે શ્વાસ બહાર નિકાળતા આગળ તરફ ઝૂકવું અને બન્ને હાથથી બન્ને પગના અંગૂઠા પકડીને તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે માથાને ઘૂંટણથી સ્પર્શ કરવા. અહીં ઘૂંટણ વળવા ન જોઈએ અને કોણીને જમીન પર સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો. આંખો બંદ કરીને શ્વાસને સામાન્ય રાખી યથા શક્તિ પ્રમાણે શ્વાસ રોકવો. ત્યારબાદ ફરીવાર શ્વાસ ભરતાં સામાન્ય સ્થિતિમાં આવી જવું.  આ આસનનો સમય 15 સેકન્ડથી ક્રમે ક્રમે વધારીને ત્રણ મિનિટ સુધી કરી શકાય. શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો. 

નિયમિત કરો આ 5માંથી કોઈપણ 1 યોગાસન, ફૂલેલું પેટ સરળતાથી બનશે સપાટ
ધનુરાસન-
આ આસન પેટની ચરબીને દૂર કરે છે સાથે જ આ આસન કરવાથી શરીર લચીલું બને છે.  સિવાય શરીર સુડોળ બનાવવામાં પણ આ આસન કારગર સાબિત થાય છે. જેથી નિયમિતપણે ઘરે જ સરળતાથી આ આસન કરી શકાય છે.
 
વિધિ-
તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે ઉંધા સૂઈ જાઓ અને પગ સીધા, પંજા મળેલાં અને બન્ને હાથ શરીરની બાજુમાં સીધા રાખો. હવે પગને ઘૂંટણમાંથી વાળો. એડીઓને નિતંબની નજીક લઈ આવો. હવે બન્ને હાથથી પગની ઘૂંટીને પકડી લો. હડપચીને જમીન પર ટેકવો. જમીન પર સૂતી વખતે લાંબો ઉંડો શ્વાસ બહાર છોડો ત્યારબાદ શ્વાસ ભરો. હવે ધનુષની સ્થિતિમાં આવ્યા બાદ સામાન્ય શ્વાસોચ્છવાસ કરતાં રહો. હાથ એકદમ સીધા રાખો. હવે માથાને પાછળ તરફ ઉંચું કરો. આ જ સ્થિતિમાં 30-60 સેકન્ડ સુધી રોકાવું અને ફરી સામાન્ય સ્થિતિમાં આવી જવું અને ફરી આ આસન કરવું. 

નિયમિત કરો આ 5માંથી કોઈપણ 1 યોગાસન, ફૂલેલું પેટ સરળતાથી બનશે સપાટ
પેટ પરની ચરબી નષ્ટ કરવા કેટલાક કારગર યોગાસન-
કપાળભાતિ- આ પ્રાણાયામથી ઝડપથી પેટની ચરબી દૂર થાય છે અને ફુલેલું પેટ અંદર જતું રહે છે. અહીં બતાવેલા આસનો ખાલી પેટે કરવા.
 
વિધિ- સૌથી પહેલાં પદ્માસન કે સુખાસનની સ્થિતિમાં કોઈ ધ્યાનત્મક આસનમાં બેસી જવું. પીઠ અને ગરદનને સીધા કરી લેવા. જેથી છાતી આગળ તરફ ઉભરેલી રહેશે. બન્ને હાથને જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ પર મૂકી દેવા. હવે આંખો બંદ કરીને શાંતિથી બેસી, ધ્યાનને શ્વાસની ગતિ પર લઈ જવું. અહીં તમારું પેટ ઢીલું રાખવું. હવે કપાળભાતિ શરૂ કરવું. તેના માટે નાભિથી નીચે પેટને પાછળ તરફ ધકેલવું. આવું કરવાથી પેટના સ્નાયુઓ સંકોચાય છે. સાથે જ શ્વાસને નાકથી બળપૂર્વક બહાર કાઢવી. આવી રીતે શ્વાસ બહાર નીકળવાથી અવાજ પણ પેદા થશે. હવે અંદર દબાવેલા પેટને ઢીલું છોડી દેવું અને શ્વાસને ફરી અવાજ વિના અંદર લેવી. શ્વાસને અંદર લેવામાં જોર ન લગાવવું. તે જાતે જ અંદર જશે. ત્યારબાદ પેટને અંદર તરફ દબાવતા ઝડપથી શ્વાસ બહાર કાઢો. શરૂઆતમાં દસ-બાર વખત આ ક્રિયા કરો, ધીમે-ધીમે 60 સુધી લઈ જાઓ. વચ્ચે-વચ્ચે વિશ્રામ કરી શકો છો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment