Tuesday, 27 December 2016

[amdavadis4ever] સાઠે પણ ઉંમ રને ન ગાંઠે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"મારા ૯૦ વર્ષના પિતા એમ માને છે કે હું હજી ગોલ્ફની રમત રમવા જેટલો બૂઢ્ઢો નથી થયો, એમ ૬૦ વર્ષની વયનો જૉન જેક ફન્ક કહે છે. (પશ્ર્ચિમમાં વૃદ્ધાવસ્થા ભણી ઢળતા લોકો ગોલ્ફની રમતમાં વિરામ પામે એવો એક ઝોક છે. આપણે ત્યાં વડોદરા, અમદાવાદ કે ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ વર્ષની વયથી વધુ વયની વ્યક્તિ નિવૃત્તિ અનુભવવા લાગે છે અને રાતે રાતે ઓટલા પરિષદો કે ચોરા-ચર્ચામાં જતો થઈ જાય છે.) આ જૉને ૧૨મી એમટીબી હિમાલયા-૨૦૧૬માં ઓપન ગ્રેન્ડ માસ્ટર્સ સોલો કૅટેગરીમાં પહેલો આવી સ્પર્ધા જીતી ગયો હતો. આ સ્પર્ધામાં એણે અનેક વખત ભાગ લીધો છે, એમાં આ એનો ત્રીજો વિજય છે. વેલ, આ સ્પર્ધા કોઈ પણ યુવાન રેસરને થકવી નાખનારી, શરીર અને મન તોડી નાખનારી અને જિંદગીની આકરી કસોટી કરનારી બાઈકિંગ સ્પર્ધા છે, આ સ્પર્ધામાં દોડાવાતી સાઈકલને બાઈક કહેવાય છે, કારણ કે એ સામાન્ય સાઈકલ કરતા અનેક રીતે વેગળી છે.

જ્યારે મોટા ભાગના લોકો નિવૃત્તિમાં નિરાંત અનુભવવા માંડે છે એ વયમાં વૃદ્ધ જૉન જેક ફન્ક એના ટ્રેડમાર્ક જેવા હાસ્ય સાથે આવા બેઠાડુ જીવનને ખંખેરી નાખે છે, જાણે 'મૈં જિંદગી કા સાથ નિભાતા ગયા' એમ કહે છે. પિતાની વાત કહ્યા પછી એ આગળ કહે છે કે, "હું ફક્ત મજા કે મોજ ખાતર ગોલ્ફ રમવાની કલ્પના પણ ન કરી શકું.

વિશ્ર્વમાં હાડ તોડી નાખનારી અને અતિશય થકવી નાખનારી માઉન્ટન બાઈક રેસ ગણાતી એમટીબી હિમાલયા રેસ હિમાચલ પ્રદેશના સિમલાથી ધરમશાલા સુધીની છે, પણ એ ૬૫૦ કિલોમીટર અંતરનો ડુંગરાળ ભૂપ્રદેશ કાપવાના લગભગ આઠ દિવસ વિશ્ર્વના શ્રેષ્ઠ રાઈડર (બાઈકચાલક)ની આકરી કસોટી કરનારા છે. ભલભલા હાંફીને-હારીને રેસ અડધેથી પડતી મૂક્ે છે. ફન્કે ૨૦૧૨ અને ૨૦૧૪માં પણ રાઈડરની તાવણી કરનારી રેસમાં ભાગ લીધો હતો અને બન્ને વખત એ માસ્ટર્સ સોલો કૅટેગરીમાં વિજયી થયો હતો. દરેક રેસમાં એ વધુને વધુ થાકતો હતો એટલે જ એણે સોગંદ લીધા કે ત્રણ વર્ષમાં સતત ત્રણ વાર જીતવા આ રેસમાં ફરી નહીં આવે. જૉન રેસ અને હિમાલયીન પર્વતાળ વિસ્તારો અને ભારત વિશે કહે છે, "હું છેલ્લાં ૩૦ વર્ષથી દર વર્ષે ઈન્ડિયામાં આવું છું. ભારત તો મારું બીજું ઘર છે. વળી, આવવાનું એક બહાનું એવું પણ છે કે મને અહીંનો બિયર બહુ પસંદ છે. વિશ્ર્વમાં મેં ભાગ લીધો હોય એવી રેસમાં આ રેસ સૌથી વધુ ટફ-પ્રતિકૂળ, કઠોર છે. દરેક વળાંક પર તમારે માટે વિસ્મય-આશ્ર્ચર્ય ઊભું જ હોય છે. એ પડકારો મને દર વખતે અહીં ખેંચી લાવે છે.

ફન્ક માટે પડકારો નવી વાત નથી. એનો જન્મ ગ્રામીણ કેનેડામાં સેસ્કાત્સેવાન ગામમાં થયો હતો. એના ઉછેરના દિવસોમાં સાઈકલ એ ખેલ કરતા વધુ જરૂરી તો પરિવહનનું સાધન હતું. એનું કુટુંબ ધનિક નહોતું, પણ જૉનને જેમાં રસ પડે તે માટે એને ટેકો આપતું હતું. "અમે એક જૂની કારમાં સામાન લાદી નીકળી પડતા અને ક્યાં જઈશું કે અટકીશું એ રામ ભરોસે રહેતું. એ તંબુમાં ગાળેલા રજાના લંબાવેલા સાહસના દિવસોની કહાણી છે. અમે ગરીબ જરૂર હતા, પણ ભાગ્યવાન હતા, એમ ફન્ક વિગતો આપતા કહે છે. એ જૉન જેક ફન્ક માટે સાહસનો પહેલો આસ્વાદ હતો. વળી, બબ્બે યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સાઈકોલોજીમાં ભણવા છતાં ગ્રેજ્યુએશન મળવાના એક વર્ષ પહેલા એણે ભણતરને રજા આપી દીધી હતી. એ એના આ પગલાંને 'વન ઑફ ધ બેસ્ટ મૂવ્ઝ ઑફ માય લાઈફ' (મારા જીવનનાં પગલાઓમાંનું ઉત્તમ પગલું) ગણાવે છે. એના જીવનમાં સ્પોર્ટ્સ સતત વણાયેલું રહ્યું છે. યુવાનીમાં આઈસ હૉકીનો ખેલ હતો તો પછી આંતરરાષ્ટ્રીય સર્કિટમાં આઠ વર્ષ સ્કીઈંગ કર્યું હતું. જોકે, સાઈકલિંગ ત્યારે એના માટે ક્યારેય સ્પર્ધાત્મક ખેલ નહોતું બન્યું, એ ચાળીસ વર્ષનો હતો ત્યારે સાવ અચાનક સાઈકલિંગ એના માટે સ્પર્ધાત્મક રમત બન્યું. એ વિશે જૉન કહે છે, "મેં દોસ્તની વિનંતીથી બાઈક રેસિંગ શરૂ કર્યું હતું, કારણ કે એનોસાઈકલ સવાર ટીમ ટ્રાઈઍથ્લોનમાં હાજર થઈ શક્યો નહોતો. મારી પાસે તૈયારી કરવા માટે ફક્ત બે સપ્તાહ હતા અને ૧૨૦ સાઈકલ-સવારોમાં હું ટોપ-૨૦માં પહોંચવા જેટલો બડભાગી હતો, ત્યાર પછી પાછું વાળીને જોવાપણું નહોતું. એ રોડ-રેસથી માંડીને સાઈકલોક્રોસ સ્પર્ધાઓ વિશે વાત કરે છે અને એ દરેકમાં એણે હિસ્સો લીધો છે. જોકે, માઉન્ટન બાઈકિંગની રમતની પોતાની આગવી વિશેષતા છે, એમ કહેતા એ વધુમાં જણાવે છે કે, વિશ્ર્વના શ્રેષ્ઠ રેસરથી માંડીને પહેલીવાર આવતા ખેલાડી સુધી દરેક જણમાં શાતિ જાળવી રાખવાની અને ફરી ફરી શાંત થઈ જવાનું વલણ હોય છે, એ આવકારદાયક છે. હવે સાઈકલિંગ કરવું એ એની ઘેલછામાંથી પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એ જો બાઈકિંગ ન કરે એટલે કે સાઈકલ ન ચલાવે તો એની સંધિવાથી પીડિત પગની ઘૂંટીઓ અક્કડ થઈ જાય એટલે એને સાઈકલ ચલાવવી જ પડે છે. આ વિશે એ હસતા હસતા કહે છે, "મારો નિર્ણય એકદમ સહેલો હતો... સાઈકલ ચલાવવી નહીં તો પરવશ બની જવું, મેં સાઈકલ ચલાવવાનો નિર્ણય કર્યો. સાઈકલની સ્પર્ધાઓએ જૉનને એના પોતાના આખા દેશની સફર કરવાની તક આપી હતી એ સાથે કોસ્ટા રિકા, ઈસ્ટ ટિમોર અને મોન્ગોલિયા ને છોગામાં ભારત પણ ફરવા મળ્યું હતું. એના આ પ્રવાસમાં ૨૦૧૧થી એણે છ મોટી સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. "એમટીબી હિમાલયા એ મેં ખેલેલી તમામ રેસમાં સૌથી વધુ મુશ્કેલ રેસ છે. એમાં સાહસનું પાસું શ્રેષ્ઠ છે. એ રેસની ગતિ દર વર્ષે વધતી જાય છે અને મારે એ સ્થિતિની સાથે રહેવું પડશે, એમ ફન્ક કહે છે. હાથ પર કામધંધો હોઈને ફિટનેસ માટેની પ્રવૃત્તિ કાયમી અને નિયમિત નથી, પણ એનાં પોતાના આગવા સમયપત્રકને કારણે પોતાના પ્રેક્ટિસના સમય અને સતત ટેકો આપતી વિશ્ર્વાસુ પત્ની વૅરાને આપવાના સમય વચ્ચે એ સંતુલન સાધી લે છે. ફન્ક પોતાની મરજી પડે તે રીતે રાઈડિંગ માટે કાઢી લે છે. ફન્કના જીવનમાં ખેલ એ મહત્ત્વનું પાસું છે અને એ પોતાની ટેવોને આધારે અને રહીસહી ફિટનેસની મદદથી એ મોટી સ્પર્ધાઓમાં મેદાન મારી જાય છે. ટૂંકમાં એ મગજનો કાઠો-કડક માણસ છે. "મને કોઈ ચાબખા મારી શકે એવો માણસ ફક્ત હુ ંજ છું એટલે ફિટ રહેવાનું સહેલું બની રહે છે. વળી, હું અજંપાવાળો માણસ છું! એટલે જ કદાચ શિયાળામાં સહેજ પણ તડકો નીકળે કે હું મારી સાઈકલ લઈને નીકળી પડું છું. બહુ લાંબા સમય સુધી ગાંડપણ જેવું કે વિચિત્ર કામ કરતા રહેવાથી કશું બોનસ (વધારાનો લાભ) મળે જ છે, એમ કહેતા એ હસે છે. આ વયમાં જૉન થોડો ધીમો પડ્યો છે, પણ અનુભવમાં છલકાયો છે. એને કારણે જ એક રેસમાં તાવ એને પેટમાં દુ:ખાવો હોવા છતાં એ રેસમાં ટોચ પર આવવામાં સફળ રહ્યો હતો. એ અહીં બહુ સરસ વાત કહે છે, "મારામાં એવું લોહી વહે છે જેનામાં 'જૂનું', 'ઘરડું' વગેરેનો વિચાર જ કરાતો નથી. હું આમ શા માટે કરું છું એ કેટલાક લોકો સમજી શકતા નથી, પણ હું પ્રાથમિકપણે સ્મિત સાથે સહન કરવાની વૃત્તિથી અભડાયો છું

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment