Thursday, 1 December 2016

[amdavadis4ever] નાની વયે મોટા મકામ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાની તેરી મોરની કો મોર લે ગયે... અથવા લકડી કી કાઠી ... જેવા બાળગીતો ગાવાની ઉંમરે કાશ્મીરની આ ક્યૂટ બબલી છોકરી સામેવાળાનું નાક તોડી શકે એવી કિક બૉક્સિંગ કરે છે. બોબ્ડ કટ કાળા વાળ અને ગોરો નમણો, સુંદર કાશ્મીરી ચહેરા પર તરવરાટ ભરી આંખો સાથે બીજા ધોરણમાં ભણતી તજામુલને આજે આખું ય ગામ ગર્વ અનુભવી રહ્યું છે. શ્રીનગરથી ૬૫ કિલોમીટરના અંતરે આવેલા બાંદીપોરાના તારકપોર ગામની રહેવાસી તજામુલના પિતા ગુલામ મોહમ્મદની ખુશીનો પાર નથી રહ્યો. છેલ્લા કેટલાય સમયથી કાશ્મીરમાં શાળાઓ બંધ છે અને આતંકી માહોલ છે. નવ વરસની તજામુલ ઈસ્લામને કાશ્મીરમાં થઈ રહેલો પથ્થરમારો કે બંધ કશું જ તેને આગળ વધતા રોકી શકતો નથી. તજામુલ હાથથી જેટલું ફાસ્ટ કિક મારી શકે છે એટલી જ હિંમતથી તે બોલી પણ શકે છે. શ્રીનગરથી ૬૫ કિમી દૂર આવેલા બાંદીપોરામાં આર્મી ગુડવીલ સ્કૂલના બીજા ધોરણમાં અભ્યાસ કરતી તજામુલે હજી બે વરસ પહેલાં જ કિક બૉક્સિંગ શીખવાનું શરૂ કર્યું છે. આમ તો તજમુલ માર્શલ આર્ટ શીખતી હતી પણ એક વખત તેણે સ્ટેડિયમ પાસેથી પસાર થતા કિક બૉક્સિંગ શીખતાં બાળકોને જોયા. એણે આ પહેલાં પણ ટીવી પર કિક બૉક્સિગં જોયું હતું અને તેને પણ બીજા બાળકોની જેમ હવામાં હાથ ઊછાળીને પંચિગ કરવું ગમતું. તેને રિયાલિટીમાં કિક બૉક્સિગં જોઈને થયું કે વાહ કેવી મજા આવે પંચિગ કરવાની. કોઈ આપણને હેરાન કરે તો ઢીસૂમ ઢીસૂમ શરૂ થઈ જવાનું. બાળકીને રસ્તામાં આવા જ ખ્યાલ આવતા રહ્યા. ઘરે જઈને પિતા ગુલામ મોહમ્મદને કહ્યું પિતાએ તરત જ હા પાડી ને તજામુલે કિક બૉક્સિંગ શીખવાનું શરૂ કર્યું. 

કાશ્મીરમાં કે જ્યાં ભાગલાવાદી હવા વહેતી હોય. છાશવારે હુલ્લડો અને બંધ થતા હોય. આતંકનો ઓછાયો સતત મંડરાયેલો રહેતો હોય ત્યાં એક પિતા પોતાની પુત્રીને કિક બૉક્સિંગ શીખવા મોકલતા બે ક્ષણનો ય વિચાર કરતા નથી. વળી આ પિતા કંઈ માલેતુજાર વ્યક્તિ નથી. એક ખાનગી કંપનીમાં ગુલામ મોહમ્મદ લોણી ડ્રાઈવર તરીકે કામ કરે છે. મહિને ફક્ત દસ હજાર રૂપિયા કમાય છે અને તે પાંચ બાળકોનો પિતા છે. બે વરસ પહેલાં તજામુલે કિક બોક્સિંગ શીખવાનું શરૂ કર્યું ત્યારે એ વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચશે તેવી કલ્પના તો ન પિતાને હતી કે ન તો કોચ ફૈજલઅલીને હતી. કાશ્મીરી સુંદરતા અને નમણાશ ધરાવતી આઠ વરસની તજમુલ ઊર્જાનો ભંડાર છે. તેને કિક બોક્સિંગમાં મજા આવતી પણ તેણે ક્યારેય તેને રમતમાં ન લીધું. રોજ સ્કૂલના પાંચ કલાક બાદ સવારસાંજ મળીને રોજના પાંચેક કલાક તે કિક બોક્સિંગની તાલીમ પણ લેતી. સૌ પ્રથમ તેણે સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ જીતી, ત્યારબાદ નેશનલ ચેમ્પિયન બની અને નવેમ્બરમાં ઈટલી ખાતે યોજાયેલ વિશ્ર્વ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં તેણે પોતાનાથી મોટી ઉંમરના સતત પાંચ દેશોના હરીફને હરાવીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કાશ્મીરીઓ તેને ભારતના તાજની ઉપમા આપી વધાવતા થાકતા નથી. તજામુલ કેનેડા, ફ્રાન્સ, ઈટલી, જાપાન અને યુએસએની હરીફને હરાવ્યા છે. પાછા આવીને એક મુલાકાતમાં તેણે કહ્યું કે વિમાનમાં મને જે ડર લાગતો હતો નાક તૂટવાનો એટલે જ કદાચ મેં સામાવાળાના નાક, દાંત તોડી નાખ્યા. ભારતની દીકરી હોવાનો મને પણ ગર્વ છે. તેના માતાપિતાનો તો ઉત્સાહ માતો નથી. ગુલામ મોહમ્મદ કહે છે કે ભારતની શાન વધારી શકે તેવી દીકરી પેદા કરવાનો ગર્વ છે. દીકરીઓને જે ઈચ્છા થાય તે કરવા દો. તજામુલની સફળતા જોઈને બીજા માતાપિતા પણ દીકરીઓને મોકળું આકાશ આપશે તેને મનગમતી રીતે જીવન જીવવાની. પૈસા મહત્ત્વના નથી હોતા. તજામુલ જેમ જેમ સફળતા મેળવવા માંડી તેની શાળાએ તેની ફી માફ કરી દીધી છે એટલું જ નહીં ઈટલી જવા માટેના પૈસા તો અમારી પાસે હોય નહીં તેને માટે પણ તેની શાળાએ સ્પોન્સર કરવાની પહેલ કરી તે એક મિશાલ છે. આર્મી સ્કૂલ બાળકોની ક્ષમતાના વિકાસ માટે હરદમ તૈયાર હોય છે તે સાબિત કર્યું. 

કિક બોક્સિંગમાં નાક ને દાંત તૂટવાનો ભય રહે છે. ઈટલી જતાં વિમાનમાં નાનકડી તજામુલ પોતાના નાક પર હાથ ફેરવતાં સતત ડર અનુભવી રહી હતી. પણ પછી તેણે પોતાની જાતને કહ્યું કે વિશ્ર્વ ચેમ્પિયન બનવું હોય તો નાક કે દાંત તૂટવાના ડરને જીતવો પડશે. તજામુલે ગોલ્ડ મેડલ જીત્યા બાદ આપેલી મુલાકાતમાં એમ પણ કહ્યું કે પહેલીવાર હું વિદેશ જઈ રહી હતી અને પહેલીવાર આ રીતે વિશ્ર્વની હરીફો સામે ઊભી રહેવાની હતી. મને ખબર હતી કે મારી સામે બધા અનુભવી ખેલાડીઓ હતા એટલે પણ મને વધુ ડર લાગી રહ્યો હતો પણ પછી મેં મારો વિચાર છોડીને કાશ્મીરનો વિચાર કર્યો, ભારતનો વિચાર કર્યો અને મારી જાતને કહ્યું કે હું મારા માટે નહીં પણ આ બધા વતી સ્પર્ધામાં છું બસ પછી તો ડરની આંખોમાં આંખ નાખીને એક પછી એક હરીફને હરાવતી ગઈ. તેનો કોચ ફૈજલઅલી દાર જે ૨૭ વરસનો યુવાન છે તેના ઉત્સાહની પણ કોઈ સીમા નથી. તેણે તજામુલના વખાણ કરતાં કહ્યું કે જ્યારથી તેણે તાલીમ લેવાનું શરૂ કર્યું છે ત્યારથી કદીય તે થાકી છું તેવા બહાના નથી કર્યા. તેનો ઉત્સાહ ક્યારેય ઓછો નથી થયો. તેની ટેલેન્ટ જોઈને એને સ્પર્ધામાં મોકલી તો ધાર્યા કરતાં તે વધુ સારું પ્રદર્શન કરવા લાગી. જેમ જેમ તે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ જીતતી ગઈ તેમ એની ક્ષમતા વધતી ગઈ હતી. હવે અમારું નેકસ્ટ ગોલ છે ઓલિમ્પિક. મને ખાતરી છે કે તજમુલ ભવિષ્યમાં પણ ભારતનું નામ રોશન કરશે. 

ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તેનામાં વધુ નમ્રતા આવી હોવાનું જણાવતાં તજામુલ કહે છે કે સારું છે કે મારે કદી રીંગની બહાર દાંત તોડવા નથી પડ્યા. સખત મહેનત કરવાનો મને કંટાળો નથી આવતો. આટલી મહેનત કરીને ગોલ્ડમેડલ મેળવ્યા કરતાં પણ લોકો જે પ્રેમ અને આનંદ વ્યક્ત કરે છે તેનાથી મને ગર્વ મહેસૂસ થાય છે. સાથે જ હું ભારતના દરેક માતાપિતાને અપીલ કરું છું કે પોતાના બાળકોને મનગમતા સ્પોર્ટસમાં આગળ વધવા માટે પ્રેરણા આપો, મોકો આપો અને મદદ કરો. બ્રેવો તજામુલ ઈસ્લામ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment